________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૮-૩૯
सच्चस्स आणाए उव्वठिओ मेहावी भारं तरई । સત્યની અણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
એ બ ઃ
જે ને
|| EI/
||
||
તા. ૧-૯-૧૯૩૯, શુક્રવાર
જૈન મંદિર અને હરિજનો
માઇસેર રાજ્યમાં આવેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રવણ બેલગોડામાં હરિજન મંદિર પ્રવેશ સંબંધમાં એક જુદો જ મુદ્દો ઉપસ્થિત થા. માદસેર રાજ્યની ધારાસભાની જુન માસની બેઠક દરમિયાન એક એવો ઠરાવ કરવામાં આવ્યું કે બેલૂર અને શ્રવણ બેલગોડાના મંદિરમાં જે હિન્દુ ન હોય એવા અહિન્દુઓ જ્યાં સુધી જઈ શકે છે અને દેવમૂર્તિનાં દર્શન કરી રાકે છે ત્યાં સુધી પણ હરિજનોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી તે પ્રકારને હરિજને સામે પ્રતિબંધ રદ થવો જોઇએ. આ ઠરાવના જવાબમાં માઇસર સરકારે પૂરી તપાસ કરીને
કરવાની કબુલાત આપી હતી. શ્રવણ બેલગોડાના મંદિર સંબંધમાં સરકાર તરફથી કરવામાં આવેલી તપાસના પરિણામે ઉપરની હકીકત સત્ય લાગવાથી અહિન્દુ મર્યાદા સુધી હરિજનોને આવવા દેવામાં કરવામાં આવતી અટકાયતની મના કરતે સરકારી હુકમ બહાર પાડવામાં આવ્યું. આ સરકારી ફરમાન સામે રાજ્યમાં વસતા જૈનસમાજ તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યું અને જૈન સમાજનાં પ્રતિનિધિ મંડળે સરકાર સમક્ષ એવી રજુઆત કરી કે આ હુકમથી તેઓની ધાર્મિક લાગણીને ભારે આઘાત પહોંચે છે અને વિશેષમાં જણાવ્યું કે સરકારી હુકમ મુજબ જો હરિજનને પ્રસ્તુત તીર્થસ્થામાં પ્રવેશ કરવા દેવામાં આવશે તે ત્યાં પ્રતિષ્ઠિત: થએલી ગેખરેશ્વરની મૂતિ અભડાઈ જશે અને તે મૂર્તિની પુનઃશુદ્ધિ આપવા માટે સંપ્રક્ષણ” નામની મેટી ધાર્મિક ક્રિયા કરાવવાની તેમને ફરજ પડશે. આ સાથે તેઓએ એમ પણ જણાવેલું કે હરિજન મંદિર પ્રવેશની હિલચાલને ખરા સંબંધ હિન્દુ મંદિર સાથે છે કે જે મંદિરના અધિષ્ઠાતા દેવોના તેઓ ઉપાસક છે અને એમ છતાં પણ જે મંદિરમાં તેમને પ્રવેશવા દેવામાં આવતા નથી અને હરિજનને જૈન મંદિરે સાથે તે બિલકુલ લેવાદેવા જ નથી. - આ રજુઆત ઉપરથી માઈસાર સરકારે ઉપરનું ફરમાન રદ કર્યું. પરિણામે શ્રવણ બેલગાડામાં આવેલા ભગવાન ગોમટેશ્વરની ભવ્ય મૂર્તિનાં અહિંદુ સૌ કોઈ દર્શન કરી શકે છે, પણુ હરિજનો એ સ્થાન ઉપર હજુ બહિષ્કૃત છે. '
એ ખરું છે કે અન્ય હિંદુ મંદિરે સંબંધમાં હરિજન પ્રવેશનો પ્રશ્ન જે રીતે ઊભો થયો છે તે રીતે જૈન મંદિર સંબંધમાં આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી; કારણ કે આજે કોઈ પણુ હરિજન જૈન ધર્મને અનુયાયી હોય અને જૈન મંદિરમાં પ્રવેશ માંગતો હોય એવી વસ્તુસ્થિતિ. હજુ સાંભળવામાં આવી નથી. તેથી જે ધાર્મિક હકક આજે હરિજનો અન્ય હિંદુમંદિરે સંબંધમાં માગી રહ્યા છે તે ધાર્મિક હકકની બાબત જૈન મંદિરને લાગુ પડતી નથી.
પણ હરિજનો વિષે અસ્પૃશ્યત્વની બુદ્ધિ અને વૃત્તિ સંબંધમાં જૈન સમાજને મોટે ભાગ અને ખાસ કરીને સ્થિતિચુસ્ત વર્ગ આજના સ્થિતિચુસ્ત હિંદુ સમાજથી જરાપણુ આગળ કે પાછળ નથી. આજે કોઈપણ હરિજન જૈનધર્મ અંગીકાર કરે તે પણ તેને ભગવાનના દર્શન કરવા દેવાને પ્રશ્ન તે બાજુએ રહ્યો પણ જૈનમંદિરના પગથિયા ઉપર પગ મૂકવા દેવામાં આવે કે કેમ તે એક પ્રશ્ન છે. સુપ્રસિદ્ધ કદંબગિરિના શિલાલેખમાં જૈન શ્વેતાંબર વિભાગના જાણીતા સમ્રાટે કરાવ્યું છે કે આજે તે કઈ અસ્પૃશ્ય જૈનધમી નથી પણ કાળાન્તારે કોઈ અસ્પૃશ્ય જૈન ધર્મ અંગીકાર કર્યાને દાવો કરીને અહીં આવશે તે પણ આ મંદિરમાં તેને દાખલ કરી શકાશે નહિ. અસ્પૃસ્યત્વને ભાવચંદ્રદિવાકર અમરપટ આપવાનો આ પ્રયાસ આજની જૈન જનતાને અજાણ નથી.
શ્રવણ બેલગોડાને પ્રતિબંધ એ જ અસ્પૃશ્યત્વની જડને મજબૂત ટકાવી રાખનારે બીજા છેડાનો પ્રયત્ન છે. એક બાજુથી કહેવામાં આવે છે કે અસ્પૃશ્ય જૈનધમી થાય તે પણ જૈન મંદિરમાં આવી નહિ શકે. બીજી બાજુએથી જણાવવામાં આવે છે કે જૈન મંદિરમાં મુસલમાન, પારસી, ક્રિશ્ચિયને સાહેબ અને મડમ અને કદાચ તેની સાથે સાંકળે બંધાયેલું કુરકુરિયું ગેમટેશ્વવરનાં દર્શન કરી શકશે અને તે પણ ગોમટેશ્વરની પવિત્રતાને જરાપણું વાં નહિ આવે પણ કોઈ હરિજનની-કોઈ અસ્પૃશ્યની દૃષ્ટિ જરા સરખી પણ ભગવાનની મૂર્તિ ઉપર પડશે તો ભગવાનની પવિત્રતા ખંડિત થઈ જશે. આ માની લીધેલી નાજુક પવિત્રતા અને આ. માની લીધેલી તેની આભડછેટ જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ સામાજિક દષ્ટિએ ગ્લાનિંપ્રદ છે.
જેમાં આ અસ્પૃશ્યતા કયાંથી આવી? જગતમાં તીર્થકરે જ્યારે વિચરતા હતા અને પિતાના પુનિત પગલાંથી પૃથ્વીને પાવન કરતા હતા ત્યારે તેમની ભવ્ય વાણી સાંભળવા અનેક નરનારીઓ, દેવદેવીઓ અને પશુપક્ષીઓ એકત્ર થતાં હતાં એમ શાસ્ત્રકથાઓ કહે છે. આ મહાજન સભામાં અસ્પૃશ્યોનેહરિજનને કઈ ઠેકાણે બહિષ્કાર થયાને ઉલ્લેખ દષ્ટિગોચર થતું નથી. ત્યાર બાદ અસ્પૃશ્ય ગણાતા વર્ગોમાંથી જૈન દીક્ષા અંગીકાર કર્યાના અને પરમ પદ પ્રાપ્ત કર્યાના અનેક દષ્ટાંત જૈનકથાનકો અને ઈતિહાસમાં નોંધાયેલાં નજરે પડે છે. અહી' પણ અસ્પૃશ્ય બહિષ્કાર જોવામાં આવતું નથી.
જૈન ધર્મ વિશ્વબંધુત અને સમાનતાની ભાવના ઉપર રચાયેલો છે. તે ધર્મ જે આદર્શ સમાજની કલ્પના કરે છે તેમાં વર્ણવ્યવસ્થાને જરાપણ સ્થાને નથી. બ્રાહ્મણ અને અસ્પૃશ્યત્વ એ વર્ણવ્યવસ્થાના બે અન્તિમ છેડાઓ છે. જૈન ધર્મ બ્રાહ્મણના સર્વોપરીપણાને પહેલેથી વિરોધ કરતા આવ્યા છે. આ વિરોધ સાથે અસ્પૃશ્યત્વને સ્વીકાર કોઈપણ રીતે સંગત થઈ શકતા જ નથી. જેમને હિંદુ ધર્મની બીજી શાખાઓએ અવગણ્યા અને અવમાન્યા તેમને જૈન ધર્મ સદાકાળ અપનાવતે આવ્યો છે. હિંદુધમે પોતાના દ્વારે અન્ય સર્વ વર્ગો સામે બંધ કર્યા છે ત્યારે હિંદુ ધર્મનું સદા સંશોધન કરતા જૈન ધર્મે સૌ કોઈને માટે પોતાના દ્વાર ખુલ્લાં રાખ્યાં છે. જૈન ઉપાશ્રયમાં
સૌ કોઈ ધર્મ શ્રવણ કરવા જઈ શકે. જૈન મંદિરને તે ‘અભંગાર” તરીકે જ વર્ણવામાં આવેલ છે. જૈન ધર્મ જૈન જૈનેતરનો કદી ભેદ કર્યો નથી. સૌ કોઈને નોતર્યા છે. એને સૌ કોઈને પાતામાં, સમાવ્યા છે. -