________________
ર
• सचस्स आणाए उबठ्ठिए मेहानी मारं तरति ।
સત્યની આણમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જુન ૧
પ્રબુધ્ધ જૈન
सत्यपूतां वदेद्वाचम्
૧૯૪૩
પ્રબુદ્ધ જૈન
મે
દૃષ્ય ચિ ત્રા
આપણા સમાજમાં તાજેતરમાં થયેલા એ મહાન ઉત્સવ– એક પાલીતાણા મુકામે લગભગ દશથી બાર લાખના ખર્ચે જૈનશાસનની શે।ભા વધારવા નિમિત્ત થયેલ ધાર્મિક ઉત્સવ' અને બીજો પાલણપુરમાં આશરે વીસેક હજારના ખર્ચે થયેલ નેત્રયજ્ઞનજરે જોનાર એક વયાવૃધ્ધ ગૃહસ્થે પેાતાના મન ઉપર પડેલી છાપ મારી સમક્ષ રજુ કરી. તેમને અનુભવ બહુ રસપ્રદ લાગવાથી તેના સાર ભાગ પ્રબુદ્ધ જૈન’ના વાંચકો માટે તૈયાર કરીને પ્રગટ કરતા મને આનંદ થાય છે.
એ વયેવૃદ્ધ ગૃહસ્થ પાલીતાણાના સમારંભની પૂર્ણાહુતિ થયા પછી ત્યાં ખીરાજતાં આચાય કે જે આ ઉત્સવના . એક પ્રણેતા અને સ ંચાલક હતા તેમના દર્શને જાય છે અને તે આચાર્ય દેવને વંદના કરી નીચે બેસે છે. પણ આચાય તે ખીજા વિચારમાં છે. તે થેાડીવારે કાઈ ગંભીર વિચારવમળમાંથી અચાનક જાગીને તે વૃધ્ધ પુરૂષને આવકાર આપે છે, વૃધ્ધ પુરૂષ અનેક વખત તે આચાર્ય દેવને વંદન કરવા આવેલ, પણ તેમણે આટલા ગંભીર વિચારમાં તેમને કદી જોયા નહેાતા, એટલે આશ્ચર્ય પામી વિનયપૂર્વક ગુરૂદેવને પૂછે છે કે “આચાય દેવ! આજે આપ એવા તે શા વિચારમાં પડી ગયા હતા કે આ સેવક તરફ્ આપનું લક્ષ પણ ન ગયું ? મારા કંઇ અપરાધકે આશાતના તે નથી થતે ?”ગુરૂએ કહ્યું. “ભલા શ્રાવક ! તમારો કાંઇ અપરાધ નથી થયેા. હું આ ઉત્સવ, તેનું ફળ અને મારી ભાવી ગતિ ઉપર વિચારમાં ચડી ગયા હતા, તેથી મારૂ` લક્ષ જ ન રહ્યું. આટલા વિચારને અન્તે પણ કઇ સ્પષ્ટ દેખાતુ નથી. મે દેવલેકમાં સ્થાન મેળવવાની આશાએ અનેક બાળકાને માતાપિતાની ભ્રમજાળમાંથી છેડાવી સંયમના ઉત્કર્ષ માર્ગ પર મૂકયા; કકને સંસારની દુઃખકારક ઉપાધિમાંથી છેડાવી નિર્વાણના માર્ગ બતાવ્યા; ઘણા શ્રાવકા પાસે ધર્મની શાભા વધારવા માટે લાખ રૂપિયા ખર્ચાવ્યાં; ઘણા નવા મદીરા બંધાવી તેની પ્રતિષ્ટા પાછળ લખલૂટ નાણુ વપરાયું; ઉપધાન, ઉજમાં તથા અનુષ્ઠાન પાછળ ખર્ચ કરાવીને તથા સ્વામીવાત્સલ્યેા કરાવીને મેધા જય જયકાર કરાવ્યેા છે અને એવા એવા બીજા અનેક ઉપાયોથી શ્રી મહાવીર પ્રભુના યાના માર્ગને પ્રજા પાસે જીવતા જાગત રાખ્યા છે. એટલે આ બધા ધાર્મિક કાયથી મારી ગતિ કર્યા દેવલાકમાં થશે તેને હું વિચાર કરતા હતા. પણ કઇ ધડ એસતી નથી. મનમાં કંઇ સુઝતું નથી. આંખ મીંચતાં અંધારૂં દેખાય છે. એટલે ડર લાગે છે કે મારી ગણતરી ખેાટી તે નહિં. હાયને ?' મારૂ મગજ ડેાળાઇ ગયું છે એટલે કદાચ હમણા કે નહિ સુઝે. જો તમને સુઝતુ હાય તા જરા કહેા તા ખરા કે મારૂં સ્થાન કયા દેવલાકમાં ગણાય ?”
“દેવ, મારૂ' શુ' ગળ્યુ કે તમારી ગતિ હુ" જાણી શકું? એક તરફ તમારા શિષ્યાના દીક્ષાના વરઘેાડા અને ઉત્સવા અને
તા. ૧-૬-૪૩
ખીજી તરકે તેના વૃદ્ધ માબાપો, પત્ની અને નિરાધાર બાળકાના કરૂણ આ દે, એક તરફ ધર્મ નિમિત્તે ઉડતાં મિષ્ટાન્ના અને ખીજી બાજુએ રોટલાના ટુકડા માટેની મુંઝવણો, એક તરફ તમારાં અનુષ્ટાના અને ઉપધાના કે ઉજમણા અને બીજી તરફ આર્થિક મુંઝવણ નીચે ગુંગળાતા અનેક સંસારી, એક તરફ ધર્મની શાભા વધારવા માટે ખર્ચાતું લખલૂટ નાણુ અને ખીજી તરફ અનેક અનિવાર્ય જરૂરિયાત વગર વિકૃત થઇ જતાં માનવજીવને જોતાં એક માણસ તરીકે મને લાગે છે કે ભગવાન મહાવીરની યા અને અહિંસાનું રહસ્ય અપનાવ્યા સિવાય કહેવાતા ધર્મના પડછાયા પાછળ આપ ભટકતા રહ્યા છે અને આપના હાથે અનેક અના થયા છે; તેથી આપ જ્યાં છે. તેથી વધારે ખરાબ ગતિ આપની ન થાય તેા આપના કર્મની અલિહારી !...” આ સાંભળીને શ્રી આચાર્ય દેવને શું થયુ હશે તે પ્રભુ જાણે!
ત્યાંથી ઉઠી ઉપાશ્રયની બહાર નીકળતાં તે વૃદ્ધ પુછ્યું મહાન ઉત્સવના કુબેર ભંડારી સમા-શ્રીમાન શેઠ અને શેઠાણીને પણ ગંભીર વિચારમાં પડેલા જોયા. તે મનેાગત ખેલતા હતા કે ઇન્દ્ર ઇન્દ્રાણી પદના લ્હાવા તે। શ્રી આચાર્ય દેવે લેવરાવ્યેા, પણ મન કેમ હળવુ' નથી થતું? એ નાટકી સ્વાંગ ઉતરતાં કેમ પૂર્વવત્ તેની તેજ સંસારની ઘટમાળ તરફ મન દોડે છે? તે સાચું જીવન હતું કે નાટક ? ગુરૂદેવે શું કહ્યું હતું અને અનુભવાય છે શુ? કેમ કંઇ ઉન્નત આવિર્ભાવ થતા નથી?’’ આ સાંભળી તે વૃદ્ધ પુજે મૃદુતાથી કહ્યું- શેઠજી ! શુ′ ચિંતામાં પડયા છે ? બધુ પત્યા પછી વલાપાત શાતા કરે છે? જરા · આંખ ઉધાડી જુએ તે સમજાશે તમારા દાન પાછળ કાષ્ઠ નિર્મળ વૃત્તિ જ નહેાતી. દુનિયાની આંખમાં મેટા ગણાવાના—હાવે લેવાની અને નર્યાં પૈસાથી જ કલ્યાણ સાધી લેવાની કામના હાય-ત્યાં નાટક સિવાય બીજા સ્થાયી તત્વ નજરે ગયું ?-અક્સાસ ન કરો. ઇન્દ્ર ઇન્દ્રાણી તેા કયારના ઉડી ગયા. પણ કયાંથી પડે? એ તે જે રીતે દ્રવ્ય આવ્યું હશે તે રીતે ઉઠો અને ગુરૂ પાસે જઇ તેને આશ્વાસન આપે। અને તેની પાસેથી મેળવા, કારણ કે બન્નેએ જગતને એકસરખા છેતર્યાં છે અને બન્ને પેાતાની બુદ્ધિથી એકસરખા છેતરાયાં છે। આપ બન્ને એક જ માર્ગના યાત્રીઓ છે.”
X
પાલણપુરમાં નેત્ર યજ્ઞ મ`ડાઇ ચૂકયા છે. ૫૬૬ જેટલા દર્દીએ ખાસ ઉભા કરેલા તંબુમાં ખીસ્તરે સુતા છે. પરિચારિકા અને સ્વયંસેવકા સેવા ઉઠાવી રહ્યા છે. વિશેષ તે એ છે કે આ યજ્ઞને યજમાન ખુદ સ્વયંસેવકના પોષાકમાં ચપળતાપૂર્વક કામ કરે છે. આખું વાતાવરણુ કોઇ અજળ ઉલ્લાસથી ભરેલુ' છે. એની મુંગી' આશિષ અને કાર્યકરોના મુંગા આત્મસંતાપ કાંઇ દિવ્ય ધૂપ મા મહેકે છે. કોઇ પોતાની લાગણી વ્યકત કરવા મથતા નથી. કાઇને પેતે કઇ કરી રહેલા છે તેવા ખ્યાલ પણ નથી. એકલા આનદ છે તેના ઉરમાં અને માને છે કે જીવન ધન્ય છે કે સેકડાને ચક્ષુ આપવાના મદદ કાર્યમાં પાતે સેવા આપી રહેલા છે.
X
આપણા વૃધ્ધ ગૃહસ્થ ત્યાં જાય છે. પાલણપુરના તે સજ્જનને જ્યારે મળે છે ત્યારે બીજી કઇ એટલે એ પહેલાં જ સેવાના જાણે તેમને પણ ચેપ લાગ્યા હેાય તેમ તેમનાથી સહજ ઉચ્ચારાય જાય કે “શેઠજી ! મને પણ મારા યોગ્ય કંઇ કામસેવા આપા, મારા જીવનના આ અમૂલ્ય અવસર ગણીશ અને હવે