________________
પ્રબુદ્ધાજન
તા. ૧૫-૯૩૯
પ્રારંભમાં જ એક સુંદર દરવાજો છે, એવુ નામ ગુલ્લકાયજી આગલુ છે, કનડ ભાષામાં બાગલુ એટલે દરવાજો અને ગુસકાયજી એટલે રીંગણામેન (માતા).
હવે આ ગરીબ ડૉશી રીંગણાબેનના ચેડા ઇતિહ્રાસ કહેવા જોઇએ. જ્યારે ચામુંડરાયે ગામટેશ્વરની મૂર્તિ કોતરાવી અને ઇ. સ. ૧૦૨૮ના માર્ચ મહિનાની છ તારીખ ને રવિવારના દિવસે એ મૂર્તિને અભિષેક કરવાનું નકક્કી કર્યું. તે વખતે ગુલ્લકાયજી કરીને એક ડેાથી એક ફળની કાચલીમાં અભિથેંક માટે થાડુ ગાયનું દૂધ લઇ આવી અને આવનાર જનારને કરગરીને કહેવા વાગી કે મને અભિષેક માટે આટલું દૂધ લઈ જવા દે. બિચારી ડેાશી તરફ ધ્યાન ણ આપે? ડોશી રાજ સવારે તાજી ગૌદ્ધ લઇ આવે અને અધારું થયે નિરાશ
ને
ઘેર જાય. આમ મહિનાએ ગયા, અભિષેકનેા દિવસ આવ્યા. વાંસ અને લાકડાને ઊંચા માંચડા બનાવવામાં આવ્યા, ચામુંડરાય રાજાના માનીતેા સેનાપતિ લોકોની કૃતજ્ઞતાનું કેન્દ્રતે ભક્તિની મૂર્તિ—અને ત્યાં દૂધની અછત ક્રમ જ હોય? પણ દૂધના ઘડા પાછળ ધડા રેડાતા જાય પણ દૂધ અને એની સાથેનુ પંચામૃત મૂર્તિની કેડ સુધી પણ પહેાંચે નહિ. બધા ગભરાયા. કયાંક ભૂલ થઇ છે. દૈવ આડે આવ્યું છે. તે જાણુકાર લોકોએ ભૂલ શોધી કાઢી. રી'ગણાખાતે પાતાના દૂધ સાથે આવવાનું ફરમાન નીકળ્યું અને એ કાચલીમાંનુ દૂધ બાહુલના માથા પર રેડવામાં આવ્યું. અને શું આશ્ચર્યું ! શ તાલા પણ ન હોય એ દૂધ માથાથી પગસુધી પહેાંચ્યું એટલુ' જ નહિ, તે આગળ વહેવા લાગ્યું. લકાએ જાણ્યુ કે આ ગુલ્લકાયજીનું હૃદય સાર્યુ ભક્તહૃદય છે. માનસન્માનની ભાવના એના મનમાં છે જ નહિ. ચામુંડરાયે જોયુ કે અંતે આટલી મહેનત, આટલુ ખર્ચ અને આટલા વૈભવ એક કાચલીભરની ભક્તિ આગળ ફૂલ છે. ચામુંડરાયે ગુલ્લકાયજીની એક મૂર્તિ એ જ ટેકરી ઉપર સ્થાપી અને એ રીતે પોતાની નમ્રતા જાહેર કરી. અધે રસ્તે અમે ચઢયા અને ત્યાં ‘અખંડ બાગલુ' દરવાજો આન્ગેા.
એ દરવાજો એક પથરામાં કાતરીને અહીં ઊભા કરેલા છે. અથવા એકાદ મોટા પથરા આ પગથિયા આડે આવતા હોય એને ત્યાંથી ગબડાવવા કરતાં અથવા તોડી નાંખવા કરતાં છે ત્યાં જ ઊતરીને એને દરવાજો બનાવ્યેા હશે. એ ભાગલા ઉપર ગજી તલક્ષ્મી કાતરેલી છે. પદ્માસન ઉપર લક્ષ્મી ખેડેલી છે અને એ બાજુ એ હાથી પાણીના ઘડા ભરીભરીને લક્ષ્મીને અભિષેક કરે છે. ખીજે ઠેકાણે લક્ષ્મીને એક બાજુ હાથી અને ખીજી બાજુ એક ગાય અથવા સવસ ગાય કાતરવામાં આવે છે. આનું પૈારાણિક રહસ્ય શું છે તે જાણી લેવુ જોઇએ.
અમે પગથિયાં પૂરાં કરી દિવાલ તળે આવી પહોંચ્યા. અહીથી ઉતાવળે ઉતાવળ અંદર જઇ બાહુબળીની દિગમ્બર મૂર્તિનું દર્શન કરવાને અમે અધીરા થયા હતા છતાં ય ઉપરથી પાછળનું તળાવ અને સામેના ગરે જોવાની ઈચ્છા અમે ખાળી શકયા નહિં પવન સૂસવતા હતા. અમને અમારા સ્થાનથી ઉડાડવાની તક મળે તે એ છેડે એવા નહતા. સૂરજ વાદળાંના પડમાંથી પેાતાના કર પસારીને અમને પપાળી શકાય કે કેમ એ જોતા હતેા અને વરસાદ જાતે આવીને સ્વમુખે આશ્વાસન આપતા હતા કે તમે ગભરાતા નહિ. તમે દર્શન કરીને પાછા મેાટર સુધી પહેાંચે નહિ ત્યાં સુધી હું વરસાવાને નથી.
અહીં
અમે પથિયાં ચઢવાના પ્રારંભ કર્યાં. ત્યાંના ગુલકાયજી • બાગલે અમને કહ્યું : “કેવળ દર્શક થઇને, ‘ટુરીસ્ટ થઇને, આગળ
નાંહે જતા. હિંદુ છે, આમાંથી છે, શ્રધ્ધાવાન છે, ભકત છે, યાત્રી થઈને જો. મૂતિમાં વ્યકત થતાં ચૈતન્યના દર્શને જજો.
અધરસ્તે પહોંચ્યા એટલે અખંડ બાગલું કહે છે: “શૈવ અને વૈષ્ણવ, શાક્ત અને જૈન બધા ભેદ નામમાત્ર છે, છે. ભારતની સંસ્કૃતિ લક્ષ્મી એક છે, અખંડ છે, બળશાળી છે. એ એકતાના સાક્ષાત્કાર થશે ત્યારે ભરતપુત્ર બાહુબલી થશે અને આત્મવિજય દ્વારા વિશ્વવિજય કરી વિશ્વકલ્યાણની સ્થાપના કરશે.’
બ્ધ
પ્
આટલા સંદેશા મળ્યા એટલે અમે પ્રેરણાની પાંખે પહેરી
ઉપર ચઢવા લાગ્યા અને તેથી જ આકરાં પગથિયાં અમને આકરાં નહિ લાગ્યાં. (અપૂર્ણ) કાકા કાલેલકર
墀
બાહુબલી ઉપરના આગળના લેખમાં બાહુબલીને ભુલથી ભરતના સાવકાભાઇ તરીકે વર્ણવેલ છે. માઇસાર સબવૅ એક અંગ્રેજી પુસ્તિકામાં એ પ્રમાણે જણાવેલું તેથી એ ભુલ થવા પામી હતી. પાછળના સાધન ઉપરથી માલુમ પડે છે કે તે મને સગા ભાઇ હતા. કાકા કાલેલકર
અખંડ સેવાવ્રતિની શ્રીમતી મંગળાબહેન
થાડા દિવસ પહેલાં ગૂજરાતી હિંદુ સ્ત્રીમંડળ તરફથી અને ત્યાર બાદ જૈન મહિલાસમાજ તરફથી શ્રી. મંગળાબહેન મેાતીલાલને માનપત્ર આપવાના મેળાવડાએ ભરવામાં આવ્યા હતા. મંગળાબહેને આજ સુધી જૈન તેમજ જૈનેતર બહેનોની જે અનેક સેવા કરી છે તે વિચારતાં તેમનું ઉપરની રીતે જે સન્માન થઈ રહ્યું છે તેને તે ખરેખર ચેાગ્ય જ છે. શ્રી. મંગળાબહેન સુવિખ્યાત પ્રેમચંદ રાયચંદના કુટુંબના કુળવધૂ છે. વિધિએ તેમના પાંરાત વનને લગતી ઉમ્મરમાં જ છેદી નાખ્યુ. આવા બનાવ હિંદુ સમાજમાં રહેતી અનેક બહેનોના શ્ર્વનને નિસ્તેજ અને નિર્માલ્ય બનાવી દે છે. પણ મંગળા અર્જુને વનનો રસ ટકાવી રાખ્યા અને પેાતાની સર્વ શક્તિ અને વૃત્તિને સમાજસેવા તરફ વાળી. તેમને સેવાનાં નવાં નવાં કાર્યક્ષેત્રા મળતાં ગયાં અને તેએએ સેવા આપવા આડે નોયે દિવસ કે ન જોઈ રાત. સેવા કરતે કરતે તેમણે સ્પારાગ્ય ગુમાવ્યું અને શરીર પણ લગભગ ગુમાવ્યું. હજુ હમણાં જ તે કાઈ દી ન ઊઠે તેવી ગંભીર માંદગીના બીછાનેથી ઊભા થયા છે. મંગળાબહેન એટલે સુકલકડી શરીર અને સદાસ્મિત કરતી સુકુમારતા. તેમને પરિચય એટલે મધુરતા અને સૌજન્યના અસ્ખલિત અનુભવ. શ્રી મેાનીચ'દ ગિરધરલાલ કાપડીઆએ ઉપર જણાવેલ મેળાવડામાં કહેલુ "કે નારી, સભારી અને જૈન સન્નારી એ ત્રણ કાટિમાં સ્ત્રી સમાજના વિચાર કરીએ તે જૈન સન્નારીનાં સર્વ લક્ષણા મંગળાબહેનમાં એકત્ર થયેલાં માલૂમ પડે છે તે તદ્દન યથા છે. તેમણે સેવા અને તપ વž પોતાની જાતને ધન્ય બનાવેલ છે એટલુ જ નહિ, જે કુટુંબનાં તે
કુળવધૂ છે તેને પણ ધન્ય બનાવ્યું છે. કલાપિએ પેાતાની એક વિધવા બહેનને ઉદ્દેધન કરતાં જણાવ્યું છે કે :
છે વૈધવ્યે વધુ વિમલતા, બહેન ! સૌભાગ્યથી કંઇ છે ભક્તિમાં વધુ વિમલતા, બહેન! શૃંગારથી કંઇ.”
આ વિમલતાની મૂર્તિ કાઇને જોવી હોય તો તેમણે આ યુગની, એક સાચી સાધ્વી મ’ગળાબહેનનાં દર્શન કરવાં. તેમને આપણે ચિરાયુષ્ય અને આરોગ્ય સુખ ઇચ્છીએ. આવી બહેને શ્વરની મોટામાં મોટી પ્રસાદી છે.
NOM