________________
૧૨
પ્રબુદ્ધ જૈન
સરકારી દમન અને
ખારગે પડેલી ખાદી પ્રવૃત્તિ
(અખિલ ભારત ચરખા સધના પ્રમુખ શ્રી, વીઠ્ઠલદાસ જેરાનણીએ ચડા સમય વ્હેલાં એ સઘની શાખાઓના ૧૯૪૨ ના જુલાઇ માસથી ચાલુ વષઁની ાન્યુઆરી માસ સુધીના સક્ષપ્ત નૃત્તાંત બહાર પાડયેા છે, જે સરકારની વર્તમાન દમનનીતિએ ખાદીપ્રવૃત્તિ ઉપર કેવો પ્રબળ કુઠારપ્રહાર કર્યાં છે તેના આબેહુબ હૃદયદ્રાવક ચિતાર રજુ કરે છે. એ વૃત્તાંત નીચે મુજબ છે. —તી.) પ્રસ્તાવના
ગયા કેટલાક સમયથી અમારી જુદી જુદી પ્રવૃત્તિએની . ચાલુ સમીક્ષા અમારા માસિક પત્ર ‘ખાદી જગત'માં થઇ નથી. દુર્ભાગ્યે, અમારા કાજીની બહારનાં કારણેાસર અમારૂં આ ‘માસિક’ છેલ્લા પાંચ છ મહિનાથી બહાર પાડવાનુ અમારાથી બની શકયુ નથી, તેથી આ સક્ષિપ્ત નૃત્તાંત પ્રગટ કરવાની જરૂર ઉભી થઈ છે. છાપાજોગી યાદીઓ દ્વારા, અમારા ખાદી કાર્યની વર્તમાન પરિસ્થિતિ વિષે ખાદી-જગતને કેટલીક માહિતી. આપવાની અમે કાશીષ કરી છે અને અમે માનીએ છીએ કે જુદી જુદી શાખાઓમાં સરકારે લીધેલા પગલાથી અમારૂં કામ કેવું વસી ગયું છે તે વર્તમાનપત્રા દ્વારા જનતાએ જાણી લીધું હશે. આમ છતાં, જનતા વધારે આંકડાવાર માહિતી જાણવાની તથા અમારા કાર્યની ચાલુ હાલત વિષે હજી વધારે જાણવાની પ્રંચ્છા દર્શાવે છે, એ કારણસર આ સંક્ષિપ્ત નૃત્તાંત પ્રગટ કરવામાં આવે છે. ૧૯૪૧-૪૨ ની આખરની પરિસ્થિતિ
ગયા વર્ષ દરમિયાન, સંધના ઇતિહાસમાં ખાદીનું ઉત્પાદન સૌથી મોટું થયું હતુ અને તૈયાર થયેલી ખાદીની કિંમત લગભગ એક કરેડ રૂપિયા જેટલી હતી. આ કાર્ય લગભગ ૧૫,૦૦૦ ગામડાંઓમાં ચાલતું હતુ., આખા દિવસ તેમ જ છુટક કામ કરનારા લગભગ ૩ગા લાખ કરતાં વધારે કારીગરે તેમાં રેકાયા હતા અને તેઓને અપાયેલી મજૂરીની રકમ ૫૦ લાખ રૂપિયાની ઉપર ગઇ હતી.
૧૯૪૨-૪૩ ના વર્ષ દરમિયાન ઉત્પાદન વધારવાને કાર્યક્રમ
ગત વર્ષના પરિણામથી ઉત્તેજન પામી, વર્ષાંતે અન્તે, ખાદી–ઉત્પત્તિ વધારવાની તેમ જ સ્વાવલંબનના કાર્યક્રમને વેગ આપવાની સંપૂર્ણ ચેાજના ઘડી કાઢવામાં આવી હતી. ખાદીના કાર્યક્રમમાં જીવંત શ્રદ્ધા ધરાવનારાઓની દિનપ્રતિદિન વધતી જતી સંખ્યાની જરૂરીઆત પૂરી પાડવાના હેતુ ઉપરાંત, જેને હવે મિલકાપડ મોંધુ પડે છે તેઓની જરૂરીઆતને પણ પહોંચી વળવા માટે ખાદી–ઉત્પાદન વધારવાની જરૂર જણાઈ હતી. યુદ્ધને કારણે હવે સ્વાવલ`બનની પ્રવૃત્તિ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે, પરંતુ અમારા સંધે લાંબા સમય પહેલાં એને વિચાર કર્યાં હતા અને ખરૂં જોતાં, સ્વાવલખન જ અમારા મુખ્ય હેતુ છે. આ મહત્વની પ્રવૃત્તિ સફળ કરવાના પ્રયાસે અમે કરી રહ્યા છીએ અને અમારી કેટલીક શાખાએ આ દિશામાં જુદા જુદા પ્રયાસ કરી થોડીક સફળતા પણ મેળવી છે, જો કે એમ કરવામાં અમને ભૂતકાળમાં ભારે મુશીબતેને સામનો કરવા પડયા હતા. યુદ્ધ-પરિસ્થિતિને કારણે થયેલી મિલકાપડની તંગીએ અને તેના ઉંચા ભાવે આ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું છે અને ધંધાદારી કાંતનારાએ ઉપરાંત હજારા લાકએ કાંતવાનું શરૂ કર્યું છે. આ કાંતનારા સ્થાનિક વણકરા પાસે અગર અમારાં કેન્દ્રો દ્વારા પેાતાનુ સ્તર વણાવી લે છે અથવા તા જો ખાદીની ઉતાવળ હાય તે દેશભરમાં પથરાયેલા અમારા ભડારા દ્વારા સતરને બદલે ખાદી મેળવી લે છે.
