________________
૧૮
ખીજા તરફે વફાદારી અને જવાબદારી વધવામાં થતી, જે દાંપત્ય જીવનને પ્રેમાળ અને વાદાર રાખતુ !
દ ંપતી જીવનમાં શારીરિક અને મૈત્રીભાવ મુખ્ય હોય છે. શરૂઆતમાં શારીરિક આકર્ષણુની માત્રા વધુ દેખાય છે, પરન્તુ સમયના વહેવા સાથે આકર્ષણુ કમતી થતું જાય છે અને મૈત્રીભાવ, સાહચર્ય ભાવ અને સેવાભાવ વધતા જાય છે. તે વખતે લગ્નજીવનનુ કેન્દ્ર કામભેગ મટી જઇને સંસાર, સમાજ, પ્રજા વગેરે કેન્દ્ર બને છે અને તે અંગેની જવાબદારી, વ્યવહાર અને સાંસારિક ક્રૂરજો તરફ વળે છે. આ ઉપરથી આપણે દાંપત્યજીવન માટે નીચે પ્રમાણે વિચાર કરી શકીએ.
પ્રમુખ જૈન
દાંપત્યજીવન શરૂ થયા પછી લગભગ દસ વર્ષમાં સાંસારિક ભૂખ, જાતીય ભૂખ, કે શારીરિક ભૂખ કે વિષય વાસના પૂર્ણતાએ (Zenith ) પહેાંચી જાય છે. ત્યાર પછીના દસ વર્ષમાં તે વાસનાનુ જોર ઘટવા માંડે છે (Moleration) અને ધણુ નરમ પડી જાય છે. આ સમયે સંતતિ વિગેરેની કાળજી, ચિંતા અને અન્ય સાંસારિક વ્યવહાર દંપતીનું લક્ષ્ય વધુ પ્રમાણમાં રેાકી રાખે છે. ત્યાર પછીના દસ વર્ષમાં તે વાસનાનું ઘટવા માંડેલું જોર વધુને વધુ ઘટતું • જઇ નહિવત્ રહે છે (Further Moderation). આ વયે એટલે લગ્ન જીવનના ત્રીસ વર્ષે એટલે સ્ત્રીઓમાં ૧૬+૩૦=૪૬ વર્ષની વયે અને પુરૂષામાં ૨૦૩૦=૫૦ વર્ષની વયે શારીરિક શક્તિ અમુક અંશે ક્ષીણ થાય છે, પ્રજાની સંખ્યા અને તેની પાછળ અપાતા સમય, સામાજીક કાર્યો અને તેમાં પ્રાપ્ત થયેલું અમુક સ્થાન, પીઢપણું અને અનુભવે આપેલુ જ્ઞાન આ બધુ તેમને શાન્તિ તરફ, ધર્મ તરફ વાળે છે. સતાનેાની જવાબદારીનું ભાન, સાંસારિક ક્રો, વયે આણેલી શારીરિક ક્ષીણુતા અને વધુ પ્રમાણમાં એકાન્ત મળવાને અસંભવ વિકારની આડે વાડ જેવા બની રહે છે. ત્રીસ વર્ષના લગ્નસબંધ સહેજ તૃપ્તિ અને સાષ લાવે છે. એટલે મનમાંથી પણ વિકાર એસરવા માંડે છે. આમાં ધાર્મિક વૃત્તિ, નીતિમય વાંચન, અને સત્સંગના યોગ મળે તે। ભાણુસ વાસનાથી લગભગ મુકત થઈ જ્ઞાન તરફ વળી સમાજના ઉપયોગી સેવક અને છે. સ'સારનું વાતાવરણ શુદ્ધ રહે છે. અને ભાવી પ્રજાના માનસ ઉપર ઉમદા છાપ પડે છેપણુ આજે ?
આજે સાંસારિક જીવનની ભૂખ અગાઉ કરતાં અમુક અંશે વધી છે અને વહેલી જાગે છે. પણ તેને ઉપાય મોડા લાધે છે. એટલે લગ્ન પહેલાં માનસિક રીતે તે પ્રજા વિકારથી તરમાળ . ખતી ગયેલી હેાય છે જ. અગાઉ કરતાં લગ્ન આજે થી આ વર્ષ અને કાઇ કાઇ પ્રસંગેામાં આથી દશ વર્ષ માડા કરવામાં આવે છે. એટલે ઉપર જણાવ્યું તેમ દશ વર્ષનું લગ્નજીવન સામાન્ય રીતે પૂર્ણ તૃપ્તિ પામી, બીજા દશ વર્ષમાં તેનુ જોર નરમ પડવા માંડે છે અને ત્રીજા દશ વર્ષમાં તેા તેનાથી પણ ઘણું જ નરમ પડી જાય છે. પરંતુ જેમ માનસિક વિકાર અને વિવશતા વધુ તેમ તેની તૃપ્તી મેડી અને એટ્ટી અને વાસના વધુ આ સહજ નિયમ છે. જેથી પચાસ વર્ષની વયે પુરૂષમાં અને છેતાલીસ વર્ષની વયે સ્ત્રીઓમાં અગાઉ જે શાંતિ અને જીવન સ્થિરતા વડે વિકાર, વાસનાનુ ખૈર નિર્મૂળ બનતુ તે મોટી વયે ખૂબ ઉત્સુકતા અને તીવ્રા પછી થયેલા લગ્ગામાં નથી થતું. પૂર્ણ તૃપ્તિ, વિકાર-મદતા, અને સંપૂર્ણ વિરામ Full Satisfaction, Moderation and complete
તા. ૧૫-૫-૪૩
વિવાહિત દંપતીને પસાર આ સ્થિતિના સમયને વધારી
Moderation, ની સ્થિતિ દરેક કરવી જ પડે છે. અલબત સજોગ કે ઘટાડી શકે છે.
જેમ માનસિક ભૂખ વધારે તેમ તેની તૃપ્તિ મેડી તે ન્યાયે સ્ત્રીમાં ચૌદ વષઁની વયે અને પુરૂષમાં અઢાર વર્ષની વયે જાગેલી ભૂખ આ આર્ટ વર્ષ પછી જ્યારે સતેષાય ત્યારે વિકારની અતૃપ્ત દશાએ ઉભા કરેલ માનસિક વેગ આ વર્ષમાં અતિ પ્રબળ અને ઉગ્ર બને છે, જેથી તેની તૃપ્તિ, તેના પ્રતિકાર પણ મેડા માટે। થાય છે. દાખલા તરીકે આજને યુગ સ્ત્રીને વીસ વર્ષે અને પુરૂષને ૨૫ વર્ષે પરણાવવાનું નકકી કરે તેા સ્ત્રીની સાંસારિક સુખની તૃપ્તિ ત્રીશ વર્ષે અને પુરૂષની પાંત્રીસ વષઁની વયે પૂણૅતાએ પહોંચે. ત્યારપછીનું ખીજું પગથીયુ' અનુક્રમે ચાલીસ અને પીસ્તાળીશ વર્ષની વયે અને ત્રીજું પગથીયુ પચાસ અને પંચાવન વર્ષની વયે પુરૂ થાય. આપણા હિન્દમાં આયુષ્ય મર્યાદા સરેરાસ સાડી વીસ વર્ષની છે. એટલે કુદરતી રીતે જ શારીરિક ક્ષીણતા વહેલી શરૂ થાય છે. વિષય વાસના અને શારીરિક સ પતિને અતિ નિકટના સબધ છે, એટલે ૫૦-૫૫ વર્ષની અવસ્થાએ શરીરમાં નબળાઇ વધે છે, પણ મનમાંથી વિકાર ખસતા નથી. તેથી માણસ તૃપ્તિ અનુભવી શકતા નથી. જેને પરિણામે તેની માનસિક વિકારની માત્રા દિન પ્રતિદિન વધતી જાય છે. અતૃપ્ત ઇચ્છા વિકૃત સ્વરૂપને જ પામે છે. એવું ડાહ્યા અનુભવીઓનું કથન છે. આની અસર માનવીના જીવન ઉપર અને પ્રજા ઉપર અતિ ખુરી થાય છે. આ ઉપરથી એકવાત સમજી શકાય છે કે જો વિષય વાસના વહેલી જાગ્રત થતી હાય તે। કાં તે તેને સયમથી કાબુમાં રાખો કે કાં તે તેને લગ્ન જીવનથી તૃપ્ત કરવા લગ્ન કાળની આજે વધી ગયેલી મર્યાદા ધટાડા. નહિંતર પરિણામ ખુરૂ છે.
અગાઉ અને અત્યારના જીવનની નીતિમત્તામાં ઘણા ફેર દેખાય છે. અગાઉ સયમ સુલભ હતે. 'આજે નથી. અગાઉ માણસ વિકારથી વિવશ થઇને ભાન નહેતા ભૂલતા. આજે વિવશતા સામાન્ય છે. છતાં પણ આપણે જગતને કહીએ કે મેરી ઉમરે-અતિ મોટી ઉમરે-લગ્ન કરવાથી સસારમાં વિકાર ધટયે છે, પ્રશ્નનુ માનસ સુધર્યું છે અને પ્રજા પ્રગતિ તરફ વળી છે તે તેમાં કેટલું સત્ય છે તે તે સમય કહેશે |
સમાસ
વ્રજલાલ ધ. મેઘાણી,
જૈન ”
પરદેશમાં
પ્રબુધ્ધ
‘પ્રબુદ્ધ જૈન’ વિષે સામાન્ય જનતામાં સદ્દભાવ અને આદર વધતા જાય છે અને તે પત્ર બહુ રસથી વંચાય છે એવા સ ંદે શાએ અનેક શિાએથી આવતા રહે છે. એક મિત્ર મેળાસાથી 'પ્રબુદ્ધ જૈન'નાં સાત ગ્રાહા મેળવે છે અને જણાવે છે કે:
“પ્રભુ જૈન વાંચવામાં બહુ જ આનંદ આવે છે—ખાસ કરીને હિંદના પત્ર। અત્યારના જમાનામાં હુિ જ આછાં આવે છે એટલે ત્યાંના સમાચારે ઓછા મળે તે સ્વાભાવિક છે, પ્રશુદ્ધ જૈન' બહુ જ સારા પ્રમાણમાં તે ખેટ અહિં પુર પાડે છે. ભાઇ ભણસાળીને લેખ આખાએ અહિંના પેપર્સમાં તેમાંથી છાપવામાં આવ્યા હતા, કે જેથી અહિં લોકોને ખ્યાલ આવે. અવારનવાર પ્રબુદ્ધ જૈન'માંથી અહિંના પેપર્સમાં લેખે છાપવામાં આવે છે. સ્ટીમર આવતાં પત્રની કાગડાળે રાહ જોઇએ છો, આ બદલ તમે સર્વને અભિનંદન.” તત્રી, પ્રબુદ્ધ જૈન
સ્ટ્રીટ, મુંબઇ,
શ્રો મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૪પ૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