________________
તા. ૧-૮-૩૯
પ્રબુદ્ધ જૈન
પરદેશમાં જૈન ધર્મ વિષે અજ્ઞાન
જૈન ધર્મને આપણે અનાદિકાળથી ચાલ્યા આવતા શાશ્વત ધમ માનીએ છીએ. અનાદિકાળથી પ્રવર્તતા ધર્મને ફેલાવો આખી દુનિયામાં હોવો જોઈએ તેના બદલે હિંદુસ્થાન સિવાય બહાર ભાગ્યેજ જૈન ધર્મના અસ્તિત્ત્વની કેઈને ખબર હોય છે. હિન્દુ ધર્મ તથા મુસલમાન ધર્મને આખી દુનિયા જાણે છે. ભગવાન મહાવીરના સમયથી શરૂ થયેલે અને જૈન ધર્મની સ્પર્ધા કરતા બધ્ધ ધર્મ હિંદુસ્થાનમાંથી લગભગ નાબુદ થયે છે છતાં તેને ફેલાવે હિંદુસ્થાન બહાર ખૂબ થયેલ છે અને જ્યાં તેને ફેલા નથી ત્યાં પણ તેની
ખ્યાતિ તો છેજ. પરદેશમાં જૈનધર્મ વિશે વાત કરીએ ત્યારે લેકે અજૉયબ થઈ જાય છે કે આટલા ઉઠ્ય ઉદ્દેશવાળે - તત્ત્વજ્ઞાનથી ભરેલો બ્રધ્ધ ધર્મ સિવાય બીજે ધમ દુનિયામાં
અસ્તિત્વ ધરાવે છે. આનો વિચાર કરતાં આમ બનવાનાં કારણો નીચે પ્રમાણે લાગે છે. (1) અત્યારે જૈનધર્મમાં જન્મ લીધો હોય તેને જ
આપણે જૈન માનીએ છીએ. બીજો કોઈ જૈન ધર્મ પાળવા તૈયાર થાય તેપણ તે વ્યવહારમાં જૈન ગણાતું નથી. આ રીતે આપણે ધર્મને જ્ઞાતિની
સ્થિતિમાં લાવી મૂક્યો છે. (૨) આપણું સાધુઓ જેઓની મારફતે ધર્મને પ્રસાર
થાય છે તેઓ પગે ચાલી વિહાર કરતા હોવાથી પરદેશ જઈ શકતા નથી, એટલે તેમનો પ્રચાર બહાર થઈ શકતો નથી. હિંદુસ્થાનમાં પણ તેઓ ગુજરાત બહાર પ્રચાર માટે વહુજ ચેડા વિહર,
કરે છે. જેમાં વિહાર કરે છે તેઓને જૈન ધર્મ સિવાય બીજું જ્ઞાન હું થોડું હોય છે. અત્યારની દુનિયાના સમાગમમાં તેઓ હેરતા નથી અને અંગ્રેજી કે બીજી કોઈ પરદેશી ભાષા તેમને આવડતી નથી. આ સ્થિતિમાં તેમને પ્રચાર અન્ય મતવાળાઓમાં થઈ શકતો નથી સાધુઓએ આ બાબત ઉપર વિચાર કર્યો દેખાતો નથી. તેમને આ સંબંધી વિચાર કરવા માટે અવકાશ પણ હોતા નથી. તેમાંના થોડાક પુસ્તકેનાં સંશોધન જેવાં કામ કરે છે. બાકીના તે ગઇ, તિથિ અને દેવદ્રવ્ય જેવી ચર્ચામાં પોતાને સમય વ્યતીત કરતા દેખાય છે. (૩) હાલના જમાનામાં કોઈ પ્રખર વિદ્વાન શ્રાવકે
દેખાતા નથી કે જેઓ જૈન ધર્મનો પ્રચાર કરી શકે. નથી કૈઇ એવી સંસ્થા કે જેમાંથી પ્રયાર કરી શકે તેવા પંડિત બહાર પડી શકે. અત્યારના પંડિતમાં ઘણું તે પ્રચારને બદલે પીછેહઠ કરનારા
દેખાય છે. (૪) આપણી સંસ્થાઓએ હજુ સુધી અંગ્રેજી ભાષામાં
એવું કંઈ પુસ્તક બહાર પાડેલ નથી કે જેથી જૈન નામનો ધર્મ છે તેવું પરદેશીઓ સહેલાઈથી જાણી શકે, અન્ય ધર્મમાં જેમ કુરાન અને બાઈબલ છે તેવું એક પુસ્તક આપણું હોવું જોઈએ. આપણા આમને સારાંશ એકજ પુસ્તકમાં
ઉતારી શકાય તે આવું એક પુસ્તક થઈ શકે. (૫) હિંદુસ્થાન આવતા પરદેશીએ જૈન ધર્મ જાણી
શકે તેવું આબુનાં મંદિરે સિવાય બીજું કાંઈ સાધન નથી. આવા મંદિર દ્વારા પરદેશીઓને જૈન ધર્મના ગૌરવનો કાંઈક ખ્યાલ આવી શકે છે. આબુ સિવાયના અન્ય મંદિરના દરવાજા ઉપર “જૈન સિવાય દાખલ થવું નહી” તેવાં પાટીયાં લગાડવાનો ચેપ વધતા જાય છે. અત્યાર સુધી મુંબઈ જતી આવતી સ્ટીમરના મુસાફરોને વાલકેશ્વર ઉપર આવેલું બાબુનું મંદિર બતાવવામાં આવતું હતું. અને તેઓ મંદિર તેમજ કૃતિઓ જોઈ દુનિયામાં જૈન ધર્મ છે તેમ જાણીને જતા હતા. કમભાગે જૈન ધર્મની જાહેરાત ટ્રસ્ટીઓ ને ગમી નહિ કે અન્ય ઉંધી બુધ્ધિ સુઝી અને "No admission except Jains" બેડ લગાડી લીધું. અને બહારના લેકને આવતા બંધ કરી દીધા. આ બાબત ટ્રસ્ટીઓના ધ્યાન પર લાવવા છતાં તેઓએ કાંઈ વિચાર કર્યો હોય તેવું
દેખાતું નથી. ઉપર દર્શાવેલ કારણોથી જૈન ધર્મનો પ્રચાર થતો નથી. પ્રચારના અભાવે ખુદ જેનોની વસ્તી પણ ઘટતી જાય છે. આવી સ્થિતિમાં જૈન ધર્મના પ્રચાર થાય તેવી દરેક પ્રવૃતિ આવકારદાયક થઈ પડશે. આપણી “જૈન કોન્ફરન્સ” અને “જૈન એસોસીએશન ઓફ ઇન્ડીયા” જેવી સંસ્થાઓ આ બાબત હાથમાં લે તે જરૂર આ બાતમાં કાંઈ થઈ શકે.
મણિલાલ હનલાલ ઝવેરી.
જરૂરિયાત કાપડ છે. કાપડ ઉત્પન્ન કરવાને શક્તિ, સાધન અને સમય છે. લાખો માણસે કાંતવા, પીંજવા, વણવા આદ ક્ષેત્રમાં સમાઈ શકે તેમ છે. આ શકિત કેળવતાં કેળવતાં કાંતનારા-વણનારા પાસે પહોંચી શકાય છે અને તેઓના સુખદુ:ખો પિછાની શકાય છે. -
પણ કંઈ બધા એ ન કરી શકે, જ્યારે ખાદી તે બધા પહેરી શકે. એ માટે આપણે ખાદી ઉત્પન્ન કરનારા સાથે સંબંધ જોડવો જોઈએ. ખાદી માટે મનગમતી માંગણી રજુ કરીને તમે એકાદ કાંતનારને તે કાયમ માટે પ્રામાણિક રેજી મોકલી શકે છે.”
આ નિવેદન સાથે પિતાના ખાદી ઉત્પતિકેન્દ્રની એક પત્રિકા તેમણે મોકલી છે, જેમાં તેઓ જણાવે છે કે એક રેટિયો એક કાંતનારી બહેનને વર્ષ દહાડે ૪૦-૫૦ રૂપીની કમાણી કરાવી શકે અને પાંચ છ માસના એક કુટુંબને પૂરું પાડી શકે તેટલું સુતર પેદા કરે. એટલે કંતામણ ઉપરાંત ૩, પીંજાઈ, વણાઇ, ધોલાઈ અને વ્યવસ્થા ખર્ચ ગણુતાં . ૧૦૦ની ખાદી તેયાર કરે. આ રીતે એક રેંટિયાને આખું વર્ષ ચાલુ રાખવા માટે એક કુટુંબે પોતાને જોઈએ તેવી (૧૨ થી ૨૪ આંકના સૂતરની) એક રૂપીઆની ખાદીનો ઓર્ડર આપવો જોઈએ.” ભાઈશ્રી લાલમંદ વેરા પિતાના સર્વ સમયને ભેગ બાળકેળવણી અને ખાદી ઉત્પતિ પાછળ આપે છે. તેમનો અનુભવ ખાદીની ઉપયોગિતા વિષે આશંકા ધરાવનારને નો પ્રકાશ પાડે તેવો છે. તેમનું વર્તમાન કાર્ય સર્વ પ્રકારના ઉતેજનને પાત્ર છે.
પરમાનંદ.