SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્રબુધ જૈન તા. ૧૫-૧૦ ૪ सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. આપણા પ્રસંગે, ઉત્સવો માણી શકીએ, આપણી સાથે સંકળાયેલા સૌ માણી શકે અને ભવિષ્ય માટે સુંદર છાપ પાડનાર અને તે વાતમાં ગાફેલ રહ્યા અને ખરે ઉલ્લાસ ભૂલી ઉમાદે ચડયા તેજ કારણ ! સમાજને સાચે ઉલ્લાસ કેણુ સમજાવશે આવા ધાંધલિયા યુગમાં ? પ્રબુદ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् અકબર ૧૫ ૧૯૪૦ અકબર બીરબલની એક રમુજી વાત છે. તેમાં બાદશાહ પૂછે છે કે “ બીરબલ, ડાહ્યામાં ડાહ્યા ગણાતા વાણિયા નીશે કરી ભાન ભૂલે ખરા કે ?' ત્યારે બીરબલ જવાબ આપે છે કે “હા, નામવર ! જ્યારે આંગણે વરે–ખરે કે ઉત્સવ હોય ત્યારે તે બીજા બધા કરતા વધુ નીશે કરે અને ઉન્મત્ત બને, પણ આ ની જુદી જાતને કે જેની અસર છંદગી સુધી પહોંચે.” આ એક રમુજી વાત છે, પણ તે પાછળ દુખદ સત્ય રહેલું છે, અત્યારે આપણે આપણા ઉત્સવમાં કે પ્રસંગમાં-પછી તે તે લગ્ન પ્રસંગ હોય કે ધાર્મિક ઉત્સવ હોય, મરણને પ્રસંગ હોય. કે દેશેયને હાય-નીશાના ઘેનમાં ભાન ભૂલીનેજ કામ કેમ કરતા ન હેઈએ તેમ વર્તીએ છીએ. ઉલ્લાસ કે ઉન્માદ ! આપણા સમાજમાં યોગ્ય દેરવણીને અભાવે આજે સર્વથા ઉલ્લાસને બદલે ઉન્માદ જ દેખાય છે. સારી કે નરસી દરેક બાબતમાં મનુષ્ય જેમ ગાંડા બની ગયા ન હોય તેમ જ વર્તે છે અને પ્રસંગની ખરી ગંભીરતા ગુમાવે છે. આપણા લગ્ન જુએ, આપણું ધાર્મિક પ્રસંગે જુઓ, આપણી દેશેાદયની રીતિઓ તપાસે, અગર તે મરણ સમયના કરૂણ અને ગંભીર પ્રસંગેનું અવલોકન કરે તે જરૂર જણાશે કે પ્રાણુ અને ચેતના જગવનાર ઉલ્લાસને બદલે ભાન અને સારાસારને વિચાર ભૂલાવી દેનાર ઉન્માદ જ તેમાં છે. આ કારણે જ પ્રજાજીવન ચેતનવતુ રાખી, સંસ્કાર અને સંસ્કૃતિ ટકાવી રાખનાર અને સાંસારિક વ્યવહારને થાક ઉતારી પ્રફુલ્લતા પ્રસરાવનાર ઉત્સવો અને પ્રસંગે આજે તે થકવી નાંખનાર કરૂણ તંગીમાં હડસેલી દેનાર અને મરણતેલ કરનાર જ બને છે અને છીછરાપણું, વેવલાઈ અને વિકૃતિ પ્રવેશે છે તે વધારામાં! - જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે ત્યારે શકિત, સમય, સંજોગ અને આસપાસનાની ઉપર કે ખૂદ આપણી જાત ઉપર ભાવમાં થનારી અસરો વિચાર કર્યા વગર જ આપણે ઉન્માદ- વશ થઈ કાર્ય કરીએ છીએ અને હેરાન થઈએ છીએ, આજે આપણુ ગરીબ સમાજમાં મનુષ્યને પૂછે કે તમારાં દુ:ખ, તંગી, અશાન્તિ, ઉદ્વેગ અને અંધકારમય ભાવીનું કારણ શું છે ? હીરા જેવા યુવકને પૂછો કે છતી શક્તિએ વિકાસ રૂંધાઈ જવાનું કારણ શું છે ? એકના બે લખી આપી કઢારે અનાજ લેનાર અને વ્યાજના ભારણમાંથી ઉચે ન થનાર કોઈ ખેત મળે તે પૂછે કે તારી આ પરવશ અને અસહાય દશાનું પગરણ કયારથી મંડાયું ? દર્દથી પીડાતા અને કષ્ટમય રાત્રી દિવસ વિતાવતા કોઈ દીન દર્દીને પૂછે કે વર્ષોની મહેનત પછી પણુ જીંદગીની ખાતર ડું ઘણું ખર્ચ કરવાની કમતાકાદ કેમ આવી? વિશાળ જગ્યામાં વસી દૂધ, દહીં