SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૩૯ બાળકાના મુકિતદાતા શ્રી. ગિન્નુભાઇ (ગતાંકથી ચાલુ) ઇ. સ. ૧૯૧૬ લગભગમાં તેઓ ભાવનગરના શ્રી. દક્ષિણામૂતિ વિદ્યાર્થીભવનમાં જોડાયા. શરૂઆતમાં તે વિનયમદિરમાં શિખવતા, પણ તેમનુ ધ્યાન અલશિક્ષણના પ્રશ્ન ઉપરજ ખેંચાયલું રહેતું એ વખતની નિશાળામાં થતી બાળકોની દુર્દશા અને દમન બ્લેઇને ગિજીભાઇને આત્મા ખુબ ત્રાસ પામતો અને એમાંથી કાંઇને કાંઇ માર્ગ કાઢવાજ જોઇએ અને બાળકાને બચાવવા ોઇએ એ પ્રકારનું મથને તેમના આત્માને હલાવી મૂકતુ. ગિજીભાઇ ભાવનગર આવ્યા ત્યારે તેમને એક બાળક હતું. યુ ' નામથી તેને સા ઓળખતા. આજે તો એ ‘ નરેન્દ્ર ’ નામથી ઓળખાય છે અને પિતાની પેઢી સાક્ષવતા હોય તેમ જામનગરનું બાળમંદિર સંભાળે છે. ચુ માત્ર થતા ગયા તેમ તેના શિક્ષણના પ્રશ્ન આગળ આવવા લાગ્યા, તે વખતની ધુળી નિશાળમાં અંસુને માકલવાની ગિજુભાઇની સંસ્કારી બુધ્ધિએ ચેોખ્ખી ના પાડી. આવા * મુલાયમ અને ધુળા નિશાળની ભટ્ટીમાં કેમ મેકલાય ? મેડમ મેન્ડીસરી આધુનિક કાળમાં જાતશક્ષણની મેકી પ્રણેતા છે. તેની શિક્ષણપદ્ધતિએ યુરો પની બાલશિક્ષણની પદ્ધતિમાં મોટી ક્રાન્તિ ઉપજાવી છે. તેમનાં પુસ્તકો ગિજુભાઇના વાંચવામાં આવ્યાં. તે પ્રબુદ્ધ જૈન પુસ્તકાએ ગિન્નુભા ઇની મુંજીયલી મતિને નવે માર્ગ દેખાડયે; અજુને કેળવણી કેમ આપવી એ પ્રશ્નના સાધનમાં આખી ગુજરાતની તો શું પણ ભારતવર્ષની આલમના બાળકાની કેળવણીના વિકટ પ્રશ્નનું સમાધાન તેમને જડી આવ્યું. ઇ. સ. ૧૯૧૮ લગભગમાં દક્ષિણામૂર્તિ ના આશ્રય નીચે તેમણે એક નાનુ સરખું બાલમંદિર ખાલ્યુ. કોઇ આ પ્રયોગને હસવા લાગ્યા; કોઇ આ પ્રયોગને કુત્તુહલથી તેવા લાગ્યા. ગિજુભાઇએ પોતાના પ્રયત્ન ચાલુ રાખ્યા. મેન્ડીસરીનાં પ્રતિપાદનને જેમ જેમ સતત અવલોકન અને અનુભવનું સમર્થન મળતું ગયું. તેમ તેમ તેમની તે પધ્ધતિમાં શ્રદ્ધા દૃઢ થતી ગઇ અને તેમના કામાં વધારે ને વધારે જોમ આવતુ ગયું. અમે બધાં મિત્રા પણ તેમની નવી પ્રવૃત્તિમાં ખુખ રસ લેવા લાગ્યા. તે વખતની તેમની ધુન કોઇ અજળ પ્રકારની હતી. જેમ ગાંધીજી ખાદી અને રેંટિયાની વાતો કરતા થાકે નહિ તેમ તે બાળકો અને બાલશિક્ષણની વાતો કરતાં થાકતાજ નહિ. જ્યારે આ વિષય ઉપર તેઓ મેલવા માંડે ત્યારે અમારે તેમને મુગ્ધ ભાવે સાંભળ્યાજ કરવાના હોય. અમારામાંના એક શ્રી. હીરા 19 લાલ અમૃતલાલ શાહે શ્રી. દક્ષિણામૂતિ વિદ્યાર્થી ભવનને એક ટેકરી ઉપર ભવ્ય જાલમદિર બંધાવી આપ્યું. આ બાલમદિર બાલશક્ષણની એક મોટામાં મોટી પ્રયોગશાળા બની ગઇ. ગામ પરગામના દેશપદેશના લોકોને આ બાલમંદિર એક યાત્રાસ્થાન બંની ગયુ. ગંદી શેરીઓમાંથી ઉપવનમાં જતાં જે શાન્તિ, સારભ અને તાજગીને! અનુભવ થાય છે તેજ ધુળી નિશાળનાં સ્મરણો સધરીને આવનારને આ મંદિરમાં થતા. ધીમે ધીમે દક્ષિણામૂર્તિનુ બાલમંદિર મોન્ટીસરી પદ્ધતિનુ મોટામાં મોટુ પ્રચારકેન્દ્ર બની ગયું. તેના ધેારણે સ્થળે સ્થળે એક પછી એક બાલમંદિરો ખુલવા લાગ્યાં. સા. તારાબહેન માદક જે તે વખતે રાજકોટ વ્રેનીંગ કોલેજમાં કામ કરતાં હતાં તે પણ આ બાલમંદિર તરફ આકર્ષાયાં, અને ગિજુભાઇ સાથે ખાશિક્ષણ કાર્ય માં બ્લેડાયાં. કાળાન્તરે ગિજુભાઇએ મેન્ડીસરી સંધની સ્થાપના કરી; શિક્ષણપત્રિકા શરૂ કરી. બાલસાહિત્યને વરસાદ વરસાવવા માંડયા; શિક્ષણવિજ્ઞાન તેમજ મેન્ડીસરી પધ્ધતિ ઉપર ગિજુભાઇએ એક પછી એક ઉપયેગી અને પ્રમાણભૂત ગ્રંથ પ્રગટ કરવા માંડયાઃ સ્થળે સ્થળેથી ગિજીતઇને આ નવી પધ્ધતિની સમજુતી આપવા માટે નિમંત્રણા આવવા લાગ્યાં. ગિજીભાઇએ ગામેગામ મેન્ડીસરી પધ્ધતની ઉદ્ઘોષણા કરી. વ્યાખ્યાતા અને પ્રશ્નનો, ચર્ચાપત્ર અને પત્રિકાઓ વગેરે વિવિધ સાધના વડે આખા ગુજરાત તેમજ કાઠિયાવાડની જનતાને જાગ્રત કરી શિક્ષણ પત્રિકાની મરાઠી આવૃત્તિ પણ નીકળવા લાગી. જે સાહિત્યશક્તિનું જ્યારે ગિજુભાઇ ઇસ્ટ આફ્રિકામાં હતા ત્યારે પત્રો અને કાવ્ય દ્વારા ગુજરાતની જનતાને કટલાંય વર્ષો પહેલાં આછું આછું ભાન કરાવેલુ. એ સાહિત્યશક્તિએ તેમના વિપુલ બાલસાહિત્યને ખુબ સમૃધ્ધ બનાવ્યું. શકાશીલ મા–ાપાના, નવદીક્ષિત શિક્ષકોના, પુરાણી પ્રથામાં ખુંચી ગયેલા પંતુજીએના પારવિનાનાં પત્ર આવતા અને તે સને સમાધાનકારક જવાબ આપતાં ગિજુભાઇ થાકતા નહિ. જ્યારે માણસને કોઇ પણ કાઅે માટે અંદરથી પ્રેરણા ઉઠે છે ત્યારે તે કાષ્ઠ જુદીજ કાર્ય શકિત દાખવે છે. તેની વાણી અને લેખનમાં કાષ્ઠ જુદું જ તેમ આવે છે, તેના લનયલનમાં કોઇ જુદીજ ચેતના દેખાય છે. ગિજીભાઇ આવાજ એક મીશનરી બની ગયા અને આખા આશિક્ષણુને તેમણે નવેાજ પલટા આપ્યા. આ નવી મેન્ડીસરી બાલિશક્ષણ પધ્ધતિ એટલે શુઆગળની પ્રથામાં અને આ પધ્ધતિમાં શું તકાવત—તેને કાંઈક ખ્યાલ આપવામાં ન આવે ત્યાં સુધી ગિજીભાના મહાન કાર્યના યથાર્થ ખ્યાલ આપવા શક્ય નથી. મેન્ડીસરી પતિનો પુરો ખ્યાલ આપવા હું શકય નથી. પણ ટુંકાણમાં કહીએ તે આ મોન્ટીસરી પધ્ધતિ આપણા કેટલાક પૂર્વગ્રહોના મૂળમાંથી નિષેધ કરે છે અને સાથે સાથે કેટલાક નવા સિધ્ધાન્તા રજુ કરે છે. બાળક સર્વને આપણે લગભગ સરખા માનતા. બાળકના વ્યકિતત્વને આપણે કદિ વિષારતાજ નહિ. કોઇપણ બાળક સ્વેચ્છાએ લણે એ આપણે સ્વીકારતાજ નહિ. શિક્ષણ કે કેળવણી એ બહારથી અંદર સમ્પાર કરવાની વસ્તુ છે એમ માનીને આપણે આપણે સર્વ શિક્ષણુવ્યવહાર ચેાતા. એકજ કાળે એકજ બાબત દરેક બાળકે શિખવીજ જોઇએ એમ આપણે માનતા અને વર્તતા. બાળકનું વલણ કે દત્તને આપણે દ્દેિ ખ્યાલ કરતાજ નહિ સમજાવટથી
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy