________________
* ૧૫
શ્રી મુંબઇ જૈન યુવકસ થતુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ, મુ'બઇઃ ૧ ડીસેમ્બર ૧૯૪૩ બુધવાર
ચક
જય વીયરાય જગગુરૂ !
(અન્ય સ'પ્રદાયમાં જેમ સવાર સાંજ સધ્યાવિધિ કરવામાં આવે છે તેમ જૈન સપ્રદાચમાં સવાર સાંજ પ્રતિક્રમણવિધિ કરવામાં આવે છે. આ પ્રતિક્રમણની પ્રક્રિયા જૈન સમાજના પેઢાં વિભાગમાં જુદી જુદી છે, તે. મૂ. વિભાગની પ્રતિક્રમણ વિધિમાં નીચેનુ' ‘જયવીચાય’ · સૂત્ર પ્રાથનારૂપે ખેલાય છે. તે સૂત્ર આખુ અર્ધમાગધીમાં રચાયલું છે. તેના 'ગુજરાતી અર્થ અને કેટલીક સમજીતી નીચે આપવામાં આવી છે. જૈન જીવનના આદેશ કરતુત પ્રાર્થનામાં બહુ સુંદર રીતે રતુ કરવામાં આન્મે છે. પરમાનદ,)
મુક્તાશક્તિ મુદ્રાએ કહેવાની. જયવીયરાયની પ્રથમની એ ગાથામાં પ્રભુ પાસે છ પ્રકારની પ્રાર્થના કરી છે તે ખાસ વિચારણીય છે. હે પ્રભુ ! અમને આપના પ્રભાવથી ૧ ભવનિવેદ, ૨ માર્ગાનુસારીપણું, ૩ ટ મૂળની સિદ્ધિ, ૪ લેાકવિરૂધ્ધને ત્યાગ, ૧ ગુરૂજનની પુજા, અને ૬ પરાર્થ' (પરાપકાર) તુ કરવું-આ છ બાબતો મને પ્રાપ્ત થા! આ છ બાબતાને આપણે જરા વિગતથી વિચાર કરીએ.
વીતરાગ પ્રભુના જય હે ! હું જગદ્ગુરૂ ભગવાન! તારા પ્રભાવથી મને ભવનવેદ પ્રાપ્ત થાઓ માર્ગાનુસારીપણુ સિદ્ધ થાઓ ! ઇષ્ટફળની સિદ્ધિ થાઓ ! લેાક વિરૂદ્ધ કૃતિને હું સદા પરિત્યાગ કરૂ ! ગુરૂજનાની મારાથી સદા પૂજા થાઆ ! પરોપકારના અનેક કાર્ય થાઓ ! સદ્ગુરૂના મને ચાગ થાઓ ! જીવનની અન્ત ડિ સુધી તારા વચનની મારાંથી અખંડ -ઉપાસના થાઓ ! હે વીતરાગ, તારા આગમમાં જો કે નીયાણુ ં કરવાની મતા કરવામાં આવી છે તેા પણ હું નાથ! તને હું પ્રણામ કરી રહ્યો છું તેના ફળરૂપે મારી પ્રાર્થના છે કે તારા ચરણની સેવા મને ભાભવ મળતી રહે! દુઃખ માત્રનેા ક્ષય થાય અને કમ માત્રને પણ નાશ થાય! સમાધિમરણ મને પ્રાપ્ત થાય અને એશ્રીબીજના મને લાભ થાય! સર્વ મંગળાના મગળરૂપ, સવ કલ્યાણના કારણરૂપ, સૌ ધર્મોમાં પ્રધાનભૂત જૈન શાસનના જય હા! જય હેા!
#
૧ ભનિવેદ:–સસારમાં ખેદ, અનાસક્તિ, જ્યાં ત્યાં દુઃખનાં જ દર્શન, સ’સારી જીવા જેને સુખ માને છે એ બધી બાબતા પરિણામે દુઃખરૂપ છે, વિનાશી છે, દુર્ગતિમાં લઇ જનારી છે. મેહમદિરાના પાનથી જ તેમાં સુખ માનવામાં આવે છે-તેમાં વાસ્તવિક રીતે વિચારતાં સુખને અંશ પણ નથી, આવા તત્ત્વ વિચારથી જ ચક્રવર્તી જેવા છ ખંડની ઋદ્ધિને ત્યજીને ચાલી નીકળ્યા છે. તેના પ્રમાણમાં ભિક્ષુકના ભિક્ષાપાત્ર જેવી સ્થિતિવાળા સુખના કૃત્રિમ સાધનને પણ આ જીવ છેાડી નથી, તેમાં જ આનંદ માને છે અને તેમાં જ મગ્ન રહે છે. સત્યસુખના ઇચ્છુક પ્રાર્થના કરતાં પ્રથમ જ પ્રાર્થના એ કરે છે મને આવા અસાર સંસાર પર ખેદ થાય તેમ કરા જ્યારે મને એમાં નિવેદ આવશે ત્યારે જ હું એને છેડી
શકીશ.
Regd. No. B. 4266
લવાજમ રૂપિયા ૨
૨. માર્ગાનુસારીપણું :-માર્ગાનુસારીપણું. એ સમકિતની પ્રાપ્તિનું પૂર્વસ્વરૂપ છે. મેક્ષિપ્રાપ્તિના બીજરૂપ છે. માર્ગાનુસારીના રૂપગુણને જો વિચાર કરવામાં આવે. તે તેમાં સર્વ ગુણાને સમાવેશ થઈ જાય છે. એક પણ ગુણ બાકી રહેતા નથી. સર્જાશે માર્ગાનુસારીપણુ આવે, તે તે ઇચ્છવા યોગ્ય છે, પર તુ
* વત માન ભવમાં કરેલા 'અમુક'પુણ્યના કળાપે આગામી ભવમાં
અશે અરશે આવે તે તે પ્રાંતે સમકિત ચારિત્ર અને યાવતુ મેક્ષ પ્રાપ્ત કરાવે તેમ છે.
૩ ઇષ્ટફળની સિદ્ધિ –સ’સારી જીવે તે પુગળિક સુખને જ જ ગણે છે; તેથી તે તેની પ્રાપ્તિ થાય એટલે રાજી થાય છે. આ જીવ એવા સંસારની આસકિતવાળા નથી; તેથી તેનુ ધૃષ્ટ તા આ સૌંસાર પરથી ઉદાસીન ભાવ આવે અને તેને લઇને બીજા અનેક ગુણી સપ્રાપ્ત થાય તે હાવાથી તેની સિદ્ધિ થવાની પ્રાર્ચના કરે છે. સાંસારિક સુખ તે તેને કટુ લાગે છે; તેથી તે તેને ઇષ્ટ નથી.
૪ લાવિરૂદ્ધના ત્યાગ:-ઉત્તમ મનુષ્યા કદી પણ લાકમાં વિરૂદ્ધ ગણાય તેવું કાર્ય કરતા નથી. . છતાં અણજાણુપણે પણ ન થઈ જાય તેટલા માટે પરમાત્મા પાસે લોકવિદ્ધતા ત્યાગ થવાની પ્રાર્થના કરે છે. લોકમાં અસત્ય ભાષણું, અપ્રમાણિકતા, સ્વચ્છદાચાર, અસદાચાર, અભિમાન, માયાકપટ, અત્યન્ત તૃષ્ણા વગેરે લાકવિરૂદ્ધ ગણાય છે; તેથી તેને ત્યાગ થવાની માગણી કરી છે તે ખાસ જરૂરની છે.
૫ ગુરૂજનની પુજા:-સાંસારિક ગુરૂજન માતાપિતા કહેવાય છે અને લાકાત્તર ગુરૂજન મુનિ મહારાજા, ત્યાગી, વૈરાગી, પરાપકારી, સંસારથી વિરક્ત હોય તે કહેવાય છે. તેની પૂજા, ભક્તિ, સેવા અહુમાન વગેરે અનેક પ્રકારે પૂજા ગણાય છે. તે કરી શકાય તેવી વૃત્તિ બની બની રહે તેવી પ્રાર્થના છે. સસારમાં જેણે માતાપિતાની ભકિત કરી નથી, તેમને પોતાથી બને તેટલુ સુખ આપ્યું નથી, તેમનું દિલ દુભાવ્યું છે. તે કુપુત્ર ગણાય છે. માબાપતા ઉપકાર અનહદ છે. તેને બદલે કઇ રીતે વાળી શકાય તેમ નથી; પરતુ બને તેટલી પણ જો અમુક લાભ મળે એવી અપેક્ષા રાખવી તે.
@