________________
सच्चस आणा उव्वओि मेहावी गारं तरई ।. સત્યની આણુમાં રહેનારો છુમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
સપ્ટેમ્બર, ૧૫
સંસ્કૃતિને કારણે વિકૃતિ
પ્રબુદ્ધ જૈન
૧૯૩૯
જ્યારે સમાજમાં કાઇ પણ વિકૃતિ સમાજરક્ષણ કે સંસ્કૃતિરક્ષણનાં નામે કે બહાને દાખલ થાય ત્યારે તેનાં પરિણામા બહુ જ ભયંકર આવે છે. કારણ કે આ વિકૃતિને સામાન્ય પ્રજાગણુ તેના ખરા સ્વરૂપમાં ભાગ્યે જ એળખી શકે છે. એટલુ જ નહિ પરંતુ તેને સમાજનું એક આવશ્યક કાર્ય માનીને રક્ષણ કરવા મથે છે.
“દારૂ અને સીડી''ની બદી .ઉપર લખતાં જેમ પૂન્ય મહાત્માજી એક સ્થળે લખે છે કે “દારૂની બદી કરતાં બીડીની બદી વધુ ભયકર અને હાનિકર છે. કારણ કે દાને તેના પીનારા તેમજ પાનારા સામાન્ય રીતે ખરાબ ગણે છે, તેની આદતને ભૂરી નાશકારક કુટેવ માને છે, જ્યારે ખીડીને તેના પીનાર કે પાનાર બન્ને સામાન્ય શિષ્ટાચારની વસ્તુ તરીકે માને છે અને આગળ ધરે છે.” જે બદી, જે રૂઢિ, કે જે વિકૃતિ આ પ્રમાણે સામાન્ય શિષ્ટાચાર રૂપે સમાજના રક્ષકરૂપે ઉપયોગી ગણાવા કે મનાવા માંડે તે વધારે હાનિકર અને ભયંકર હોય છે.
આપણા સમાજમાં કેટલીએક રૂઢિ, વિકૃતિઓ સમાજની રક્ષા યા હિત કરવાને બહાને ઘૂસી ગયેલ છે અને કાળાન્તરે અતિ આવશ્યક વસ્તુ તરીકે સ્થાન પામી ગયેલ છે.. કાઈ કાઇ પ્રસગે આપધર્મ તરીકે સ્વીકારેલ અમુક નબળાઈ કે · અમુક મા સમાજધર્મ તરીકે રૂઢ થઇ ગયા છે. પ્રજાંના મોટા ભાગ આ વિકૃતિના રક્ષણમાં પેાતાનુ, સમાજનું, ધર્મનું અને સંસ્કૃતિનુ રક્ષણ માને છે. સામાજિક વિકૃતિએ આ રીતે માનવીની સત્ય બુદ્ધિમાં વિકૃતિ અને ભ્રમ પેસાડી દીધા છે—જે સમાજના પ્રગતિના હરકાઈ કામ આડે અંતરાયેા નાખ્યા જ કરે છે. દાખલા તરીકે :
(૧) પરદેશી, પધી કે ગુંડાએથી સ્ત્રીઓનું રક્ષણ કરવા દાખલ થયેલ એાજલ, પડદા, લાજ અને ખાળલગ્નની પ્રથામાં આજે પણ સમાજને સંસ્કૃતિના ક્રાઇ ઉત્ત્તળ તત્ત્વ દેખાઈ રહ્યાં હોય તેમ સમાજ તેને વળગી રહેલ છે અને તે વિકૃતિ તજનારા તેમની દૃષ્ટિમાં હલકા દેખાય છે.
(૨) ઢેળ, તડા, ફીરકા, કત્તા કે કુંડાળા અને પરદેશગમનપ્રતિધ સમાજ, સંસ્કૃતિ અને ધર્મની રક્ષાને અહાને પેસી ગયેલા સામાજિક અનિષ્ઠા છે અને તેણે એટલી તેા ઊડી જડ નાખી છે કે તેને સમાજમાંથી પ્રજાના વનમાંથી ઉખેડી કાઢતાં ઘણા વખત અને પ્રબળ પુરૂષાર્થ જોઇશે.
(૩) સ્પૃસ્યાસ્પૃશ્ય અને ફરજિયાત વૈધવ્ય પાલન એ ધર્મ રક્ષાને બહાને નબળા, લાચાર અને અબળા ઉપર લદાએલી ફરજિયાત જોહુકમી છે. આ વિકૃતિએ સમાજના એક મેટા ભાગને યુગના પ્રકાશથી, સુખ સગવડતાથી, અરે તેને માણસ અનવાના સઘળા માર્ગોથી વંચિત રાખેલા છે, જેણે સ્ત્રીનુ
તા. ૧૫-૮-૩૯
સ્ત્રીત્વ, માતૃત્વ અને જીવનમાધુર્ય હરી લીધું છે. સદી થયાં વિધવાઓના પ્રશ્ન જેમને તેમ અણઉકલ્યા પડયા છે. આ વિકૃતિઓ કાઢવાને અનેક મહાત્મા, રામમહનરાય, શ્વરચંદ્ર વિદ્યાસાગર અને સર ગંગારામ જેવા ફકીર મહારથી જોઇશે-તેટલા ઊંડાં મૂળ આ અનિષ્ટનાં છે.
અસ્પૃશ્યતા, ફરજિયાત વૈધન્ય અને પ્રદેશગમન પ્રતિધની પાછળ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષાનું બહાનું રહેલુ છે. એટલે કે એ બંધનોના અભાવે હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુત્વ નાશ પામી જશે એવી ભીતિ રહેલી છે. આ ભીતિ કષ્ટ દુર્ભાગી પળે અને કયા કારણે દાખલ થઈ તે કાંઈ સમજાતું નથી.
રાટીઉપાર્જન માટે સમાજની ચોકકસ જરૂરિયાતે પૂરી પાડતા અમુક પ્રકારના વ્યવસાય સ્વીકારવાના કારણે અથવા તા કાષ્ટ દુર્ભાગી પ્રાણીના કાંઇ પાપ કે સામાજિક દોષના કારણે. અથવા તે। સમાજના કાઇ રૂઢિ કે પ્રણાલિકાના ભંગ કરવાની બળવાખેાર વૃત્તિના કારણે શરૂઆતમાં અમુક સમય પૂરતા જ કોઇ અમુક માણુમને સામાજિક બહિષ્કાર થયા હોય. પરંતુ તેની પ્રજાનુ શું થાય ? શું ગુને ? આનો જવાબ નથી શાસ્ત્રમાં, નથી ન્યાય કરનાર ડાહ્યા સામાજિક મેાવડી પાસે !
ફરજિયાત વૈધવ્યપણુ સમાજમાં લગ્નની પ્રણાલિકા દાખલ થયા પછી સ્વાર્થવૃત્તિ અને સ્ત્રીઓની વધારે પડતી સંખ્યાને કારણે પેડેલુ અનિષ્ટ છે, જ્યારે લગ્નની પ્રણાલિકા નહેતી ત્યારે સમાજની સંસ્કૃતિનું શું થતું ? પુનઃલગ્ન અનિચ્છનીય હોય તે પુરુષજાતિ-નરભ્રમર માટે શું? જવાબ કાંઈ નહિં. માત્ર શાસ્ત્ર પુરુષોરચિત શાસ્ત્રનું ફરમાન અને આપણી આંધળી મનેાદશાપરદેશગમન—પંડિતપ્રીતિ સાથે સરખાવેલ બુધ્ધિદાયક પરદેશ--- ગમન—હિંદ જેવા વાણિજ્યપ્રધાન દેશ માટે નવીન નથી. છતાં. પ્રતિબંધ કેમ? અગાઉના વખતની વાર્તાઓમાં, દંતકથાઓમાં, લોકકથાઓમાં અને ઇતિહાસમાં પણ આપણે વાંચીએ છીએ કે હિન્દુ સાહસિક દૂર દૂરના દેશામાં બાર બાર વર્ષની લાંખી સ જતા ત્યારે ધર્મ' કે સંસ્કૃતિ નાશ નહેાતા પામતા. તે કયારથી નાશ. પામતાં થઈ ગયા ? જરાક ધકકો લાગતાં તૂટી પડે એવા બિલારી કાચ જેવા ખટકા કયારથી થઈ ગયા? વાત વાતમાં. આસંસ્કૃતિ નાશ પામશે એવી ભીતિ રાખવા જેવા આ-હૈયાં નબળાં કયારથી થઈ ગયાં.? તેના કઈ ઉલ્લેખ શાસ્ત્રમાં નથી. સાચા ધર્મને ખલે જ્યારથી બાહ્યધર્મ, ક્રિયાકાંડા, શ્રુતાછૂત અને એવા નબળાં નમાલાં તત્ત્વને વધારે મહત્ત્વ અપાવા માંડયું .હરો ત્યારથી આ ભીતિ. અને વિકૃતિ પેઠી હશે. આજે આ અનિષ્ટ નાશ પામતુ જાય છે પણ ધીમે ધીમે
આપણું, અલખત, તરવારની અણીથી ધર્મ એધ્યા નથી. પણ તે કરતાંએ વધારે જાલીમ એવી સાંસારિક અથડામણુ અને આડખીલીએ નાખીને જ ધર્મ ટકાવવા પ્રયત્ન કર્યાં છે. આપણે.. ખીજાને આપણા ધર્મમાં લાવવા જુલમ અલબત નથી કર્યો પણ. બહારનાને આપણાંમાં દાખલ થતાં' અટકાવવા કે વિધી એના જુલમથી વટલાયેલા કૅ તેવા હડધૂત થએલા પ્રત્યે સહાનુભૂતિ. રાખતા વર્ગને દબાવવા કે દૂર, કરવા કચાશ નથી રાખી!
ભય દાખવી આપણે ધર્મને ટકાવવા મથ્યા છીએ. ખરા ધર્મ ટકાવવામાં સમસ્ત સમાજે સ્વૈચ્છિત ફળ આપવાને બદલે નખળાઓ, એટલે કે સ્ત્રી શુદ્રાદ્રિક પર જુલમ કરી તેના વ્યકિતત્ત્વને મારી... નાખી, નર્યાં પક્ષપાત પર જ. આપણે સમાજરક્ષા અને ધર્મરક્ષા કરવા મથ્યા છીએ. આ પક્ષપાત સામે અળવા ગાવનારાઓને