________________
પ્રબુદ્ધ ન
તા. ૧૫-૯-૩૯
ધવિહીન, અને નાસ્તિક રાવવા મથીએ છીએ. આપણા ધર્મરક્ષપાળનું સમાજરક્ષપાળનું ગાજારું સિંહાસન સ્ત્રી અને શુદ્રની છાતી ઉપર રચાયેલું છે અને મધ્યમ વર્ગની આંખા શાસ્ત્રાના પાનાંથી બંધ કરવામાં આવી છે એટલે એકની અર્થહીન મહત્તા અને બીજાની પ્રાણહારક ગૂંગળામણુ દેખી શકાતી નથી. કાણ છેડશે આંખ ઉપરની એ અધીને ?–યુગ પૂછે છે.
જ્યારથી દેશમાં આજીવિકાનાં સાધનો છૂટયાં અને ઍક યા ખીજા કારણે પરદેશ સાથેના સપર્ક વધવા માંડયા ત્યારથી પરદેશગમન - અટકાયતના અંધને ઢીલાં પડવા માંડયા છે. નાશિક ગંગાજી કે પ્રયાગને પાદરે નખશીખમુંડન, ગંગાસ્નાન, ગામળમૂત્રપ્રાશન, અર્ચન અને બ્રહ્માદેવના મુખમાંથી ખરેલા થોડાક દેવભાષાના માનુ શ્રવણ પરદેશગમનના પાપમાંથી માણસને આજે છોડાવી શકે છે અને પુનઃ ધર્મ સ્થાપી શકે છે! આ શુદ્ધિક્રિયાનું ફરજિયાતપણું પણ ધીમે ધીમે અલોપ થતુ જાય છે. એકાદ બે દાયકામાં તે તે વિધિ માત્ર ભૂતકાળની વસ્તુ જ બની રહેશે. અને ત્યારે હિન્દુ ધર્મનું શું થશે?
મેટાં શહેરમાં નાની નાની કારડીઓના કપરા વસવાટને લીધે હાથ એકના પ્રાચીન ઘુમટા હવે વેત-અડધી વેંત પર આવી ગયા છે. દેશમાં ચાલેલી રાષ્ટ્રીય લડતના પ્રચ’ડ ઝંઝાવાતે કંઈકના ઘુમટા ઉડાડી દીધા છે. હજુ એકાદ પ્રચંડ મેાજુ આવે તે શહેરના મટા તે તેમાં સદ ંતર તણાઈ જશે. બાકી રહ્યા ગામડાંઓ. દુર્ભાગ્યે ત્યાં ધીમે ધીમે ખાવાનુ ખૂટતું જાય છે એટલે વહેલામા તેમને પણ અધારી કાટડીઓમાં જ આવવું પડશે કે રણવગડે પુરુષોની સાથે જ મહેનત કરવી પડશે ત્યાં મટા નથી.જ ટકવાના. ધર્મભાવ નીચે જ્યાં ઘુમટા (જીરા) પહેરાવ્યો છે. ત્યાં અનેક અમાનુલ્લા અને કમાલપાશાના પ્રયત્નથી દૂર થવાના જ છે.
આરાગ્યની દૃષ્ટિ, હવાપ્રકાશથી દૃષ્ટિ, સ્ત્રીઓના તેજોવધની ભીતિ, પ્રગતિમાન યુગના દર્શનથી વંચિત રહેતા જીવનમાં રહેતી એકાંતિક વૃત્તિ, પુષ જાતિના નામની ભીતિ અને પ્રતિદિન પેાતાની નબળાઇની વાતે હજુ સ્ત્રી કે તેના વાલીઓના દિલને સ્પર્શે પણ નહિ કરે કે તેની આંખ નહિ ઊંધાડે. પણ આવિકા માટે સ્ત્રીઓને ભાગે આવતું શ્રમજીવન, અગવડતાભર્યું સંકુચિત સ્થળાને વસવાટ અને દેશવ્યાપી આંદેલન જમાનાનું કાર્ય અલ્પકાળમાં કરશે ત્યારે ભલે રૂઢિચુસ્ત આડા સુએ!
ખળલગ્ન લગભગ પ૦ ટકા જેટલા બંધ થયા છે. જે કામ સાચી સમજે ન કર્યું તે શારદા એકટે કાયદાની તરવારે કરાવવા માંડયું છે. હજી પણ કન્યાકાળમાં લગ્ન કરી નાખવાની ભાવના અમુક વર્ષોંમાં છે, પણ અગાઉ કરતાં ઘણી ઓછી. જીવનની પામરતા, તેજોહીન દશા, સંતાનનું માયકાંગલાપણુ અને અલ્પાયુષ, વધતું બાળમરણ–પ્રમાણ અને વધી પડેલા વિધવાઓના રાફડા તરફ ભલે રીઢા સમાજ આંખ મીચામણાં કરે, પણ જ્યારે કાયદાની થપ્પડ સમાજની આ વિકૃતિને એક કાળે ભૂંસી નાખશે ત્યારે કન્યાકાળ વીત્યા પછી લગ્ન કરનાર કે કરાવનાર કાઈ પણ ન માં નહિ જ જાય એવી ખાતરી છે. પ્રજા– જીવનની આ કરુણું પામરતા નહિ તે ખીજું શું ? પ્રજાની બુદ્ધિનું આ નર્યું" દિવાળું જ સમજવું ને ?
વિધવા અને અસ્પૃસ્યા માટે પણ સમાજ સમજી જઈને સ્વેચ્છાએ કાંઈ કરે એમ લાગતું નથી. તેમની હૃદયવ્યથા સમાજહૃદયને કદાચ નહિ સ્પર્શે, કારણ કે સમાજને
તે તેના વિચાર માત્રથી પાપ લાગે છે! તેને તેા પાપમાંથી અચવુ છે!! સ ંસ્કૃતિના ઉજળા નામે સ્વહસ્તે બુધ્ધિપૂર્વક ઊભી કરેલી અને પાયેલી વિકૃતિ તજવી નથી ને? અલબત્ત જે ભ્રૂણહત્યા, છૂપા અત્યાચારા, સમાજમાં જામતું ઝેરી વિકારી વાતાવરણ, વગેરેથી સમાજ નહિં જાગે તે એક દિવસ જ્યારે સમાજ ઊંધતા હશે ત્યારે આ વિધવાએ હાથતાળી આપીને પોતાના માર્ગ કરશે અને અસ્પૃસ્યા પોતાના હિન્દુ સ્વાંગ, સંસ્કૃતિ અને દિલ તજીને જાગલા કે જાફર બનશે. ત્યારે ભલે સમાજ ચોફાળ ઓઢીને રડે ! – તે વખતે સમાજને પાપમાં નહિં જ પડવું પડે એમ ખાતરી છે. આ બધી વિકૃતિ ઉપરાંત એક બીજી વધુ વિકૃતિએ માનવસમાજને ટુકડા, ટુકડાના ટુકડા અને છેલ્લે છેલ્લે તા રજકણુ જેવા કરી નાંખ્યો છે. આ ટુકડા જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ધોળ, તડાં, ફિરકા કે કુંડાળાના નામે ઓળખાય છે. પહેલા માનવસમાજના (૧) ભૌગાલિક અને (૨) ભાષાના કારણે ટુકડા થયા જે અનિવાય હતા. માનવસગવડની ખાતર આ માનવસમાજના ભાગલા કદાચ સહી કે સમજી શકાય પણ ભૌગોલિક વ્યવહાર અને ભાષાના વિનિમય જેમ જેમ વધતે જાય તેમ તેમ આ ભેદ જવા જોઇએ: પરંતુ હજુ કંઈ ચિહ્નો દેખાતાં નથી.
આ એ કાણા ઊપરાંત માનવ માનવને જુદા પાડનારું એક ત્રીજી અતિ પ્રબળ કારણ છે અને તે ‘સાંપ્રદાયિકતા એટલે કે ધર્મ’ વારતવિક રીતે તે જુદાઓને જોડવાનુ કામ ધર્મનું છે, તાડવાનું કે ભાગલા પાડવાનુ નહિં. પણ આજે તે ધર્મના બહાને ધર્મના સંપ્રદાયાનુ પ્રાબલ્ય છે. આજે ધર્મ એ રાજ્યક્ષેત્રનું– સાધુક્ષેત્રનું એક સબળ હથિયાર બની ગયું છે. આજે ધર્મ, ધર્મ ન જાણનારાના હાથમાં છે. ધર્મ ભૂલનાર ધર્મના વડાઓ-મહ તા—પટેલા બની બેઠા છે એટલે ખીજુ શુ બંને? સંપ્રદાયેાની નાગચૂડમાંથી સમાજને છોડાવવા તે આજના યુગધર્મ છે.
ભૌગોલિક કે ભાષાના ભેદ ન હોવા છતાં પણ માત્ર ધાર્મિક માન્યતા કે જે માત્ર ક્રિયાકાંડ અને બાહ્યાચારામાં જ ભિન્ન હોય છે, તે એક જ ગામવાસી, એક જ પ્રાંતવાસી કે એક જ જ્ઞાતિજનને સસારિક સબંધોથી જોડાવા ન દે તેને વિચાર કરતાં બેહુદું લાગે છે. મુખ્ય મુખ્ય ભિન્ન ધર્માં કદાચ ન જોડાઈ શકે તે તે। સમજ્યા; પણ એક જ ધર્મના ભિન્ન ભિન્ન કાંટાવાળાએ કે પથવાળાઓ પણ ન જોડાય કે આપસમાં વ્યવહાર ન કરી શકે તે તે અવિષે ગણાય. એ બધાની સમાજિક રૂઢિયા, વ્યવહાર, આચારવિચાર, વ્યવસાય, પહેરવેશ, આહારવિહાર અને ભાષા એક સરખાં હોવા છતાં માનવીએ આપસમાં વ્યવહાર કરી શકતાં નથી એ આધુનિક યુગમાં હવે સાલવા માંડયું છે.
એક જ ધર્મ, એક જ જ્ઞાતિ, એક જ ક્ષેત્રમાંથી ઊતરી આવેલા એક જ પ્રાંતવાસી, એક જ જાતનું જીવન જીવનારા, એક જ જાતને વ્યવસાય કરનારા માણસા પોતાની આસપાસ ધોળની વાડ રચી, બીજી બાજુના માણસાના સંસર્ગ–સંબધ તેાડી નાખી વ્યવહારમાં સકીર્ણતા જન્માવી પેાતાનુ કેટલું અહિત કરી રહેલ છે, એ વાતને જ્યારે વિચાર કરીએ છીએ અને તેના કાર્યકારણમાં ઊંડા ઊતરીએ છીએ, ત્યારે નવાઇ પામી આપણી મનેદશા માટે નિશ્વાસ નાંખ્યાં વિના રહેવાનુ નથી. અકળાયેલા સમાજ વિકૃતિની સામે મળવા કરતાં સંસ્કૃતિને પણ સળગાવી દે ત્યાં સુધી સમાજ સુસ્ત ન રહે તેટલું તે જરૂર ઇચ્છીએ. વ્રજલાલ મેધાણી