________________
૧૦૮
પ્રયુદ્ધ જૈન
કહ્યા છે તેજ પ્રમાણે ભૌગોલિક સ્થિતિ પરત્વે આ ત્રણ પરજની જીવનવ્યવસ્થા આપણે વિચારવાની રહે છે.
પહાડી અથવા રાનીપરજ, ખેતીપરજ અને દરિયાપરજ એ તે ત્રણ પરજ છે. અહીં મુંબઇના આસપાસના જ વિચાર કરીએ તે લાણાવળા ખંડાળાથી માંડીને સહ્યાદ્રિની તળેટીમાં આવેલ પાલી સુધી જે પહાડી લેાકેા વસે છે. તે રાનીપરજ કહેવાય. એજ લોકેા શિવાજીના માળે લાક તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, પાલીથી થાણા સુધી ખેતી ઉપર ગુજરાન ચલાવનાર અથવા બાગબગીચા બનાવીને થોડી કમાણી કરનાર લોકો તે ખેતીપરજ છે; અને થાણાની આ બાજુ દરિયાને કિનારે જે કાળી કે વારલી લોકેા ફેલાયા છે અને પોતાની હેાડીમાં દિરયા ખેડી પેાતાનુ ગુજરાન ચલાવે છે તે દરિયાપરજ છે.
આપણે સુધરેલા સામાન્ય લોકો ખેતીપરજમાં જ ખપી જઇએ છીએ. ગુજરાતના બ્રાહ્મણ, વાણિયા, પટેલ, ગરાસીયા બધા જ ખેતીપરજ છે. બારૈયા અને પઢિયાર લોકોને ખેતીપરજ કહેવા કે રાનીપરજ એ એક સવાલજ છે. ડાંગના ડુંગરામાં રહેનારા ભીલ, કાતુડી, કોંકણી, કાલચા વગેરે લોકેા રાનીપરજના છે. આ રાનીપરજના લોકો સ્વભાવે સ્વતંત્ર મિાજના હોય છે. મોટે ભાગે શિકાર કરીને પોતાની આજીવિકા ચલાવે છે. જેએ ડુંગરા ડી નીચે મેદાનમાં આવ્યા છે તેમના સ્વભાવમાં તેણે ફેર પડયા છે. પણ જે લોકો ખરેખરા પહાડમાં રહે છે તે બધા બડ઼ાદુર, સ્વાતંત્ર્યપ્રેમી, સ્વાવલી અને વહેમી હોય છે. અજાણ્યા લોકો પ્રત્યે તે હમેશા સાશંક રહે છે. કુદરત સાથે લડી લડીને માંડ આજીવિકા મળતી હોવાથી સંસ્કૃતિના નાજુક અંગે ખિલવવાના એમને સમય નથી મળતા. શિકાર પાછળ દોડતા છતાં એ લાકો પોતાનું જંગલ છેાડી ખીજા જંગલમાં જતાં ખીએ છે. પહાડી લોકેાના આ સ્વભાવ મેં કાશ્મીર તરફ પણ જોયા છે અને અસમ પ્રાન્તમાં પણ જોયા છે. વરસાદ, તેાાન, રેલ, જંગલી પશુઓ અને જંગલી પડેાસિ બધા સાથે લડીને જ જીવવાનું હેાવાથી અથવા એમના હુમલા સામે ટકવાનુ હોવાથી પહાડી માણસ હંમેશ ચપળ, સાવધાન અને અવિશ્વાસી હોય છે.
કુદરતે યોજેલા ખીન્ને વર્ગ તે ખેતીપરજના છે. રાનીપરજને સાથી કુતરા અને આજ પક્ષી હાય તે ખેતીપરજના સાથી ગાય, બળદ અને ભેંસપાડા હોય છે. ગાય, બાદ જેવા દૂધાળા જાનવરેશને સાથ મળવાથી ખેતીપરજ લોકો ખારાકમાં બહુ જલદી અહિંસક થઇ શકયા. બળદની મહેનતને લીધે અનાજ ખૂબ મળવા લાગ્યુ. અને ગાયને ખેતીમાંથી ચૂણુ કપા સિયા વગેરે ખારાક મળવાથી તે વધારે દૂધ દેવા લાગી અને રૂઇ, કપાસના તેમજ ઊનના કપડાં પુરતા પ્રમાણમાં મળવા લાગ્યાં. એટલે શરીરની ઉષ્ણતા ટકાવવા માટે વધારે પડતા ખારાક ખાવેા પડતા હતા તે હાજત એછી થઇ. પરિણામે માણસ માંસાહાર છેાડી શકયા. ગાય તથા બળદે માણસને પોતાનું સર્વસ્વ અર્પણ કરી એને માંસાહાર વિના જીવવાની સગવડ કરી આપી એટલા ખાતર પણ કૃતજ્ઞ થઇને આપણે ગાય બળદનું રક્ષણ કરવુ જોઇએ.
