SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૭-૩૯ તેમનુ જે કામ જોયું તેથી તે ખૂબ મુગ્ધ થયા હતા અને તેમની મુક્તકઠે પ્રશંસા કરતા હતા. આવી શક્તિને આખા પ્રાન્તની બાલકેળવણીના નવા ધડતરમાં કેમ ઉપયોગ થાય તેની ચેાજના તેઓ વિખારી રહ્યા હતા અને જવાબદાર માણસા સાથે મ રહ્યા હતા. દેશના કમનસીબે આજે આપણી વચ્ચે એ બેમાંથી એકની પણ યાતી ન રહી. છેલ્લુ આખુ વર્ષ ગિન્નુભાઈ રાજકોટમાં રહીને મિત્રાની સહાયથી ઉભું કરવામાં આવેલુ બાલઅધ્યાપન મંદિર મલાવી રહ્યા હતા. આ અધ્યાપન~મદિરમાં ગુજરાત કયિાવાડમાંથી સંખ્યાબંધ ભાઇહેનેા તેમની નીચે તાલીમ લઇ રહ્યાં હતાં. ગયા. જાન્યુઆરીમાં વ્યવસાયના કારણે મને રાજકાટ જવાનુ તેલું. તે પ્રસ ંગે તેમની સાથે મેં એ ત્રણ કલાક ગાળ્યા હતા અને તે જે કાર્ય કરી રહ્યા હતા તે નજરે જોવાનુ સાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ત્યાંના ધેારણે મુંબઇમાં અધ્યાપન વર્ષાં ખેાલવાની કેાજના અમે વિશ્વારી હતી. ગિભાઇ એ વખતે તે ઠીક ફીક તન્દુરસ્ત લાગતા હતા. ક્રમના વ્યાધિ તા તેમને વર્ષો થયાં પીડતા હતા અને એને લીધે નાની મેટી માંદગીના હલ્લા તેમની ઉપર અવારનવાર આવ્યાજ કરતા. તેમનું શરીર આમેય તે સુકલકડી હતુ. અને માંદગીથી પછડાયા કરતું હતું. આમ હોવા છતાં તેમણે કદિ આરામ કે વિરામને વિચાર રેંજ નહાતા. તેમની તપસ્યા એકધારી હતી; તેમના ઉત્સાહ અદમ્ય હતા. પેાતાના કાર્ય પાછળ શરીરને તે ધસડયે જતા હતા. પણ શરીર અને તે પણ ગિજુભાઇનુ હાડિપંજર જેવું શરીર-આ ધસારો કયાં સુધી ખમે ? એપ્રિલ માસથી તેમની યિતના કાંટા ખરડાવા લાગ્યો; તાવ આવવા શરૂ થયે; ત્યાંના ડાકટરોએ ક્ષય રોગની ભીતિ દર્શાવી. મે માસમાં રાજકાટ છેડી તે દેવલાલી ગયા; ત્યાં ઠીક નહિ રહેવાથી પથંગની ગયા. જુનની ત્રીછ તારીખે તેમને ડાબા પડખે પક્ષઘાતની અસર જણાવા લાગી, અને જીભ પણ પકડાઇ, વાણી લગભગ બંધ થઇ. પંચગનીમાં આવા વ્યાધિના ઉપયારનાં સાધના શુ હોય ? જુનની પ`દરમી તારીખે તેમને મુંબઇ સર હરકીસનદાસ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા. મુબઇ આવ્યા બાદ પ્રારંભમાં થોડા થાડા સુધારો દેખાવા લાગ્યો અને કદાચ્ય આરામ આવી જશે એવી આશા ખૂંધાવા લાગી. હોસ્પીટલમાં તેમના અનેક સ્નેહી અને મિત્રા તેમને મળવા જતા. તેઓ ખાલી ન શકતા પણ તેમનુ મગજ સ્વચ્છ હતુ; આંખા તેમજ કાન બરાબર કામ આપતા હતા. એક બાજુના હાથ પણ લકવાની અસરથી મુકત હતા. મિત્રાને જોઇને તેમનું હૈયું ભરાઇ આવતું અને કદિ કદિ તેમની આંખેામાંથી બે ક્ષાર આંસુ ટપકી જતા. સ્વસ્થ હાથે લખીને પોતાની જાતને તેઓ વ્યકત કરવા પ્રયત્ન કરતા. મિત્ર અને સ્નેહીઓ પાસેથી જાણે કે છેલ્લી વિદાય માંગતા ન હોય તેમ પાસે પડેલાં ઝુલે જે કાઇ આવે તેને તેએ આપતાજ જતા હતા અને હાથમાં હાથ મેળવીને તેમના અન્તરમાં ભરેલા સ્નેહની પ્રતીતિ આપતા હતા. સુધરતી અને આશા આપતી તબિયતે પાછા પલટા ખાધે; હૃદય તેમનું સુધવાની શકયતાની હદ વટાવી ગયું; જીત માસની ત્રેવીશમી તારીખની સાંજે એ દીધ–તપસ્વીની કાયા ઉપર મૃત્યુની છાયા ફરી વળી. સ્મિત અને પ્રકાશ વિસ્તારતા તેમને જીવનદીપ પ્રાણશક્તિ કમી થતાં એકાએક એલવાઇ ગયા. ગિજીભાઇ પાતાની પાછળ તેમનાં પત્ની તેમજ એક પુત્ર તથા ત્રણ પુત્રીને મુકી ગયેલ છે. ભાઇ નરેન્દ્ર જામનગરમાં બાલમંદિર ચલાવે છે; બહેન સુશીલા ભાવનગર રાજ્યકુટુના ખાલમંદિરમાં ચિત્રકળા શિખવે છે; એક પુત્રી આ વર્ષે જ મેટ્રીકની પરીક્ષામાં પસાર થઇ છે. તેનાથી નાની ભણે છે. આ ઉપરાંત સખ્યાબંધ મિત્રો અને તેમનાં આળકો તેમના વિયાગને રડે છે. તેમને સ્વભાવ ખૂબજ આનંદી અને મિલનસાર હતા; તેમને સમાગમ એક પ્રકારની સંસ્કારયાત્રા હતી. તેમનામાં પ્રેમ અને વાત્સલ્ય ભરપૂર ભર્યાં હતાં. જ્યારે પણ તેમને મળવાનુ અને ત્યારે તેઓ હસતાજ હોય, કાં તો પોતાના વિષયમાં તેઓ આપણને ખેંચી જાય અથવા તા આપણા રસના વિષયમાં તે એતપ્રેત બની જાય. તે સદા નમ્ર અને નિખાલસ હતા. આજે તેમની વિશેષતાઓના વ્યવસ્થિત ખ્યાલ આપવા અને તેમણે કરેલ કાય નુ સાચું માપ કાઢવું અશકય છે. આપણા ગુજરાતમાં પોતાનાં ક્ષેત્રની મર્યાદા જાળવીને વર્ષો સુધી એકધારી સેવા આપનાર બહુજ થાડા કા કર્તાએ છે. આવામાંના એક ગિજીભાઇ હતા. તે ગયા અને ગુજરાત ગરીબ બન્યું. પરમાત્મા એમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ આપે!! પાન દ [આગલા અંકમાં ગિજુલાઇના જીવનરિત્રની શરૂઆતમાં તેમના જન્મ ૧૮૮૫ માં થયા હતા એમ છપાયું છે, ત્યાં ૧૮૮૫ ને બદલે ૧૮૯૫ વાંચવું ] એક વધુ સુધારો. [અગ્રલેખમાં ‘કારી' શબ્દ જયાં જયાં વપરાયા છે ત્યાં ‘કાઠિ' શબ્દ જોઈશે.] વર્તમાન સાર વીરપુરવાળા શ્રી રમણીકલાલ મણિલાલ શાહે બી. એસ. સી. ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી છે અને સર જેમ્સ ક્રૂગ્યુસનની રૂ. ૧૨૦૦)ની સ્કોલરશીપ પ્રાપ્ત કરી છે, —વે વિદ્યાપીઠની જી. એ. ની પરીક્ષામાં કુ. કુમુદબહેન પારેખ પહેલા નબરે પસાર થયાં છે અને તે પરીક્ષાને લગતાં ઘણાં ખરાં પારિતોષિકા અને શિષ્યવૃતિએ તેમને પ્રાપ્ત થયા છે. આ માટે તેમને ખૂબ અભિનન્દન ઘટે છે. શ્રી. સાભાગષદ પી. શાહે લંડનની એફ. આર. સી. એસ. ને મળતી મુંબઇ યુનીવર્સીટીની એમ. એસ. ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. ભાઇશ્રી સૌભાગચંદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાથી હતા અને તેમની વિદ્યાકારકીર્દિ એક સરખી ઉજજવલ હતી. ડેાકટર તરીકેની ભાવિ કારકીર્દિ પણ એટલીજ ઉજજવલ અને એમ આપણે ઇચ્છીએ. ~જૈન એસસીએશન એક ઇન્ડીઆના સુતેલા વહીવટને જાગ્રત કરવા અને લગભગ પદ્માસ હજાર જેટલી પડી રહેલી રકમને સામાજિક હિતના કાર્યામાં વહેતી કરવાની પ્રવૃતિ શ્રી મુ ાઇ જૈન યુવક સÛ હાથ ધરી છે. પ્રમુખ તેમજ મંત્રીની શિથિલતા દૂર કરાવવાના ખીજો કશા માગ નહિં દેખાવાથી આ બાબત એડવોકેટ જનરલ પાસે લઇ જવામાં આવી છે અને ટુંક સમયમાં ઇષ્ટ પરિણામ આવે એવા સંભવ રહે છે. —શ્રી મુંબઇ જૈન યુવક સધની શ્વે. મૂ. વિભાગી સમિતિના એક મંત્રીની ખાલી પડેલી જગ્યાએ શ્રી. વલ્લભદાસ ફુલચંદ મહેતાની ચુંટણી કરવામાં આવી છે અને મહાવીર જૈન વિદ્યાલયની સામાન્ય સમિતિ ઉપર સધના પ્રતિનિધિ તરીકે પણ તે ચુંટાયા છે. વિદ્યાલયની મેનેજીં’ગ કમીટીની આગામી ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી છે. તેમની જેવા જાણીતા અને આગળ પડતા વિષારો ધરાવનાર કાર્યકર્તાને મત આપવા વિદ્યાલયની સામાન્ય સમિતિની સભ્યોને વિનતિ કરવામાં આવે છે.
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy