SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ચાલુ દેવાદાર સ્થિતિ (Indebtedness)-આવા આજે ઉપસ્થિત થઇ રહેલા ખેડુતોને લગતા પ્રશ્નો સદ્ભાગ્યે એ વખતના ખેડૂતાને કદિ સ્પર્ષ્યા જ નહાતા. ધીરનાર શાહુકાર તે વખતે પણ હતા, પણ રૂપીઆ અથવા તેા અનાજ ખેડુતની અંગત જવાબદારી ઉપર ધીરવામાં આવતું અને તેની ધીરધારને દામદુપટના સાદો અને સીધા કાયદો લાગુ પડતા, કે જેના પરિણામે પોતે મૂળ જેટલી રકમ ધીરી હોય તેથી બમણી કરતાં વધારે રકમ કાઇ પશુ સંચેંગમાં શાહુકાર લઇ શકતા નહિ. આ બધા ઉપરાંત પંચાયત પદ્ધતિને લીધે ગામના લોકા એક પ્રકારનુ સ્થાનિક સ્વરાજ્ય ભાગવતા હતા અને ગામડામાં રહેતા જુદા જુદા વર્ગો અને વ્યક્તિ વચ્ચે ઉભા થતા ઝગડાઓને આ પંચાયત દ્વારા બહુ સહેલાઇથી અને કશા પણ ખર્ચ સિવાય નીકાલ આવી જતા. પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૧૧-૪૩ નવા જ દરિદ્ર વર્ગે ઉભા થયા કે જેએ જમીનને લગતા સર્વ હકકો ગુમાવી બેઠા હતા અને એમ છતાં જેએ જમીન સાથેને પેાતાના સબધ છોડી દેવાને કાઇ પણ રીતે હજુ તૈયાર નહાતા. અંગ્રેજી રાજ્યના આગમન સાથે હિંદુસ્થાનમાં કેવળ નવાં જ તત્ત્વે ઉભા થયા લાગે છે કે જેથી આખા દેશની આર્થિક રચના દરેક રીતે અસ્તવ્યસ્ત બની બેઠી છે. દરેક ગામડું પોતપોતાની જરૂરિયાતને પહોંચી વળતુ એવુ દરેક ગામડાનુ સ્વાલખીપણું નષ્ટ થયું અને એ સાથે ગ્રામીણ જીવનની સુઘટિત વ્યવસ્થા પણ લય પામી. વસ્તુવિનિમયનુ સ્થાન માટે ભાગે નાણુાવ્યવહારે લીધું અને વર્ગવ્યવસાય અને જાતિ પ્રતિષ્ઠાનું સ્થાન હરીકાઇ અને કરારનામાએ' લીધું. ગામડાએ હવે યુરેપ અમેરિકાની દૂર દૂર આવેલી પશ્ચિમની બજારો સાથે જોડાયાં. પરિણામે ખેતીારા નીપજતી ચીજોના ભાવે ઉંચે ચઢવા લાગ્યા અને વસ્તીના વધવા સાથે જમીનની કીંમત પણ વધવા લાગી. તે સાથે યુરોપથી યાંત્રિક બનાવટના માલને પ્રવાહ દેશમાં વહેતે થયો અને તેની હરીફાઇમાં ગામડાના કારીગરોના નફા એકદમ ઘટવા લાગ્યો. ખેડુતાની ખરીદશકિત ધીમે ધીમે કમી થવા લાગી અને લેકની અને ખાસ કરીને શહેરમાં રહેતા વર્ગોની રૂચિ અને પસંદગીમાં પરિવર્તીન થવા લાગ્યું. તેની પણ આ ગ્રામોદ્યોગો ઉપર માઠી અસર થવા