________________
તા. ૧૫-૫-૪૩
सञ्चस्स आणाए उबहिए मेहाबी मारं तरति। સત્યની આણુમાં રહેનાર બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूता बदेवाचम्
| મે ૧૫
૧૯૪૩ |
શું ખાવું? શું પહેરવું?
માનવીને માનવી તરીકે રહેવા તથા જીવવા માટે પાંચ
D Nચ વસ્તુઓ તે જોઈએ જ, હવા, પાણી, અન્ન, વસ્ત્ર અને વસતિ-
2 વહિ. સ્થાન. પ્રથમ ત્રણ વિના તે પશુઓને પણ ન ચાલે. પાછળની બે માનવસભ્યતામાંથી પરિણમી. માણસનું શરીર ખુલ્લાં ટાઢ, તડકો અને વરસાદ ખમી લેવાની તાકાત ગુમાવતું ગયું અને સભ્યતાના વિકસતા જતા ખ્યાલેએ નગ્નતા તરફ તેમજ એકદમ ખુલ્લા જીવન તરફ અણગમે પેદા કરવા માંડે. એટલે માણસે વસ્ત્રો વડે શરીર ઢાંકવા માંડયું અને રહેવા માટે પાતપિતાનાં ધર બાંધવા માંડયા.
આજે યુદ્ધકારણ તેમ જ રાજા પ્રજા વચ્ચે ઉભી થયેલી રાજકીય મડાગાંઠને લીધે આપણું દૈનિક જીવન જાતજાતના કાયદાઓ અને વટહુકમે વડે ચેતરફથી રૂધાતું ચાલ્યું છે. યુદ્ધની વિરાટમુખ જરૂરિયાતને લીધે તેમ જ સરકારી નાણાંના ફુગાવાને લીધે દૈનિક જરૂરિયાતને લગતી ચીજોના ભાવે ઉત્તરોઉત્તર વધવા લાગ્યા છે અને કલ્પનાની કોઈ પણ સીમાને હવે તે એળગતા ચાલ્યા છે. ઉપર જણાવેલ પાંચ વસ્તુઓમાંથી–પ્રચલિત ઉકિત મુજબ કહીએ તે આપણે પાપ કરતાં કાંઈક પાછું જોયું હશે તેથી-હવા અને પાણી ચાલુ મોંધવારીની અસરથી હજુ મુકત છે. વળી રેન્ટ એકટને જ્યાં જ્યાં અમલ છે ત્યાં ત્યાં માણસના વસવાટના સ્થાને પણ હજુ બહુ મોંધા થયા નથી. પણ અન્ન અને વસ્ત્ર આપણી પ્રજાને આજે સૌથી વધારે મુંઝવતા પ્રશ્નો બની ગયા છે. માણસની ચાલ જરૂરિયાતની બધી ચીજોના ભાવ ઓછામાં ઓછા ત્રણગણું અને કેટલીકમાં તે આઠ ગણા, દશ ગણા અને એથી પણ વધારે પ્રમાણમાં વધી ગયા છે. એમાં પણ અન્ન અને વસ્ત્ર તે માણસની આજે મૌલિક જરૂરિયાત છે. તેની પારવિનાની મેઘવારીને લીધે હવે જીવવું કેમ અને શરમ ઢાંકીને જનસમાજમાં કરવું કેમ એ પ્રશ્ન આજના . સામાન્ય પ્રજાજીવનને વિકળ બનાવી દીધુ છે. આપણી જીવનઘટના ખરેખર કોઈ અકુદરતી દશા તરફ દેડી રહી છે. લડાઈને લીધે પ્રજાના એક વર્ગને ત્યાં ધનની રેલ આવી છે અને કેટલાક લેકે માત્ર હજારોના હિસાબે નહિ પણ લાખના હિસાબે દ્રવ્ય કમાઈ રહ્યા છે અને જ્યાં તેઓ હાથ નાંખે છે ત્યાંથી ધનને ઢગલે થાય છે. બીજી બાજુએ એ એક વિભાગ છે કે જેની કમાણીમાં અવશ્ય થોડે ઘણે વધારે થાય છે. પગારદારોના કાંઈક પગાર વધ્યા છે; મજુરોની મજુરીના દર પણ વધ્યા છે. પણુ આ વધારો ભાવના વધારાના પ્રમાણમાં એટલે ઓછો છે. કે ખરી રીતે આજની વિચિત્ર પરિસ્થિતિમાં તેમની કંગાલિયતમાં જ વધારો કર્યો છે. ચાલીશ રૂપીઆના પંગારદાર નોકરને શેઠ બહુ ઉદાર થઈને ચાલીશના પચાસ કે પંચાવન કરી આપે છે,
જ્યારે તેને ખર્ચ તે સે ઉપર ચાલ્યા છે. આવા માણસોએ કેમ જીવવું અને પિતાના કુટુંબને કેમ નીભાવવું? એવા પણ અનેક કુટુંબ છે જે કેવળ વ્યાજ કે બહુ સામાન્ય ભાડાની
આવક ઉપર જ નભતા હોય છે. તેમની કમાણી એની એ રહી છે અથવા તે ઘટી છે, જ્યારે તેમના ખર્ચે વધવામાં પાછું વાળીને જોયું નથી. આજના રાજકારણે પણ અનેક કમાનાર માણસને : જેલના સળીયા પાછળ હડસેલી દીધા છે અને તેમના કુટુંબના પણ ભારે હાલહવાલ થઈ રહ્યા છે.
આજે જ્યાં જઈએ ત્યાં એક જ વાત અને એકજ ચર્ચા ચાલતી હોય છે. ધીના ભાવ આટલા વધ્યા અને ઘઉ ના ભાવ આટલા વધ્યા. બે રૂપીઆની સાડીના બાર રૂપીઆ અને અઢી રૂપીઆના ધતી જટાના ચૌદ રૂપીઆ. આજે સૌથી વધારે મુંઝવતી સ્થિતિ પગારદારોની અને મધ્યમવર્ગના માણુની છે. તેમને ત્યાં કમાનાર એક અને ખાનાર પાંચથી છ હોય છે. સે ૧૫ રૂપીઆની પગારની ખરી કીંમત પચીસથી ત્રીસ રૂપીઆ છે. પહેલાં કરતાં બમણું કમાનાર વ્યાપારી કે કારીગર બમણે ધનવાન બનવાને બદલે ખરી રીતે બમણ દરિદ્ર બને છે. જેને ત્યાં દ્રવ્યની રેલ ચાલી રહી છે તે ન ભુલે કે જ્યારે તે મોજથી ' રસપુરી ઉડાવે છે ત્યારે તેને પાડોશી, સનેહી, કે સગે વહાલો. આટલામાં પિતાનું અને પિતાના બાળબચ્ચાઓનું કેમ પેટ ભરાય તેની ચિંતામાં વીસે કલાક બળી રહ્યો છે; જ્યારે તે વીશ રૂપીઆને ધતી જોટો ખરીદે છે અને પિતાની સ્ત્રી માટે પાંચ પચ્ચીસ હજારનું ઝવેરાત લે છે, ત્યારે તેના જ કઈ ભાઈ કે બહેનને થીગડાં મારતાં પણ પિતાની શરમ સાચવવી આજે મુશ્કેલ થઈ પડી છે. ગમે એટલી કરકસર કરવામાં આવે અને જીવનને સાદું બનાવવામાં આવે પણ પેટને ખાડે પુર્યા સિવાય અને શરીરને ઢાંકયા સિવાય કોઈને ચાલવાનું છે ખરું? શિક્ષણ, સંશોધન, કળા સંવર્ધન બધા જ પ્રશ્નો આજે ગૌણ બન્યા છે. ખાવું શું અને પહેરવું શું એ જ સમગ્ર ચિંતાને એક અને અનિવાર્ય વિષય બની ગયેલ છે.
આજે આપણે કેવી વિચિત્ર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ? પાક ઉગે છે ત્યાં સરકારી નિયમન આવીને ઉભું રહે છે અને ઉગેલે પાક એક સ્થાનેથી બીજે સ્થાને ચાલ્યા જાય છે અને ભુખી પ્રજા મેહું વકાસીને જોઈ રહે છે. એક ઠેકાણે અનાજ ઢગલો પડે છે અને સડી રહ્યો છે. તેને લઈ જવા આડે કાં તે સરકારી કે દરબારી પ્રતિબંધ મુકાય છે અથવા તે સ્થળાન્તર કરવા માટે ડબાઓ મળતા નથી અને બાજુના પ્રદેશના લેકે પારવિનાની તંગી અનુભવી રહ્યા છે. મીલે કરડે રૂપીઆ કમાય છે અને આવકવેરા દ્વારા સરકારી તીજોરીઓ ભરાય છે, પણ એ મીલનું કાપડ સેધું થઇ શકતું નથી અને અન્ન કરતાં પણ વસ્ત્રની સમસ્યા વધારે વિષમ બનતી જાય છે. જ્યાં જોઈએ ત્યાં હજારની નોટોના બંડલે બંડલો નજરે પડે છે અને એમ છતાં લોકોની હાડમારીઓ વધતી જ જાય છે. આ
આજના ફુગાવાનું ભાવી પરિણામ સરકાર હારે કે જીતે તે પણ ભારે ભયાનક ભાસે છે. તેથી આજનું ધનવાનપણું ભાવીની દષ્ટિએ ભારે ભ્રામક છે. તે વિષેને મેહ કે મમત આખરે છેતરનાર નીવડવાનાં છે. આમ છતાં પણ આજના યુદ્ધશ્રીમાને ધારે તે પિતાને ત્યાં એકઠાં થતા ધનના ઢગલાને તરફ વહેંચી દઈને આજની જીવલેણુ આફતમાં લેકને ઘણી રાહત આપી શકે તેમ છે. ગઈ કાલે તેમને ત્યાં ધન નહોતું'. આજે વરસાદ વરસ્યો છે. આવતી કાલે વરાળના ગોટાની માફક તે ઉડી જ જવાનું છે. તે આજે એ ધનને સદુપયોગ કાં ન કરવું?
શ્રીમાનની આજની શ્રીમન્તા પિતાના કોઈ મેટા પુરૂષાથેનું પરિણામ છે એમ કોઈ ભુલે ચુયે ન સમજે. સમાજની