વષૅની આર્ભમાં, ચરખા સધ પાસે લગભગ પચાસ લાખ રૂપિયાની કુલ મુડી હતી. અનુભવે દેખાડી આપ્યું છે કે
તા. ૧૫-૫-૪૩
આટલી રકમ આશરે એક કરોડ રૂપિયાના ઉત્પાદન તથા વેચાણુ કરવા માટે પુરતી છે. વધતી જતી માંગને પહોંચી વળવા માટે લાંબી મુદંતે પાછી આપવાની શરતે રકમા ઉછીની લેવામાં આવી હતી અને ગાંધી જયંતી પ્રસંગે દાન દ્વારા ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાની રકમ ભેગી કરવાના પ્રબંધ પણ થઇ ચૂકયા હતા. વસ્તુતઃ ૧૯૪૨ ના જીનમાં ભરાયેલી એની સભા પ્રસ ંગે ગાંધીજીએ એવી આશા દર્શાવી હતી કે સંધનું કાર્ય નાણાંને અભાવે અટકવાનું નથી. ખાદીકાય પર આપત્તિ
•
પણ વિધાતાએ અમારા માટે કંઈ જુદા જ લેખ લખી રાખ્યા હતા. અમારા ઠરાવ અનુસાર, સ્વાવલંબનની પ્રવૃત્તિને સબળ ખુનાવવા માટે અને વ્યાપારી દૃષ્ટિએ ખાદીનું યાદગાર ઉત્પાદન કરવા માટે ખાદી કાર્યની નવરચના કરવા સારૂ વધારે કાર્યકર્તાઓની ભરતી કરવામાં અમારી જુદી જુદી પ્રાંતિક શાખાઓ રોકાઇ ગઇ હતી. એ અરસામાં તા. ૮ મી આગસ્ટ ૧૯૪૨ ના રાજ બિહાર સરકારે નીચેની યાદી બહાર પાડી અમને દિગ્મૂઢ કરી દીધા અને તેને લીધે એ પ્રાંતમાં અમારી જનહિતકારી પ્રવૃત્તિ પર અંકુશ મુકાઇ ગયા :-~~
“બિહારના ગવર્નરને એમ માનવાનું કારણ છે કે અખિલ ભારત ચરખા સંધ, ખાદી ભંડાર, બિહાર પ્રાંતિક સમિતિના કબજામાં એવાં નાણાં, સિકયુરીટીએ અને જમારકમા પડેલી છે કે જે ગેરકાયદેસર સંસ્થાના કાર્ય માટે વપરાય છે અને વાપરવાના ઇરાદા રખાય છે. માટે હવે, [૧૯૦૮ના ચૌદમા] ૧૯૦૮ ના ડીયન ક્રીમીનલ લેા એમેન્ડમેન્ટના ૧૭ ઈ સેકશનના પાંચમા સબ-સેકશનની રૂએ એનાયત થયેલી સત્તા અનુસાર બિહારના ગવર્નર આ હુકમારા મજકુર અખિલ ભારત ચરખા સંધ, ખાદી ભંડાર, બિહાર પ્રાંતિક સમિતિને બિહાર સરકારના લેખિત જમાનોંધ મુજબનાં મજકુર નાણાં, સિકયુરિટી અને જમા રકમા કાઇને ભરવાની, આપવાની અથવા કાઇને નામે બદલી કરવાની અગર તેને બીજી કાઇ પણ રીતનેા વ્યવહાર કરવાની, મનાઇ કરે છે.'.
જે દિવસે મહાત્મા ગાંધી, કારોબારી સમિતિના અન્ય સભ્યો તથા કોંગ્રેસના ખીજા નેતાઓને ગીરફતાર કરવામાં આવ્યા તે જ " દિવસે બિહારની સરકારે ઉપલી યાદી બહાર પાડવાનું ઉચિત ધાર્યું... એ આશ્ચર્યની વાત છે. જે ખાદીકા ને અત્યાર લગી અનેક પ્રાંતિક સરકારોના સક્રિય ટેકા સભ્યો હતા તેના પ્રત્યે શ ંકાની દૃષ્ટિએ જોવામાં આવે એ ખરેખર અજાયબી ગણાય. બંગાળા, સંયુકત પ્રાંતે અને એરિસ્સાની સરકારએ બિહારને પગલે ચાલીને અમારા કાર્યને નિષ્ઠુરપણે દબાવી દીધું. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, મધ્ય પ્રાંત અને મહારાષ્ટ્ર તથા આસામની અમારી પ્રાંતિક શાખાઓ પણ ખચવા પામી નથી. જો કે આગલી ચાર શાખાઓ જેટલી સખ્ત દખલ અહીં થતી નથી. કેરલ, તામિલ નાડુ અને આંધ્રની અમારી પ્રાંતિક શાખાએમાં મદ્રાસ સરકારે તથા કર્ણાટક અને મુંબઇની પ્રાંતિક શાખામાં મુંબઈ સરકારે કશી દખલ કર્યાંના સમાચાર અમને મળ્યા નથી. અમને માલૂમ પડયુ છે કે એ કારણે અમારા કામાં કશી ખલલ થઇ નથી. મુંબઇ સરકારે તથા ભગાળા
હે છે કે શ