પર જીવનારને પૂછો કે ક્યા પાપે તને પરદેશની દસ ફુટ લાંબી અને સાત ફુટ પહોળી અંધારી અને દુર્ગધ મારતી કેટડીમાં પૂર્યો ? પ્રભુએ નવરાશને વખતે ઘડેલી દેવના ચક્ર જેવી જેડીમાં એકને અહિ અને બીજીને હજાર ગાઉ છેટે વર્ષો થયા ઝુરતી જુઓ તે પૂછો કે કયા ભવના પાપ ઉબન્યા છે કે આમ વિયેગમાં ગુર છો? દીકરાના લગ્ન માટે દીકરીને વેચતા બાપને, (હાલમાં દીકરા વેચાય છે) ધણીનું કારજ કરી રેટલા માટે રડતી વિધવાને પૂછો કે શા માટે ફ છે? વ્યક્તિગત વાત છેડી સમાજને પૂછે કે તમારા પનારે પડેલા માનવીઓ માટે પ્રગતિ- પિષક સંસ્થાઓ કેમ નથી ? ગરીબ-દર્દીઓ અને અનાથો માટે- સગવડતા કેમ નથી ? આ સૌ પ્રશ્નોને એકજ મૂંગે જવાબ મળે છે કે “ ઉન્માદ !” તે સૌના સાંસારિક દુઃખનું મૂળ કારણ ઉત્સવ વખતની ઉડાઉગીરી અને ઉન્માદ જ હોય છે. આપણે જે જે કાર્યની પાછળ કંઇ હેતુ ન હોય, જેને ઉપયોગ ન હોય, જે કરવામાં કરનારની શક્તિને કે તે શક્તિના બીજા સુંદર ઉપયોગને ખ્યાલ ન રખાતે હોય, બુધ્ધિ જેવી દેનારી વસ્તુને બદલે કોઇની દોરેલી લીટીએ જ જવાનું હોય અને કાર્ય કર્યા પછી પસ્તા કરવા જેવું હોય તે બધા કાર્ય ઉન્માદનાંજ પરિણામ કહેવાય ! નીશામાં ચકચુર બનેલ ન કરવાનું જ કરે છે, જ્યાં જરૂર ન હોય ત્યાં બુમ પાડે છે, સુવા યોગ્ય સ્થળ ન હોય ત્યાં લેટી પડે છે. અક્ષને બતાવેલા માર્ગ તેને સુઝતું નથી અને નીશાનું ક્ષણિક સુખ જતું રહેતાં ખીસું ખાલી થશે, બાળબચ્ચાં રખડી જશે અને ટાંટીઓ ઢીલા થઈ જશે તેનો વિચાર પણ તે કરતું નથી. આ બધું આપણે દારૂડિયા કે અફીણીની દુનિયામાં જોઈએ છીએ. આપણા સાંસારિક વ્યવહારના પ્રસંગમાં પણ આપણે શું નિહાળીએ છીએ? દાખલા તરીકે લગ્ન વખતે જે જે કાર્યો થાય છે તે કાર્યોના નિમિત બનેલા વર કન્યાના જીવનમાં વિલાસ, વિકાર અને વિષયવાસનાના પઘણુ વિનાનું કયું વનપ્રેરક, ઉલ્લાસપ્રેરક, તત્ત્વ ઉમેરાય છે? ધાર્મિક ઉત્સવ અંગેના કાર્યોથી પણ ધર્મ તત્ત્વ પિસવાને બદલે કેઈ વિષયી તત્વ જ પેસી જાય છે. જે કાર્ય કરવા યોગ્ય છે તે કરતા નથી અને ન કરવાનું કરીએ છીએ અને બીજાને કરવા નેતરીએ છીએ. ત્યારે કહો આમાં અને દારૂડિયામાં શું ફેર ? આ બધા ઉન્માદ દશાનો જ પ્રગટ ચિન્હ છે ? લગ્ન પ્રસંગ-બે વ્યકિતના પવિત્ર સાંસારિક જોડાણ વખતે બન્નેના જીવનમાં અજબ ઉલ્લાસ પ્રગટે અને પવિત્ર પ્રસંગનું ગાંભીર્ય બરાબર ખ્યાલ ઉપર રહે તેવું શાન્ત વાતા વરણ જામે તે માટે, ઉદ્વેગ ઉપજાવનાર ઉન્માદ દશા આસપાસનામાં પણ ન જ હોવી જોઈએ. પરણનાર દંપતી પિતાની જવાબદારી સમજી વડિલે અને ઉલ્લાસ પ્રેરનાર મિત્રોની હાજરીમાં સરળ રીતે, સૌમ્ય રીતે જે પ્રસંગ ઉકેલે તે અત્યારે નજરે પડતી દુઃખદ દશા, કુટુંબના માણસની હાડમારી, તંગી અને ધમાલમાં બાળકોની રખાતી બેદરકારી અટકી જાય. મૂળેય તે લગ્નની યેજનામાં ઉન્માદ દશા જ છે. બ્યકિતને વિસરી કુળમર્યાદા, મેટાઈ, કુલીનપણું અને દાયજો કે પૂરત
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy