________________
૧૨૮
सचस्स आणाए उबढिए मेहावी मारं तरति ।
સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જેન
પ્રબુદ્ધ
ડીસેમ્બર ૧
सत्यपूतां वदेद्वाचम्
પ્રબુધ્ધ ન
૧૯૪૩
સાધુસંસ્થા અને કેળવણી
( ગતાંકથી ચાલુ )
આપણી શિક્ષણ-સંસ્થાના પ્રતિહાસ એટલે લગભગ પાછળના સો વર્ષના જ ઇતિહાસ. અગ્રેજી' અમલ પહેલાંની આપણી કેળવણી એટલે માત્ર ધાર્મિક કેળવણી અંગ્રેજી કેળવણીની અસર પછી આપણું દૃષ્ટિબિન્દુ બદલાયું અને તેમાં ઠીક ઠીક ફેરફાર થયે, આ પરિસ્થિતિને બરાબર પારખનાર સાધુસંસ્થાની અર્વાચીન વ્યક્તિ તે વિજયાન ંદસૂરિ, તેમણે પાઠશાળા સ્થાપવા માટે ઉપદેશ કર્યો ને પાશાળાઓ સ્થપાવા લાગી. એટલે કે પદ્ધતિસર ધાર્મિક કેળવણી અપાવાની શરૂઆત થઇ. અંગ્રેજી ઉપદેશક (Fathers અને Xns)ની ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવાની રીત જોઇ સાધુ-સંસ્થાના સભ્યોનાં પડળ ખૂલ્યાં, ને તેમને પણ જાણે કે તેમની હરીફાઇ કરવાનું મન થયું, આવૃતિ ધીમે ધીમે વિકસી અને કેળવણી આપતી સંસ્થાની સ્થાપના માટેને ઉપદેશ શરૂ થયા. એક પછી એક પાઠશાળા છાત્રાલયો, શાળાએ અને ગુરૂકુળા અહીંતહીં સ્થપાવા લાગ્યાં, પણ આવી સ ંસ્થાઓને અંગ્રેજ ઉપદેશકોના આત્મા ન મળ્યો. તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એને મળ્યુ ફકત રહેવા માટે મકાન,
એ હકીકત કબુલ કરવી જોઇએ કે, અત્યારે કેળવણીની જે સસ્થાએ ચાલે છે–માત્ર નવકાર મંત્રનુ શિક્ષણ આપતી રાત્રીની કે દિવસની પાઠશાળા, છાત્રાલયે, ગુરૂકુળા કે શાળાઓતેની પાછળ જૈન સમાજ દરવર્ષે લગભગ વીસ લાખ રૂપીયા ઉપરાંત ખેંચે છે, જેમાંથી પંચતેર ટકા ઉપરાંતની રકમ ફક્ત સાધુસંસ્થાના વર્ચસ્વથી મળે છે. અને અત્યારે જૈન સમાજમાં કેળવણીનુ' જે કાંઇ પ્રમાણુ છે તે તેને લીધે. પરંતુ એથી સાધુ-સ ંસ્થાએ સતાષ પામવાની જરૂર નથી. આવડી સારી રકમના ભાગે કેટલા વિદ્વાન સાધુએ અને વિદ્વાન શ્રાવકો તૈયાર થયા, જેમણે જૈન સંસ્કૃતિ, કલા, સંસ્કાર વગેરેના પ્રકાશથી વિશ્વને અજવાળ્યુ. ડ્રાય ?
આપણા જ એક જૈન વિદ્વાને કહ્યું છે તે મુજબ, “માકુ કરજો. જો સાધુ-સંસ્થાનુ. રગશિયું ગાડું આ રીતે ચાલ્યા કરશે તા થૈડાં વર્ષો પછી સાધુ–સંસ્થા જરા પણ ઉપયેાગી નહિ રહે, કારણ કે અત્યરે તેના મોટા ભાગ શુષ્ક ક્રિયાકાંડમાં જ ગુમાવે છે. આળસમાં જ તેમને વખત જાય છે. બીજુ કાંઇ તેમને કામ નથી. દુનિયાની સાથે તેમની ગતિ નથી, આથી પરિસ્થિતિ એવી થઇ છે કે જે સંસ્થાએ એક હજાર વર્ષથી વિદ્યા સાચવી છે–ભડારામાં—અને જેમાંના કેટલાક વિદ્વાન સાધુઆખે તેમાં ઉમેરણ કર્યું છે, એ જ સંસ્થા પચાસ વર્ષ લાની જે સ્થિતિ હતી તે સ્થિતિએ પણ નહિ રહી શકે. શુષ્ક ક્રિયાકાંડ વધતા જ જાય છે. આજની સાધુ-સંસ્થામાં ધગશ પણ રહી નથી. આથી વખત એને આવવાની ખીક છે કે જ્ઞાનની બાબતમાં સાધુ-સંસ્થા કરતાં શ્રાવક-સંસ્થા આગળ
પહે
તા. ૧-૧૨૪૩
વધી ગઇ હશે, અને આજે અમુક વર્ગમાં સાધુએ માટે જે માન રહ્યું છે તે પણ એસરી જવાની બીક.છે.”
લગભગ અઢારમી સદીના યુગમાં વસી રહેલી જણાતી સાધુ - સંસ્થાના સભ્યોએ પૂરવેગે ધસી આવતા નવા યુગથી ચેતવાની જરૂર છે. કર્મરૂપી રજને ખંખેરવા માટે, ચરવળે પાસે જ છે, તેનાથી શિષ્ય-સમુદાય વધારવાના મેાહી, તિથિચર્ચાને કે ભકતાની પાસે ભકિત કરાવવાની વૃત્તિને ખખેરી નાખે, અને ક્ાધર એલ્વિન જેવા સાધુ-વૃત્તિ અંગ્રેજની જેમ, માત્ર ગુજરાતમાં અડ્ડો લગાવવાની વૃત્તિને છેડી સારાય હિન્દમાં ચારે દિશાએ પથરાઈ જાય અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં પેાતાની સેવા આપી જૈન ધર્મના સિદ્ધાંતે અહિંસા અને સત્ય ના - પ્રચાર કરે.
#
ચીન અને જાપાનને તૈયાર કરવામાં ત્યાંના બૌદ્ધ-સાધુઓના જબરજસ્ત કાળા છે. ચીનનુ` કે જાપાનનુ એકેએક મંદિર શારદામંદિર છે અને તેમાં વસતા ધર્મગુરુએ પ્રજાને તૈયાર કરી રહેલ છે. આ વિષે રસિક હકીકત બાબુ ક્ષિતિમે હનસેને શ્રી રવીન્દ્રનાથ ટાગારની ‘ચીન જાપાનની યાત્રા” પુસ્તકમાં આપેલ છે. તેઓ કહે છે, “પેકિનમાં સાઠ હજાર મજુર છે, તે બધાય લખી વાંચી જાણે છે.” તેમણે એક મજૂરને પૂછ્યું; “ તું કેવી રીતે વાંચી શકે છે. ’ તેણે જવાબ આપ્યા “શું અમારા દેશમાં ધર્મગુરૂ નથી ?” અને ધર્મગુરૂઓને પૂછ્યું' તેા ઉત્તર મળ્યો, “તમારા દેશમાંથી જ શિક્ષા મળી છે કે જો દેશમાં એક પણ માણસ મૂર્ખ રહે તે તેના દોષ ત્યાંના ગુરૂઓને છે. સંતાન જો ભૂખ્યુ રહે તે એની માતા બાળક પાસેથી માતા તરીકેની પૂજાને અધિકાર કેવી રીતે મેળવે ” જૈન સમાજના સાધુઓના ધામ જેવા અમદાવાદમાં જ કઇ તપાસ કરે તે આપણા સાધુએ આ સાધુએની કક્ષાએ કયાં વસે છે તેને ખ્યાલ આવે !
આપણા સંપ્રદાયમાં મુખ્ય ત્રણ ભેદ, પણ તેમાંય કેટલા ઉપભેદો, કોઈ કાના મેળ મળે નહિ, શ્રાવકો એકત્ર થવા ઇચ્છે તા સાધુએ એકત્ર થવા દે નહિં. ચોથીયા તે પાંચમિયાના પશુ સંપ્રદાય, આચાર્યો કાઇ દિવસ ભેગા મળે તે શ`કા ઉત્પન્ન થાય કે નવા કાલાહલ નહિ જામે ને ! ચીન-જાપાન આ બાબતમાં ઉદાર છે. જાપાનમાં બૌદ્ધના ચૌદ જુદા જુદા પ્રધાન ધર્મ સંપ્રદાયા છે. એમની ઉપાસના અને ધર્મ સાધનાની વિધિમાં ભલે ભેદ હેાય, પણ જ્ઞાન દેવાની તત્પરતામાં સઘળા સા ઉત્સાહી હાય છે. ચીનમાં પણુ તેમજ છે. ત્યાં જે જે ગામમાં જુદા જુદા મતનાં મંદિરે હાય ત્યાં સૌથી જૂનામાં જુના ગુરૂ હાય તેમની પાસે જઇ બધા કહે કે નાનદાનની વ્યવસ્થા આપ કરે.” દુઃખની સાથે કહેવું પડશે કે, આપણે ત્યાં એકબીજા આચાર્યો એકબીંજાની પ્રવૃત્તિ પર ટીકા કરી શિક્ષણ-સંસ્થા ધ થાય એવું વર્તન કરે છે. પછી એકત્ર થવાની વાત કાં રહી ?
. બાબુ ક્ષિતિમે હનસેને ત્યાંના એક આચાયૅની જે વાત કહી છે તે જ ટાંકીએ, “હવે ત્યાંના મંદિરના ધર્મગુરૂ પડાની વાત કહું છું. તે બ્યાસી વર્ષના હતા, છતાં તેમનુ શરીર બહુ સશક્ત અને દીર્ધાકાર હતુ. સાંબળ્યુ છે કે તે વિદ્યાના મહાસાગર જેવા છે. અમે જ્યારે ગયા ત્યારે તેમનુ ટેબલ પુસ્તકોથી ભરેલું હતું. અમે પૂછ્યું : ‘આટલી વૃદ્ધ વયે પણ આપ શા માટે અભ્યાસ કરી છે ?” તેમણે કહ્યું : 'મારી ચેગ્યતા છે. તેના કરતાં લોકો મારા પર વધારે શ્રદ્ધા રાખે છે. એ ઋણ વાળવા માટે બને તેટલા પ્રયત્ન કરૂ છુ. લેકની શ્રદ્ધાને બરાબર યોગ્ય તે નહિ જ થવાય, પણ બને તેટલા વધારે ચોગ્ય થાઉ તે