________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૭-૩૯
सचस्स आणाए उब्वडिओ मेहावी मारं तरई। સત્યની અણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. EFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF
#FFFFFFF
પ્રબુદ્ધ જે ન HિHHHHHHHHHHHHHHHHHHHFFFFF
તા. ૧૫-૭-૧૯૩૯, શનિવાર આપણું આંતરિક કલહ
એક વખતની સમૂધ્ધ ગણાતી જૈન કેમ આજની બીજી કેમોની સરખામણીમાં કેટલી કંગાલિયત ભોગવે છે એનો વિચાર સમાજના આગેવાન હિતેચ્છુઓએ કરવાની જરૂર ઉભી થઈ છે. બીજી કોમોના પ્રમાણમાં આપણા સમાજમાં દરેક વર્ષે હજાર રૂપીઆ ધાર્મિક અંધશ્રધ્ધાથી ખર્ચાય છે, જેને નાનો સરખા ભાગ પણ સમાજની ઉન્નતિ સાધવાને ખપ લાગતો નથી. વળી ધાર્મિક અંધશ્રધ્ધાએ એવાં ઊંડાં મૂળ ઘાલ્યાં છે કે ગરીબમાં ગરીબ જૈન વ્રતના દિવસે, યાત્રા નિમિતે કે પ્રભુભકિત નિમિતે બે પાંચ રૂપિયા ખરચ્યા વિના રહી શકતા નથી. તે પ્રભુદને ખાલી હાથે જતા નથી. અનેક પ્રકારની યાતના વેઠી મેળવેલી રકમમાંથી બદામ પાઈ પાસે, પ્રભુ આગળ પૂર્ણ શ્રધ્ધાથી મૂકે છે અને એવા હજારો ગરીબ જેનેના પ્રભુ આગળ મુકાયેલા પસીનાના પૈસાથી આજે આપણુ અનેક દેરાસરો માતબર બની પ્રભુના નામની પેઢીઓ મૂલાવી આવકમાં વધારો કર્યે જાય છે, પણ એને લાભ જૈન સમાજના જૈનને મળતાજ નથી. પેઢીઓ ચલાવનારા મનસ્વીપણે વહીવટ કરે છે અને ટ્રસ્ટીઓ જુદી જુદી જનાઓ યોજી કોર્ટ દ્વારા સત્તા જમાવી બેસે છે, જેના પરિણામે દરેક દેરાસરના ટ્રસ્ટીઓ અને સંઘ વચ્ચે ઘર્ષણ થયાજ કરે છે. મુંબઈ ખાતેના અનેક દેરાસરમાં આ ખટરાગ ચાલુ છે. શ્રી ગોડીજીમહારાજ, શ્રી શાંતિનાથજી, શ્રી લાલબાગ, શ્રી નેમિનાથ, શ્રી અનંતનાથ વિગેરે દેરાસરોના વહીવટદાર (ટ્રસ્ટી) અને તે તે સંઘના કાર્યકરે વચ્ચેના ઝગડાના પરિણામે દરેક વર્ષે હજારો રૂપીઆ કોર્ટ દ્વારા થતા કેસમાં ખર્ચાય છે. આ આપણું ધાર્મિક ખાતાના આંતરિક કલહે.
હવે સમાજ-ઉપગી ખાતાંઓને આંતરિક કલહ તપાસીએ. આશરે દસેક વરસ પહેલાં આપણા સમાજના કમભાગે કેટલાક સાધુઓએ સ્થિતિચુસ્ત અને ધર્માધ વગરને એકત્ર કર્યો. આ વર્ગ ધમી વગ તરીકે ઓળખાવા લાગ્યો. તેની આગેવાની શ્રી રામવિજયજીએ લીધી. આ વગેર સમાજના સુધારક વિપાર અને એવા વિમાર ધરાવનાર સાધુઓ સામે ઝગડા શરૂ કર્યા. આના પરિણામે સાધુ અને શ્રાવક વર્ગમાં એ વિભાગે પડી ગયા. એક વિભાગ પિતાને ધમ ગણાવા લાગે. બીજો વિભાગ સુધારક તરીકે ગણવા લાગે. આ કલેશે સમાજ ઉપયોગી કાર્યમાં મોટો વિક્ષેપ નાખ્યો. ધમી વગે શ્રી મહાવીર વિદ્યાલયને તોડી પાડવા અનેક જાતનાં જુદાણ ઉભાં કર્યા; પણ વિદ્યાલયના તે વખતના કાર્યકર્તાઓએ અજબ સંયમ વાપરી વિદ્યાલયને વધારે તન્દુરસ્ત બનાવવાના પ્રયાસ કર્યો અને ધમી વર્ગની બાજીને ઉંધી વાળી.
આવી જ રીતે ધમી વગે શ્રી કોન્ફરન્સ પ્રત્યે પણ વિરોધી પ્રચાર શરૂ કર્યો. તે વખતના કોન્ફરન્સના સુકાનીઓએ જુનેર મુકામે તેમનો બરાબર સામનો કર્યો હતો. પણ પછી એ સુકાનીઓ ઠંડા પડી ગયા. પરિણામે કેન્ફરન્સ જે પ્રકારની મંદતા ભોગવતી હતી એજ દશામાં પડી રહી. એ મંદતામાં પ્રાણ આપવા એગ્ય ભગીરથ પ્રયત્ન તેના સુકાનીઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ તરફથી થયો નહિ. ઉલ્લાસપૂર્વક અને ખંતથી પ્રામાણિક પ્રયાસે જે કરવામાં આવ્યા હતા તે કોન્ફરન્સ અત્યારે સમાજની એક ઉપયોગી સંસ્થા પુરવાર થાત.
આ દસ વરસના ગાળામાં એકલી અટુલી અને એકજ દાતાના પ્રયાસે ચાલતી શ્રી પન્નાલાલ હાઇસ્કૂલ દિનપ્રતિદિન વધુ તેજસ્વી બનતી ગઈ. સ્વર્ગસ્થ બાબુ જીવનલાલજીએ એ સ્કુલને લગભગ ત્રીસ પાંત્રીસ હારની દર વર્ષે અંગત મદદ આપી તેને ખૂબ વિકસાવી અને મુંબઈની હાઇસ્કુલમાં પહેલી પંકિતએ મૂકી દીધી. આ હાઇસ્કુલની ઝળકતી કાતિ પછી આપણા ઘણા ભાઈઓને મુંબઈ માંગરોળ જન સભા હસ્તક ચાલતી કન્યાશાળાને વધુ વિકસાવવાનો પ્રયત્ન કરવાનો વિચાર થયે અને શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ મોરબીઆએ પિતે સાઠ હજાર, શેઠ માણેકલાલ ચુનીલાલે રૂપીઆ સોળ હજાર અને શેઠ કાન્તિલાલ અરદાસે રૂપીઆ દશ હજાર આપવાની જાહેર કરી કન્યાશાળાને સંગીન પાયા ઉપર મુકવા બીડું ઝડપ્યું. વિશેષમાં શ્રી કાતિલાલ ઈશ્વરલાલ મરખીઓએ પિતાની લાગવગ અને અંગત ઓળખાણનો ઉપયોગ કરીને લગભગ ચાલીસ પેટ્રન અને ત્રીસેક પુરૂષ લાઈફ મેમ્બરો તેમજ પચીસ સ્ત્રી લાઈફ મેમ્બરો મેળવી આપી લગભગ સાઠ હજાર રૂપીઆ કન્યાશાળા માટે એકઠા કર્યા અને તેમાં કન્યાશાળાને હાઈસ્કુલમાં વિકસાવવાની શરતે પોતાના બીજા પચાસ હજાર રૂપીઆ ઉમેર્યા. અહિં સુધી સભાના મુખ્ય કાર્યકરોમાં ખૂબજ ભાઈજ્યારે રહા, પણ પછી અંદર અંદર મતભેદો શરૂ થયા અને કન્યાશાળાનું નાવ ડામાડોળ સ્થિતિમાં મુકાયું.
કમભાગે સમાજમાં આવી જાતના આંતરિક કલહાએ કેટલું ભયંકર નુકશાન કર્યું છે એ આપણે સમજી શકતા નથી. દાતાઓએ સંસ્થા, સભા કે મંડળ કાઈને પાછળથી જરાપણુ અલવલ ન આવે તેવી રીતની સંગીન યોજનાઓ તે તે કાર્યમાં રસ લેતા મુખ્ય માણસો પાસે સમજપૂર્વક તૈયાર કરાવવી જોઇએ અને પિતાનો ઇરાદે સિદ્ધ થાય તેમ કરવા પ્રયાસ કરે છે. હાલમાં જ શ્રી મુંબઈ સરકારના પ્રધાન એન. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ શ્રી ભારતીય વિદ્યાભવન નામની એક સુંદર પેજના તૈયાર કરી છે, જેમાં તેના મુખ્ય દાતા એક ટ્રસ્ટી તરીકે રહ્યા છે, અને સંસ્થાઓને તેમના નામ અપાયાં છે. તેની વ્યવસ્થા માટે જુદી જ ટ્રસ્ટી બોર્ડ સ્થાપવામાં આવેલ છે અને તેમને યોગ્ય લાગે તે કરવાની “સવ” સુત્તા તે ટ્રસ્ટી બોર્ડને આપવામાં આવી છે. આપણા દાતાઓમાં આવી સક્ષુદ્ધિ સુઝે એમ ઈચ્છીએ. આપણાં દરેક ખાતાંઓ આંતરિક કલહે પાંગળા થાય છે. એવા આંતરિક કલહે ઉત્પન્ન ન થાય તેની ચાંપતી દેખરેખ કાર્યકર્તાઓ રાખે, સમયને ઓળખે, જનતાની શકિતનું માપ પીછાને તો જરૂર આપણા આવા આંતરિક કલહ ઓછી વધતા ભાગે કમી થાય અને આપણે બધા એકત્ર થઈ સમાજનું કાઈ ઉજવળ ભાવી નિપજાવી શકીએ. વળી