SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન શકાય એવું આજે બની રહ્યું છે એ સૂચવે છે કે અસ્પૃસ્યત્વના શર્મભર્યાં કલંકથી આપણા દેશ . જલ્દીથી મુકત થઇ રહયે છે. સાચા જૈન આ બનાવથી પણ ખૂબ આન ંદ પામે; કારણ કે માણસ માણસ વચ્ચેની સમાનતા તે શું પણ ‘સ ભૃત વિષેની મૈત્રીભાવનાં ઉપર જ જૈન ધર્મનું મંડાણુ છે. આજની આખી સમાજ રચના આ મૈત્રીભાવનાના લેપ કરનારી છે અને તેમાં પણ અસ્પૃસ્યત્વ માણસ માણસ વચ્ચે વ્યાપી રહેલી અસમાનતાની પરમ કરી છે. અસ્પૃશ્યત્વ, હિંસાનુ પણ ખીજું સ્વરૂપ છે. આ અસ્પૃશ્યત્વનું" નિવારણ જ્યાં જેટલું' થઇ શકે તેટલું મદ્યપાન નિષેધ જેટલું જ અભિનન્દનીય છે, ૩. જાસુદન્હેનને અભિનન્દન કુમારી જાસુદùન આ વર્ષે મુંબઇ યુનીવર્સીટીની એમ. એ. ની પરીક્ષામાં ઉ-તીણ થયાં તે બદલ તેમને જૈન સમાજના ખબ અભિનન્દન ઘટે છે, તેમનું સન્માન. કરવા માટે શ્રી પાટણ જૈન મંડળ તરફથી આ સા, જયશ્રીબ્ડેન રાયજીના પ્રમુખપણા નીચે એક જાહેર મેળાવડા કરવામાં આવ્યા હતે. જૈન સમાજ સ્ત્રી કેળવણીમાં પછાત છે એમ છતાં પણ આજે બીજી કામોની સરખામણીએ ઠીક ઠીક પ્રગતિ પણ કરી રહેલ છે. મેટ્રીકમાં પાસ થયેલી જૈન મ્હેનાની પ્રમાણમાં સારી સંખ્યા તેવામાં આવે છે. કે.ઇ બી. એ. તે કાઇ બી. એસ. સી., કાઇ જી. એ. તો કોઇ એમ. એ., કેટલીક બહેન કાલેજમાં એ ત્રણ વર્ષ ભણે છે અને લગ્ન ધનથી જોડાતાં અભ્યાસ મુકી દે છે, આપણી સામાજિક સવ સમસ્યાઓને સાચેા ઉકેલ બહેનેાને– દીકરીઓને મેટી ઉમ્મર સુધી અપરિણીત રાખીને ભણાવવામાં જ રહેલો છે. સમાજમાં કેળવાયલી. બહેનેાની સારી સંખ્યા વધે પછી નાત જાત તેડવાની, સ્ત્રીજાતિને સમાન પદે સ્થાપવાની, તેમની કાયદેસર પ્રતિા વધારવાની, લાજની કે પડદાની, વિધવા વિવાહની કે એક ઉપર બીજી સ્ત્રીની અટકાયત કરવાની ગુંચો રહેરો જ નહિ, તે સ્વત્વના બળે સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે અને પુરૂષજાતિ જે છૂટ ભોગવે છે તેમાં સ્ત્રીતિને ઇચ્છાએ કે અનિચ્છાએ ભાગીદાર કરવી જ પડરો. જૈન સમાજમાં આન્તરપ્રાન્તીય લગ્ન શ્રી. કુમુદબહેન પારેખ જેએ વેની જી. એ. ની પરીક્ષામાં સાથી પહેલા નંબરે ઉતીણ થયાં છે તેમણે શ્રી. બાળાસાહેબસાવને નામના એક મહારાષ્ટ્રી ગ્રેજ્યુએટ સાથે લગ્ન કર્યું છે. જૈન સમાજમાં આવું આ બીજું લગ્ન છે. યોગ્ય વ્યકિતનું યોગ્ય વ્યકિત સાથે લગ્ન થાય—પછી તે બીજી રાતિની હોય-ખીજાવની હોય ભીન્ન પ્રાન્તની હોય—તે પણ આપણને અમુક પ્રકારનો આનદ થયા વિના રહેતા નથી. આજ સુધી કુળ, રાતિ ધ એ લગ્ન સબંધે ઘડનારાં મુખ્ય તત્વે હતા. આજે ઉપરના વર્ગો કે જેમાં આધુનિક કેળવણીને સારા પ્રચાર થઇ રહયા છે અને જેમાંના યુવક યુવતીએ કૉલેજનું અને ત્યાર પછીનુ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે તેમાં કુળ, રાતિ કે ધર્મની સમાનતા ગાણુ બનતી જાય છે અને કેળવણી સંસ્કારની સમાનતાને ખ્યાલ આગળ આવતા જાય છે. સરખાં કેળવાયલાં સ્વભાવિક રીતે આકર્ષાય છે. અને લગ્ન ગ્રંથીથી જોડાવાનુ પસંદ કરે છે. આ સ્વાભાવિક છે એટલુ જ નહિં પણ નાતજાતના જટિા જાળામાં રૂંધાઇ રહેલા સમાજના તા. ૧-૮-૩૯ વિકાસ માટે આવકારદાયક છે. લગ્નસંબંધના શ્રિય અનાષિત્યનાં માપતાલાં આજે બદલાયા છે. સમાન કુળ હોય, સમાન જ્ઞાતિ હોય, સમાન ધર્મી હોય પણ એક ખૂબ ભણેલ હાય અને બીજી લગભગ અભણ હોય—આવી એ વ્યક્તિએ લગ્નસંબંધથી જોડાવાનું કબુલ કરે એ આજે કેવળ અસંગત કલ્પના લાગે છે. એ જ દર્શાવે છે કે લગ્નનિર્ણાયક નિમિ-ત આજે બદલાતુ પાલ્યું છે. સામાજિક પરિવત નને ઝંખતા ભાઇ બહેને આ નવી પરિસ્થિતિ અને નવી ઘટનાને જરૂર આવકારશે અને અભિનન્દરશે. છાત્રાલય અને ધાર્મિક શિક્ષણ, કામી છાત્રાલયામાં ધાર્મિક શિક્ષણને પ્રશ્ન આજે મત્સ્યપાત્ર બની રહયેા છે તે દિશાએ આ વિષય પરત્વે એક વિદુષી બહેન લખે છે તે વિચાર પ્રેરક નશે એમ આશા રાખવામાં આવે છે. તેઓ જણાવે છે કે “તમે જે ધમ શિક્ષણના પ્રશ્ન વિષે લખવા માંગે છે. એ મહુ-વને પ્રશ્ન છે, તેમાં આજની રીતનુ ધસૂત્ર ગેાખવાની અને આચારમાંજ ધને સમાવી દેવાની રીતિને વિરોધ તો હશે જ, પણ એની સાથે મને એક પ્રશ્ન થાય છે કે એ ગોખણપટ્ટી અને આષારવિધિ કાઢી નાંખેલા છાત્રાલયા એની જગ્યાએ શું મૂકી શકયા છે ? છાત્રલયમાંથી એ કાઢી નાંખવુ બહુ સહેલું છે. પણ પછી એની જગાએ જે વિશાળ દ્રષ્ટિ અને તેને લીધે સ્વાભાવિક થતા આચાર આપણા યુવાનોમાં કેટલે દરજજે છે? એટલે એ ધર્માંની ગોખણપટ્ટી અને આયારબન્ધન કાઢી નાખીને આપણે એને બદલે કાંઇક ચેસ આયારનિયમ નહિ મૂકીએ તે દરેક કા કર્તા કે માણસ સુધારાને નામે, સ્વતંત્રતાને નામે ગમે તેને નામે ગમે તે આષાર અને વિચારને પોષવાના. ઘણુ ખરૂ પોતે પણ પોતાને નહિ સમજીને માણસ પોતાની નળાઇને કાંઇક ને કાંઇક એવા તળે પોષે છે. એટલે આજે આપણા નવા ધર્માં-ગમે તે એ રાષ્ટ્રધર્મી હોય કે સામાજીક ધ હોય અને નવા વિશ્વારઆયાર દાખલ કરવા જોઇએ. પણ એ શું હોય એ નક્કી કરવું બહુ અઘરૂ છે.” કોમી છાત્રાલયોમાં ધાર્મિ ક શિક્ષણ અને ધાર્મિક નિયમોનું ફરજિયાત પાલન વિચારકો પાસે બ્લ્યુાવટ માંગી રહેલ છે. ઉપરનું અવતરણ આ જ સમસ્યા રજુ કરે છે પણ કાછ ચાક્કસ જસમાધાન આપણને હજી મળતું નથી. છાત્રાલયેામાં આજે ખાલી રહેલી પરિસ્થિતિ સંશાધન માગે છે. આ દિશાએ વિધાયક વિષારસરણી રજુ કરતા અને પ્રસ્તુત જટિલ પ્રશ્નની મીમાંસા કરતા લેખા–પર્યાપત્રા-નિમ'ત્રવામાં આવે છે. પ્રામાણિક રાજી અને સમાજશુધ્ધિ બગસરા (કાઠિયાવાડ)ના જાણીતા કા કર્યાં ભાઇશ્રી લાલમંદ જયમંદ વારા જે બગસરા ખાતે એક બાળમંદિર ચલાવે છે અને એ ઉપરાંત ખાદી ઉત્પતિ કેન્દ્ર પણ લાવી રહ્યા છે તેઓ જણાવે છે કે “જો આપણે ખાદી ઉત્પ-િત કેન્દ્રા જેવા કે પલાળા, નેસડી, વરસડા, બગસરા વગેરેને થાડે સમય આપીએ અને નિરાંતે જોઇ રાષ્ટીએ તો જણાશે કે ખાદી માત્ર રાજકારણ નથી પણ તેથી અધિસ્તર સમાજની શુધ્ધિ અને સેવા છે. કાંતનારી ખાઇએ મરખા ધેારણના મજુરીના દર વધ્યા પછી પ્રમાણિક રાચ્છ લેવા પડાપડી કરે છે અને ખાદી પહેરવા સહેજે લલચાય છે, અનાજ પછી જીવનની મહત્વની
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy