________________
તા:-૧૫૯-૬૯
હતો. પણ આજે ફાટી નીકળેલ વિગ્રહ સૂચવે છે કે જનતાને હુજી હિંસા અને પશબળની નિરર્થકતાનું પૂરું ભાન થયું નથી. વૈજ્ઞાનિક શોધોએ દેશ દેશના અન્તર તોડી નાખ્યા છે અને પૃથ્વીને નાની બનાવી દીધી છે. એમ છતાં પણ ભિન્ન ભિન્ન પ્રજાઓ રાષ્ટ્રમાનસ અને રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાથી હજુ પર થઈ શકી નથી. વિજ્ઞાન વધ્યું, માનવીની અને પ્રજાની શક્તિ વધી; પણ માનસ સાંકડું રહ્યું; એકને ધક્કો મારીને બીજાએ માર્ગ કરવાની વૃત્તિ એટલી જ બળવાન રહી. સમાજની દુનિયા હવે આગળના સાંકડાપણુ ઉપર અને મતભેદ પડે કે પશુબળ અને હિંસાથી જ ધાર્યું સિદ્ધ કરી લેવાની વૃત્તિ ઉપર નહિ ચાલે એટલું ભાન સચેટપણે માનવમાનસમાં સુદઢ થવાની જરૂર છે. જનતાના માનસમાં સદીઓથી રૂઢ થયેલી હિંસાપરાયણ વિકૃત્તિને દૂર કરવા માટે કઈ ભીષણ વિરેચનની જરૂર છે. આપણે આશા રાખીએ કે આજે ચાલી રહેલી ખૂનખાર જાદવાસ્થળી ભીષણ વિરેચનની ગરજ સારે અને જનતા હિંસા અને પશુબળને આશ્રય લેવાની વૃત્તિને હંમેશને માટે તિલાંજલિ આપે. આમ બનશે ત્યારે જ જગતમાં સાચી શાન્તિ અને શાશ્વત સુખની પ્રતિષ્ઠા થવાની છે. . ઓસરતી જતી ઉદારતા, વધતી જતી અસહિષ્ણુતા '
આજે આપણા જાહેરજીવનમાં જે અનુદારતાનું અને અસહિષ્ણુતાનું તત્ત્વ વધતું ચાલ્યું છે તે ગંભીર વિચાર અને ચિન્તા કરાવે તેવું છે. આજે સભાઓમાં સામસામા ગાળાગાળી ઉપર આવ્યાના, મારામારી થયાના, ખુરશીઓ ઉડયાના અને છેવટે પોલીસે આવીને સભાને કબજે લીધાના સમાચારો જ્યાં ત્યાંથી સાંભળવામાં આવે છે. એક બાજુ આપણે લેકશાસન અને બહુમતી પ્રમાણે કામ થવું જોઈએ એમ વાત કરીએ છીએ અને બીજી બાજુએ આપણે વાતવાતમાં મારામારી ઉપર આવતાં વાર લગાડતા નથી. મારું ધાર્યું થવું જ જોઈએ એ મમતથી જ્યારે ધાર્યું થઈ શકે તેમ નથી એમ લાગે છે ત્યારે સભાઓ અને સંસ્થાઓ તેડવાને-ભાંગીને ભૂકો કરવાને, આપણે તૈયાર થઈએ છીએ. અને પરિણામોને લાંબો વિચાર કરવાને ઘડિભર પણ આપણે થોભવા માગતા જ નથી. આજથી વીશપચ્ચીસ વર્ષ આગળના જીવનમાં આવું કશું જ બનતું સાંભળવામાં નહોતું આવતું. સભામાં બહુ બહુ તે શાબ્દિક
વતું. સભામાં બહુ બહુ તે શાબ્દિક યુધ્ધો ચાલતાં, પણ આખરે બધું શાન્તિસમાધાનીથી પતી જતું અને જેનું મતપ્રભુત્વ તેનું બલ્યુ-કર્યું.સૌ કોઈ સ્વીકારી લેતા. આજે ચૂંટણીઓ તે સૌથી વધારે મારામારીના કેંદ્રો બની ગઈ છે અને પોલીસને છેવટે લાઠીચાર્જ કરી ઝગડતા લોકોને અટકાવવાની ફરજ પડે ત્યાંસુધી વાત પહોંચી જાય છે. પંડિત જવાહરલાલ ચીન જવા ઉપડયા તે પહેલાં તેમણે આ બાબત ઉપર–ખાસ કરીને કોંગ્રેસના કાર્યવાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. 1 જાહેરજીવનમાં વધતી જતી દમદાટી અને ગુંડાગીરી અટકવી જ જોઈએ; નહિ તે જાહેરજીવનને જ અન્ત આવી જશે અને બળજરી અને મુક્કાબાજીનું જ રાજ્ય ફેલાશે. પ્રજામાનસમાં આવી અસહિષ્ણુતા ઉભવવાનું કારણ શું? શું લેકમાં કેવળ ગાંડપણું જ આવ્યું છે કે આ વસ્તુસ્થિતિનો બીજો કોઈ અર્થ છે ખરો? આગળની અને આજની સ્થિતિમાં મહત્ત્વને ફરક છે. આગળ આપણે બધાં ક્રાન્તિની વાતો જ કરતા હતા અને તેનું કદી કશું મૂર્ત પરિણામ આવતું જ નહિ, અને તેથી પરસ્પર વિરોધમાં ભાગ્યે જ ઉગ્રતા કે તીવ્રતા આવતી, જ્યારે આજે આપણે ક્રાંતિકારી પરિવર્તનમાં ખરેખર પ્રવેશ કર્યો છે..સત્તાધારી ૫છી તે ધાર્મિક, સામાજિક, ઔદ્યોગિક કે રાજકીય કાઈપણુ
