SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૫૪૩ અને સયુક્ત પ્રાંતાની સરકારે એ લીધેલા પગલાને લીધે ત્યાંની કેટલીક પ્રમાણિત સંસ્થાએના કાર્યને સહન કરવું પડયું છે. એ સિવાય, અમારી પ્રમાણિત સંસ્થાઆની સ્થિતિ વિષે કશી પૂરેપૂરી માહિતી અમે મેળવી શકયા નથી. એ બધામાં મેરઠના ગાંધી આશ્રમને સૌથી વધારે અને એટલે સુધી સહન કરવું પડયું છે કે તેનું આખું કાર્ય સાવ બંધ પડયું છે. સરકારે કેવાં કેવાં પગલાં લીધાં? શુદ્ધ જૈન જુદી જુદી પ્રાંતિક સરકારાએ લીધેલા પગલાની સખ્તાઇ પ્રાંતે પ્રાંતે જુદી. જીદી હતી. એકાદ શાખામાં સરકારે કઇં પગલુ લીધું ડ્રાય કે નહિ એ જુદી વાત છે, પણ સરવાળે અમારી ઉત્પાદન-પ્રવૃત્તિને નિશ્ચિત ધકકા પહોંચ્યા છે. અમારા ઘણા શાખામંત્રીઓને અને કેટલાક જૂના કાર્યકર્તાઓને સરકારે ગેરકાયદેસર જાહેર કરેલી કાઇ પણ ચળવળમાં કશી રીતને ભાગ નહિ લેવા છતાં તા. ૯ મી ઓગસ્ટે જ અથવા તે પછી થોડાજ દિવસે પકડી જવામાં આવ્યા હતા. જુદા જુદા હિં' સરક્ષણુ નિયમેાની રૂઇએ આજે પણ પકડાપકડીએ ચાલુ છે. આટલું* બસ નથી. ભડારા અને કેન્દ્રોને બંધ કરવાના હુકમ કરવામાં આવ્યા છે અને તેના પર સીલ મારી, માલના જથ્થા જપ્ત કરવામાં આવ્યા છે. કાઇક જગ્યાએ ખાદી લુટાવી દેવામાં આવી અને જપ્ત કરેલી કેટલીક ખાદીનું લીલામ કરી નામની કિંમતે વેચી નાખ્ વામાં આવી છે. કેટલીક જગ્યાએથી એવા સમાચાર આવ્યાં છે કે ખાદીના ખીજા માલને હાથ સુદ્ધાં અડકાડવામાં આવ્યા નથી પણ માત્ર રાષ્ટ્રીય ધ્વજો ઉઠાવી જવામાં આવ્યા છે અને પાછળથી તેને નાશ કર્યાની ખબર મળી છે. અમારી રોકડ તેમજ એકની પુરાંત પણ જતી કરવામાં આવી નથી. કેટલાંક સ્થળાએથી એવા હેવાલ આવ્યા છે કે આવી રકમમને ઉપયોગ અટકાવનારા હુકમા કાઢવામાં આવ્યા છે. આજે પણ આવા “હુકમાના હજી અન્ત આવ્યા નથી અને પકડાપકડી, માલની જપ્તી વિગેરેની ચાલુ ખબરે આવ્યે જ જાય છે. આ સાથે, સરકારે કેટલીક જગ્યાએ જપ્ત કરેલો માલ છૂટા કર્યાં છે ખરા, પરંતુ એ જ પ્રદેશમાં અમારા કાર્ય પર મનાઈ હુકમ પણ ચાલુ રાખ્યા છે. સરકારનું આવું વર્તન ન સમજાય તેવુ છે. પૂ. વીઠ્ઠલદાસ જેરાજાણી, કેટલાક સમાચાર અને નાંધ ઝીણાનુ વિષયમન હિંદુસ્થાનમાં દર વર્ષે હાળાનું પર્વ આવે છે જ્યારે સામાન્ય પ્રજા પોતામાં બાયલી છુપાયલી દુર્ગંધને એકી કાઢે છે. શ્રી ઝીણા એટલ ઇન્ડીયા મેસ્લેમ લીગના વર્ષો થયાં સ્થાયી પ્રમુખ છે. દર વર્ષે હિ'દુસ્થાનના કાઇ પણ સ્થળે લીગનું અધિવેશન ભરાય છે અને તેની ાસપીઠ ઉપરથી કાયદે આઝમ ઝીણા કાતીલ વાણીને વરસાદ વરસાવે છે. તેમના વ્યાખ્યાનમાં બીજુ કાં હોય કે નહિ પણ અહંકાર, તાછડાઇ, ધમકી અને કેમી ઝેર તે ભરેલાં હેાવા જ જોઇએ. ખેલતે ખેલતે જે આવ્યું. તેને વાઢતા જવુ એ તેમની વાણીની વિશેષતા છે. હિંદુ, કોંગ્રેસ, ગાંધીજી અને સરકાર એ ચાર બાબતાએ તેમના મગજને ઘેરી લીધેલી ાય છે અને ગાંધીજી સામે તે તેમના દિલને ઉકળાટ લવતાં તે કદિ ચાકતા જ નથી. ૧૩ તટસ્થપણે વિચારશે તે તેને કબુલ કર્યા સિવાય નહિ ચાલે કે ગાંધીજી જેવા હરિજનના કે હિંદુ મુસલમાનાને ખીજો કાઇ વધારે નિકટ મિત્ર નથી. એમ છતાં પણુ હરિજંનેના આગેવાન ડા. ખેડકર અને મુસલમાનેાના આગેવાન ઝીણા ગાંધીજીને ભાંડતાં કદિ થાકતા જ નથી. વળી કામી ઝેર સતત પાષતા રહેવું એજ જાણે આજે જેના મુખ્ય વ્યવસાય ં થઇ પડયા છે તેવા શ્રી. ઝીણા હિંદુઓના અને મુસલમાનાના પોતાની જાતને એક મેટા મિત્ર સમાન લેખાવે છે. પાકીસ્તાન જેવા હળાહળ વિષથી ભરેલા ફળના સ્વીકારમાં જ હિંદુ-મુસલમાન એકતાના સાચા ક્રીમીયા રહેલા છે એમ તેઓ દાવા કરે છે. તેમના આ વખતના આખા ભાષણના સાર એ છે કે ગાંધી પેાતાનુ ધમ ંડ છેડે, પાકીસ્તાનને સ્વીકારે, મને અરજી કરે, એટલે હિંદુમુસલમાન એકતા થઇ ગઇ, પછી સરકાર જખ મારે છે. આ વખતના ભાષણમાં તે અંગ્રેજ સરકાર પ્રત્યે પણ સારી પેઠે છ ંછેડાયા લાગે છે અને ‘કવીટ ઇન્ડીને આ પ્રતિધ્વનિ તેમના ભાષણમાં સંભળાય છે. પણ તેથી. તેમને કશી આંચ આવવાપણું નથી. સરકાર તેમને હાથ અડાડે તેમ નથી. એનું કારણુ સરકાર ઝીણાથી ખીએ છે એમ માનવા કરતાં ઝીણાસાહેબને ખેલગામ ખેલવા દેવામાં સરકારી રાજનીતિને જ કઈ અર્થ સરી રહ્યો હશે એમ માનવું વધારે યેાગ્ય છે. પણ સંભવ છે કે આજે ઝીણા સાહેબ સરકારે ખાંધેલી મર્યાદાને પણ ઓળંગી રહ્યા હાય ! ચિરકાલ સંવર્ધિત દૈત્ય આજે સવર્ધકની સામે જ ડાળા રકાવતા દેખાય છે ! દીકરાના વાંકે આપની મીલ્કત જપ્ત હિંદુસ્થાનના કમનસીબે મિત્રને દુશ્મન તરીકે આલેખા અને દુશ્મનકૃત્ય કરવા છતાં મિત્ર હોવાના દાવા કરવા એ કેટલાએકની ચાલુ નીતિ થઇ પડી છે. આજે કાઇ પણ માણુસ હુબલીથી તા. ૩૦-૪-૪૩ ને એક સદેશી જણાવે છે કે “મુંબઇના એક વખતના પાર્લામેન્ટરી સેક્રેટરી શ્રી ટી. આર. નેશવીના ભાઇ શ્રી. શિવપ્પા નેશવી ” સરકારી જાહેરાત મુજબ સત્તાધિકારી સમક્ષ હાજર નહિ થવા બદલ તેના બાપની બધી સ્થાવર મીલ્કત જપ્ત કરવામાં આવી છે.” થોડા વખત પહેલાં દીકરા હાજર ન થવાના કારણે તે હાજર થાય ત્યાં સુધી તેનાં માબાપને અટકમાં રાખવામાં આવેલા એવા સમાચાર પ્રગટ થયા હતા. આમ દીકરાના કાઇ પણ ગુન્હા બદલ આપને દંડવાની પદ્ધતિ આપણી સામાન્ય ન્યાયવૃત્તિને ભારે આધાત પહોંચાડે છે. વળી આજના વખતમાં ધણુંખરૂ તે એવુ અને છે કે બાપ એક રસ્તે ચાલતા હોય અને દીકરો બીજી દિશાએ દાડી રહ્યો હાય અને સ્થાપિત રાજ્યસત્તાના સામને કરવાની હીલચાલમાં તે બાપની ઈચ્છા વિરૂદ્ધ જ દીકરા ભાગ લઇ રહ્યો હાય એમ ધણું ખરૂ જોવામાં આવે છે. તેથી ઉપરના બનાવામાં વ્યકત થતી-દીકરાની કાઇ પણ વાંધા ભરેલી-પ્રવૃત્તિ અદલ બાપને એક યા અન્ય રીતે દંડવાની પદ્ધતિ ભારે વિચિત્ર અને ન્યાયના મૂળ સિદ્ધાંતને પ્રતિકુળ ભાસે છે. આ તાત્ત્વિક વિચારણા બાજુએ મુકીએ. પણ આવી દંડ પતિના અમલ કયા કાયદાકાનુનને અનુસરીને કરવામાં આવે છે તે સરકારે સ્પષ્ટ કરવાની ખાસ જરૂર છે કારણ કે કાયદાના નિષ્કુાતાને પૂછતાં ક્રીમીનલ પ્રેસીજર કોડની. અથવા તે તેની કેટલીક સામાન્ય મર્યાદાઓથી આગળ જતા હિંદી સંરક્ષણ ધારાની ક કલમ નીચે આવી સત્તા સંરકારી સત્તાધીશને મળે છે એ વિષે તેઓ કા સતષકારક ખુલાસેા કરી શકતા નથી. ઉલટી ગગા ન્યાયવહીવટના સામાન્ય સિંદ્ધાંત એવા છે કે સદોષ છૂટી જાય તેના વાંધે નહિ પણ નિર્દોષ કોઇ કાળે દંડાવા ન (અનુસંધાન પૃષ્ઠ ૧૫ જી)
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy