SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ત..૧-૧૨-૪૩ પ્રયત્ન કરૂ છુ.' તેમનાં પુસ્તકાલયમાં ૫૦૬૦ ભારતવર્ષના અનુવાદ કરેલા ગ્રંથા છે અને તેઓને દરેક ગ્રંથના ઘણા જ સારો પરિચય છે અને તેમણે ઉમેર્યું કે.” બંને હજુ પણ એવી ઇચ્છા થાય છે કે જાણે ભારતવર્ષનાં તીર્થમંદિરોની યાત્રા કરીને જીવનનાં શેષ વર્ષોં ? પૂર્ણ કર્. આપના દેશમાં કેટલાંયે દેવાલયાના પડિતા તીર્થંગુરૂ છે તેમાંના એકના પણ ચરણ આગળ બેસી જીવનમાં જે શિક્ષણ અપૂર્ણ છે તે બધું પૂર્ણ કરે અને તેમની સેવા કરીને ધન્ય થાઉં.' પ્રભુધ્ધ જૈન ભારતવષઁની દીનદશા છુપાવવાનુ` યોગ્ય નહિ લાગવાથી બાબુ ક્ષિતિમાહને કહ્યુ. ‘ભારતની એવી દશા હાલ રહી નથી. આજે એક પણ ધર્મગુરૂ એવા નથી કે જે આપને ઉપદેશ આપી શકે. પહેલાં આપને મંદિરમાં પધ પરદેશીને પ્રવેશવાને અધિકાર નથી, એમ કહી પ્રવેશ જ ન કરવા દે..આમ ન કરે તે તેમની આબરૂ જાય એમ છે, કારણ કે વિચારના જેટલો અભાવ તેટલી. આચારની પ્રબળતા હૈાય છે. જ્ઞાન જેટલું ઓછુ તેટલા આડંબર વધારે. તેથી અમારામાં કોઇનું એવું સામર્થ્ય નથી કે આપને ઉપદેશ આપે.” આપણી સાધુ-સંસ્થાના સભ્યોને આ વિધાન કેટલુ અક્ષરશઃ લાગુ પડે તેમ છે! આપણી સાધુ-સંસ્થામાં વિચારના અભાવે માટું રૂપ લીધું છે, તે આચારની પ્રબળતા અકથ્ય છે, જ્ઞાન એન્ડ્રુ છે. એથી આડંબર પુષ્કળ વધ્યા છે. જ્ઞાનપંચમી જેવા પર્વની ઉજવણી થશે, પણ્ આડંબર દ્વારા; એ પ્રવૃત્તિથી જ્ઞાનને જરાય વેગ નહિ મળે. એટલે જો સાધુ-સ ંસ્થાએ ટકવુ હાય તે। આ શુષ્ક ક્રિયાકાંડ પર નિયમન મૂકી શ્રાવક-સંસ્થાની, ને તે દ્વારા જૈન ધર્મની જે રીતે સેવા થઇ શકે તેવા રચનાત્મક કામાં તલ્લીન થવાની જરૂર છે. એ કાયતુ એક ક્ષેત્ર છે કેળવણી. પણ આ સૂચના કરતાની સાથે મોટા ભય નજર સામે આવી ખડા રહે છે. સાધુઓની મનેવૃત્તિ જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી કેળવણીનુ ક્ષેત્ર તેમને સોંપાય કેવી રીતે ? અને ધારે કે કેળવણીનુ ક્ષેત્ર તેમને સોંપવામાં આવે તેા તેને યોગ્ય વિદ્વાન કેટલા? આ પ્રશ્ન ગંભીર છે. . આના જવાબ પણ કાંઈ એકદમ આપી શકાય તેમ નથી. અત્યારે જે પેાતાને મુનિપુંગવા કહેવરાવે છે તેમની મનેાદશા શિષ્યા વધારવાની જ છે. એકાદ ભઠ્ય હાથમાં આવવુ જોઇએ. તેમના હાથમાં