SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૩૯ સ્થાનક્વાસી જૈન સમાજમાં પણ આવી રીતના આંતર કલહ છે. ત્યાં સાધુ સમુદાય આઠકારી, દશકારી, ખારકારી, અને સ'પ્રદાયના જુદા જુદા પક્ષામાં વહેમાયેલા છે. છેલ્લા શ્રી. મીસરીમલજી મહારાજની ખાતમાં એ સમાજમાં ઉગ્ર વાતાવરણ ઉત્પન્ન થયું હતું અને સ્થાનકવાસી સંધમાં તીવ્ર મતભેદ ઉત્પન્ન થયા હતા. આવા અનેક કારણેાથી એમની ક્રાન્ફરન્સની સ્થિતિ પણ મૂર્તિપૂજક કૉન્ફરન્સના જેવીજ થઇ છે. દિગમ્બર જૈન સમાજમાં પણ પંડિત અને બ્રહ્મચારી તેમજ જુના અને નવા વિશ્વાર ધરાવનાર વચ્ચે સામાજીક તથા ધાર્માક સુધારાના ધણ ચાલુ થઈ મતભેદ વધતા જાય છે. આવી રીતે જૈન સમાજના મુખ્ય ગણાતા ત્રણ વિભાગે આંતર કલેશાથી છિન્ન ભિન્ન થતા જાય છે. તેથી સમાજના આગેવાને સમયને ખરેખર ઓળખવા અને કાની પદ્ધતિમાં સમય મુજબ ફેરફાર કરવા વિનતિ કરૂં છું. સુધારકો અને વિદ્રાન બને સમાજના કાર્યમાં રસ લેવા પ્રાના કરૂ છું. અને યુવાને આવા આંતરિક ક્લહેાના ભાગ ન બનતા આત્મીય સંગઠ્ઠન સાધીને રચનાત્મક પ્રવૃત્તિને અને તેટલુ જોર આપવા યહ કરૂં છું. મણિલાલ માકમચંદ શાહુ પ્રબુદ્ધ જૈન સામયિક સ્ફુરણ તાતીય લગ્ન જૈન સમાજમાં જૈન સમાજમાં જેમનું નામ સારી રીતે જાણીતું છે એવા શ્રી હીરાલાલ અમૃતલાલ શાહના બીજા પુત્ર ભાઇશ્રી કાન્તિલાલે ગયા જુન માસની અઠ્ઠાવીસમી તારીખે એક અમેરિકન યુવતી સાથે સીવીલમેરેજ એકટ નીચે લગ્ન કર્યું. છે. સમાજસુધારાની દ્રષ્ટિએ તેમના કુટુંબમાં આ બીજો અનાવ છે. તેમની મેટટી પુત્રી લીલાવતી કેટલાક સમય પહેલાં શ્રી. અનંત પડયા સાથે પરણેલ છે; અને આજે તેઆ બન્ને લંડનમાં રહે છે. ભાઈ કાન્તિલાલ મુબઈમાં બી. એસ. સી. ના પહેલા વર્ષ સુધી અભ્યાસ કરીને ટેકસ્ટાઇલ એન્જીનિયરીંગના ખાસ અભ્યાસ માટે અમેરિકા ગયેલા. ત્યાં તે લગભગ પાંચ વર્ષી રહ્યા અને મેસેચ્યુસેટસ યુનીવર્સીટીની એમ. એસ. સી. તથા એમ. ટી. ઇ. ની ડીગ્રી મેળવીને ત્રણ ચાર માસ પહેલાંજ હિંદુસ્થાન તરફ પ.છા આવ્યા. અમેરિકાના નિવાસ દરમિયાન નક્કી કર્યા મુજબ મીસ ગાડી ફ્રાન્સીસ નામની એક અમેરિકન યુવતી સાથે તેમણે મુંબઇ ખાતે હમણાંજ લગ્ન કર્યું. આવાં લગ્નો આપણે ત્યાં વિરલ થતાં હોવાથી આપણા સમાજમાં ટીકા અને મર્ચાને પાત્ર અને એ સ્વાભાવિક છે, કેટલાક લાકા આવા બનાવથી સમકે છે, ભડકે છે અને સમાજ રસાતાળ જવા બેઠો છે એમ કલ્પી નિ:શ્વાસ મૂકે છે. પણ જરાક ઊંડાણથી વિષારતાં આમાં ક્ષમકવા, ભડકવા કે નિઃશ્વાસ નાંખવા જેવું કશુંજ નથી એમ લાગ્યા વિના નહિ રહે. આજે શિક્ષણ સંબંધમાં આપણે જે દિશાએ ગતિ કરી રહ્યા છીએ તેનું આ એક સ્વાભાવિક પરિણામ છે. આપણાં બાળકો આજે ખાળલગ્નની ખેડીમાંથી છુટાં થતાં જાય છે; છેકરા યુવાન થતા સુધી ભણે છે અને તર્થે દેશ પરદેશ ભટકે છે. કરી પણ મોટી ઉમ્મર સુધી અપરિણીત રહે છે અને અભ્યાસ કરે છે. ભિન્ન ભિન્ન વષઁના તેમજ ભિન્ન આભાર ૫ વિક્ષારના વિદ્યાથી વિદ્યાર્થિનીઓ સાથે ભણે છે અને એકમેકના પરિશ્રયમાં આવે છે. સાથે ભણતાં અને ફરતાં હરતાં એકમેકના ઉŪભેદને ધીમે ધીમે ઉચ્છેદ થતા જાય છે. અને સમાન કેળવણી, સમાન સંસ્કાર અને સમાન આચાર વિષારના રંગે તેઓનું ચાલુ જીવન રંગાતુ જાય છે. આને લીધે આજની ભણતી આલમમાં નાતજાતના ભેદ લય પામતા જાય છે. અનુકૂળ પડે તે ખાવું અને ભાવિ સુખની માં પ્રતીતિ પડે તેની સાથે પરણવુ. આવી ભાવના અને કલ્પનાની છાયા તેમના સર્વ આયાર તેમજ વ્યવહાર ઉપર પડતી જાય છે. પરદેશ અભ્યાસ કરવા જતાં આ ભાવના અને કલ્પના ઉગતા યુવક યુવતીના મન ઉપર વધારે સુદૃઢ બને છે. આજના આન્તવ કે આન્તાવીય લગ્ન આ પ્રકારની સ`સ્કાર– પરિસ્થિતિમાંથી ઉભાં થાય છે, આજે જે વત માન કેળવ ણીના પથે પોતાનાં ખાળકાને વિશ્વરતા કરે છે અને તથ્ ઠીક ઠીક ઉંમર સુધી તેમને અપરિણીત રાખવાનું ઇષ્ટ ગણે છે તેમણે આ પરિસ્થિતિ બુધ્ધિપૂર્વક સમજી અને સ્વીકારી લેવી એ આવશ્યક છે. અને તે એટલા માટે કે આજે જે અન્યત્ર અને છે તે કર્રાપ આવતી કાલે પોતાને ત્યાં બનવાના પ્રસંગ આવે તે તેને એક સાહજિક પરિણામ તરીકે તે સ્વીકારી અને પોતાના બાળા વિષે અટિત ક્રોધ કે તિરસ્કાર શ્રિન્તવવાની ભૂલમાં તેઓ ન પડે. પ્રસ્તુત લગ્ન અન્તરજાતિય હોઇને જરા વધારે સમાલાયના માંગે છે. સાધારણ રીતે જ્યાં જેનાં મન, મુધ્ધિ અને રસવૃતિનો મેળ ખાય અને પરસ્પર પ્રકૃતિની અનુકૂળતા લાગે તેની સાથે તે પરણે તેમાં કોઇએ વાંધો ઉઠાવવા ન જોઇએ. તેમજ સમાજે ખાટી આડખીલી નાખવી ન જોઇએ. આવા સિધ્ધાન્ત સ્વીકારીએ તે પણ ધણું ખરૂ એવાજ યુવક યુવતીઓ લગ્નથી જોડાય છે કે જે એકજ વષઁના, એકજ ધના, એકજ સંસ્કૃતિના તેમજ સરખા આધારવિષારવાળા હોય છે. તેથી જ્યાં આ બધીજ સમાનતાને લાપ થતા દેખાતા હોય ત્યાં લગ્ન સભવી શકેજ કેમ અને કદિ એવું લગ્ન થાય તેા તે બન્ને દુ:ખીજ થાય આવી માન્યતા સ્વીકારીને આપણે ચાલીએ છીએ. આના સમર્થાંનમાં જે કોઇ આવાં આન્તન્ત્રતીય ૬ પતી યુગલે સુખી ન નિવડયાં હોય એ તરફ આપણું ખૂબ ધ્યાન દોડે છે. જે લગ્નસંબંધ આપણા પાલુ ધર્મ તેમજ આચારવિશ્વારના લગભગ પરિત્યાગ માંગે તે આપણને ન ગમે તે સ્વાભાવિક છે. આન્તજાતીય લગ્ન કરનાર યુગલને અહિના કે પશ્ચિમનાં સમાજ સાથે તપ્રેત થવામાં અસાધારણ મુશ્કેલીએ ભગવવી પડે છે એ રીતે વિમારતાં આવું લગ્ન કરનાર કાંઈક આંધળું સાહસ ખેડે છે એની પણ ના કહી નહિ શકાય. આમ છતાં પણ આવાં લગ્ન કરનાર કોઇ ભારે અધમ કે અનીતિ કરી એસે છે એવી કલ્પના પણ કેવળ અજુગતી છે. વિશેષમાં જે દેશમાં નાતજાત ધાળ અને વાડાની આટલી બધી જટિલ રચના સમાજવિકાસને રૂંધી રહી છે ત્યાં આવાં લગ્ગા જે કોઇપણ કાળે અપવાદરૂપજ રહેવાના છે તે સમાજની આંખ ઉધાડવા પુરતાં અને આજને યુગ કઇ દિશા તરફ વહી રહયા છે તે દર્શાવવા પુરતા ઉપકારક છે. એમ પણ કહ્યા વિના નહિ માલે.
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy