________________
!
४
सच्चरस आणा उच्चठ्ठिओ मेहावी मारं तरई । સત્યની આણમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
સપ્ટેમ્બર, ૩૦
પ્રબુદ્ધ જૈન
આચાર
૧૯૩૯
પુનઃવધાન
[ નીચેના લેખ શ્રી. ઇન્દુમતિબહેનના મારી ઉંપરના એક પત્રમાંનું અવતરણ છે. તેમાં રહેલા ઉપયેગી અને દિશાસચક વિચાર જાણવાથી અને જે લાભ મળ્યો તેના પ્રબુધ્ધ જૈન'ના વાંચીને ભાગીદાર બનાવવાની ઇચ્છાથી તેમના પત્રના એ વિભાગ પ્રગટ કરવાની મેં તેમની પાસે રજા માગી. તેમણે મને બહુ સંકોચપૂર્વ કે પરવાનગી આપી. આ માટે તેમને ઉપકાર માનતા પત્રનુ પ્રકાશન તેમનાં સાચ છેડાવે અને તેમના સચમપ્રધાન વિચાર અને વાણીને સમાજને તે વિશેષ અને વિશેષ લાભ આપતાં થાય એમ હું ઇજ્જુ છું અને તેમની પાસે માગુ છું. પરમાનંદ] ધર્મના કે સમાજના ગમે તે આચારા માટે વિચાર કરતાં મને લાગે છે કે મનુષ્યસ્વભાવ તરીકે કાર્ય પણ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા આચાર તે જોઇશે જ. આચારથી એક જાતની માનસિક સ્થિરતા થાય છૅ. મેમાનની અમુક સન્માનવિધિ નક્કી થયેલી હોય છે તેથી દર વખત આપણે આપણી હિંથી અને લાગણીથી તેલ માપ નથી કરવું પડતું અને એ રીતે ણી શક્તિને સંગ્રહ થાય છે, પણ એ આચાર સાથે પાપપુણ્યની અને એના ભયની જે કલ્પના છે તે મને ખરેખરી ભયંકર લાગે છે. એ જો કાઢી નાખી શકીએ તે આચાર તે હુ ગૌણ વસ્તુ છે. આપણે જૂના આચાર કાઢી નાખીએ કે ન કાઢીએ પણ એ ન થતા આજે આપણે જોઇએ છીએ. મને ાસ જરૂરી અત્યારે જૂના આચાર કાઢવાનું કામ નથી લાગતું, પણ નવા આગ્યાર સ્થાપિત કરવાનુ લાગે છે. જૂના આચાર કાઢવાની વાતને યુવા વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક ટકા આપે છે, કારણ કે એ સહેલુ છે. નવા આચાર કયા જોઇએ, કેમ જોઇએ એ આજે આપણે વિચારવાનું છે. એક મેં ક્યાંક વાંચેલું કે મહારના બંધન જાય એ સ્વતંત્રતા નથી, પણ મનની અંદરથી નિયમન ઊભું થાય એ ખરું સ્વાત ંત્ર્ય છે અને એ જ્યાં સુધી વ્યક્તિગત ઊભું ન થાય ત્યાં સુધી સમાજના વિચારકોએ દેશકાળ પ્રમાણે એ ઘડવા ોએ અને એ સ્વીકારાવવા આગ્રહ કરવા જોઇએ. તેથી આજે જ્યારે હું રાત્રિભોજનને કે પ્રતિક્રમણના કે કરજિયાત પૂજાને વિરેશ્વ સાંભળું છું ત્યારે મને એમ થાય છે કે એ ધુ એ સમયના લેકે કાંઈક શ્રમ અને વિચારથી ઘટી ગયા હતા અને એમણે એ ઘડવામાં શક્તિ ખી હતી.
જે દેશકાળના ઘસારાથી એ તૂટવા માંડયા છે અને એ ચેાગ્ય જ છે. પણ આપણે પણ શું આપણી શક્તિ એ જતી વસ્તુને વિદાય દેવામાં ખચીને સતેષ માનીશુ? એમાં શક્તિના ખર્ચા ઓછા છે. અને દેખાવ વધારે છે, જે જૂના લકાએ
તા. ૩૦-૯-૩૯
આ વિધિનિષેધ રચેલા તે લોકસંગ્રહને અર્થે અને તે વખતના પુનઃવિધાન માટે ધડેલા, એટલે એમના સાચા વારસ થવા આપણે એ નષ્ટ થતી વસ્તુઓની જગા પૂરું અને વ્યકિત અને સમાજ બન્નેનું હિત જાળવે એવા આચારા સમજપૂર્વક ઊભા ક વાોઇએ. આ નવાઆયારે કેવા જોઇએ તે તા મને લાગે છે ત્યાં સુધી પૂ. ગાંધીજીએ બતાવ્યુ છે. અને એ નહિ તે બીજા પણ આચાર આપણા સુધારકોએ નેતાઓએ ઘડવા ઘટે. અને એ વિચારે યુવક અને વિદ્યાર્થીવર્ગ સૌથી પહેલાં અપનાવે તે માટે કામ કરવાની જરૂર રહેશે. એ આચારામાં કાંઇક શ્રમ પડે એવું અવશ્ય જોઇશે. અને એવી વાત વિદ્યર્થીને કે યુવકને માન્ય કરાવવા માટે તેમના ખૂબ સોંસર્ગમાં આવવું પડશે, તેમને સમજાવવા પડશે, એ વસ્તુ સાચી છે એમ એમને પ્રતીતિ કરાવવી પડશે. નહિ તે એ તે જૂના આચાર જેવું ને જેવુ જ થાય. કાંતા યુવક એનેજ સ્વીકારે નહિ અથવા બળજબરીથી તેને માથે ઠોકી બેસાડવા પડે. પણ એ સ્વેચ્છાથી સમજપૂર્વક કાંઈક સ્વીકારે એ એક કામ યુવક અને વિદ્યાર્થીવર્ગના આગેવાનનુ રહે અને એ પહેલાં કયા નિયમો - આચાર કર્યા હોય તે બધી જાતની જરૂરિયાતને પહોંચી વળે એ પણ આગેવાનાએ જ વિચારપૂર્વક નક્કી કરવાનું રહે.
ઇન્દુમતી ચી, રોડ
સામયિક
સ્ફુરણ
યુરોપીય વવાનળ
યુરોપીય વિગ્રહ શરૂ થયાને આજે લગભગ એક માસ થવા આબ્યો. આજથી એક માસ પહેલાં લડાઇ થશે કે નહિ. તે વિષે દુનિયાભરના માનવીએ તરેહ તરેહના તર્કવિતર્કો કરી રહ્યા હતા. આજે તે નરઅલિ શરૂ થઈ ગયા છે અને હજારા માનવીઓની આકૃતિ અપાઈ રહી છે. પ્રારંભમાં એક બાજુ જર્મની હતું અને ખીજી ખાજુ ગ્લાંડ અને ફ્રાંન્સ હતાં. પાલડ પણ જર્મની સામે જ હતુ પણ તેનુ વિશેષ મહત્ત્વ હતું જ નહિ. કારણ કે હર હિટલરના કહેવા મુજબ તેને તે એક યા બીજા પક્ષે નાશ જ થવાનો છે. અને ખરેખર આજે એ જ પરિણામ આવ્યું છે. જર્મનીએ પેાલાંડ ઉપર ભાણું આક્રમણુ. શરૂ કર્યું અને કેટલાક ભાગ હસ્તગત કર્યાં એવામાં પૂર્વ બાજુએથી રશીઆએ પોલેન્ડ ઉપર હલ્લા કર્યો. પરિણામે આજે પેલાંડ એ વચ્ચે વચ્ચે વહેંચાઈ રહ્યું છે અને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે હાલ તુરત માટે તે પોલાંડનો નાશ થયા છે.
આજની દુનિયામાં કદી ન કલ્પવામાં આવે એવી બિના બની રહી છે અને તેથી આજે યુધ્ધના ભાવી કે આયુષ્ય વિષે કશી અટકળ આંધી શકાતી નથી. જર્મની અને રશીઆને આપે મધ્યા વરએ તે કદી જોડાઈ શકે જ નહિ–આ માન્યતા ઉપર ઈગ્લાંડ અને ફ્રાન્સ નિર્ભર સૂતાં હતા. એવામાં જર્મની અને રીઆએ અનાક્રમણ સધિ કરીને સુતેલા જગતને–સૂતેલા ફ્રાંન્સ અને ઈંગ્લાંડને સખત આંચકા આપ્યા અને ભયંકર ભાવીની આગાહી આપી. ત્યારબાદ એવી માન્યતા પણ અહુ જનસ્વીકૃત હતી કે રશીઆએ જર્મની સાથે ભલે પરસ્પર સંધી કરી, પણ રશીઆને પારકા દેશની જમીનની એક તસુ