________________
- તા. ૧-૯૩૯
પ્રબુદ્ધ જૈન
કયા ક્યા વિષય ઉપર કયે કયે દિવસે વ્યાખ્યાન આપશે તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. આશા રહે છે કે આ વર્ષની વ્યાખ્યાનમાળા પહેલાં જેટલી જ રસમય અને બોધપ્રદ બનશે.
- જૈન ધર્મનું આ સ્વરૂપ છે. આ ઇતિહાસ છે, આ પરંપરા છે. આમ છતાં પણ જૈન ધર્મના આજના પ્રતિનિધિઓ ઉપર જણાવ્યું તેમ પિતાનાં મંદિરકારે હરિજન સામે કેમ બંધ રાખી રહ્યા છે? જૈન ધર્મ હોય ત્યાં હિંસા ન હોય, અસમાનતા ન હોય, અસ્પૃશ્યતા ન હોય. એમ છતાં આજના જૈનધર્મીઓના જીવનમાં અસમાનતા–અસ્પૃશ્યતા-ખીચોખીચ ભરેલી કેમ નજરે પડે છે? તેનું ખરૂં કારણ એ છે કે જેન ધર્મની વિશાળ ભાવનાઓનો આપણો ચાલુ વ્યવહારગત સામાજિક
જીવન સાથે મેળ મેળવવા આપણે કદી પ્રયત્ન કર્યો જ નથી. . તેથી જ આજને... જેન મિતિ ને સત્ર મૂર્ણ ને પાઠ પઢતે પઢતો નાતજાતને સ્વીકારે છે; નારી જાતિને ઊતરતે દરજજે રાખે છે; અસ્પૃશ્યતાને પ્રેમપૂર્વક વળગી રહે છે; માણસ માણસ વચ્ચેના ભાત ભાતના ભેદને ચાલુ પિષ્યા કરે છે.
આ અસ્પૃશ્યત્વની જડ જેટલી અન્ય હિંદુઓમાં છે તેટલી જ જૈનમાં ઘર કરી બેડેલી છે. જૈન ધર્મની વિશાળતાના ઘેનમાં કોઈ એમ માની ન બેસે કે આપણે ત્યાં અસ્પૃશ્યત્વને પ્રશ્ન છે જ નહિ. આપણા ચાલુ જીવનના અંગઉપાંગમાં, આપણા અનેક માનસિક વલણમાં, આ અસ્પૃશ્યત્વની અમાનવી વૃત્તિ ગેયર-અગોચર રીતે વ્યાપી રહેલી છે. એ વૃત્તિના મૂળ છેદાય નહિ અને માનવ માનવ વચ્ચે સમાનતાની બુદ્ધિ આપણામાં પ્રગટે નહિ ત્યાં સુધી જૈન ધર્મના અનુયાયી હોવાને આપણે દાવો અર્થ વિનાને અહંકાર છે.
પરમાનંદ,
‘પ્રબુદ્ધ જૈન” ના અંકે મુંબઈ જૈન યુવક સંધના સભ્યોને તેમજ અન્ય કેટલાક ગૃહસ્થને એમ ને એમ મોકલવામાં આવ્યા છે. હવે પછીનો અંક મે માસની પહેલી તારીખથી તે બાર માસ સુધીનું વાર્ષિક લવાજમ યુવક સંઘના સભ્યોનું રૂ. ૧ અને સભ્યો ન હોય તેવા ગૃહસ્થો માટે રૂ. ૨ એમ ગણીને જેનું જેનું લવાજમ અંગ્યું નહિ હોય તેને વી. પી થી મોકલવામાં આવશે. જે સભ્ય કે અન્ય ગૃહસ્થાને આ પત્રના ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચછા ન હોય તેમને વેળાસર ખબર આપવા ખાસ વિનંતિ કરવામાં આવે છે કે જેથી અમને વી. પી. નું વિના કારણુ ખર્ચ ન થાય. અમે આશા રાખીએ છીએ કે જે ભાઈઓને “પ્રબુદ્ધ જૈન’ મળે છે તેઓ તે ગ્રાહક તરીકે ચાલુ રહેશે જ એટલું જ નહિ પણ “પ્રબુદ્ધ જૈન' દ્વારા તેમને જે વાંચન ચિન્તનને રાક મળે છે તેથી જો તેમને સંતોષ થયે હશે તે પોતાના અન્ય સ્નેહસંબંધીઓને ‘પ્રબુદ્ધ, જૈન”. ના ગ્રાહક થવા બને તેટલી પ્રેરણા કરશે. પ્રબુદ્ધ જૈન' છે તેવું ટકાવી રાખવું કે તેથી પણ વધારે સારું બનાવવું તેને આધાર એક બાજુએ વિશાળ વિચાર ધરાવતા જૈન જૈનેતર વિદ્વાન લેખકોના સહકાર ઉપર અને બીજી બાજુએ ગ્રાહકની વિપુલ સંખ્યા ઉપર રહે છે. આજ સુધી મળી રહેલે સહકાર ભવિષ્ય માટે અમને પુરતી આશા અને પ્રોત્સાહન આપે છે. .
તંત્રી સ્થાનેથી
આ પત્ર આજ સુધી ભાઈશ્રી રતુભાઈ દેસાઈની માલકીવાળા શશાંક પ્રેસમાં છપાતું હતું અને ભાઈશ્રી જગન્નાથ દેસાઈ આ પત્રનું પ્રકાશન સંભાળતા હતા. હવેથી આ પત્ર જન્મભૂમિના પ્રેસમાંથી પ્રગટ થવું શરૂ થયું છે. આ પત્રને આજ સુધીને આવો વિકાસ કરવામાં પ્રેસમેનેજર તરીકે શ્રી રતુભાઈએ તેમજ પ્રકાશન-વ્યવસ્થા સંભાળવવા માટે શ્રી. જગન્નાથ દેસાઈએ સારો ફાળો આપે છે. જરૂર પડયે ભાઈશ્રી જગન્નાથે આ પત્રને ઉપયોગી લે અને આવતરણો પૂરાં પાડયાં છે. હવે પછીથી એ બન્ને ભાઈઓ આ પત્રની જવાબદારીથી છૂટા થાય છે તે પ્રસંગે તેમણે આ પત્રને વિકસાવવામાં કરેલી કીમતી મદદની સાભાર નોંધ લેવામાં આવે છે..
કાકા સાહેબ કાલેલકરને ‘બાહુબલી” ઉપરનો બીજો લેખ પૂરા તૈયાર નહિ હોવાથી આ અંકમાં પ્રગટ થઈ શકયો નથી. આવતા અને પછીના અંકમાં બાહુબલી ઉપર બાકીના લેખે સચિત્ર પ્રગટ કáામાં આવશે. ગાંધીજી અને કિશોરલાલ મશરૂવાળાના બે ત્રણ ઉપયોગી પત્રો પણ હવે પછીના અંકમાં પ્રગટ થશે.
( ૩ જ પાનાનું ચાલુ) દૃષ્ટિવાળા આગેવાનું છે. ઘણી વખત એમ બને છે કે સત્તાધારી પક્ષ સાથે સહકાર અને બાંધછોડ કરતા રહીને પ્રતિ- - પક્ષ પિતાની સત્તા અને લાગવગ જમાવે છે. આ યોગો બદલાતાં આ સહકાર અને બાંધછોડ રાય ન રહે. આવા સંગમાં પ્રતિપક્ષને સત્તાધારી પક્ષથી જાહેર રીતે જુદા પડવાનું અને એ રીતે પિત ની સત્તા અને અનુયાયી દાળ વધારવાનું જરૂરી બને. આવી પરિસ્થિતિમાં બે પક્ષે વચ્ચે તીવ્ર સંઘર્ષણ પણ થઈ આવે. આ સંધર્ષણ બે ઘડી દુ:ખદાયી અને ચિતાજનક બને પણ વાસ્તવિક રીતે પ્રગતિ પરિણામી જ હોય. અને વળી આવું સંધર્ષણ કોઈપણ રીતે ટાળી શકાય તેમ તે હોય જ નહિ. વ્યવસ્થિત બંધારણના ચેગઠામાં ગોઠવાયલી કોઈપણ માનવસંસ્થા આત્મવિકાસ અર્થે ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે લઈ જતા પ્રતિપક્ષના પ્રાદુર્ભાવની અપેક્ષા રાખે છે. આ પ્રતિપક્ષ સત્તાધારી પક્ષને સહકાર આપીને કે તે પક્ષની અથડામણમાં આવીને પોતાને વિકાસ અને સત્તા વધાર્યો જાય છે અને આખરે કાં તો એ આખી સંસ્થાનો કબજો લે છે અથવા તો સત્તાધારી પક્ષને પોતાને અનુકૂળ બનવાની ફરજ પાડે છે. જ્યારે આ પરિણામ આવે છે અને પ્રાગતિક પ્રતિપક્ષની સર્વ પ્રાગતિક શક્યતાઓ ખલાસ થતી જાય છે કે તરત જ એના એ ઇતિહાસનું પુનરાવર્તન શરૂ થાય છે અને નવો પ્રાગતિક પ્રતિપક્ષ ઊભો થાય છે અને અનુક્રમે કાલના પ્રગતિવાદી પ્રતિપક્ષીઓને નવા મેળવેલા અધિકાર ઉપરથી પદભ્રષ્ટ કરે છે.”
અનુવાદક : પરમાનંદ
આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા' બીજા શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી (તા. ૧૦ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી) ગેહવવામાં આવી છે. પંડિત સુખલાલજી ગયે. વષે નાદુરસ્ત તબિયતના કારણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં હાજર રહી શકયા નહોતા. આ વર્ષે તેઓએ વ્યાખ્યાનમાળામાં આવી પહોંચવાની આશા રાખી છે. કાણુ કાણુ વ્યાખ્યાતાઓ