આર્ય સંસ્કૃતિ હળ ચલાવીને કરેલી ખેતી ઉપર આધાર રાખે છે. અરણ્યવી માણસ જંગલના ઝાડાને અને વનદેવને પૂજે છે જ્યારે ખેતીછવી માણસ જમીનને અને પેાતાના એજારાને પૂજે છે. અરણ્યવી પોતાની જાતની સ્વતંત્રતા ચાહે છે. સ્થાનત્યાગ કરતાં એને સકેચ નથી; જ્યારે ખેતીવી
તા. ૧૫-૧૦-૪ 。
માણસ પેાતાની જમીન માટે પોતાના પ્રાણ પાથરશે. જમીન સાચવવા એ પોતાની ન્યાતને પણ જતી કરશે. એ ક્ષેત્રીય હાય છે અને તેને ક્ષત્રીય પણ થવું પડે છે. જ્યાં ખારાક મળે ત્યાં જવાને બદલે જ્યાં પોતે વસ્યા છે ત્યાં જમીન ખેડીને ખાતર પાણીની જોગવાઇ કરીને એ અન્નસમૃધ્ધિ વધારે છે અને તેથીજ મેટાં મોટાં શહેરો એ સ્થાપી શકયા છૅ વ્યવસ્થાશક્તિ વધવાથી એ સામ્રાજ્ય પશુ સ્થાપી શકો છે.
અરણ્યની મચ્છુત લડતી વખતે અચૂક ટેકરી ઉપર જને પહોંચવાને. જેટલા ઉંચે જાય તેટલો એ સલામત અને ઉપરથી નીચેના લાકે ઉપર રેલની પેઠે ધસી જવાની ભારે સગવડ પણ હાય છે અને મજા પણ હેાય છે.
માણસ કૃષીજીવી લ્યે છે એટલે એને ઉંચાઈ કયાંથી મળવાની ? એણે ખાદ ખાદારે ઉંચા કિલ્લા બાંધ્યા. જ્યાં ગાય અને ઘેટાં પુરવાના હેાય ત્યાં બરણે ગે-પુરો બાંધ્યા અને લડાઇ વખતે નાનાં નાનાં ગાપુરા ઢોડાઇ શકાય એ હેતુથી ઉંચા ઉંચા રથ તૈયાર કર્યાં. જમીનપરથી તીરફેંકવા એના કરતાં રથને ટચે ચઢીને ત્યાંથી તીર ફેંકવામાં ધણી ગવડ હતી. તીર દૂર સુધી પહેાંચતા અને સામાના તીરથી અચીજતા.
એક રીતે જોતાં અરણ્યવી એ કૃષીવી લેાકેા એકમેકના પૂરક હેાય છે. પહાડી લોકો રાનો ભાર પેાતાને માથે લે અને કૃષક લોક પોષણના ભાર ઉપડે તે બન્નેની શકિત અને જીવનસિદ્ધિ અનેકગણી વધવાની. જા વખતમાં મેટાં મોટાં શહેરા પહાડીઓના આશ્રયે જ ટકી શક્તા હતા.
મગધ સામ્રાજ્યની રાજધાની રાજગૃહ એ મરાઠાઓની રાજધાની સનારા કે પૂના આ વાતનાં ઉત્તમ ઉદાહરણા છે. ચારે કાર્ પહાડ અને વચમાં ખુલ્લી પહેાળી જગ્યા માં મળે ત્યાં જ નગરે સ્થપાય એમાં આશ્ચર્ય શું! હું તેા ની શબ્દને અર્થજ નરપિતા એટલે કે પહાડીઓથી રક્ષણ મેળવતી વસ્તી એવા કરૂં છું.
આપણા ઇતિહાસમાં આપણે અરણ્યજીવી અને કૃષીજીવી લોકાનાં પરાક્રમા જ મોટે ભાગે વર્ણવ્યા છે. કુદરતનો ત્રીજો વર્ણ જે દરિયાપરજ, તેને તે આપણે વિસારી મુકયા છે. જ્યાં સુધી હું જોઇ શકું છું ત્યાં સુધી આપણા દેશને હવે પછીના જમાનો આ દરિયાપરજતા હશે એટલે એ દરિયાનું આમંત્રણ આપ સહુને આપવા આવ્યો છું.
(અપૂર્ણ)
કાકા કાલેલકર
શભૂમેળા.
મુંબથી દેહરી સુધી દર વખતે હું એકલી જ જઉં છું. હંમેશા સ્ત્રીઓના ડબ્બામાં કલકત્તા સુધીનું કોનું કે સંગાથી મળી જાય છે. પણ આ વખતે તે ગાડીને ઉપડવાની તૈયારી થઇ ત્યાં સુધી કોઇ આઇસાહેબે આ તરક પગલાં માંડયાં નહિ. છેવટે સગાંવ્હાલાની ચિંતા વધી. બધાંને થયું કે એ, એ રાત સુધી આમાં એકલી, એને કઇં થાય તે ખબર પણ કાને પડે? પણ મ્હારૂં નસીબ તેજ હતું. સીટી વાગી ત્યાં જ એક ડોશીમા આવી પહોંચ્યાં. બાએ પૂછ્યું. “ કયાં જાવ છે. ડોશીમા ?” ડોશીમા ખેલ્યા, ‘ મોગલસરાઇ. ' બધાએ હાશના છૂટકારા ખેંચ્યા અને તરત જ ડોશીમાની પથારી હારી પાસે જ બાએ આગ્રહપૂર્વક કરાવી.