________________
તા. ૧૫-૮-૩૯
પ્રબુદ્ધ જૈન
જુની પ્રણાલિકાજ સમાજજીવનની રક્ષક છે એમ માનીને જડની માફક તેને વળગી રહે છે. આ વર્ગ સમાજ તરફના આંધળા અવિચારી પ્રેમથી સમાજની સુંદરતા, ઉપયોગિતા, અને વિશાળતાને અજાણતાં હણી રહે છે.
બીજે વર્ગ છે યત્કિંચિત પ્રકાશ પેખેલાઓનેપ્રકાશના દર્શન પછી આ વર્ષને અંધકાર ગમતું નથી. પણ એ પ્રકાશને પિતાનો કરી લેવાની પુરી શક્તિ કે સંગઠ્ઠન ન હોવાથી પરાણે તેને અંધારા સમાજને વળગી રહેવું પડે છે. અંધારા સમાજમાં-ભળવાનું તેને અરૂગતું હોય તેયેવ્યવહારિક બંધના-સંબંધે તેને વારંવાર ભળવાની ફરજ પાડે છે. આમ પેખેલે પ્રકાશ સંગઠનના અભાવે તેમજ અશકિતથી તેને માર્ગ પુરી રીતે અજવાળી શકતા નથી. માત્ર ગણગણતા શીખવે છે. સમાજમાં દુ:ખની, અવ્યવસ્થાની, અશાન્તિની બુમ પાડનારો વર્ગ આ બીજે વર્ગજ છે. - ત્રીજો વર્ગ છે “સમાજ એ કદી ન સુધરી શકે એવી સ્થિતિએ પહેરોલે દદી છે” એમ માનનારાએને. આમ માની લઈને એ સુધારક વર્ગ ન સમાજ રમવા દે છે, અથવા તેમ ન બને તે પોતાને નાનકડા પીડે રચી બેસે છે. આ વર્ગ શકિતશાળી હોય છેપણ કેટલીક વખત એ અજ્ઞાનથી સુગાવાને બદલે અજ્ઞાાનીઓથી સુગાવાની ભૂલ કરે છે અને અજ્ઞાન પ્રત્યે ઘણા બતાવવાનું બદલે અશાનીઓ પ્રત્યે ઘણું કરે છે.
આ વર્ગ પાસેથી સમાજ શું આશા રાખી શકે? આ વગર સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે? તેમાંને છેડે ભાગ વળી રાષ્ટ્ર કે માનવ-સમાજની વિશાળ ભાવનામાં માનતે હોવાથી સામાજિક ક્ષેત્ર તેમને સાંકડું પડે છે એટલે તે અવગણનાથી નહિ તે અધિથી સમાજની ઉપેક્ષા કરે છે. આવા વર્ગ પાસેથી પણ મર્યાદિત સમાજ વધુ આશા ને રાખી શકે.
- સાચે પ્રકાશ તે તે છે કે જે બીજેઓ તરફ તેજના કિરણો ફેલાવે, સાચે સુધારક તેજ છે કે જે બીજાને સુધારાના સદર માગ વાળે. આ વાત આજે લગભગ લક્ષ હાર જતી હોય તેમ સર્વત્ર દેખાય છે. એક વ્યક્તિ તે સમાજની, સમાજ તે રાષ્ટ્રની અને રાષ્ટ્ર તે માનવસમાજની નાનીશી મૃતિ છે તે વાત રાષ્ટ્રને નામે કે વિશ્વને નામે નાના સમાજની કે વ્યકિતની અવગણના કરનારા ભુલે છે, તેથીજ માનવ સમાજનો નીચલો થર અતિ નબળે રહે છે.
આ રીતે જોતાં સમાજમાં કાર્ય કરનાર, તેને માટે ઝુઝનાર, મથનાર પહેલા બે વર્ગના માણસજ છે. ત્રીજો વગ સમાજ માટે ઉદાસીન છે.
અત્યારે ઝાલરી વગાડીને જ્ઞાતિ સુધારણા સમાજ સુધારણ માટે ઉહાપોહ કરનારો વર્ગ બીજો વર્ગ છે. તેની શકિત હજુ પુરેપુરી સંગઠિત થઈ નથી. સમાજનું ભાવિ સાચી સુધારણા આ વર્ગના સંગઠન ઉપર અવલંબે છે. જ્યાં સુધી આ સંગઠન ન થાય ત્યાં સુધી સમાજને નવા અને જુનાની ખેંચતાણમાં ખેંચાવું જ રહે છે.
રૂઢિચુસ્તને સમાજની બિમારી દેખાતી નથી. એટલે પ્રેમભરી બેદરકારીથી તેને તે રીબાવા દે છે. બીજો વર્ગ ભિન્નભિન્ન વેરાયલા બળોને એકત્રિત કરી સંગઠિત થઈ માંદા સમાજના વખતસર ઉપાય કરતું નથી. તેથી સમાજ પીડાય છે. આ રીતે એકની જડતા અને બીજાની શિથિલતા સમાજની સત્યાનાશીની કારણભૂત બને છે.
જેને સમાજની વિકૃતિને ખ્યાલ છે, બિમારીનો ખ્યાલ છે, શકિત અશકિતને ખ્યાલ છે તેજ તેને ઉપાય કરી શકે છે સમાજજીવનના બે પ્રાણપષક મળતો “સાધન અને સહકાર” (પ્રેમ અને અર્થ)ને દુરૂપયોગ કે વ્યર્થ વ્યય જ સમાજની અત્યારની સ્થિતિનું કારણ છે. જ્યારથી સમાજમાં મુડીવાદી માનસ અને અંગત સ્વાર્થ આંધળી રીતે પ્રવેશ પામ્યા, તથા કોઈપણુના હાથમાં સત્તા એકહથ્થુ થઈ, અને જીવનનિણ પથાર્થોથા અને ઘમંડી ધમાંચાર્યોને ભળ્યા ત્યારથીજ સમાજ વિકતિના શ્રીગણેશ મંડાયા. આ કારણેજ સમાજના કેટલાયે ઉપયોગી તત્વો અનુપયોગી બ૯કે અનિદ્રકારક થઈ પડયાં. કુરૂઢિઓ, વહેમ, અર્થવ્યય, કે એવી બીજી વિકતિઓનો સમાવેશ ઉપલા મળતના દુરૂપયોગમાં આવી જાય છે. અનુભવીઓ કહે છે કે હજુ પણ ઉપાય કરવામાં આવે તે સમાજનું દર્દ અસાધ્ય નથી થયું; માત્ર કષ્ટ સાધ્ય છે,
જે વર્ગ સમાજને દમય માનતા નથી, કંઈ ઉપાય કરવો જરૂરી માનતા નથી તેની સામે તન્દુરસ્ત સમાજનું ખરું સ્વરૂપ એક વખત રજુ કરવું અતિ જરૂરનું છે, ત્યારેજ તે પિતાને દુબળા સત્વહીન સમાજની ખરી સ્થિતિ સમજશે. આ કાર્ય જેનામાં સમાજ પ્રત્યેની મમતા સજાગ છે, જેણે યત્કિંચિત પ્રકાશ જોયો છે. જે વિશાળ વિશ્વના કે રાષ્ટ્રના એક અવિભાજય મા ઉપયોગી અંગ તરીકે સમાજને પણ વિકાસ અને તન્દુરસ્તી ચાહે છે અને જે બાળવાર બનીને પણ સમાજમાં રહેવા માગે છે તે બીજે વર્ગજ કરી શકશે. પોતાની આસપાસ તન્દુરસ્ત સમાજ રચીને રૂઢિચુસ્તોને તન્દુરસ્ત સમાજનું સાચું સ્વરૂપ બતાવી આપ વામજ આ વર્ષની સાચી સમાજ સેવા છે. તદુરસ્ત સમાજ કેવો હોય, ઉપયોગી સમાજ કેવો હોય, વિકાસ અને પ્રગતિ પ્રેરક સમાજ કેવો હોય તેની ટુંકી રૂપરેખા તૈયાર કરી તેવા સમાજમાં માનવાવાળાઓને સંગઠિત કરી તે સંગઠન દ્વારાજ ખરે ઉપાય થઈ શકશે. એક મોટો સમૂહ “એકજ અવાજમાં પિતાનું મંતવ્ય મજબૂતપણે રજી કરી શકે છે, જગત વ્યકિત કરતાં સમૂહ બળને વહેલું અને વધુ સાંભળે છે.
સાયા સમાજમાં—અર્થ અને પ્રેમ (સાધન અને સહકાર)ને સુગ્ય વિનિયોગ કરવામાં આવે છે, રક્ષણ કરવામાં આવે છે. સમાજની બધી વ્યવસ્થા, વ્યવહાર કે મર્યાદાઓ આ બે તત્વેનાં પિષક હોય છે.
સાચા સમાજમાં વ્યર્થ વ્યય ન જ હોય; પણ ખુટતું પુરૂં કરી પ્રગતિને માર્ગે આગળ વધવામાં કારણભૂત-સાધનભૂત બનવાનું જ હોય.
સાચા સમાજમાં શારીરિક, માનસિક, નૈતિક અને આર્થિક તન્દુરસ્તીની સમતલતા જાળવી રાખનારાજ વ્યવહારો હોય.
સાયા સમાજમાં વગભેદ કે સ્થિતિભેદને સ્થાન જ ન હોય. નીતિ નિયમના કાનુનો સૈના માટે સરખા અને સૈાથી પાળી શકાય તેવા તથા દેશ યુગ કાળાનુસાર ફેરવી શકાય તેવા હોય.
સાયા સમાજમાં કેટલાએક વ્યકિતગત વ્યવહાર વ્યકિત સ્વાતંત્ર્ય ઉપર છોડવામાં આવે. સમાજના અન્ય અંગને નુકશાનકારક, અન્યની પ્રગતિને અવરોધક કે સમગ્ર સમાજની