SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ सचस्स आणाए उबहिए मेहाबी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુધ્ધ જૈન सत्यपूतां वदेद्राचम् પ્રભુધ નવેમ્બર ૧૫ સાધુ સંસ્થા અને કેળવણી (શ્રી અમદાવાદ જૈન યુવકસઘના આશ્રયનીચે ચાજાતી પણ વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનની નેાંધ ઉપરથી) ૧૯૪૩ આજે જે વિષય પર હું ખેલવાને છું. તેનાથી રખે આપ એમ ધારી લેતાં કે હું કેળવણી' ઉપર કાંઇક હુ ખેલવાનો છું; કારણ કે એ મારા વિષય નથી; તેમ જ રખે એમ પણ ધારી લેતા કે 'સાધુ–સંસ્થાનો ઇતિહાસ ગાઈ જવાનો છું; કારણ કે એટલે મારા અભ્યાસ નથી. અત્યારની સાધુ-સંસ્થા વિષે વિરાધ રહ્યા કરે છે, છતાં પડિત સુખલાલજીની જેમ મારી પણ એવી જ માન્યતા છે કે દેશકાળને અનુસરી સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવા મથતી સાધુ-સંસ્થા આજે તે જરૂરી છે જ, પણ હજાર વર્ષ પછી ય તેની જરૂર રહેશે-બીજા સ’પ્રદાયે.ને પણ. પરંતુ મારે જે કહેવાનુ છે તે આ છે. આજની આપણી સાધુ-સંસ્થા આધુનિક કેળવણીના ક્ષેત્રમાં કઇ રીતે ઉપયેગી થઈ શકે? આ વિચાર થતાંની સાથે જ એક પ્રશ્ન આવીને ઉભા રહે છે. સાધુ-સંસ્થાને અને કેળવણીને શો સંબંધ? જો કોઇ પણ પ્રકારે સબંધ હાય તા અત્યાર સુધીમાં કેળવણીના ક્ષેત્રમાં તે કઇ રીતે ઉપયોગી થયેલ છે? આ માટે હજારો વર્ષનાં પડ ઉખેડવાને બદલે શ્રમણ ભગવાન મહાવીરના સમયને સીમા–ચિહ્ન તરીકે સ્વીકારી આપણે વિચાર કરીએ. ભગવાન મહાવીર દેહને દમ્યા, ભારેમાં ભારે તપ કર્યું, અનેક ઉપસર્ગો સહ્યા તે શા માટે ? જ્ઞાનને માટે, જ્ઞાનની શેાધને માટે, વિશ્વના સ ંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ માટે. આ જ્ઞાન તેમને પેાતાને મેળવવુ હતુ' જ; પરંતુ તે પ્રાપ્ત કરીને સતેષ નહાતા માની લેવાને-દેશપરદેશમાં તેને પ્રચાર પણ તેમને કરવા હતા. આથી મહાન તપશ્ચર્યાને અંતે તેમણે જે જ્ઞાન મેળવ્યુ તેનુ તેમણે જનતાના હિત અર્થે દાન કર્યું. જૈન પારિભાષિક શબ્દમાં કહીએ તે સમવસરણ રચાયુ અને ભગવાને જ્ઞાનની ધારા વહેવરાવી; વમ નાળ તો ચા ની ઘેાષણા કરી. એટલે કે સાધુસસ્થામાં અર્વાચીન દૃષ્ટિએ આધ ભગવાન મહાવીરે જ્ઞાનને મહત્વનું સ્થાન આપ્યું. અને પછી આ સૂત્ર પ્રચલિત થયું —સમ્ય વશનજ્ઞાનચારિત્રાળિ મોક્ષમા: મેક્ષમાર્ગે વળવા માટે પરમપદની પ્રાપ્તિ સારૂં' જ્ઞાન આવશ્યક છે એ હકીકત પર ભાર મુકાયા. અલબત્ત, આ સાથે એક વાત યાદ રાખવી જોઇએ કે જૈનધર્મ અધ્યાત્મપ્રધાન ધર્મ છે. આથી તે સમયે જે પ્રકારનું જ્ઞાન અપાતુ તેના મુખ્ય ધ્વનિ અધ્યાત્મ-પ્રધાન હતા. આય સુધર્મા સ્વામી એ અને જંબુસ્વામીએ ઉપદેશારા પ્રભુ મહાવીરે આપેલા જ્ઞાનને ટકાવ્યું અને એ જ્ઞાન શિષ્ય-પર પરા દ્વારા છેવટે ગ્રંથસ્થ થયું. પણ સાધુ--સંસ્થા તરફથી. તેના ફેલાવા માટે તેના વધુ વિકાસ થાય એ માટે પ્રયત્નો થયા હોય એવા અપવાદ સિવાય કયાંય ઉલ્લેખ નથી. ક્રૂક્ત આધ્યાત્મિક જ્ઞાન ઉપર વધુ ને વધુ ભાર દેવાતા ગયા-ભૌતિક સૃષ્ટિ હયાત છે જૈન તા. ૧૫-૧૧-૪૩ તેને ખ્યાલ રચાયા વગર–અને તેથી આજની પરિસ્થિતિ ઉભી થઈ. જે નિયમ અને આચારા એક વખત સમાજ માટે ગૌરવરૂપ હશે તે આજે પરિવર્તનના અભાવે રૂઢિનું સ્વરૂપ ધારણ કરી બેઠાં. નાનના વધુને વધુ વિકાસ માટે જે આચાર્યોએ સમયાનુકૂળ સાધના સૂચવ્યાં હતાં તે અત્યારે પણ એના એ જ રહ્યાં. કાળે માર્ગે કાપ્યો; સાધુ-માનસ જરાય પરિવર્તન ન પામ્યું. જ્ઞાનરૂપી જળના પ્રવાહ બંધિયાર થઈ ગંધાતા થઇ ન જાય પણ સતત વહ્યા જ કરે એવી ભાવનાથી રચાયેલા જ્ઞાનપ ચમી અને ઉજમણાનાં ઉત્સવો આજે પણ રહ્યા. પણ એ પાછળની ભાવના કેવળ વિસરાઇ ગઇ. જ્ઞાનના વિકાસ માટે અને રક્ષા માટે સાધુ-સંસ્થાએ શાં શાં પગલાં લીધાં તેને સરસ ઇતિહાસ છે. ભગવાન મહાવીર ઉપદેશેલા જ્ઞાનને શરૂઆતના અનુયાયીઓએ કસ્થ રાખ્યુ; પછીના વારસોએ ગ્રંથસ્ય કર્યું, રક્ષા માટે ભંડારા થયા; પણ પછી તે તેમાં રહેલું જ્ઞાન જ જાણે કે ભડારાઇ ગયું. શ્રી મહાવીર પછી અધ્યાત્મજ્ઞાનની સાથે જ્ઞાનનાં ખીજા ક્ષેત્રા પણ ખીલતાં ગયાં હતાં. સિદ્ધસેન દિવાકર જેવા આચાર્યોએ તર્કના કે ન્યાયના ગ્રંથો વડે તેમ જ પાદલિપ્તસૂરિએ લખેલ ‘તર’ગવતી’ ની કથા વડે, હરિભદ્રસૂરિએ રચેલ ‘સનરાચ્ચકલા’ વડે તેમ જ અન્યદનીએ પણ જેમની કૃતિએની પ્રશંસા કરે છે તે હેમચંદ્રાચાર્ય જેવા આચાર્યએ મહાતીરે રાખેલ જ્ઞાનની વેલને વધારી તેમ જ પ્રફુલિત કરી . આવા આંગળીને વેઢે ગણાય તેવા ખીજા પણ કેટલાંક નામે આપણને મળશે, પરંતુ અફસોસની વાત એ છે કે આવા અભ્યાસી સાધુઓ જૈન સમાજ પાસે તે વખતે હાવા છતાં નાલંદા કે તક્ષશીલા જેવી એકે વિદ્યાપીઠ આપણે ત્યાં સ્થાપી શકયા નહિ. આર્ય સુધર્માં સ્વામી, જમ્મુસ્વામી, કાલિકાચાર્ય, ભદ્રબાહુ, સિસેન, હરિભદ્ર, હેમચ ંદ્રાચાર્યું કે હીરવિજય સૂરિએ સાધુ સંસ્થાના મૂળ વધુ ઉંડા જાય તે માટે યત્નો કર્યાં છે; સાધુ-સંસ્થામાં જ્ઞાનને વધુમાં વધુ વિકાસ થાય તે માટે જહેમત ઉઠાવી છે; પેાતાના ભકતાને અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ 'આપી તેમાં તમેળ કર્યાં છે; અને તેમાંના માત્ર કેટલાકે તેથી આગળ વધી જ્ઞાનિધિ જેવા શિષ્ય સંમુદાય તે ભક્તે ઉત્પન્ન કર્યાં છે; પણ તેમાંના કેટલાક તા તે વખતના રાજકારણ સાથે સંબંધ હાવા છતાં અને તત્કાલીન સમાર્જ ઉપર પ્રભુત્વ હોવા છતાં તેના લાભ જ્ઞાનની જ્યાત જલતી રાખે એવી વિદ્યાપીઠ ઉત્પન્ન કરવામાં નથી આપ્યા આનુ કારણ બીજું ગમે તે હાય પણ જૈનધર્મ અધ્યાત્મપ્રધાન ધમ છે તે કારણે આમ બનવામાં ઘણા ભાગ ભજવ્યો છે એમાં શકા નથી. તેનું ધ્યેય મૈક્ષિનુ છે અને તેથી તેના પર જ વધુ ભાર અપાયો છે; ઉપદેશ પણ તેને જ વધુમાં વધુ આપવામાં આવે છે. એટલે તેા એક વિદ્વાને કરેલ ટકાર યથાય છે “જના તીથૅ રચી શકયા છે; વિધાપીઠ નહિ.” સમેતશિખર, ગિરનાર, શત્રુજય, ને દુનિયાભરમાં અદ્ભુત લેખાતાં આબુનાં મંદિરે આપણે રચી શકયા—તક્ષશિલા, નાલા નહિ. મહાવીર અને બૌદ્ધધર્મના ઉદયને આપણે સમકાલીન કહી શકીએ, છતાં અત્યારે બૌદ્ધધર્મના અનુયાયીઓ હિંદુસ્થાન બહારના અનેક દૂરપૂર્વના દેશે! સુધી પ્રસરેલા જણાશે; જૈન ધર્મના અનુયાયીઓ માત્ર ગુજરાત સુધી જ. એક સ્થળેથી પ્રકટેલી આ એ જ્યાતામાંથી એક જ્યોત હજારો માઇલ સુધી અજવાળું આપે, અને બીજી જ્યાત ગુજરાત સુધી દીવા પ્રકટાવી ત્યાંથી આગળ ફેલાતી બધ થાય તેનું શું કારણ ? કારણ એ જ કે બૌદ્ધધર્મના સાધુએએ ભગવાન બુધ્ધે ઉપદેશેલ Sh day
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy