SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૩૯ ઉલ્લેખાને જરા પણ બંધનકર્તા ગણવામાં આવશે નાંહ. આવી આખામાં જરૂર જણાયે સરકારી કાયદાએ કરાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં પણ આ યુવકસધ પાછી પાની કરો નહિ. (ગ) આવી જ રીતે સમાજ અને ધમ તે લત્તા અનેક પ્રશ્ન ઉપર પોતાના વિચારો છુટથી જાહેરમાં રજી કરવાના દરેક વ્યક્તિને હક્ક છે એમ આ યુવક સધ માને છે; અને તેથી જ્યારે જ્યારે આવા હક્ક ઉપર સધબહિષ્કાર, જ્ઞાતિબહિષ્કાર, કે એવી બીજી ક્રાઇ રીતે કોઇ પણ સંધ કે જ્ઞાતિ તરફથી આક્રમણ કરવાના પ્રયત્ન કે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે ત્યારે ત્યારે તેવા પ્રયત્ન કે પ્રવૃત્તિને બનતા સામને કરવાનુ આ યુવક સંધ ચુરો હિ (૪) આ યુવકસનું મુખ્ય કાર્યક્ષેત્ર જૈન સમાજ રહેશે પ્રબુદ્ધ જૈન એમ છતાં પણ આ યુવક્સધ રાષ્ટ્ર અને વિશાળ સમાજના હિતને પ્રાધાન્ય આપીને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિનું સ'ખલન કરશે અને રાષ્ટ્રહિતને ખાધક એવી કાઇ પણ પ્રવૃત્તિ આ યુવક સંધ દિ હાથ ધરરો નહિ. (૩.) સામાજિક પ્રશ્નેા, પરત્વે આ યુવસંધની સ પ્રવૃત્તિએ નીચે જણાવેલ ધ્યેય અને ધેારણુ સ્વીકારી તે યાજવામાં આવરો. (૧) સમાજરયના અને વ્યવહારમાં સ્ત્રી અને પુરૂષની સાર્વત્રિક સમાનતા સ્વીકારાવી જોઇએ. (૨) જ્ઞાતિબંધના, અનિષ્ટ લગ્ન, ફરજિયાત વૈધવ્ય, અસ્પૃશ્યત્વ આદિ કુરૂઢિયાને નાશ થવા જોઇએ. (૩) વ્યક્તિસ્વાતંત્ર્યને સમાજજીવનમાં ખુબ અવકાશ મળવા જોઇએ. (મ) રાજકીય બાબતો પરત્વે સપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયને આ યુવસધ સ્વીકારતા હોઇને તે દિશાએ કાય કરતી અને અહિંસા અને સત્યના માર્ગે પ્રજાજીવનનુ નિયમન કરતી રાષ્ટ્રીય મહાસભાના વિવિધ કાર્યક્રમને આ યુવકસંધ અને તેટલા સક્રિય ટકા આપરો. સામયિક સ્ફુરણ ‘આ હું કરૂ, આ મેં કર્યું? એ માનવી મિથ્યા વર્તે. હું વઞગાળે ગોપનાથ રહેતા હોવાથી તા. ૨૮ મી મેનુ જૈન' મને માઢું જોવા મળ્યુ, ‘જૈન' પત્રના એ અંકમાં શ્રી ચીમનલાલ વાડીલાલ શાહના ‘સમાજને ચોપડે એ મથાળા હેઠળ લગભગ નવ દશ કોલમને એક બહુજ લાંબે લેખ મારા જોવામાં આવ્યો. આખા લેખ વાંષતાં મને ભારે કંટાળા ઉપયેા તેમજ ખુબ ગ્લાનિ થઇ. કંટાળા એટલા માટે કે આખા લેખમાં તેમણે કેવળ આપબડાઇની જ વાતા ભરી છે. ગ્લાનિ એથી કે આજ કાલ જુદા જુદા સ્થાને આધુ વતું કા કરતા યુવકો માટે સ્થાને સ્થાને તેમણે ફાવે તેવા ટાક્ષા કર્યાં છે અને કેટલેક ઠેકાણે તે આશ્રિત્યની હદ વટાવી ગયા છે. માંગરાળ જૈન સભા સંબંધમાં તેમનું આખું લખાણ એક અષાવનામા જેવુ છે. તેમના પ આક્ષેપેા અને કટાક્ષેાના કશા પણ જવાબ આપવાની જરૂર જોતે નથી. કારણ કે સમાજ આજે સા કાઈને ખરોઅર જાણે છે. ઉત્તર પ્રત્યુત્તથી કોઇ નવા પ્રકાશ પડવાને નથી. તેમની લેખમાળામાં અનેક વાતો તે ઘુંટી છુંટીને લખે છે અને ખુબ હૈયાવરાળ કાઢે છે. તે જોઇને મિત્રભાવે એમ સમવવા મન થઈ આવે છે કે તેમને લખવાની આટલી બધી શકિત સ્ફુરી આવી છે તે તે શક્તિને ઉપયોગ તેઓ સયમ અને કરકસરથી કરે તે કેવુ સારૂં ? એમ કરવાથી તેમને તેમજ સમાજને જરૂર વધારે લાભ થરો. પણ આજે લખલખ કરવાના અભખરામાં મારી આ સલાહુ તેમને જરાપણુ નહિં રૂચે એવા મને ભય રહે છે. વળી તેઓએ શુ શુ યુ" છે અને તેમના લખાણાનાં કેટલાં નેાધવા લાયક પરિણામો આવ્યા છે એ તેએ વારંવાર ન જણાવે તે શું તેમની સેવા સમાજ વિસરી જવાની છે? વળી આ બધું મારાથી થયું છે એમ કહ્યા કરવું એ પોતાની અલ્પતાને જ પ્રગટ કરવા બરાબર છે. અનેક સયાગો અને કારણેા એકત્ર મળે છે અને અમુક રિણામ આવે છે, માનવી તે નિમિત્ત માત્ર છે. આ શ્રી ચીમનલાલને સમજાવવાની જરૂર છે ? શ્રી ચીમનલાલને બીજી પણ વિનતિ કરૂ ને તે માને તે આજના યુવાને, કાર્યકર્તાઓને, આગેવાનાને આક્ષેપો અને કટાક્ષોથી નવાજવામાં નિડરતા કે બહાદુરી ગણાતી હરી, પણ તેમાં:નથી કશું ડહાપણ કે નથી કોઇનું કશું કલ્યાણુ. આપણે બધા પામર માટીના માનવીએ છીએ; અનેક ગુણદોષથી ભરેલા છીએ. સે। પ્રેમથી મળીએ અને પ્રેમની વાણી વદીએ. બધાં સાથે મળીને જે કાંઇ કરી શકીશુ એ એકમેકને ભાંડવાથી નથી થવાનું, તે પણ યુવાન છે. કાંઇ કરવુ એવી તમન્નાવાળા છે. તેઓ સમાજને એ નવા વિભાર આપે; સમાજ કલ્યાણનાં બે કામ કરે તે સમાજ તેમને જરૂર આદરથી જોરો અને પ્રેમથી વધાવશે. • પ્રભુધ્ધ જૈન ' ના ઉદ્ગમ અંગે તેઓની એવી કાઇ વિચિત્ર માન્યતા લાગે છે કે આ પાક્ષિક પત્ર માત્ર તેમના સામના કરવાનેજ ઉપસ્થિત કરવામાં આવ્યું છે. તેમને જો મારી પ્રામાણિકતામાં વિશ્વાસ હોય તો તેમને હું સ્પષ્ટપણે જણાવી શકું કે આ તેમની માન્યતા તદ્દન ખેાટી છે—પાયા વિનાની છે. આ પત્રનું શું ધ્યેય અને કા પ્રદેશ છે અને કઇ પધ્ધતિથી આ મલાવવામાં આવનાર છે તે વિષે પ્રબુધ્ધ જૈનના પ્રથમ અંકના અગ્રલેખ તેમણે જોયા હશે, જે કાંઇ આ પત્રમાં લખાય છે અને હવે પછી લખારો તે સ` તેમાં સુચવેલ આદર્શને અનુરૂપજ છે કે હરો એમ કહેવું એ કદામ વધારે પડતું ગણાય. પણ આ પત્રનાં સર્વ લખાણેમાં એ આદર્શને પહાંચી વળવાનેા નિરન્તર પ્રામાણિક પ્રયત્ન તા રહેશેજ. યારે એ આદશને છોડીને વ્યકિતગત આક્ષેપ વિક્ષેપના અક્રાવામાં આ પત્ર પડી જરો, ત્યારે ‘પ્રબુધ્ધ જૈન ’ પ્રમુખ જૈન નહિ રહે. આ ખાખત ધ્યાનમાં લઇને શ્રી ચીમનલાલ મન:કલ્પિત ભ્રમણામાંથી મુકત થાય અને નિય અને એવી મારી તેમને વિનતિ છે, ( વધુ માટે જુએ પાનુ છેલ્લું ) + quiz
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy