________________
તા. ૧૩૯
- પ્રબુદ્ધ જૈન
સ્વામી વિવેકાનંદ અને કર્મવાદ
: - (સ્વામી વિવેકાનન્દ ચાલુ જમાનાના એક તેજસ્વી અને પ્રેરણ• દાતા મહાપુરુષ થઈ ગયા છે.' તેમના ઉપદેશે અને વાર્તાલાપોમાંથી યુવકેને ધણું શીખવાનું જાણવાનું, આચરવાનું મળે તેમ છે, સેવાભાવી તરૂણે તે તેમાંથી અનેક સેવામાર્ગો શોધી લે તેમ છે. અને રોજ રોજ ઉઠતી શકાઓનું સમાધાન પામી શકે તેમ છે, એ એક વાર્તાલાપ તેમની અને એક ગોરક્ષા મંડળીના સભ્ય-ઉપદેશક વચ્ચે થયેલ અત્ર આપવામાં આવે છે.) સ્વામીજી: તમારી મંડળીને શે ઉદ્દેશ છે? ઉપદેશક: આપણાં દેશની ગૌમાતાને ખાટકીના હાથમાંથી
. બચાવીએ છીએ. ગૌશાળાઓ જુદે જુદે સ્થળે રાખી છે તેમાં રોગી અપંગ ગાયોને તેમ જ
ખાટકી પાસેથી બચાવેલી ગાયને રાખી પિવામાં .. આવે છે. ' સ્વામીજી: હમણાં મધ્યહિંદમાં ભયંકર દુકાળ પડે છે.
હિંદ સરકારે ભૂખ્યા લોકોનું નવ લેખ મરણ - ' પ્રમાણ જાહેર કર્યું છે. આ દુકાળના સમયમાં
'તમારી મંડળીએ કંઈ કર્યું છે? ઉપદેશક : દુકાળ કે એવાં બીજાં સંકટમાં અમે કંઈ મદદ - આપતા નથી. અમારી મંડળી ફક્ત ગૌમાતાના
રક્ષણ માટે જ સ્થપાયેલી છે. ' સ્વામીજી : દુકાળમાં લાખ માણસો તમારા પિતાના ભાઈઓ " , " અને બહેનો મૃત્યુના જડબામાં પડ્યા હોય તે વખતે
તમને તમારી ફરજ મનમાં નથી આવતી કે તમારી
પાસેના સાધનોનો ઉપયોગ તે ભયંકર આફતમાંથી " . તેમને અન્ન આપી ઉગારવામાં કરે ઘટે? ઉપદેશક : નહિ. આ દુકાળ મનુષ્યના કર્મ, તેમનાં પાપના : પરિણામે પડ્યો છે.
' સ્વામીજી (ાધિત બનીને): જે મંડળીઓ મનુષ્ય માટે - સહાનુભૂતિ ન ધરાવે અને પોતાના ભાઈઓને
ભૂખે મરતાં જોઈને પણ તેમની જિંદગી બચાવવા ' , એક મૂઠી ચોખા પણ ન આપે, જયારે પક્ષીઓ
અને પશુઓને બચાવવા ઢગલાબંધ અનાજ આપી છે, તે મંડળીઓ પ્રત્યે મારી જરાય સહાનુભૂતિ
નથી, અને તેમાંથી સમાજ જરા ગે લાભ પામે ... .. એ હું માનતા નથી. . ' ' તમારો જે ઉદેશ છે તે સંબંધે પણ તમારા . કથન પ્રમાણે એમ કહી શકાય કે ગૌમાતાઓ
કર્મથી ખાટકીઓના હાથમાં પડે છે અને . મરે છે અને તેથી આપણે તે સંબંધમાં કંઈ ન
કરવું જોઈએ. મનુષ્યજાતને પહેલી બચાવવી છે. જોઈએ; મનુષ્યને અન્ન, શિક્ષણ અને ધર્મભાવના . . અવશ્ય આંપવાં જોઈએ. એ સઘળું કર્યા પછી ' , જે નાણું બચે તે પછી જ તમારી મંડળીને
કંઇક આપવું જોઇએ. -. ગાય આદિ ઢોર મૂંગા-અવાચક પ્રાણી છે, વળી ગાયો દૂધ આપે છે. તદુપરાંત તેની સંતતિ બળદો એ કૃષિપ્રધાન હિંદ માટે જબરૂં કૃષિસાધન છે, તે વાતનો ઉક્ત વાર્તાલાપમાં ઉલ્લેખ નથી થયો; છતાં પંચૅકિય સંસી બોલતા વિચારતા મનુષ્ય પ્રાણી અને ગાય આદિ મૂગા ઉપયોગી પ્રાણી વચ્ચે પ્રથમ
કોને પસંદગી આપવી એ સવાલ ઉપસ્થિત થાય ત્યારે મનુષ્યને પ્રધાન સ્થાન આપવું ઘટે, બંનેને રક્ષણ આપી શકાતું હોય ને તે શ્રેષ્ઠ છે; વળી દુ:ખી જ પોતાના કર્મના ફળ ભોગવે છે એમ માની તેમનાં દુઃખ દૂર કરવાને પુરૂષાર્થ તેઓએ તેમ જ બીજાઓએ ન કરો એ કર્મવાદની ભૂલભરેલી સમજ છે. દુષ્કાળના પડધા અત્યારે પડી રહ્યા છે તે વખતે મનુષ્યસંકટ નિવારણના સ ઉપાયે પ્રધાનપણે લેવાવા ધં. અને બીજી બધી વસ્તુઓ ઉપયોગી છતાં મનુષ્ય જીવનથી ગૌણ લેખાવી ઘટે.
મોહનલાલ દેસાઈ . " """ """""
માનવ સંસ્થાઓના પ્રાગતિક - " આરોહ અને અવરોહ [ફેરવર્ડ બ્લેક” નામના તાજેતરમાં પ્રગટ થયેલા અંગ્રેજી સાપ્તાહિક પત્રમાં શ્રી. સુભાષચંદ્ર બોઝને રિવર્ડ બ્લેક શા માટે? એ મથાળાનો એક લેખ પ્રગટ થયો હતો. તેમાં માનવસંસ્થાઓના પ્રાગતિક આરોહ અવરોહ કેમ થાય છે તે સંબધે કેટલાક લાક્ષણિક વિચારે તેમણે રજુ કર્યા હતા. એ લેખના સર્વસામાન્ય ઉપયોગી વિભાગને નીચે અનુવાદ આપવામાં આવે છે, ]
માનવ સંસ્થાઓનો વિકાસ કેમ થાય છે એ સંબંધમાં અનેક સિધ્ધાન્તો અને વિચારશ્રેણીઓ રજુ કરવાવામાં આવે છે, પણ મને હેગલને સિધાન્ત સૌથી વધારે આદગ્ય લાગે છે. પ્રગતિ હંમેશાં એકધારી અને ચોક્કસ ક્રમ મુજબ જ સધાતી નથી તેમ જ પ્રગતિનું સ્વરૂપ હંમેશાં : શાન્તિમય જ હોય છે એમ પણ નથી. ઘણી વખત વિવાદ અને અથડામણમાંથી. પણ પ્રગતિ જન્મે છે.
' . . . ' , 'સ્વીકત વિચાર અને નવા વિચારના સંઘર્ષણમાંથી એ વચ્ચેનો નો સમન્વય ઉદ્દભવ પામે છે. આ જ સમન્વય કોઈ પણ સંસ્થાના પ્રાગતિક રૂપાતરના આગામી ક્રમમાં સ્વીકૃત વિચારનું સ્થાન લે છે. આ સ્વીકૃત વિચાર પાછું પ્રગતિનું નવું સીમાચિહ્ન સુચવત નો વિચાર જન્માવે છે અને એ બંનેની અથડામણમાંથી વળી પાછો ન સમન્વય જન્મે છે. આ રીતે પ્રગતિનું ચ: આગળ ને આગળ ચાલે જાય છે. . . . . - જે લોકો હરપળે અને હરઘડીએ, કોઈપણ રીતે અને કાંઈ પણ સંગોમાં એકતાની વાત કરે છે અને એક્તાનો ઉપદેશ આપે છે તેઓ પ્રગતિના આ મુખ્ય નિયમને વિસરી’ જાય છે. આપણે સાચી એકતા અને બનાવટી એક્તા, ફાર્ય તરફ લઈ જની એકતા અને નિષ્ક્રિયતામાં ડુબાડી રાખતી એકતા, પ્રગતિ સાધક એકતા અને પ્રગતિવિધાતક એકતા–એ બન્ને વચ્ચે વિવેક ' કરે છએ. આજ કોઈપણ હિસાબે અને કોઈ પણ સંયોગમાં એક્તાની ચાલી રહેલી બૂમ જેઓમાંથી કાર્યશંક્તિ નષ્ટ થઈ ગઈ છે અને જેમાંથી ક્રાન્નિનિષ્પાદક પ્રેરણા લુપ્ત થઈ ગઈ છે તેમને માટે બહુ જ સગવડ પડતી વસ્તુ બની ગઈ છે. એકતાની મેહક વાતોથી આપણે આડે માગે ઘસડાઈ ન જએિ. જે હિલચાલ જીવતી અને જાગતી હોય છે તે દરેક હિલચાલમાં આગામી નવવિચારની મશાલ ધરત એક અપ્રગટ ઉદ્દામ પ્રતિપ! અસ્તિત્વ ધરાવતે જ હોય છે. કાળના પરિપાક સાથે આ અપ્રગટ પ્રતિપક્ષ મૂર્તસ્વરૂપ ધારણ કરે છે અને તે મારફત વિશેષ વિકાસ અને પ્રગતિ સધાય છે. ચોકકસ સંયોગોની ઘટના વચ્ચે આ પ્રતિપક્ષે કેમ કામ લેવું. અને કેમ આગળ વધવું તે નક્કી કરવાનું કામ રાજકારણી અને કેટલીક વાર તાત્વિક
(વધુ માટે જુઓ પાનું ૫) : ' . '