________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૫-૩૯
લગ્નઃ ચારિત્રય ઘડતરનું સાધન
. ( ૩ જા પાનાનું ચાલુ) રાખલા તરીકે કાયદાની દ્રષ્ટિએ વિધવા લગ્નની છૂટ
• અપાઈ. પરંતુ જાહેરમત ન કેળવાય ત્યાંસુધી એ અત્યંત નિંદનીય કાર્ય ગણાતું. એ જ રીતે હિંદુધર્મના કાયદામાં પત્નિ હયાત છતાં બીજી પત્નિ કરવાની છુટ છે. છતાં આપણે અનુભવ છે કે અત્યારે બીજી પતિન કરનારની દયાજનક સ્થિતિ થઈ પડે છે. સમાજના સખ્ત રોષને પાત્ર બને છે.
એટલે જાહેરમત વિશેષ મહત્વ ગણાય છે. સ્ત્રી-પુરૂજનું આકર્ષણ કુદરતી છે. એ શારીરિક જરૂરિયાત છે. એક જ , વ્યવહારના બે ભાવ સમાજે શબ્દોથી સજર્યા છે. એકનું નામ પ્રેમ છે. બીજાનું નામ વ્યભિચાર છે. એટલે પ્રેમ કોને કહે અને વ્યભિચાર કોને ગણવે એ સમાજ નકકી કરે છે.
અનિયંત્રિત વ્યવહુાથી બચવા ખાતર એક સ્ત્રી અને
* એક પુરૂષના જોડાણને આપણે લગ્ન ગમ્યું છે. એક રીતે બહય તેડવું એ શરીરનું વિનાશ તત્ત્વ છે. તેય આ તત્ત્વ વિનાશક હોવા છતાં સુખમય છે. આકર્ષક છેિ. એમાં જ કુદરતે સર્જન શકિત મૂકી છે.
" માણસ સ્વભાવે સ્વાથી છે. પરંતુ લગ્ન પછી સ્ત્રી, સંતાન એનામાં કુટુંબભાવ જગાડે છે. ત્યાગ . અને નિઃસ્વાર્થવૃતિ પ્રેરે છે. સાથે સાથે સંકુમિત દ્રષ્ટિ પણ આવે છે. મારૂં ઘર, મારી સ્ત્રી, મારૂં કુટુંબ એમ મારૂં મારૂં કરીને વિશાળતા ભૂલે છે. સાધારણ રીતે સ્ત્રીઓમાં સંકુશ્ચિતતા પ્રબળ રહી છે. એનું એક કારણ અભ્યાસનો અભાવ છે.
એક પુરૂષ અને સ્ત્રી કરી શકે છે. લગ્નમાં આજે રાતિની કડક મર્યાદાઓ નડે છે. લગ્નવિચ્છેદની છુટ નથી. આમાં કુદરતી કાનુનો કે સારાનરસાપણાનો જેટલો વિચાર થાય છે એથી વિશેષ રૂઢિને ખ્યાલ કરવામાં આવે છે. હું એટલું ચોકકસ માનું છું કે આપણી મર્યાદા એવા પ્રકારની હોવી જોઈએ કે જેથી સ્ત્રી પુરી બનેના દિલમાં એની પ્રસન્નતા ટકે.
લગ્નવિચ્છેદની છુટથી સ્ત્રી પુરૂષના જીવન અસંયમી
= ન થાય એ આપણે જરૂર વિચારીએ. પરંતુ એક બીજા વચ્ચે તિરસ્કાર હોય, એક બીજાને જોઇને ઘણું છું એટલે સંબંધ બગડે હોય ત્યારે લગ્નવિચ્છેદની છુટ હેવી જોઈએ. ક્રાયદામાં છૂટાછેડાની પરવાનગી રાખો. સાથે સાથે જહુરમત એટલો મજબૂત બનાવે કે માણસ સ્વર' ન ધરે
બની શકે તે વિધવા વિવાહ ન કરે. પરંતુ એમનું જીવન વેડફાઈ જતું હોય તો લગ્ન જ આવશ્યક છે. લગ્ન વધુ સંયમ તરફ લઇ જનાર નિવડે છે.
સંયમ પણ સાધન છે. સાધ્ય નથી. સાત આત્મિક આનંદ છે. સંયમ જ જે ધ્યેય બને તો આનંદ મરી જાય છે. અને માણસ કરમાયેલું કોયલું બને છે - આપણી લગ્નસંસ્થાએ આ બધી હકીકત વિચારવી ઘટે.
લેખકોને નમ્ર વિજ્ઞાપન રા, સમાજ તેમજ ધર્મના પ્રશ્નોમાં રસ લેતા બંધુ ભગિનીઓ ને “ પ્રબુદ્ધ જૈન' ઉપર જુદા જુદા દષ્ટિબિન્દુએ રજુ કરતા લેખો, વયપત્રે તેમજ ટુંકી વાર્તાઓ મેકલવા સાદર નિમંત્રણ આપવામાં આવે છે. કોઈપણ વિષય જુદાં જુદાં દૃષ્ટિકોણથી સર્જાય ત્યારે જ તે વિષયની સાથી સમજણ સમાજને પ્રાપ્ત થાય છે અને તેથી સત્યને લયમાં રાખી કોઈ પણ મુદ્દાની ચર્ચા થાય એ આવકારદાયક છે. લે, યપ કે લધુવાર્તાઓ મોકલનાર ભાઈ બહેન નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખે એટલી વિનંતિ છે.
" (૧) દરેક લેખ કે ચર્ચાપત્ર બને તેટલું ટુંકુ અને અન્તર્ગત મુખ્ય વિચારને સ્પષ્ટ રીતે રજુ કરતું હોવું જોઈએ. કોઈપણ લેખ કે અપત્ર આ પત્રના બે કલમથી વધારે મોટું હોવું ન જોઈએ. અસાધારણ અગત્યવાળા કાઈ લાંબા લેખના ભાગ પાડી બે ત્રણ અંકમાં કટકે કટકે પ્રગટ કરવાની તંત્રીને છુટ રહેશે.
(૨) જે કે લેખ કે યુપત્ર સત્ય કે સભ્યતાની મર્યાદાની ઉપેક્ષા કરતું તંત્રીને માલુમ પડશે તે લેખ કે ચર્ચાપત્ર પ્રગટ કરવામાં આવશે નહિં.
(૩) કોઈપણ લેખ કે ચર્ચાપત્ર ટુંકાવવાની, તેમાંથી કોઈ પણ વાંધા ભરેલા ભાગે રદ કરવાની, કે અમુક જ ભાગ પ્રકાશન માટે પસંદ કરવાની તંત્રીને પુર્ણ સત્તા રહેશે.
(૪) કેઈપણ લેખ કે પત્ર પ્રગટ કરવું કે નહિ તેને નિર્ણય કરવાની સત્તા તંત્રીની રહેશે. અને કોઈપણ લેખ કે જપત્ર પ્રગટ નહિ કરવાનાં કારણે આપવાને તેમજ તેવા લેખે કે પત્ર લેખકોને પાછા મોકલી આપવાને તંત્રી બંધાયેલા ગણાશે નહિ.
(૫) લખાણ કાગળની એક બાજુ શુદ્ધ અને સ્પષ્ટ અક્ષરોએ લખાયેલું હોવું જોઇશે.
(૬) સામાજીક હિતને અસંબંધ એવી વ્યકિતગત કે આક્ષેપોને માટે આ પત્રમાં સ્થાન નથી.
આટલી મયાંદા ધ્યાનમાં રાખી લેખકબંધુઓ તેમજ બહેને “પ્રબુદ્ધ જૈન'ને બને તેટલું સમૃદ્ધ બનાવવામાં પુરો સહકાર આપશે એવી આશા રાખવામાં આવે છે. નાનાં કાવ્યો. રમૂજી પ્રહસનો તેમજ કટાક્ષ ચિત્રો પણ આ પત્રમાં પુર આદર સ્થાન પામશે.
સુધારક યુવકોને સૂચના (1) તમારા ગામમાં જન સમાજમાં બનતા સુધારાની તેમજ
પ્રત્યાઘાતી સુધારાના બનાવે લખી મોકલે. (૨) મુંબઈ જૈન યુવક સંઘની જ્યાં મદદની જરૂર પડે ત્યાં
માગવાનું આમંત્રણ છે. (૩) બાળલગ્ન, કુલગ્ન અને બીજા સામાજીક અનિષ્ટોની
બદી સામે જ્યાં જ્યાં યુવકોએ જેહાદ જગાવી છે. તેના
ખબરો પત્રની ઓફીસ ઉપર મેકલી આપો. (૮) “પ્રબુદ્ધ જૈન' ના પ્રગતિશીલ વિચાર સાથે તમે સંમત
હે તો તેના ફેલાવામાં મદદ કરે. (૫) જૈન સમાજમાં બનતા બનાવ વિષે તમારા મન્તવ્ય
સાફ અને સ્પષ્ટ ભાષામાં લખી મોકલે.