ક્ષેત્રમાં હોય–સર્વ સત્તાધારીઓનાં આસન ડોલવા લાગ્યાં છે અને નવી ઘટના-નવી રચના આજે કેવળ સ્વપન કે કલ્પનાને વિષય રહેલ નથી, પણ સામે મૂર્ત સ્વરૂપે આવીને ઊભી રહી છે. આ પરિસ્થિતિમાં સૌ કોઈ પિત પિતાનું સ્થાન ટકાવી રાખવા અને અન્યને જરાપણુ અવકાશ નહિ આપવા બનતા પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે. બીજી બાજુએ અધિકાર અને સત્તાના
સ્થાન ઉપર ચીટકી બેલાઓને સ્થાનભ્રષ્ટ કરવાની અધીરાઈ ઊગતા વર્ગમાં વધતી જાય છે અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી જાય છે. આ પ્રકારની ચેતરફની ચાલુ અથડામણમાંથી ક્રાતિ અને નવસર્જન તે હજુ આવે ત્યારે ખરાં, પણ આજે તે વૈમનસ્ય અને વેરઝેર વધી રહ્યાં છે અને ગમે તેવી નાની બાબતેમાં ઝઘડી પડવાની વૃત્તિ બલવાન બની રહી છે. આમાંથી સામાજિક ગુંડાગીરી ઉભવ પામી છે અને સરળ અને સભ્ય જાહેરજીવનનો લય થતા જાય છે. આજે જે જોવામાં આવે છે તે અમુક રીતે આગામી ક્રાન્તિની આગાહી આપનાર છે તેથી આજની વસ્તુસ્થિતિથી કેઈએ નિરાશ કે હતાશ બની બેસવાની જરૂર નથી, પણ સમાજ કે રાજકારણના સુત્રો જેમના હાથમાં હોય તેમની ફરજ છે કે જાહેરજીવનમાં વધતી જતી હિંસકત્તિને બને તેટલો વિરોધ કરે. ગમે તેટલા મતભેદો વચ્ચે પણ પરસ્પરની મર્યાદા અને સભ્યતા ન તૂટે એ બાબત ઉપર તેઓએ ખૂબ ભાર મૂકે અને જ્યાં કેવળ ગુંડાગીરી દેખાય ત્યાં તેને ઉચિત ઉપાયે વડે પૂરેપૂરો સામનો કરો. આજે આટલી સંભાળ રાખવામાં નહિ આવે તે સમાજની આજ સુધીની સાધના એળે જશે અને ઘણી બાબતોમાં પાછું આપણે એકડેએકથી ઘૂંટવાનું રહેશે. દાદર જૈન મહિલા સમાજ - મુંબઈ જૈન મહિલા સમાજ જૈનેની એક પ્રતિષ્ઠાપાત્ર
સ્ત્રીસંસ્થા છે. તે સંસ્થાના પ્રમુખ સૌ. તારાબહેન માણેકલાલ પ્રેમચંદ છે, જેઓ ભારતવર્ષના સ્ત્રીસમાજમાં ઉજવલ અને અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. શ્રી. લીલાવતીબહેન દેવીદાસ તેમજ શ્રી. મેનાબહેન નરોત્તમદાસ આ સંસ્થાના મંત્રીઓ છે. આ બને બહેને સેવાપરાયણુ જીવન ગાળે છે અને મુંબઈ જૈન યુવકસંઘના સ્ત્રી વિભાગના પણ મંત્રીઓ છે. આ મહિલા સમાજનું બંધારણ બહુ વિશાળ છે અને સેવાભાવી સર્વ કઈ બહેનોને જોડાવાને અવકાશ આપે છે. આ સમાજ કેટલાક સમયથી કેટની અંદર ઉદ્યૌગના તેમજ શિક્ષણના વર્ગો ચલાવી રહેલ છે અને નાતજાતના ભેદ વિના અનેક બહેને આ વર્ગોને સારો લાભ ઉઠાવે છે. આ સમાજ તરફથી સૌ. વેણીબહેન કાપડીઆ, કે જેઓ મુંબઈ જૈન યુવકસંધની કાર્યવાહક સમિતિના એક સભ્ય છે, તેમની જવાબદારી નીચે દાદરમાં એક વર્ષથી ઉદ્યોગ અને શિક્ષણને વર્ગ ઉધાડવામાં આવેલ છે. દાદરમાં મોટે ભાગે ગરીબ બહેને રહે છે અને તેમને આ વર્ગો આસીર્વાદ સમાન થઈ પડેલ છે. દાદર વિભાગમાં કામ કરતી જૈન મહિલા સમાજનો થોડા દિવસ પહેલાં વાર્ષિક ઉત્સવ હતે. એક વર્ષમાં જે કાંઈ કામકાજ થઈ શક્યું છે તે વિચારતાં આગળ ઉપર સારી આશા બંધાય છે. આજે દાદર વિભાગના વર્ગોને સરેરાશ પચ્ચીશથી ત્રીસ બહેને લાભ લે છે. કેટલીએ બહેને જોડાય છે, થોડા વખત લાભ લે છે અને અંગત સંગાને લીધે આવતી બંધ થઈ જાય છે. હાલ આ વિભાગમાં અક્ષરજ્ઞાન, વિશિષ્ટ વાચન અને શીવણના વર્ગો ચાલે છે. આર્થિક અનુકૂળતા વધવા સાથે શિક્ષણવર્ગોને કાર્યપ્રદેશ વધારવાની ધારણુ મહિલા સમાજના કાર્યકરો સેવી રહ્યા છે.
નેતા અને
લાવવાનું ચિતને બે
વિસમાં બીટી શિવનમાં જોવામાં ગય "