SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧૫–૧–૪૦ આવી જગ્યાએ જો વ્યવસ્થિત રીતે સંભાળવામાં આવે અને યુગ અનુસાર પ્રજાના માનસને કે જીવનને ધડવામાં સાધુએ આચાર્યું કે મહ ંતો રસ લે તે ખરેખર આમવર્ગને તૈયાર કરતાં જરા પણ વાર ન લાગે. સા સંસારીએ ન કરે તે એક સાધુ કરી શકે, પણ—વે દિન કહાંસે? (૪) અમુક સમય કરતાં વધુ વખત સ્થિરવાસ ન રહેનારા પારિવાજક પરિભ્રમણ કરનારા સાપ્રદાયિક સાધુઃ આવા સાધુએ ઘેાડામાં ઘેાડી, પેાતાની જાતથી સંભાળી કે ઉપાડી શકાય તેટલી જ જરૂરિયાતે જીવનારા અને ઘેાડામાં થેાડી પ્રજાની સેવા લેનારા હોય છે. વેદાંતી સન્યાસીએ, પરમહંસા, જૈન સાધુએ કે બાધ જુંગીએ આ વર્ગમાં આવે. જ્યાં જ્યાં વાસે વસે ત્યાં ત્યાં ધાર્મિક વિષયા, આધ્યાત્મિક ખાખતા કે વેદાંતની ચર્ચા કરે અને પ્રજાના આધ્યાત્મિક જીવનને ટકાવે. પ્રજા તેની જરૂરિયાત પૂરી પાડે. આ વર્ગ ત્યાગી હોય છે. તેની જરૂરિયાત એી હોય છે. તેના જીવનમાં ચારિત્ર, સંયમ કે સદાચાર માટે ભાવ હોય છે. પશુ મોટે ભાગે ‘લકીરના ફકીર'. ગતાનુગતિક વૃત્તિને લીધે તેના ત્યાગની સંયમની જેટલી જોઇએ તેટલી છાપ આજના પ્રજાજીવન ઉપર નથી પડતી, જેથી નથી તેા તેનું જીવન ધન્ય થતું કે નથી તેના પગ પાસે બેસી શ્રવણુ કરનારનું થતું ! આજે આ વર્ગ કર્મકાંડ અને શાસ્ત્રીય વાતા આડે સાચું માનવ વન વીસરી જાય છે. જેથી પ્રજા ડાતી નથી પણ આધ્યાત્મ અને જડત્વ વચ્ચે હેતુ ત્ય ભટકી રહે છે, જ્યારે જગતના પ્રવાહ કાઇ બીજી તરફ વહી રહેલા છે, જ્યાં સુધી યુગષ્ટિ આ વર્ગમાં નહિ આવે ત્યાં સુધી કંઇ વધારે કલ્યાણુ આ વર્ગથી અને તેમ લાગતુ નથી. *** # * યુગને એળખી, આંખ સામે રાખી જે ઇ જગતને દોરો. તે જ ખરા તમ ધ્યેય પર જઇ શકશે, મીન્દ્ર નહિ, આ વાત સો કાઇએ અને ખાસ કરીને સાધુઓએ વધુ ખ્યાલમાં રાખવાની છે. સામાન્ય પ્રજાગણ તે યુગને કેયુગના પ્રમાદ કે પરિવત નને ઓળખી કે સમ∞ શકતા નથી તેથી જ દોરવણી માટે ગુરુઓ, સાધુએ તરફ આંખ માંડીને ઉભેા છે, કારણ કે તેનામાં શ્રદ્દા છે કે સાધુ યુગને એળખે છે અને સદાય કયાણકારી હોય છે. આ શ્રદ્ધાના વાળ સાધુએએ કુવા વાળ્યા છે તે તેએ જ કહી શકે. કારણ કે અમારા ઇતિહાસ તદ્દન કારા પડયેા છે. સાધુની ઓળખ માત્ર તેનાં કપડાં, ટીલાં, ટપકાં કે અમુક નિશાનીથી નથી થતી, જૈન મતે તે સ્પષ્ટ કહ્યું છે કે અમુક ગુણાથી વિભૂષિત હોય તે જ સાધુ. ટૂંકાણમાં આ ગુણ્ણા એટલા જ જોઇએ કેઃ (૧) સાધુ યુગદૃષ્ટા હોય, યુગને અને માનવજીવનને સમ” સમન્વય કરી શકે તેવી શક્તિવાળા હાય. (ર) ત્યાગી. લેવા કરતાં દેવાની વૃત્તિવાળા, કિચન, અપરિગ્રહી હોય, સેવાપરાયણ હોય. (૩) નિડર. ગમે તેવા સંજોગામાં સત્ય કહી તેમજ આચરી શકે તેવા સબળ હોય. ફિકર કી ફાકી કરૈ ઉસકા નામ કીર્’આવા નિર્ભય આત્મા હોય. (૪) ચારિત્રવાન હાય. વધુમાં વધુ કુદરતની નજદિક, નૈસર્ગિક મનુષ્ય હોય. સમાજજીવનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ તે સમાજવાદ જેવા જ જેને જીવનમા હાય. અને મનુષ્યનું સંપૂર્ણ વિકસિત સ્વરૂપ તે સાધુ--આ સત્યા થાય તેવું જીવન હાય. તે સાંપ્રદાયિકતાથી, સંકુચિત રાષ્ટ્રવાદથી પર વિશ્વબંધુત્વમાં માનવાવાળા હોય ! ७ પ્રાચીન અને અર્વાચીન કલ્પના સાધુજીવન માટે આવી જ હતી. આવા મહાનુભાવા સમાજને દારતા. પણ આજે શું?~~અલબ-ત સાધુ કહે છે કે તે દુનિયા ત્યાગીને નીકલ્યા છે. તે બધી જાતની જગતની ઉપાધી વસીને નીકળ્યા છે. પણ વાસ્તવિક રીતે તે તદ્દન સત્ય નથી. સાધુઓએ એક દુનિયા તજી બીજી ઊભી કરી છે. જ્યાં તે પાા સંસારી, પા નટખટ, પાા પરિગ્રહી છે. ત્યાં પણ સાંસારિક દુનિયાની જેમ મેહ, માયા અને અંગત જીવન છે; ત્યાં પણ ઝધડા છે, ત્યાં પણ ઇર્ષ્યા, અસૂયા, અને અસુખ છે, ત્યાં પણ આજે તે સંસારમાં ષ્ટિગેાચર થતા કાહવાટ અને તેની દુધ છે. માત્ર નથી ઘરમ્યાન મેાજો ઉપાડવાની ચિન્તા કે નથી જાતમહેનતથી નીભાવવાની સંતતિ! છતાં પણ ત્યાં પરિવાર અને વંશવેલા છે. તેની મમતા છે અને તેના માટે કરવા જોઇતા શુભઅશુભ કાર્યોની ખિનજ્વાબદારી તૈયારી છે. ઠાકર ચાકરના વભેદ તન્મ્યા છતાં પણ ત્યાં મેટાòટાઈના ઝઘડા છે. ત્યાં પણ સત્તાની—હુકમની ખજાવણી, દેર અને દંડ, ધાક અને ધમકી છે, કાઇ સંસારી આ દુનિયામાં ડાકિયું કરે તે તેઓને પરવડતું નથી પણ ખીજાની દુનિયામાં તેને ડોકિયું કરી કે માથું મારી દખલગીરી કરવાના અખતિયાર છે એમ સમજે છે. ખરી સાધુતા કે સાધુસંસ્થામાં આવું હાઈ ન જ શકે. * 哭 # એક અતિ ભાવિક સસારી ગૃહસ્થે બળતાં હૃદયે નિસાસાસહુ કહ્યુંહ તું કે “ત્યાખ્યાનપીઠ પરના આજના સાધુ અને પેાતાની ઓરડીમાં બેઠેલા સાધુ એક નથી ! એરડીની ખો પછી વ્યાખ્યાનપીઠ ઉપરની સુવાસ નહિ લઈ શકાય !’’ સાચુ' હશે ? આ વાસ્તવિક સાધુજીવન અને આજના સાધુવનની કરુણ અસંગતતા નિહાળીને એક નાનકડી ઉમરના ભાવનાશીલ દિક્ષીત સાધુએ ઉચ્ચાયુ હતું કે આવી દુનિયા માટે હું શું પાગલ બન્યા હતા ? આવી ષ્ટિ માટે મેં મારા અનેક મહ ઉપકારી સ્વજનને તઢ્યા હતા? આ ઝગડા શા. સાધુને જગતની સાથે આવી નિસ્બત શી ? સાંસારિક વિવાદગ્રસ્ત બાબતે સાથે અમને ત્યાગીને લેવાદેવા શુ? અમે સાધુએ તે મૂઠ્ઠી ધાનનાં ભૂખ્યા, આટલું લઇ દિલમાં કે દેહમાં હોય તે સૌ માનવસેવામાં અર્પણ કરી છૂટવાના અમારા ધર્મ ! પશુ અહીં તે! એથી તદ્દન ઊલટુ. કર્યાં જાઉં ? શું કરૂ?’ કેવુ કહ્યું સત્ય ! (અપૂર્ણ) વ્રજલાલ મેઘાણી રોડ ગબરભાઈ (૮ પાનાનું ચાલુ) ગુમાવ્યેા. સમાજને એક સમભાવી સેવકની ન પૂરી શકાય તેવી ખોટ પડી કાયિાવાડના ગામડાંઓએ ઉપાશ્રયા, જિનાલયા, પાઠશાળાઓ વગેરેના સંચાલક ગુમાવ્યા અને એમના કુટુમ્બે... કુટુ એ કેમ ? તેથી કાના ન હતા? સૈ! કાઇ એમને એટલા જ પ્રેમથી ચાહતા હતા. અને એમની ચાહના પણ સા કાઇ તરફ એટલી જ હતી. એટલે ભાવનગરે એક શાંત છત્ર ગુમાવ્યું. તેમના પુત્ર મે'તીચંદભાઇ સેાલીસીટર, શ્રી નેમચંદલા અને બન્ધુ કુવરજીભાઇ તથા ગુલાબચંદભાઇ વગેરે સસ્કારી કુટુંબપરિવારને અવલંબન આપતા સદ્ગત ગિરધરભાઇની સેવાભાવનાના કાર્ય પ્રદેશને પાણવાની અને તેમના નામની અમર યાદ જાળવવાની આશાપૂર્વક શાસનદેવ સદ્ગતના આત્માને પરમ શાંતિ અર્પી એમ અમે પ્રાધાએ છીએ. જૈન પત્રમાંથી સાભાર ઉધ્રુવ
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy