________________
४
सचस्स आणाए उन्हडिओ मेहावी मारं तरई । સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી ત્વય છે,
RTI
UNFIR
પ્રબુદ્ધ જૈન
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૮-૧૯૩૯, મંગળવાર
તેમ હું ત્રા માં ક્ષા
સાધારણ રીતે માણસ માત્ર પ્રગતિવાંશ્રુ હોય છે, વિધિએ તેને જે સ્થાન ઉપર ગેન્ગેા હોય ત્યાંથી ઊંચે ઢવાની, આગળ વધવાની માણુસમાં સ્વાભાવિક ઇચ્છા રહેલી છે. ગરીબ પૈસાદાર થવા મથે છે; નિળ સશકત થવા પ્રયત્ન કરે છે; અહાણ ભણતરને વાંછે; અલ્પજ્ઞ વિદ્રાન બનવાની આકાંક્ષા સેવે છે; અને સનિક સેનાની થવાને ઝંખે છે. આ બધાય વર્તમાન સ્થિતિ ઉપરથી ઉચ્ચતર કાટિએ પહેાંધવાના માનવ પ્રયત્ના છે. પેાતાને ઉત્કર્ષ સાધવાની આવૃત્તિ સર્વ સામાન્ય છૅ, સ્વાલાવિક છે અને આવકારદાયક છે. સ્વસ્થિતિ વિષે અસતા" એ પ્રતિનું મૂળ છે. એ કથન ઉપરના વિશ્વારનેજ ભીન્ન આકારમાં રજુ કરે છે.
મહુ-ત્વાકાંક્ષા શબ્દથી આપણે જે સમજીએ છીએ તે આ નથી. જ્યારે કાઇ પણ વ્યકિતને પોતાનુ મહત્ત્વ સમાજ પાસે સ્વીકારાવવાના અથ થાય છે અને પેાતાની યાગ્યતાના ખ્યાલ બાજુએ રાખીને મહત્ત્વભ સામાજિક અધિકાર હસ્તગત કરવા જ્યારે તે પ્રયત્ન આદરે છે ત્યારે તેને મહત્ત્વાકાંક્ષી તરીકે ઓળખવામાં આવે છે. કોઇ પણ સંસ્થાના મંત્રી કે પ્રમુખ થવાની ઝંખના કરવી, ગમે તે પ્રકારે મતે મેળવીને એક એકથી ક્રિયાના અધિકારા પ્રાપ્ત કરવા પાછળ પેાતાની શકિત તેમજ લાગવો. ઉપયેગ કરવા આ બધું મહત્ત્વકાંક્ષાના અંગમાં સમાયેલુ હોય છે.
જેસ આ પ્રકારની મહત્ત્વાકાંક્ષા સ। કાઇને એક સરખી વળગેલી હૈતી નથી તેમજ દેશ કે રામાજની સેવા કરવાની વૃ-િત પણ સા કેશમાં એક સરખી હોતી નથી. કેટલાક માણસોનાં જીવન તે કેવળ સ્વપર્યાપ્તજ હોય છે. તેમને નથી હતી ક્ષેત્ર દુર્ગો જીતવાની કોઇ મેરી મહત્વાકાંક્ષા કે જીવનનાં ોખમ ખેડીને દેશની મેરી સેવાઓ સાધવાની આવેગભરી કામના. આવા લોકો સમાજ વચ્ચે રહેતા હાય છે તેથી તેમને સામાજિક કાર્યોમાં કઇ કઇ વાર ઘસડવુ પડે છે તેમજ તેમને કદી કદી નાતી મેડી સખાવતો પણ કરવી પડે છે. પણ તે પાછળ પોતાની સામાજિક પ્રતિષ્ઠા જાળવવાનેજ તેમના હેતુ હોય છે. બાકી તેમની દૃષ્ટિ તેમજ સૃષ્ટિ પોતે અને પોતાનાં કુટુબીજાથી વધારે વિસ્તારને કદિ પહોંચી શક્તી નથી.
આમ છતાં એવા પણુ અનેક માણસો હોય છે કે જેત્રે સમાજ કલ્યાણને વાંછેછે અને સમાજને સાચા દિલથી અને નિઃસ્વાર્થ ભાવથી અનેક સેવાઓ આપે છે. એવાં પણ સેવાપરાયણુ બધુ તેમજ ગિનીઓ છે કે જેમણે પાતાનુ
તા. ૧-૨-૩૯
આખુ જીવન સમાજ કે, દેશને સમપેલું હોય છે અને જેએ ચોવીસે કલાક સમાજહિતના કોઇ કાર્યમાં ગુંથાયલા રહે છે. મહત્ત્વાકાંક્ષા અને સેવાભાવના એ બન્ને એકમેકથી ભિન્ન પ્રકારની વૃતિ છે, એક વૃતિ સ્વાર્થને હંમેશાં આગળ રાખીને સાલે છે; બીજી વૃ-િત પરાનેજ વળ ઝંખે છે. એક આવિસ્તારને શૈધે છે; બીજી આત્મવિલોપનને માંગે છે.
મહ-વાકાંક્ષી માણુસા એ પ્રકારના હોય છે. કેટલાક માણસો પ્રામાણિકપણે મહ-ત્વાકાંક્ષી હોય છે. યેનકેન પ્રકારેણ આગળ વધવુ એજ તેમનું ધ્યેય હોય છે અને તેમની સ પ્રવૃત્તિએ આ ધ્યેયને સ્પષ્ટપણે રજુ કરતી હોય છે. આવા માણસે અનેક પ્રકારના સાહસ ખેડે છે અને પેાતાની શકુંનથી લાગવગથી કે છળપ્રપંથથી આગળ વધતા જાય છે.
ખીજા પ્રકારની મહ-ત્વાકાંક્ષા દેશસેવા કે સમાજસેવાના લેખરામાં રજુ થાય છે. તે વાતેા કરે છે દેશસેવાની અને વૃત્તિ સેવે છે પોતાની જાતને આગળ વધારવાની. તે દેખાવ કરે છે નિઃસ્વાર્થતાનેા અને ભાવના હોય છે કેવળ સ્વાર્થ સાધવાની. આવા માણસોથી સમાજ છેતરાય છે. સાચા ક્લિને સમાજ તેમને સેવક ગણીને મોટા મેટા અધિકાર ઉપર નિયુકત કરે છે અને તેમની દેશસેવા ઉપર વારી જાય છે. આવા માણુસેની દેશસેવા અને મહત્વાકાંક્ષાની તૃપ્તિના જ્યાં સુધી સરખા મેળ જળવાઇ રહે છે ત્યાં સુધી જરાપણુ અગવડ કે અડચણ આવતી નથી. પણ વિધિની અનુકૂળતા હમેશાં એકસરખી ચાલતી નથી. એવા પણ પ્રસંગ આવે છે કે જ્યારે કાઇ ઇપ્સિત મેટા અધિકાર જેને પહેાંચી વળવાની તેણે કઇ કઇ કાળથી કામના સેવી હોય એ અણધાર્યો થ્રીજાતેજ મળી જાય છે; અથવા તેા હાથમાં આવેલે અધિકાર પેતાની ભૂલ કે અન્ય પક્ષની બહુમતીના કારણે હેાડી દેવે પડે છે. આવા વિકટ પ્રસંગે દેશસેવાની વૃતિ અને મહ-વાકાંક્ષા વચ્ચે તુમુલ યુધ્ધ શરૂ થાય છે; દેશસેવા નમ્રતા અને સમર્પણ, શિસ્ત અને સહકાર માંગે છે. મહત્ત્વાકાંક્ષા વિરૂધ્ધ પા સામે અને મૂળ સસ્થા સામે છળવા કરવા પ્રેરે છે. જેનામાં સાચી દેશસેવાની વૃ-િત હોય છે તેને મન સેનાની અને સૈનિકના ભેદ હેતે નથી. દેશ જ્યારે તેને એક સેનાની ની જવાબદારી સોંપે છે ત્યારે તે જવાદારીનું તે સાચી નિાથી વહન કરે છે; દેશ તેને સેનાનીપદ હાડી સૈનિક બનવાની જ્યારે આજ્ઞા કરે છે ત્યારે તે એટલીજ પ્રસન્નતા અને સરળતાથી સૈનિક બની દેશને પેાતાથી અનતી સેવા આપે છે. તેને અગ્રણી થવાનેા મેહ હોતા નથી; અનુયાયી થવામાં તેને હીણપત લાગતી નથી. આપણા છેલ્લા વીસ પચીસ વર્ષના રાજકીય ઇતિહાસમાંથી આનાં અનેક દ્રષ્ટાન્ત મળી આવશે. લાલા લજપતરાય, પંડિત મોતીક્ષાલ નહેરૂ, દેશળ દાસ જેવા અનેક મહાપુરૂષ થઇ ગયા કે જેમાંના દરેક દેશના અજોડ અને અદ્વિતીય નેતા થવાને લાયક હતા. તેમણે ગાંધીજીમાં કઈ જુદુંજ પ્રભુત જોયુ અને પાતપેાતાની આગેવાની છેડીને સા કોઇ ગાંધીજીના વફાદાર સીપાઇ બની ગયા. બીજી બાજુએ જેની ઉપર મહ-ત્વાકાંક્ષાતુજ સામ્રાજ્ય હોય છે તે પેાતાની મહત્ત્વાકાઁક્ષા ખંડિત થતાં વિવેક ગુમાવી બેસે છે; દેરાસેવાના વિશ્વારને બાજુએ