લાગી. વસ્તીના વધવા સાથે જમીનની માંગ વધતી ચાલી અને તેથી જમીનની કીંમત પણ વધવા માંડી અને પરિણામે ખેતી સાથે સંબંધ ધરાવતા પ્રજાગણના જીવનની સ્થિરતા અનિશ્ચિત થવા લાગી. પહેલાં તેા જાતે ખેતી નહિં કરતા જમીનના માલેકા અથવા તે જમીનદારો અથવા તે જુદી જુદી યુક્તિ પ્રયુક્તિથી જમીનાનો કબજો મેળવતા જતા ગામડાઓનાં માલીકા આવા ખેતી સાથે સબંધ ધરાવતા એક નવા જ વર્ગ હયાતીમાં આવ્યા. ધીરધાર કરનારા શાહુકારા પણ હવે ગ્રામ્ય પંચાયતેાના નિયંત્રણથી મુકત થયા અને નવી સ્થપાયલી અદાલતાના લાભ લેવા લાગ્યા અને આ અદાલતા બે પક્ષ વચ્ચેના કરારની પવિત્રતાને રક્ષણ આપવાના બહાના નીચે કાયદાન: શબ્દને કડકપણે વળગી રહેવા લાગી અને દેણદાર ખેડુતોને દરદ્ર બનાવતી ચાલી. આ રીતે અનેક ગુંચવણાથી ભરેલી પરિસ્થિતિની શરૂઆત થ, જેમાં ખેડુતેાની જમીન માટા પાયા ઉપર બીનખેડુત ધનવાનાને ત્યાં ગીરા મુકાવા લાગી અથવા તે વેચાવા લાગી. આ રીતે નવા ઉભા થયેલા જમીનદાર વર્ગે અસહાય ખેડુતે ઉપર જાતજાતના કરા અને આર્થિક મેજાએ લાદવા માંડયા. કાયદાની અનુકુળતાને તેમજ પેાતાની વધારે સગવડ પડતી સ્થિતિનાં લાભ લઇને જમીનના માલીકાએ જાતજાતના બહાના નીચે જમીનનાં ભાડાં વધારવા માંડયાં અને જે ગણાતી આ વધતી જતી માંગણીએને પહોંચી ન શકે તેને ધકકા મારીને તેની જગ્યાએ ખીજાતે તેમણે મૂકવા માંડયો. આમાંથી જમીન વિનાના મજુરોને એક આ ઐતિહાસિક ભૂમિકા ધ્યાતમાં રાખીને આગળ જણાવેલ બે ધારણ અનુસાર હિંદના અર્થશાસ્ત્રની તાજેતરમાં ઉભા થયેલી ઘટનાઓને આપણે વિચાર કરીએ. પહેલાં તો હિંદુસ્થાન । વસ્તીના પ્રશ્ન આપણે તપાસીએ, બર્માને બાદ કરતાં હિંદુસ્થાનની વસ્તી ઇ. સ. ૧૭૫૦ માં તેર કરાડની હતી તે વધીને ૧૮૭૨ માં ૨૦૪૦ લાખની થઈ. ૧૯૦૧માં ૨૭૭૦ લાખની થઈ અને અત્યારે ૩૮૮૮ લાખની થઇ છે. જો એગણીસમી સદીના પાછળના ભાગમાં ઉત્તરાત્તર ૧૮ દુષ્કાળોએ ૨૬૦ લાખ માણુસાને ભેગ લીધે ન હેાત અને આ સદીના પહેલા બે દશકામાં કેટલીક ચેપી બીમારીઓએ એથી પણ વધારે ૩૬૦ લાખ માણસાને મૃત્યુશરણ કર્યાં ન હેાત તે હિ દુસ્થાનની વસ્તીમાં ઉપર જણાવ્યા તેથી વધારે વધારા થયા હૈાત, હિંદની ભરચક વસ્તીને લગતી બધી ચર્ચામાં બે બાબત ધ્યાનમાં રાખવી ઘટે છે. એક તે વસ્તી, આ વધારામાંના પાંચ કરોડ તેવુ લાખ માણસે તે વસ્તીપત્રકમાં નવા પ્રદેશો ઉમેરાવાથી અને વસ્તી ગણતરીની પદ્ધતિમાં કેટલાક સુધારા થવાના પરિણામે વધ્યા છે. બીજું વસ્તી વૃદ્ધિના આવા મોટા આંકડાઓ હાવા છતાં બીજા દેશો સાથે સરખાવતાં હિંદની વસ્તીના વધારાનુ પ્રમાણ ઘણું નીચુ છે. ૧૮૭૦ થી ૧૯૩૬ સુધીમાં ઈંગ્લાંડની વસ્તી ૭૭ ટકા, જાપાનની વસ્તી ૧૧૩ ટકા, રશીઆની વસ્તી ૧૧૫ ટકા, યુનાઇટેડ સ્ટેટસની વસ્તી ૧૨૫ ટકા વધી છે જ્યારે હિંદુસ્તાનની ૩૧ ટકા વસ્તી વધી છે. (કારણ કે ૧૮૭૨ માં હિંદુસ્થાનની વસ્તી ૨૦૪૦ લાખ ઉપર જણાવવામાં આવી છે તેમાં ઉપર જણાવ્યું તેમ વધેલા વિસ્તાર અને વસ્તીગણતરીના સુધારાને લીધે પ્રાપ્ત થતા ૫૯ લાખ ઉમેરવામાં પાવે તે કુલ ૨૬૩૦ લાખની વસ્તી થાય, વધીને ૧૯૩૧ માં આશરે ૩૫૦૦ લાખની થઇ. એ રીતે જોતાં એ ગાળા દર્રમયાન વધેલી વસ્તીનું પ્રમાણ ૩૧ ટકા આંકી શકાય.) હિંદુસ્થાનની વસ્તીનું એકધ્યાન ખેંચે તેવુ તત્ત્વ એ છે કે આ વસ્તીના ઘણા મોટા ભાગ-૮૮ ટકા લગભગ-દેશના સાત લાખ ગામડામાં વસે છે. આ ગામડામાં વસતી પ્રજા ૧૮૯૧ માં ૨૫૮૦ લાખ હતી તે વધીને ૩૩૮૦ લાખ થયું. છે, જ્યારે એજ અરસામાં શરૂઆતમાં શહેરની વસતી ૨૭૦ લાખ હતી તે વધીને ૪૯ લાખ થઇ છે. આ ઉપરથી આપણી પ્રજા ખેતી અને અન્ય ગ્રામેદ્યોગો ઉપર કેટલો આધાર રાખે છે. તેને સ્પષ્ટ ખ્યાલ આવે તેમ છે. ૧૯૦૧ માં ઉદ્યોગ અને કારીગરી ઉપર નભતા માસની સંખ્યા ૪૬૦ લાખની હતી, જ્યારે ૧૯૩૧ માં એ સંખ્યા ઘટીને ૩૪૦ લાખની થઇ છે. આ હકીકત ઉપરથી સ્થાનિક ઉદ્યોગોને લાગેલા ધસારાની આપણી પ્રજા ઉપર કેટલી માઠી અસર થ છે તેને ખ્યાલ આવે છે. આમ ગામડાના ઉદ્યોગે ભાંગતા ગયા અને વસ્તી વધતી ચાલી. તેના પરિણામે ખેતી ઉપર આધાર રાખતી વસ્તીનું પ્રમાણુ ૧૮૯૧ માં ૬૧ ટકા હતું, તે ૧૯૧ માં ૬ર ટકા થયું, ૧૯૧૧ માં ૭૧ ટકા થયુ અને ૧૯૪૧ માં ૭૩ ટકા થયું છે. આ ઉપરાંત ગામડાની પ્રજા બંધી એકસરખી નથી. ખેતી એ જ જેના વ્યવસાય છે તેવા ૧૦૩૦ લાખની કુલ વસ્તીમાંથી લગભગ ૩૦ ટકા સારી ઢબના ખેડુત છે અને કોઇ
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy