SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭–૪૦ માણુસના મનને પ્રષુલ્લ બનાવી શકે તેમ છે જ નહિ. રાષ્ટ્રીય મહાસભા અને ગાંધીજી પ્રબુધ્ધ જૈન રામગઢની રાષ્ટ્રીય મહાસભાએ આવા કટાકટીના સમયમાં રાષ્ટ્રીય મહાસભાને યોગ્ય માર્ગે દોરવાની જવાબદારી મહામા ગાંધીજી ઉપર નાંખી હતી. થેોડાક સમય પહેલાં વર્ષો ખાતે મળેલી કાર્યવાહક સમિતિએ ગાંધીજીને આ જવાબદારીથી મુક્ત કર્યાં છે. આ ઉપરથી લોકોમાં અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. કેટલાક કહે છે કે આ ઠરાવથી ગાંધીજીએ કૉંગ્રેસ સાથેને સર્વ સંબંધ તોડી નાંખ્યો છે; બીજા કહે છે કે રાષ્ટ્રીય મહાસભાએ અહિંસાની સ્વીકૃત નીતિને હવે ફેંકી દીધી છે. આ બન્ને માન્યતા વધારે પડતી અને તેથી જ ખાટે માર્ગે લઈ જનારી છે. ગાંધીજીના કોંગ્રેસ સાથેના સબંધ એમ તેડયા તુટે એવો નથી અને કોંગ્રેસ એમ અહિંસાની નીતિને હંમેશના માટે તિલાંજલિ આપતી જ નથી. આ તો આપણા દેશ માટે જે અસાધારણ સંચાગ ઉભો થઇ રહ્યા દેખાય છે તેમાં કૉંગ્રેસે શું કરવું અને કેમ વર્તવુ એ પ્રશ્ન ઉપર સાધારણ અહિંસાવાદી અને સંપૂર્ણ અહિંસાવાદી વચ્ચે ઉભા થયેલા મતભેદની આ રાવથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આપણે અહિંસાની મેટી મોટી વાત કરતા હાઇએ છીએ, પણ આપણા જીવનમાં એ અહિંસા ખરેખર કેટલી ઉતરી છે અને કયા સંયોગામાં આપણે અહિંસાને વળગી રહીએ છીએ અને કયા સંયોગામાં અજાણપણે પણ આપણે તે અહિંસાને છોડીને ચાલીએ છીએ તેનું આપણને સ્પષ્ટ ભાન હેતુ નથી. અહિંસાના સ્વીકારને અંગે આપણે કાઇ ઉપર આક્રમણ ન કરીએ કે અળજોરી ન વાપરીએ એ બરાબર છે. પણ ધારા કે કા મે લુચ્ચા લફંગા આપણા ઘર ઉપર ચઢી આવ્યા તે તેવા વખતે આપણે કેમ વર્તીશું ? આપણે સ્વાભાવિકપણે એમ કહી દેવાના કે એવા પ્રસંગે તો એ લુચ્ચા લગાને મારી હઠાવીને કાઢી જ મુકવાના. આ પ્રસંગે કોઇ શુધ્ધ અહિંસાવાદી એમ કહે કે આવા વર્તનને અહિંસાના સિદ્ધાન્ત સાથે મેળ નથી મળતા. તે આપણે તેને એમ જ જવાબ આપીશું કે એ મેળ ન મળતા હોય તે! ભલે અમે એટલા ઓછા અહિંસાવાદી ગણાઇએ, પણ એન કાં એવા લુચ્ચાલક ગાને ઘરમાં દાખલ થવા ન દેવાય. આજ મતભેદ કૉંગ્રેસની કાર્યવાહીના સૂત્રધારા અને ગાંધીજી વચ્ચે પડયા છે અને તે બાબતની જ ઉપરના ઠરાવથી ચેખવટ કરવામાં આવી છે. કૉંગ્રેસે જુદા જુદા પ્રાન્તાનેા વહીવટ કર્યો તે દરમિયાન તાન અને કોમી હુલ્લડો દબાવવા માટે કોંગ્રેસ સરકારને બળ અને હિંસાને આશ્રય લેવા પડયા હતા. આવા બળ અને હિંસાના ઉપયોગ સામે ગાંધીજી અવારનવાર લખ્યા કરતા હતા અને આપણી કહેવાતી અહિંસા કેટલી પેાલી છે તે તરફ પ્રજાનું ધ્યાન ખેંચ્યા કરતા હતા. પણ એમ છતાં ગાંધીજી કૉંગ્રેસને નીભાવતા હતા અને જરૂરી દોરવણી આપ્યા કરતા હતા. અત્યારે તે પ્રશ્ન ઉભો થયો છે કોઈ પણ પ્રકારના હલ્લા, હુલ્લડ કે તેાફાનના પ્રસંગે પ્રજાને જરૂરી રક્ષણ આપવાના. આ રક્ષણ શસ્ત્રસજ્જતા માંગે છે અને જરૂર પડે ત્યારે પશુબળ’ ના ઉપયોગનો અપેક્ષા રાખે છે. આ પ્રસંગે પ્રજાગાની પ્રતિનિધિ હોવાના દાવા “કરતી રાષ્ટ્રીય મહાસભાએ શું કરવું ? આવતા હલ્લા કે તફાનને રીતસર સામના કરવાની તૈયારીઓ કરી પ્રજાને બને તેટલુ રક્ષણ આવું કે શુદ્ધ અહિંસાના પરિધમાં જે સમાઇ શકે તેટલા અને તે રીતનેા સામના કરી ખાકી અને તે જોયા કરવું અને થાય તે થવા દેવું? પહેલા માર્ગ અહિંસાને એકાન્તપણે અને નિરપવાદ ૫૧ રીતે નહિ સ્વીકારનાર કાર્યવાહક સમિતિના સભ્યોના હતા. બીજો માર્ગ ગાંધીજીના હતા. આ પ્રશ્ન ગાંધી અને કાર્યવાહક સમિતિ વચ્ચે લાંખા વખતથી ચર્ચાયા કરતા હતા; પણ છેવટનીચેાખવટ થતી નહેાતી. આજની અસાધારણ પરિસ્થિતિએ બન્ને પક્ષને ચેાખવટ કરવાની ફરજ પાડી. ગાંધીજીની આજ સુધી જે રીતે રાષ્ટ્રીય મહાસભાને દારવણી ભળતી હતી તે રીતે દેરવણી નહિ મળે એટલી મહાસભાની તેમજ આખા દેશની કમનસીબી ગણાય. એમ છતાં પણ આ પ્રશ્ન સંબંધેની ચોખવટ તે આવકારદાયક જ ગણાવી જોઇએ. સન્તના પગલે આપણે ચાલી શકતા ન હેાઇએ તે તે પાછળ ખાલી ઘસડાવાને કાંઇ અર્થ જ નથી. આપણે માર્ગ આપણે જ શોધી લેવો રહ્યો. આમ છતાં પણ ગાંધીજી હું હંમેશા આપણી સાથે જ છે અને પેાતાના સિધ્ધાન્તને આધ ન આવે એમ આપણને દોરવાના પણ છે જ એ આપણુ મોટામાં મોટુ આશ્વાસન અને અવલખન છે. ગાંધીજી જુદા પડે છે એમ છતાં આપણી પડખે જ છે એ આપણે કિંદ ન ભુલીએ આ રીતેવિચારીએ,તે એમ પણ કહી શકાય કે ગાંધીજી અને આપણી વચ્ચેની મીલનભૂમિકા આ ઠરાવથી વધારે ચોખ્ખી અને સ્પષ્ટ થઈ છે અને એ રીતે બન્ને વચ્ચેનું અત્તર વધવાને બદલે ઘટયુ છે, કાઇને કશું જ મનમાં રાખીને વર્તવાનું કારણુ હવે રહેતુ નથી અને પરસ્પર ગેરસમજુતી ઉભી થવાના ભય સદાને માટે દૂર થયો છે. ગાંધીજી દુનિયાના મહાન જ્યંતિર્ધર છે. તેમની પાસેથી પ્રકાશ મેળવીએ અને આપણી ચાલે ચાલીએ. સન્તપુરૂષ અને સાધારણ માનવી વચ્ચે આવેા જ વ્યવહાર ઘટે છે. છેલ્લાં છેલ્લાં પ્રગટ થયેલા ગાંધીજીને ‘મુદ્દાના પ્રશ્નો’ ઉપરના લેખ અને રાષ્ટ્રીય મહાસભાની કારાબારી સમિતિનો ‘સહકાર જોઇતા હેાય તે સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે' એવી માંગણી રજુ કરતા રાવ ગાંધીજીની દારવણી અને આપણી મર્યાદાના પુરેપુરા નિદર્શક છે. ગાંધીજી દુર રહીને પણ આપણને દેારવાના જ છે. એમાં શકા છે જ નહિ. પ્રેમાનંદ. પામરતાનું મૂળ સર્વસાધારણ સાત ભૂલા માનવીને માનવદેહ મળ્યો છે મહાન બનવા માટે- પશુમાંથી દેવ બનવા માટે પણ સાધારણ રીતે માનવી મહાન બનતા નથી અને આવ્યા તે- પામરને પામર રહી- મળેલું આયુષ્ય પુરૂં કરી વિદાય થાય છે. એક અનુભવી સન્નારીએ રજુ કરેલી સાત ભૂલો અથવા તે સાત પ્રકારની ભ્રમણામાંથી મુકત અની માનવી પોતાનું વન ઘડે તે તે કેટલો મહાન અને અને તેની સાથે જગત પણ કેટલું આગળ વધે? ૧. બીજા લોકોને ધ્રુદીને જ આગળ વધી શકાય છે એવી ભ્રમણા. ૨. જેમાં ફેરફાર થઇ શકે તેમ ન હાય કે સુધારા થ શકે તેમ ન હેાય એવી બાબતમાં ચિન્તા કરવાની ટેવ. ૩. અમુક બાબત આપણે કરી શકતા નથી તેથી તે આબતને અશકય માની લેવાને તેમ જ મનાવવાના આગ્રહ. ૪. મહત્વની બાબતે સિદ્ધ કરવા ખાતર નાની નાની આખતા જતી કરતા શિખવાની ના. 4. વાંચન અને અભ્યાસ વડે મન અને બુદ્ધિને સંસ્કારવાની તેમ જ વિકસાવવાની બાબતમાં ચાલુ મેદરકારી. ૬. આપણે જે રીતે માનતા હોઈએ અને જે રીતે રહેતા હોઇએ તે રીતે અન્ય લોકોને માનવા માટે અને રહેવા માટે ફરજ પાડવાના પ્રયત્ન. ૭. કરકસરની ટેવને અભાવ. પાન દ !$ !19 s ST
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy