________________
પ્રબુદ્ધ જૈન
મદ્યપાનનાં માઠાં
પરિણામે.
(ડા, એસ. સી. મેલ જે સીમલામાં રહે છે. અને જે વાઇસરાયના ખાસ ડાકટર છે. તે હિંદુસ્થાનમાં ત્રીશ વર્ષથી પ્રેકટીસ કરે છે અને ડાકટરી ધધાના બહેાળા અનુભવ ધરાવે છે. આજે મદ્યપાનનષેધની જે પ્રવૃત્તિ માલી રહી છે તેનુ તેએ પૂછ્યું સમર્થન કરે છે. નીચેના લેખ મૂળ અંગ્રેજીમાં મેએ ક્રોનીલમાં થોડાક દિવસ પહેલાં પ્રગટ થયે હતા. તેમના જેવા પ્રતિષ્ઠિત માણસ શું કહે છે તેની ગુજરાતી જનતાને જાણ થવી જરૂરી સમજીને નીચેને અનુવાદ કરવામાં આવ્યું છે.)
મઘનિષેધના પ્રશ્ન સંબંધમાં જે ઉગ્ર ચર્ચા આ દેશમાં ચાલી રહી છે તેણે એવી કેટલીક બાબતે ઉપસ્થિત કરી છે ૐ જે મનિષેધ સાથે સીધે સબંધ ધરાવતી નથી, પણ જે મનિષેધના વિવિધ પરિણામે સાથે જોડાયલી છે. મૂળભૂત પ્રશ્ન એ છે કે મદ્યને ઉપયેગ આજે ચાલે છે તેમ માલવા દેવા કે તેની બનાવટ તેમજ વેષાણુને ગેરકાયદેસર ઠરાવીને સામાજિક પ્રથાઓના કારણે અથવા તે। વ્યસનના કારણે આજે તેને જે ચોતરફ કશા પણ પ્રતિબંધ વિના ઉપયોગ થઈ રહયા છે તે બંધ કરવા ?
મનિષેધ ઉપર સામાજિક સુધારણાની દ્રષ્ટિથી જ આટલો બધો ભાર મૂકવામાં આવે છે; કારણ કે મદ્યને ઉપચેગ પીનારને તેમજ એક દરે આખા સમાજને ભારે નિકર્તા છે. મવિક્રયમાંથી થતી સરકારી આવક, અંગત સ્વાતંત્ર્ય, ધંધાના સ્વાર્થી તેમ મર્દાના ધાર્મિક ઉપયોગ આ બધી ગાણુ બાબતા છે; પણ મદ્યપાન અને તેનાં પરિણામે એ જ મુખ્ય
પ્રશ્ન છે.
આ માદક પીણાને પ્રાચીન કાળથી માંડીને આજ સુધીના ઇતિહાસ અને અનુભવ શેા છે? એ ઇતિહાસ એક બાજુ દુઃખ, દૈવ, અધઃપતન, દુષિત માનવજીવન અને વ્યાપક અનારાગ્યની અને બીજી બાજુએ શંકાસ્પદ નકા અને કુટિલ રાજકારણની કમનસીબ કહાણી છે. કવિએ ભલે ગાયુ હોય કે ‘ભૂતકાળનાં દુઃખાને અને ભવિષ્યના ભયેાને બે ઘડી ભુલાવનાર મદ્યની પ્યાલી ભરી દે અને પ્રિયે! એ ઘડી ચેનયમનમાં આળોટવા દે, પણ ધારાશાસ્ત્રી, કાયદાશાસ્ત્રીઓ, માનશાસ્ત્રીએ, શરીરશાસ્ત્રીએ અને સામાજિક કાર્યકર્તાઓ મદ્યપાનનાં અનેકવિધ માઠાં પરિણામે તે કેમ પહોંચી વળવું તેની મુંઝવણમાં આજ સુધી ગોથાં ખાધા જ કરે છે. મદ્યપાનની ધ્રુવ પરાકાષ્ઠાને પહોંચી વળવા માટે જેલે, ઇસ્પિતાલે, સુધારશાળા, ગાંડાની શાળા, અનાથામા અને એવી અનેક ધર્માદા સંસ્થાએ આજે મેટા પાયા ઉપર યોજાયેલી જોવામાં આવે છે.
એ સત્ય છે કે મઘવ્યાપારના મોટા નફામાં સરકારી તીજોરીઓ તર થઇ રહી છે; પણ મદ્યના ચાલુ ઉપયેગથી મનુષ્ય જીવનના અનેક અંગા ઉપર જે શ્યામ છાયા પથરાતી રહી છે તેની ઉપેક્ષા કરીને માત્ર સરકારી આવકના કારણે આપણે આ ધંધા ચાલવા દઈ શકીએ ખરા ?
ડાકટરી સાહિત્ય મદ્યને ક્લોરેફેમ અને પથરને મળતા એક ઘેન નીપજાવનાર ઝેરની કાર્ટિમાં મુકે છે. પહેલાના
તા. ૧૮-૩૯
વખતમાં જ્યારે લારામ જેવા મેશુદ્ધ બનાવનાર સાધનેની શોધ થઇ નહોતી ત્યારે શારીરિક આપરેશન કરતી વખતે આલ્કોહોલ-મદ્યને ઉપયોગ કરવામાં આવતા હતા. મદ્ય શરીર ઉપર સૈાથી પહેલાં ઉ-તેજક અસર કરે છે, પછી મગજમાં મંદતા લાવે છે, પછી માણસને ધૂનમાં ડુબાડે છે અને મઘના ઉપયોગ ખૂબ વધી જતા Ùવર્ટ પદ્માત નીપજાવે છે.
કોલીયા યુનીવર્સીટીના ડા. હેખન એમ`ન મઘપાનના પરિણામે નીચે મુજમ વર્ણવે છે. “મદ્ય મન્દતાજનક છે, અને વ્યસનમાં પરિણમતુ ધેની દ્રવ્ય છે. મદ્યથી અનેક વ્યાધિએ જન્મે છે અને તેમાં રહેલ ઝેરની અસર ફેલાતાં માણસનું મૃત્યુ પણ નીપજાવે છે. મદ્ય ન્યુમેનીઆ જેવા કોઇ પણ ચેપી જન્તુ સામે થવાની તાકાત હરી લે છે. મદ્યથી અકસ્માત થવાની શક્યતા વધે છે અને તેમાંથી સાજા થવાની શકયતા ઘટે છે. કોઇ પણ અસર પ્રગટપણે ન દેખાય તેટલા પ્રમાણમાં ગદ્ય લેવાથી પણ પીનારની સહનશિકત, ચેકસાઇ અને સ્નાયુશક્તિ તે દિન પ્રતિદિન ઘટતી જ જાય છે. મઘથી આયુષ્ય ધટે છે અને મઘ પીનારનાં બાળકો ટુંકી આવરદાવાળાં હોય છે. મદ્યપાનથી લાગણી અને ઊ ઉપરનો કાબુ ધટે છે; મગજ સ્વચ્છ રહી શકતું નથી અને જાત ઉપરનું નિયંત્રણ એછું થતુ જાય છે.’
મારી મંત્રીશ વર્ષની ડાકટરી પ્રેકટીસ દરમિયાન ચાલુ દારૂ પીવાની અદાથી શરીરના અંગઉમરેંગ હુ મેશને માટે ઘસાઇ ગયાં હોય એવા અનેક દર્દીએ મારા જોવામાં આવ્યા છે. મારા પોતાના ક્ષેત્રમાં પણ આવા દર્દીએ ઉપર સ ડાકટરી ઉપાયા, પ્રયાગા અને સાધનાની નિષ્ફળતા મેં અનુભવી છે.
સર પેટ્રીક મેન્સને એમ જણાવેલું કહેવામાં આવે છે કે “જો મઘના આખા હિંદુસ્થાનમાંથી સસ્થા નિષેધ કરવામાં આવે તે મારી ડાકટરી પ્રેકટીસ અને કમાણી તરતજ અરધી થઇ જાય.' ના વેસ્ટ યુનીવર્સીટીના ડે. એ. સી. આઇ. શ્રી જણાવે છે કે “મદ્ય જેવા વ્યસનેત્પાદક ઝેરને યથેચ્છ પણે ફેલાવા દેવુ તે ખૂબ જોખમકારક છે. મઘ મગજની વિવેક્ષક અને ગ્રાહક શક્તિને મન્દ પાડે છે, સ્મરણશકિતને નબળી કરે છે. મદ્ય અનેક પ્રકારના માનસિક વ્યાધિનુ મૂળભૂત કારણ હોય છે.”
આવું પરિણામ અતિશય પ્રમાણમાં દારૂ પીવાથી જ આવે છે એમ કંઇ ન ધારે. મદ્ય તે મઘ જ છે. એછી વધતી તીવ્રતાના ફેર ચોક્કસ પરિણામ વહેલુ કે મેાડું લાવવા પૂરતા જ રહે છે, પણ તેથી થતી શારીરિક હાનિ સબંધે એ મત છે જ નહિ.
જો આ દુનિયામાં કોઇપણ કાળે કદિ સાથે નૈતિક શસ્ત્રસન્યાસ થવાનો હોય તે આજે પ્રાદાના જીવનમાં મદ્ય જે સ્થાન ભેગવી રહ્યું છે તે સ્થાન ઉપરથી મદ્યને ઉતારી પાડવું જ જોઇએ. પણ આવા ફેરફાર જાગ્રત અને સમજણપૂર્વકના જાહેર અભિપ્રાયમાંથી જ નીપૂછ શકે. નૈતિક સ્વાત ંત્ર્યને યુગ આવે તે પહેલાં હજી જનતામાં સાચી સમજ ફેલાય તે માટે ખૂબ પ્રષાર અને કેળવણીની જરૂર છે..
અનુવાદક-પાન દ
આ પત્ર શશાંક પ્રેસ, કોટ, મુંબઇમાં છપાવી પ્રકાશક અને તંત્રી શ્રી. મણિલાલ મેાકમમદ શાહે ૨૬-૩” ધનજી સ્ટ્રીટમાંથી શ્રી મુંબઇ જૈન યુ. સધ માટે પ્રગટ કર્યું" છે.