________________
તા. ૧૫-૩૯
ચ. Æ.... ન
સ....મ....ય
કામે અર્જુન લુંટયા,
એહી ધનુષ્ય ઐહિં બાણ. '
પ્રબુદ્ધ જૈન
રાજકોટ પ્રકરણમાં આજે મહાત્મા ગાંધીજીની આવી જ કોઇ દશા થઇ રહી દેખાય છે. જે ગાંધીજીના શબ્દે શબ્દે અંગ્રેજી સલ્તનત કાંપતી હતી તે ગાંધીજીને રાજકોટની રિસ્થિતિ ભાખર મુંઝવી રહી છે. અને તેના ગુંચવાયલા કોકડાના કાંઇ ઉકેલ જ દેખાતા નથી. રાજકોટ તા ગાંધીજીનુ વતન અને રાજકાટનુ જે પિશાય મ`ડળ આજે ગાંધીજીના લોહીનું પાણી કરી રહેલ છે તે આખું મંડળ ગાંધીજીના વતનના જ માણસો. પ્રજાએ સત્યાગ્રહની લડત ચલાવી ; રાજાએ થાકીને સરદાર વલ્લભભાઇ પટેલ સાથે સંધિ કરી. એ સંધિને અમલ કરવા જતાં સલાહકારોની પુરી સલાહથી રાજાની દાનત બગડી. સંધિ તુટી; લડત ફરીને શરૂ થઇ ; અમાનુષી અત્યાષા. પ્રજાશકિતને રૂંધવા લાગ્યા, પ્રજા તેમજ ખરૂ કહીએ તે રાજાની સહાયે ગાંધીજી રાજકોટ ગયા. કુટિલતાની મૂર્તિ સમા વીરાવાળા અને તેના હાથમાં રમતા હાકારે ગાંધીજીને બે દિવસ રમાડવા પ્રયત્ન કર્યાં અને તેમાં નિષ્ફળ જતાં તે હતા તેવા પ્રગટ થયા. ગાંધીજીની શરમ, દુઃખ અને વેદનાના પાર ન રમે. યાં સુધી કોડાના ઉકેલના સાચા મા ન દેખાય ત્યાં સુધી તેમણે અનશન સ્વીકાર્યું. નામદાર વાઇસરોય વચ્ચે પડયા. વિવાદસ્પદ પ્રશ્ન સર મારીસ ગ્વાયરને સોંપાયા. તેના ગાંધીજીના પક્ષમાં નિકાલ આવ્યા. કરીથી ગાંધીજી રાજકોટના રાજપ્રકરણી પ્રશ્નનું સતષકારક સમાધાન રોોધવા રાજકોટ ગયા. સમાધાન લાવવા એક પછી એક અનેક ઉપાય સૂચવ્યા. તેમની સામે મુસલમાતા અને ભાયાનાં તૂત ઉભાં કરવામાં આવ્યાં. કારે અને વીરાવાળાએ સર મારીસ ગ્વાયરના ચુકાદાના શબ્દોને દુરૂપયોગ કરીને સમાધાનીના સર્વાં પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા. આજે દુનિયાને મોટામાં મોટા સંત પુરૂષ પોતાના જ વતનથી નિરાશ થયેલા, વમનભ’ગના આક્ષેપથી અપમાનિત થયેલા, ખાટી, ઉશ્કેરણીને ભોગ અનેલા મુસલમાને અને ભાયાતોથી હડધુત થયેલા પાછા ફરે છે; કુટિલતા મે ઘડી મલકાય છે; સતની સામે અસત્ય અને છળપ્રપ’૫ દિગ્નિજયની દુદુભિ વગાડે છે. રાજ્યનું પાપ પ્રગટી નીકળે છે, આપણે ઋઇ અધમતાની કાર્ડિ ઉપર ઉભા છીએ તેની આજે આખી દુનિયામાં જાહેરાત થાય છે. કાયિાવાડની આમાં અપાર શરમ ભરેલી છે. દુષ્ટતાની અધિસમા દરબાર વીરાવાળાએ કાર્ડિયાવાડના કપાળે કદિ ન ભૂંસાય એવી કાળી ટીલી ચોંડી છે.
કમનસીબ મહત્વાકાંક્ષા.
રાષ્ટ્રીય મહાસભાની કાર્યવાહક સમિતિના કેટલાક મુખ્ય સભ્યોએ રાષ્ટ્રપતિ તરીકે શ્રી. પટ્ટાભિ સીતારામૈય્યાને સુટવાની ભલામણ કરી તેની સામે આજના રાષ્ટ્રપતિ શ્રી. સુભાષષ દ્ર ખાત્રે પોતાની હરીફાઇ જાહેર કરી ત્યારથી તે આજ સુધીની સુભાષચંદ્ર એઝની કારકીદી કેવળ શરમ અને અને દુ:ખની કહાણી છે, રાષ્ટ્રીય મહાસભાના સરનશીન થવા માટે અનેક અસત્યાથી ભરેલાં નિવેદનેા પ્રગટ કર્યાં અને કારોબારીમાં સાથે કામ કરતા સાથીઓ ઉપર બીનપાયાદાર આક્ષેપો કર્યાં, પોતે કશું કામ ન કરી શકે એવી સ્થિતિમાં
૫
હોવા છતાં પાતે ત્રીપુરી આવ્યા અને રાષ્ટ્રીય મહાસભા કશી પણ મહત્વની વિશ્ચારણા કરી શકે એવું વાતાવરણ જ ઉભું થવા ન દીધું ; શ્રી. ગોવિંદ વલ્લભ પંતને રાવ પોતે જ રજુ થવા દીધો અને તે રાવ બીન બંધારણસર હતા. એમ પાછળથી પોતે જાહેર કર્યું". રાષ્ટ્રીય મહાસભાએ બહુ જ મોટી બહુમતીથી મંજુર કરેલા ગાવિંદ વલ્લભ પરંતના દેરાવને આજ સુધી જરા પણ અમલ ન કર્યાં અને ગાંધીજીની સુક્ષ્મના મુજબ કારોબારીની હજી સુધી જાહેરાત ન કરી; આખી રાષ્ટ્રીય મહાસભાની સુકાની વિના આમ તેમ લા ખાતી નાકા જેવી દશા કરી નાખી. આજ સુધીમાં એક પછી એક ચિત્રવિચિત્ર નિવેદનો તેમણે બહાર પાડયાં. અને રાષ્ટ્રપતિના ગૈારવભર્યા સ્થાનને હાંસી અને ઉપહાસનુ` પાત્ર બનાવી દીધું. આ બધા પાછળ મહાત્મા ગાંધીજીના તેજોદ્વેષ અને અંગત મહત્વાકાંક્ષા સિવાય બીજું કશું જ તત્વ નજરે પડતુ નથી. રાષ્ટ્રપતિ જેવા મહાન સ્થાન ઉપર આરૂઢ થયેલા માણસ આવી પામરતા દેખાડે તેનાથી વિશેષ શરમાવા જેવુ ખીજું શું હોય ? જ્યારે ગાંધીજીની સરદારી નીચે એકત્ર અને એકસુર બનીને આખા રાષ્ટ્રને સ્વરાજ્યની અતિ સમીપ લઇ જવાની અસાધારણ સુંદર તક ઉભી થઇ છે ત્યારે રાષ્ટ્રપતિ સુભાષ એઝ પોતાના મિત્રવિષિત્ર વર્તનથી સમસ્ત દેશના અયને છિન્ન ભિન્ન કઢી રહેલ છે એ આપણા દેશની અતિશય દુઃખદ કમનસીબી છે, ખાયા ડુંગર, કાઢયા ઉદર.
જૈન' પત્રમાં થાડા સમય પહેલાં શ્રી. ચીમનલાલ વાડીલાલ શાહે એક લાંબી લેખમાળા લખીને મુંબઇમાં કામ કરતી કેટલી સસ્થાએાની અને તેમાં પણ ખાસ કરીને શ્રી. જૈન શ્વેતાંબર કોન્ફરન્વ અને જૈન યુવક સંધની વિગતવાર સમાલેાગ્યના કરી હતી અને એ બે સંસ્થાઓએ આજ સુધીમાં કશુ કર્યું નથી અને હવે પછી કશું કરી શકે તેમ નથી
કશું ન
એમ પુરવાર કરવા પ્રયત્ન કર્યો હતો. આ સંબંધમાં મુંબઈ જૈન યુવક સંઘ તરફથી વિગતવાર ખુલાસો હાર પાડવામાં આવ્યા હતા અને જૈન શ્વેતાંબર કોન્ફરન્સે આવી પર્ધામાં ઉતરવાનું બીન જરૂરી સમજીને માન સેવ્યુ હતું. એમની લેખમાળા વાંપતાં એમ આશા સેવાતી હતી કે આજના નિષ્ફળ પ્રયત્નાને ચેલેજ આપે એવી કોઇ પ્રાણવાન યેાજના તે સુષ્પવશે અથવા તેા એવી કા, કાય અને કાય જ કરે એવી કોઇ સસ્થા તેઓ ઉભી કરશે. પણ એવું કરતાં એ લેખમાળાના અંતે તે સૈા કાઇને શ્રી માંગરોળ જૈન સભામાં જોડાવાનું આગ્રહપુર્વક નિમંત્રણ આપીને વિરામ પામતા દેખાય છે, માંગરોળ જૈન સભા સબંધે વિરૂધ્ધ કે પક્ષમાં કશું જ અહિં કહેવાનું છે જ નહિ. તે પણ એક જાણીતી જૈન સંસ્થા છે અને બીજી સંસ્થાઓ માફક પોતે પસંદ કરેલા ક્ષેત્રમાં કીક કામ કરે છે. પણ જ્યારે જે સસ્થાના પોતે મંત્રી છે તેને જ તેએ આગળ લાવીને ધરે છે ત્યારે તેમને આપ્યા પ્રયાસ ડુગર ખાદી દર શેાધી લાવવા જેવા હાસ્યાસ્પદ લાગે છે, દેવદ્રવ્યના દુરૂપયોગની દુ:ખદ કહાણી.
સાંભળવા મુજબ મુંબઇમાં આવેલ શાતિનાથજીના મંદિરના ટ્રસ્ટીઓ અને સધના એક વિભાગ વચ્ચેના કટ મઢેલા અને બે વર્ષ સુધી પાલેલા ઝગડાના પરિણામે સાલીસીટરોનું બીલ રૂ. ૧૩૦૦૦) નુ રજુ થયેલ છે અને ગે ( વધુ માટે જુએ પાનુ ૩ ' )