બાળકો સાંપાય કેવી રીતે ? છેલ્લા પચાસ વર્ષના સાધુ-સંસ્થાના ઇતિહાસમાં આ વસ્તુ વણાઇ ગયેલી છે. નામ નહિ દઉં, પણ કેળવણી વિષયક સંસ્થા સ્થાપવા પાછળ કેટલાક સાધુગ્માના આ આશય હતા, આજે પણ છે. તેઓ જો કેળવણીનાં ક્ષેત્રમાં પ્રવેશે તે સમા જને તેમના પર વિશ્વાસ કેવી રીતે મેસે ? બીજી પણ વાત ખરી છે. અનેક ધર્મોના તુલનાત્મક અભ્યાસ કરાવી શકે તેટલા સાધુએ આપણે ત્યાં કેટલા ? પતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અંગ્રેજી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય કે બન્ને કાઈ પણ વિષય નિપુણતાથી શીખવી શકે એવા. આચાર્યાં છે આપણી સાધુ-સંસ્થામાં કઇ ? દર્શનશાસ્ત્ર, તર્ક કે ભાષાશાસ્ત્રમાં નિષ્ણાત સાધુએ છે કયાંય ? શોધવા જતા નજર સામે અંધકાર “જણાશે-સિવાય એ એક મુનિ. ૧૨૯ રંગારદાર વિદ્વાનને જ લાવવાના છે તે ? એકાદ માતંગ મુનિ કે તાજેતરમાં જ જાપાનમાં થઈ ગયેલ આચાર્ય આંકીઝુ કી જેવા મુનિ-વિદ્વાન તે તેને નહિ મળે તે ! અને જો ન મળે તેા, બીજી કાલેજો કયાં ઓછી છે? સૌના મનમાં છે કે જૈન સંસ્કૃતિને ફેલાવે કરવે. પણ સાથે સાથે મનના એકાદ ખૂણે લપાઇ રહેલ શિષ્ય વધારવાની વૃતિ, ખીજે ખૂણે છુપાઇ રહેલ અજ્ઞાન, ત્રીજે. ખૂણે સંતાઇ રહેલ કીતિ ને વાહવાહને માહ–વગેરે દૂર નથી કરી શકાતા. સાધુએ સંસારના ત્યાગ કરી મસ્તક મૂડયુ... હાય છે પણ હૃદયનુ – મૂંડન નથી થયુ હતુ; આથી આપણા સમા જમાં વિદ્વાન આચાર્યાં પેાતાને પરિમલ સૈકા સુધી પાછળ મૂકી જાય તેવા આચાર્યોં બહુ ઓછા થયા છે. અભ્યાસની બાબતમાં પછાત તે શિષ્ય વધારવાની વૃત્તિવાળા સાધુઓ, કેળવણીના ક્ષેત્રને હાથમાં લઇને ક્યા ગઢ જિતવાના હતા એ પ્રશ્ન સ્વાભાવિક છે. પણુ, સાધુ સંસ્થાએ જો જીવવુ હાય તા તેનેા તાડ કાઢવા પડશે. આપણા કેટલાક આચાર્યાં જૈન યુનિવર્સિટીની બૂમ કેટલાય વખતથી પાડયા કરે છે. પણ જૈન યુનિવર્સિટી સ્થપાયા પછી છતાં જૈન સમાજને અત્યારે લગભગ ભારરૂપ થઇ રહેલા સાતસેા સાધુએનુ દળ-સાધ્વીઓની સંખ્યા તે તેથીય વધુ છે પોતાના મતાંતરોને એક બાજુ મુકી, હૃદયનું મૂંડન કરી, કૃતનિશ્ચયી થઇ જૈન સમાજને ઉન્નત કરવાનું ખીડુ ઝડપે, તે ટુંક સમયમાં જૈન સમાજ જ્ઞાનમાં સમૃધ્ધ થઇ જાય. કલ્પનામાં જે વસ્તુ શકય લાગે છે, તે વ્યવહારમાં તદ્દન અશકય પણુ હોય છે, છતાં ચીતને અને જાપાનને બૌધ્ધ સાધુઆએ જે રીતે તૈયાર કર્યો, તે ઉપરથી આવું કાંઇક થઇ શકે, જૈન સાધુ કરી શકે એવી કલ્પના ન થઇ શકે એવુ નથી. આ માટે આ પહેલા સાધુએ પોતાની નિરક્ષરતા દૂર કરવાની - રહેશે. સાધુઓના ઉપદેશથી ચાલતી કે સ્વતંત્ર રીતે ચાલતી જૈન સમાજની એકેએક સંસ્થાનું પ્રાંત પ્રાંતવાર એકીકરણ થાય, અને તે સર્વ એક મહા-સંસ્થા નીચે સંકળાઈ જાય તે આ કલ્પના શક્ય બને. પછીની વિદ્વાન સાધુ-સંસ્થા આ મહા - સંસ્થાની સુચના મુજબ અમુક અમુક સમયને માટે એક એકસંસ્થાને સંભાળી લે; તે યુવાનોને જૈન સ ંસ્કૃતિનું પાન કરાવી તૈયાર કરે. સાધુ–ધર્મને બાધ ન આવે તે માટે, અને તે એક સ્થળે ચીટકી એસી ન રહે તે માટે પણુ, ગવનરેશની જેમ દર વર્ષે તેમનુ સ્થાનફેર થયા જ કરે. આથી થશે એવું કે, જ્યાં જ્યાં જૈનશાળાએ, પાઠશાળાઓ, ગુરૂકુળા કે છાત્રાલયો હશે ત્યાં ત્યાં વિદ્વાન સાધુઓની જ્ઞાન માટેની સેવા સુલભ થશે. એ રીતે જૈન સમાજને આર્થિક બેજો પણ એટલા એ થશે અને સાધુએ પોતાનાં ચારિત્રની સુંદર છાપવિદ્યાર્થી આ પર મૂકતા જશે તે વધુમાં પણ આ કલ્પના કાઈને પણ વધુ પડતી લાગશે, કારણ કે આવું નિયમન કાં કરી શકે રાજસત્તા, અથવા શ્રાવક-સંધ પર પ્રબળ અસર પાડી શકનારી વ્યક્તિ; જ્યારે આપણે ત્યાં અનેના અભાવ છે, એટલે સ ધુમાએ જ્ઞાનની બાબતમાં ઉપયોગી થવું હાય તે પરંપરાને જાળવી રાખે, તે તેમાં ચેડુ ઘણુ ઉમેરણ કરે તે પણ તેમણે કઇંક કર્યું ગણાશે, ને નહિ મામા કરતા કાણા મામા સારા,' એમ સમજી જૈન સમાજ પણ સતેષ લેશે. ભગવાન મહાવીરે જે જ્ઞાનનું દાન કર્યું, અને અમે ત્રણ ત્રણ સૈકાને અંતે થયેલ જે વિદ્વાન આચાર્યોએ તેને વિકસાવ્યું, એ સાહિત્યને અભ્યાસ-અણીશુદ્ધ અભ્યાસ-કરી, સાધુએ જૈનજૈનેતર સમાજ પાસે મૂકે તે ? આજે જૈન વિદ્યાને—મુનિશ્રી પુણ્યવિજયજી, પંડિત સુખલાલજી, મુનિશ્રી જિતૃપ્તિજયજી, પંડિત બેચરદાસ તથા બીજા કેટલાક જૈનેતર વિદ્યાનેાએ એ માટે જહેમત ઉઠાવી છે, પણ તેમાં સાધુ-સંસ્થા કાળો નજીવે છે. સાધુએ પાસે પુષ્કળ અવકાશ છે; સાહિત્ય-પ્રકાશન માટે સારી રકમ ખર્ચી શકે તેવા ભકતા છે, તેમણે તેા માત્ર કરવાનુ છે આટલુ નિદા કરવાની વૃત્તિ છેડી દે; પેતાનાં જીવનચરિત્ર
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy