________________
પ્રબુધ જૈન
તા. ૧૫-૮-૨૯,
सच्चस्स आणाए उव्वठिओ मेहावी मारं तरई। રાજ્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. BEFLESSENGERHETTINEFFERSHEEEEEEFFFFABF%
ક ખ ક જે નું HEREF:
HHHHHHHHHHHHHHHHrsian.
તા. ૧૫-૮-૧૯૩૯, મંગળવાર.
સમાજ સુધારા ઉપર એક દ્રષ્ટિ
એક કાળે સમાજ ઉપયોગી હતા, પ્રગતિપ્રેરક હો, જીવંત હતો. વ્યકિતઓથી જે ન બની શકતું તે સમુદાય બળે સમાજ કરી શકતે, એટલે કે અનેકનું બળ તેમાં કેન્દ્રિત થઈ અજેય બનતું. તેની છત્રછાયા તળે રહેલા સાને સુખ, સંત અને આરામ હતું. પણ આજે એજ સમાજમાં • અસંતોષની વાળા દિન પ્રતિ દિન વધતી જાય છે, સુવ્યવસ્થા વિખાતી જાય છે, ઉપયોગી તત્ત્વો નષ્ટ થતાં જાય છે. માત્ર અમુક વ્યવહાર સાચવવા ઉપરાંત સમાજની વધારે ઉપયોગિતા સમાજના દીલમાં આજે દેખાતી નથી, છતાં શા માટે માનવીઓ સળવળતા નથી ? શા માટે નો માર્ગ શોધતા નથી ? શા માટે સમાજમાં આટલી ધી નિક્રિયતા ઉદાસીનતા, શિથિલના વ્યાપી ગઈ છે? આ પધા પ્રશ્ન જરા ઝીણવટથી તપાસીએ.
પ્રજા ઉત્તરાર અંધકારથી ટેવાતી ગઈ હોવાથી અંધકાર અંધકારરૂપ લાગતા જ નથી. અવ્યવસ્થા દેખાતી નથી. નિત્ય પરિચયને લીધે વિકૃતિ વિકૃતિ રૂપે જણાતી નથી.
અને સમાજ પોતે લગભગ નિક્રિય બની ગયેલ હોવાથી પિતાનામાં ઉપગી ત છે કે નહિ તે જોવાનું તેને ભાન પણ રહ્યું નથી. સૈકાઓ થયાં સમાજે પોતાની ધુરા ધર્માચાર્યો અને થોડાક એકહથ્થુ સત્તાધારી આપખુદ માનવીઓ કે જે પિતાને મહાજનના મોટા નામે ઓળખાવે છે તેના હાથમાં સેંપી દીધેલ હોવાથી તેની ઉપરવટ થઈને કંઈ કરવાની હામ કે શકિત નથી. જીવનના નિણ જીવંત સ્થિતિ ઉપરથી થવાને બદલે સૈકાઓ પહેલા લખાયેલા નિર્જીવ પુસ્તકાના ફરમાનોથી થતા હોવાથી આ યુગની કેઈપણ દલીલ સ્વીકાર વાની તૈયારી નથી. બાપદાદાઓ ડાહ્યા હતા, શાસ્ત્રકારો અકકલવાળા હતા. અને શાસ્ત્ર વચન દેવવાણી તુલ્ય છે” એમ માનતા હોવાથી, માથું ઉંચુ કરવાની જરૂર પણ સમાજસભ્ય કે સમાજમેવડીઓને ભાસતી નથી. - જેઓ એક યા બીજા કારણે અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા છે તેઓને અલબત્ત અંધકાર ગમતો નથી, પણ પિબેલે. એ પ્રકાશ પોતાના ઘરમાં કેમ ભરી તેની તેમને પુરી ગમ નથી એટલે તેઓ નિસાસા નાખીજ બેસી રહે છે. બને તેટલા એ અંધકારથી દૂર રહેવા મથે છે પણ જીવન વ્યવહારો એ અંધારિયા સમાજ સાથેજ સંકળાયેલા હોવાથી અનિચ્છાએ પણ વારંવાર તેમને એ અંધારામાં ડુબકી મારવી પડે છે તે પ્રકાશ ગુમાવવો પડે છે. આ રીતે પ્રકાશ અને અંધકારની વચ્ચમાં જ અટવાયા કરીને ધીરે ધીરે તે સમાજ તરફની પ્રીતિ ગુમાવી બેસે છે; નિષ્ક્રિય બને છે, અને રફતે રફતે દેગેલે પ્રકાશ પણ અદ્રશ્ય થઈ જાય છે.
જેઓ પ્રકાશને પુરે સમજ્યા છે અથવા સમજવાનો , દાવો કરે છે તે પિતાનું અંધારું ઘર તજી પ્રકાશનાં કિરણો સર્વવ્યાપી બનાવવાને બદલે પોતાના અંગત આવાસમાં જ એ પ્રકાશને પુરી રાખી બીજાનો અંધકાર દૂર કરવામાં બહુ ઉપયોગી થતા નથી. અથવા તે કોઈ વળી વિશાળ ગગનગામી ભાવનાઓને પુજારી બની સમાજ ક્ષેત્રને સંકીર્ણ માની તેની ઉપેક્ષા કરે છે, પરિણામે સમાજ કે જ્યાં એક કાળે ઝળહળતા પ્રકાશ હતો ત્યાં આજે અંધારાં ઉતર્યા છે. જ્યાં અનેક ઉપયોગી તો હતાં ત્યાં આજે માત્ર અવ્યવસ્થા અને પિકળતાજ દેખાય છે. જ્યાં દરેક માનવીને સુખ-સગવડ ને કર્તવ્ય કે વિકાસનું ક્ષેત્ર મળતું ત્યાં કલહ-કંકાસ, સ્વાર્થસંકુમિતતા, કુરૂઢિઓ અને અનેકવિધ અંતરાએ પોતાનો અ જમાવ્યું છે. આ રીતે ઘસાતા ઘસાતા નિરોગી સમાજને સ્થાને આજે માત્ર માંદલું બેખું જ રહ્યું છે. તે ખોખા ઉપર આર્થિક સંકડામણ, બેકારી, વ્યર્થ વ્યય, પક્ષપાતી વ્યવસ્થા અને પરપીંડજીવી માનવ રૂપી કીડાઓ પિતાની તીક્ષણ દાઢે વડે અનેક છિદ્ર પાડી રહ્યા છે, અને તે દ્વારા સમાજનું રહ્યું હું પ્રાણતત્વ, જીવનતત્ત્વ પણ અનેક મુખે નિરર્થક વહી રહ્યું છે. એ શકિતવ્યય કઈ રીતે અટકાવ એ આજે તે એક મહાન થઈ પડયો છે; આ દશામાં શું કરવું? અંધારા સમાજમાં સબડવું? હાડપિંજરમાં પ્રાણ હેય ત્યાં સુધી પુજા કરતાં બેસી રહેવું અને પ્રજાને મુડદુ વારસામાં આપતા જવું કે સમાજ પ્રત્યેની જુની મમતા દીલમાં જાગ્રત કરી તેને સચેત કરવા, વિશુધ્ધ કરવા, પ્રકાશિત કરવા કંઈ પ્રયાસ કરે? સમાજ શરીરમાં પેઠેલી વિકૃતિઓ દુર કરી તેને તન્દુરસ્ત બનાવવા મથવું કે જાનું તજી નવું નિહાળવા નીકળી પડવું ? આ પ્રશ્ન આપણને મુંઝવે છે, સુધારો કરી જુના જાણીતા વડિલોના સ્મારક રૂપેજ સમાજને ઉપયોગી કરો કે તેને તોડી ફેડી નવીન સમાજની રચના કરવી? વિકારાન્ત એમ લાગે છે કે નવું નિહાળવા કરતાં ઉપસ્થિત સમાજને તન્દુરસ્ત બનાવવા મમતાપુર્વક મથવું એજ ઈષ્ટ માર્ગ છે. એજ સંસ્કૃતિ ટકાવવાને માગે છે,
સમાજ જીવનમાંથી તેના બે મૂળતત્વો--જીવનતત્તઆર્થિકત્વ અને પ્રેમતત્વ (સાધન અને સહકાર) આજે નામશેષ થઈ રહ્યા છે. અનેક છિદ્વારા વળી સમાજ કલેવર નીચેવાઈ ગયું છે. આમ છતાં મહાજન સંસ્થાઓ, સાધુ સંસ્થાઓ અને રૂઢિચુસ્તએ એ વ્યાધિનો સારો ઉપાય ન કરતાં અજ્ઞાન મુખ માણસે જેમ વ્યાધિ નિવારણાર્થે દોરા ધાગા કે મંતરજંતરનો ઉપયોગ કરે છે તેમ દંડ પ્રાયશ્ચિત, ફરજિયાત બંધનો, વાડા, તડા, ઘોળ, જેવા ઉંટવૈદ્યના ઉપાયો લઈને માંદા સમાજને વધુ ને વધુ ગુંગળાવવા માંડશે. પરિણામે સમાજશરીરને વ્યાધિ મટો તો દુર રહે પણ ઉલટ વ્યાધિ અને ઉપાય બનેથી સમાજ આજે મરી રહ્યો છે અને નિવારણ શું હોઈ શકે એ શોધવું રહ્યું.
આપણું આધુનિક સમાજમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના માણસે વસે છે.
એક તે રૂઢિચુસ્ત વ—આ વર્ગના માણસો સહનશીલ અથવા રીઢા હોવાથી અંદરના કે બહારના પ્રહાર - તેમને બહુ અસર કરી શકતા નથી. જેમ તેઓ સમાજના કેહવાટથી ગભરાતા નથી તેમ સુધારના પ્રહારોથી પણ ગભરાતા નથી. પિતાની રીતે તેઓ સમાજને માહે છે. અને