SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ્ધ જૈન તા. ૧૫-૭-૩૯ અખિલ હિન્દ મહાસમિતિઃ રાષ્ટ્રીય પાર્લામેન્ટ ૧૮૮૫ માં જે સ્થળે મહાસભાને જન્મ થયો હતો ત્યાં મુંબઈના ગોવાળીયાટેક મેદાનમાં-હિંદની રાષ્ટ્રીય પાર્લામેન્ટ સમી અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠક રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુના પ્રમુખપણા હેઠળ જુન માસના છેલ્લા સપ્તાહમાં મળી હતી. વિરોધ, મતભેદો અને આંતરિક કલહના તંગ વાતાવરણ વચ્ચે આ બેઠક મળી હોવા છતાં એકંદરે કાર્યવાહી સંતોષજનક નીવડી હતી. પ્રેક્ષકૅની મોટી હાજરીની પ્રથારદ્રષ્ટિએ ગમે તેટલી કિંમત હોવા છતાં મર્યાની ગંભીરતા અને અગત્યના મુદ્દાઓની કેન્દ્રલક્ષિતા જાળવવામાં તમાસગીર પ્રેક્ષકોની હાજરી અમુક અંશે વિદનપ નીવડે છે એ સ્પષ્ટ જણાઈ આવતું હતું, પેલા બે દિવસે તે બંધારણને લગતા કંટાળાજનક સુધારાની માગ ગયા. બીજા મંડળના સભ્યોને મહાસભામાં જોડાવાને પ્રતિબંધ, અને પ્રતિનિધિઓની ચુંટણીની પ્રથા આ બે તકરારી મુદ્દા ઉપર છું એશ જાગવાને સંભવ હતા, પણ આ છ સુધારા પડતા મૂકવામાં આવ્યા હોવાથી બંધારણ તો " મત મેદ વગર, પસાર થઈ ગયું. ખાસ સૂચક ફેરફાર બે થયા. એક તે જે માણસ ચુંટણી પહેલાં ૧૨ મહિના અગાઉથી મહાસભાને સભ્ય નોંધાયે હશે તેને જ હવેથી મહાસભામાં મતાધિકાર મળશે. અને બીજે સુધારે એ છે કે કોઈ પણ ચુંટણીમાં ઉમે રહેનાર ઉમેદવાર ચુંટણી પહેલાં ત્રણ વર્ષ સુધી ચાલુ સભ્ય હવે જોઈએ. આ નિયમથી બરાબર ચુંટણી સમયે ફુટી નીકળતા તકસાધુ ઉમેદવારો અને બીજાના હથિયાર બનતા લાલચુ મતદારો ઉપર અંકુશ રહેશે. બીજા ઠરાવો પરદેશ વસતા હિંદીઓ–ખાસ કરીને દક્ષિણ આફ્રીકાના હિંદીઓ અને સલોનને લગતા હતા. દક્ષિણ આફ્રીકાને લગતા ઠરાવમાં ત્યાંના હિંદીઓની વ્યાજબી લડત પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરવામાં આવી છે, અને જે ત્યાં હિંદીઓ લડત ઉપાડે તે હિંદના નૈતિક ટકાનું વચન આપવામાં આવ્યું છે, તેમજ દક્ષિણ આફ્રીકામાં વસતા હિંદીઓ ને ત્યાંની સરકારે આપેલ વચન તેમજ સ્મટસ-ગાંધી કરાર, કેપ ટાઉન કરારના થયેલ ભંગને વખોડી કાઢવામાં આવેલ છે. હિંદીઓને દ. આફ્રીકાના શહેરી તરીકેના અધિકાર ભેગવવાનો વાયપુર:સર હક છે તેને ઉલેખ કરવામાં આવ્યો છે. સીનને લગતા ઠરાવ આથી જરા હળવી ભાષામાં છે. સંસ્કાર અને બીજી ઘણી બાબતોમાં હિંદ સાથે સામ્ય ધરાવનાર આ સકાજુના પોશી દેશ સાથે હિંદને કશી દુશ્મનાવટ કે વિખવાદ હોઈ શકે નહિ; તેથી બીજાઓની સ્વાર્થ પ્રેરિત ઉશ્કેરણી અને ટુંકબુદ્ધિથી સીલોન વસતા હિં દીઓ પ્રત્યે જે ગેર વર્તાવ દાખવવામાં આવ્યો છે તેને માનભર્યો ઉકેલ લાવવા માટે સુલેહના દુત તરીકે પંડિત જવાહરલાલને મોકલવાનું ઠરાવવામાં આવ્યું છે. આશા છે કે સીન હિંદની આ શુભેચ્છાની કદર કરશે અને પંડિતજીના પ્રયાસે સફળ થશે; અને સીલેનમાં નોકરી કરતા હિંદીઓને એકાએક રૂમ્સદ આપવાના સીન સરકારના નિર્ણયની પુનઃ વિચારણું થશે. - બીજા બે ઠરાવે જેના ઉપર મહાસભાના બને દળે વચ્ચે જબરી કાંડાકસી થઈ હતી એ મહાસભાના ઢીલા સંક્ર (પે) ને મજબુત કરવાને લગતા હતા. એક ઠરાવ પ્રાતિક 'સમિતિની પરવાનગી વગર કોઈ પણ મહાસભાવાદી સત્યાગ્રહ કરી ન શકે તેને લગતો હતો. શ્રી જયપ્રકાશ નારાયણ અને આયાર્ય નરેન્દ્રદેવ જેવા સમાજવાદીઓ, સ્વામી સહજાનંદ અને ડે. સન્યાલ જેવા ઉદ્દામવાદીઓ તેમજ શ્રી સુભાષબોઝ અને પ્રોફેસર રંગાએ આ ઠરાવને કિસાન કામદારોના હિતોને ગુંગળાવી નાખનારો અને મહાસભાના વર્તમાન સત્તાધારી પક્ષની સત્તા જમાવવાના પગલાં તરીકે વખોડી કાઢયો હતો. પણ સભાના મોટા ભાગે થી ભુલાભાઈ દેસાઈ અને સરદાર વલભભાઇની વિચાર શ્રેણીને અનુમોદન આપ્યું હતું કે મહાસભાનો એક ભાગ રાજ્ય ચલાવે અને બીજો ભાગ પહેલા ભાગ સામે સત્યાગ્રહ કે બીજી લડત ચલાવે એ અસંગત અને અક્ષમ્ય વસ્તુ છે. પ્રધાનો ઉપર સીધે હુમલે કરી તેમને રાજીનામાં અપાવીએ એ એક વસ્તુ છે, પણ તેમને પ્રધાનપદ ઉપર ચાલુ રાખીને તેમની સામે હળવે કરે એ કોઈપણ સંસ્થાને તેડી નાખનારી બેહુદી પરિસ્થિતિ છે. ૧૩૦ વિરૂદ્ધ ૬૦ મતની મોટી બહુમતિથી ઠરાવ પસાર થયો હતો. બીજે ઠરાવ પ્રધાનમ ડળ સામે પ્રતિક સમિતિના મતભેદ જાહેરમાં ન છણ તેને લગતો હતે. પ્રધાનમંડળને પ્રાન્તિક સમિતિના કાબુથી સ્વતંત્ર બનાવવા, અને ચર્ચાથી પર બનાવવા એ વસ્તુ લેકશાસનની દ્રષ્ટિએ અહિતકારી અને પ્રાન્તિક સમિતિઓમાં અવશ્વાસ દાખવનારી છે. કારોબારી કે અખિલ હિંદ સમિતિની સત્તા પ્રાન્તિક સમિતિઓમાંથી આવે છે. આથી પ્રાતિક સમિતિઓમાં અવિશ્વાસ દાખવે. અને તેના કાર્યપ્રદેશને મર્યાદિત કરો એમાં મૂળ સંસ્થાના હિતને જોખમ છે હરાવ કરીને પ્રાન્તિક સમિતિને હાથ અને માં આવી રીતે બાંધી લેવાને બદલે જે પ્રતિક સમિતિ પ્રધાનમંડળના કાર્યમાં ગેરવ્યાજબી ડખલ કરતી હોય તેને કારોબારી એક પત્ર દ્વારા સૂના આપી શણી હોત તે વધુ બહેતર હતું. જો કે બેઠકમાં મહાત્માજીએ હોજરી ન દેતી આપી; પરંતુ લગભગ બધા કરાવની પાછળ તેમનું માર્ગદર્શન અને સલાહ સુચન હોય તેમ જણાઈ આવતું હતું. સભાનું સંચાલન સેવામૂર્તિ રાજેન્દ્રબાબુએ જે કુનેહથી જે મીઠાશથી , અને જે ત્વરિતબુદ્ધિથી કર્યું હતું તે તેમને જેલ આપનારું અને સર્વપક્ષને ન્યાય આપનારું હતું. આંધળા ગોળીબાર જૂના જમાનાના રજવાડી યુજેમાં ઘણા એવા બનાવે બન્યા છે કે કિલ્લે લશ્કરના આગલા ભાગે સર કર્યો હોય છતાં એજ લશ્કરને એક ભાગ-ગેલ દાજ વગેરે ઉત્સાહના આવેશમાં અને આજુબાજુની ધમાધમીની ઘેલછામાં કિલ્લા ઉપર ગેળાએ ફેંકજ રાખે છે અને પરિણામે પોતાના લશ્કરને હાનિ પહોંચાડે છે. આવું જ કાંઈ અત્યારે મહાસભાના ઈતિહાસમાં બની રહ્યું છે. હિંદના અત્યાર સુધીના સર્વ દુઃખો–રાજકીય, સામાજીક, આર્થિક–માટે મહાસભા સરકાર ઉપર દોષારોપણ કરતી આવી છે. પ્રજાકીય રોષની તેનું મોટું આજ છેલ્લા ૧૦ વર્ષથી સરકાર પ્રત્યેજ ગવાયું હતું, અને એજ લક્ષ્ય ઉપર તોપને મારો થતા હતા; પણ અત્યારે સરકારી જિલ્લામાં મિત્રો બેઠા હોવાથી તેનું લય બલવું જોઇએ એ વાત આ ઉત્સાહી ગોલંદાજોને ખ્યાલમાં આવી નથી, અને જુની પ્રણાલિ પ્રમાણે તેના ગળા–અલબત્ત વાણીના છેડેયેજ જાય છે. આ અતિ ઉત્સાહીઓને કોણ સમજાવે કે નિશાન બદલેક આપણ લશ્કરમાંજ ગાબડાં પડે છે! '
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy