SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૩૯ પ્રબુદ્ધ જૈન બાબતને પોતે સંમત કરી હતી અને જે માટે મુંબઈના પ્રધાનમંડળને પોતે ધન્યવાદ આપ્યો હતો તે જ બાબત વિષે આજે તેઓ કાંઈક જુદું જ જણાવી રહ્યા છે. પારસી કેમ ઉપર આ એક આફત છે એમાં કોઈ ના કહી શકે તેમ નથી. પણ દેશને હાનિકારક કંઈ પણ ધ ધ બંધ કરવા જતાં તે ધંધા સાથે સંબંધ ધરાવનાર વર્ગને દેશકલ્યાણ ખાતર ખમવું જ જોઈએ. વિલાયતી કાપડના બહિષ્કારે કેટલાયે હિંદુ વ્યાપારીઓને પાયમાલ કર્યો છે પણ તેમને ટેકો આપવાની કોઈએ કદિ વાત કરી નથી. મુસલમાન પ્રત્યે મિલકતવેરા સંબંધમાં આટલે બધે પક્ષપાત શા માટે? શું મુંબઈની મિલ્કતને માત્ર મુસનમાનનોજ ઈજારો છે ? આખા નિવેદન પાછળ પારસીઓ અને મુસલમાનોને પિતાની તરફ એટલે પોતે ઉપસ્થિત કરેલ પક્ષ તરફ આકર્ષવા સિવાય બીજો કોઈ આશય દેખાતા નથી. એક સમયને રાષ્ટ્રપતિ આજે આમ કેમ વર્તે છે? વિવેકમાગથી સરકતાં ગમે તે મોટો માણસ પણ કયાં ક્યાં ખેંચાતા જાય છે તેની કલ્પના થઈ શકતી . નથી. પરમાનંદ. શાળામાં પણ યુવાને શિક્ષણ આપવાનું બંધ ને પડવું જોઇએ. યુધ્ધશાળામાં યુવકને પુરૂષ બનાવવાના છે. માત્ર આજ્ઞાનું પાલન કરવું જોઈએ એટલું જ ત્યાં શીખવવાનું નથી, પણ ભવિષ્યમાં આજ્ઞા આપવાનું કાર્ય પણ ત્યાં જ શીખવવાનું છે. યુધ્ધશાળામાં શિક્ષણ લેતા યુવકોને દોષ હોય ત્યારે તેમને શિક્ષા થાય એ મૂંગે મોઢે સહન કરવાની આવડત તેમનામાં હોવી જોઈએ એટલું જ બસ નથી પણ તેમને અન્યાય થઈ જાય ત્યારે પણ તેવી જ રીતે બડબડાટ ર્યા વગર તેમણે સજા વેકી લેવી જોઈએ. જ્યારે લશ્કરની તાલીમ ખતમ થાય ત્યારે દરેક જુવાન પાસે બે પ્રમાણપત્ર હોવા જોઈએ. પોતે રાષ્ટ્રને સભ્ય છે તેનું પ્રમાણપત્ર પુરતું નથી, પણ પિતે નિરોગી અને આરોગ્યવાન હોવાનું પ્રમાણપત્ર પણ મેળવવું જોઈએ. અડવાં પ્રમાણપત્રો ધરાવતા જુવાનોને જ પરણવાને હક્ક હોય. મહાવિગ્રહ વખતે એવી ફરીયાદ થઈ હતી કે આપણા લે કે કોઈ વાત છાની રાખી શકતા નથી. આ કારણે જ આપણુ ગુપ્ત રહસ્ય' વિપુદળના જાણવામાં આવી જતા હતા. આનું કારણ શું હતું ? લડાઈ પહેલાં આપણા સેનિકને કોઈએ શીખવ્યું હતું કે મનવૃત્તિ એ વીરોને ધમ છે ? આપણી શાળાઓમાં મનનું મૂલ્ય આંકવામાં નથી આવતું. પણ લેકે વાત કરતાં કદી થાકતાજ નથી. અને મિનની કિંમત જાણતા નથી. આ વાતડીઆપણાથી લડાઈઓ હારી બેસાય છે એટલે આ બધું વિદ્યાર્થીઓને શીખવવાની જરૂર છે. પાછળથી પાકે ઘડે કાંઠા નથી થતા. પ્રત્યેક મહારાષ્ટ્રને મૈન, સ્વાર્પણ અને વિશ્વસનીયતાને ખપ પડે છે. શાળાઓમાં આજે જે થથાં ગોખાવવામાં આવે છે તેના કરતાં આ ગુણોનું શિક્ષણ આપવું એ વિશેષ આવશ્યક છે. દુશ્મનો જોડે મુકાબલે કરવા માટે આપણને યુધ્ધની સામગ્રીને ટાટ નથી, પણ આપણી પાસે નિશ્ચયછળ ધરાવતા નેતાઓ નથી. જે ઠરાવ કરવામાં જોખમ હોય તે ઠરાવ કરવાની હિંમત આગેવાનોમાં હેવી જોઈએ. મને યાદ છે કે એક સેનાપતિએ કહેલું કે “૫૧ ટકા ફતેહની ખાત્રી હોય તોજ હું હલે કરૂં” આ “એકાવન ટકા” ખાત્રીની ટેવ વડે જ આપણે લડાઈમાં હારી ગયા હતા. આજે કોઈ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી હોતું આનું કારણ આપણી કેળવણી જ છે. આપણા જાહેર જીવનમાં નિર્ણય કરવાની અશકિત સર્વવ્યાપક બની ગઈ છે; અને એને માટે આપણી પાર્લામેન્ટ (રીસ્ટાગ) કારણભૂત છે. છાત્રાલય અને ધાર્મિક નિયમનું ફરજીયાત પાલન જે વાત સ્વચ્છતાની એજ ધાર્મિક આચારની. માબાપ અને સંસ્થાના વાલીઓ જે આધારનું પોતે પાલન કરતાં નથી અથવા કરી શકતા નથી, તેનું પાલન નિયમે ઘડી પગારદાર નોકરો મારફત થયેલું જોવા માંગે છે. આર્યસમાજીઓ ઘરમાં ભલે હવન કરતા ન હોય પણ ગૃહપતિઓ અને વિદ્યાર્થીઓ પાસેથી તે તેમ કરાવવાને આગ્રહ રાખે છે. એજ ઍકરાઓ ઘેર રજા ઉપર આવે ત્યારે હવન ન કરવાની છુટ. સંસ્થામાં કાંતવાનો આગ્રહ હોવો જ જોઈએ એવા નિયમની તરફેણમાં મત આપનાર લેકોનું પણ આવું નથી દેખાતું એમ નથી. જૈન બોડીગના જે વ્યવસ્થાપકે સૂર્યાસ્ત પછી ન જમવાના, બટાટા ન ખાવાની વગેરે નિયમ સંસ્થામાં પળાવવાને ખાસ આગ્રહ રાખે છે તેજ પિતાના જીવનમાં એ નિયમના છડેચોક ભંગ કરતા હોવાનો એકરાર પણ કરે છે. આ પ્રયત્ન તે ગરમ પાણીમાં મડદું રાખી તેની ઉણતા ટકાવવાના પ્રયત્ન જેવે છે. આપણને જે યોગ્ય જણાય તેનેજ એગ્ય કહીએ, પણ જેને અમલ આપણે કરી શકતા નથી તેને અમલ બીજા પાસે કરાવવાનો આગ્રહ આપણે ગમે તેટલે રાખીએ પણ આપણે હાથે તે થવાનો નથી. એટલું જે જાણીએ તે કૃત્રિમતામાંથી અને દંભમાંથી બચી જઈશું. કાકા કાલેલકર મધનિષેધ અને શ્રી. સુભાષબઝ મુંબઈના મઘનિધિ સંબંધમાં શ્રી. સુભાષચંદ્રબોઝે એક ભારે આશ્ચર્યજનક નિવેદન બહાર પાડયું છે. આ નિવેદનમાં મુંબઈ સરકારની મનિષેધની નીતિ અને પદ્ધતિને વખોડવામાં આવી છે; પારસીઓ તેમજ મુસલમાનો પ્રત્યે ખૂબ સહાનુભૂતિ દર્શાવવામાં આવી છે અને મુંબઈ છોડીને સંખ્યાબંધ માણસો ચાલી જશે અને એ રીતે મુંબઈના આજના ગૌરવને ઘણે ધકે લાગશે એવી ભીતિ દર્શાવવામાં આવી છે. આ મધનિષેધ ખાતર જે આવકને ભેગ આપવામાં આવે છે અને તે માટે જે મોટે કર નાંખવામાં આવે છે તેનાથી એક પણ ગરીબ માણસનું પેટ ભરાવાનું નથી. એક પણ અભણ ભણવાનો નથી અને એકપણ દુઃખી સુખી થવાને નથી એમ તેઓ જણાવે છે. મધનિષેધનો અમલ ધીમે ધીમેજ થવો જોઈએ એમ તેઓ સલાહ આપે છે. આ બધું વાંચતાં વિસ્મય તો એ થાય છે કે રાષ્ટ્રપતિપદ ઉપર રહીને જે કામઃ નાનું અને મેટું હું ખાઈશ તે પેટભરીને પકવાન જ ખાઈશ નહિંતર ભુપે રહીશ.” કોઈ ભૂખ્યો માણસ આમ કહે તે કેવું વિચિત્ર લાગે? કેવું બેઠુંદુ લાગે ? તમે પણ જીવનમાં આવું જ કાંઈ કરો છો? કોઇ મંડળના પ્રમુખ કે મંત્રી બનીને ગમે તેટલી જહેમત ઉઠાવવા તૈયાર થાવ. પણ એક અદના સભ્ય તરીકે નાની ફરજ બજાવવામાં તમને રસ ઉભે નથી થતે એ સાચું ? ફાંસીને માંચડે કે જેલ જવા તૈયાર થાવ છો પણ રોજના જીવનમાં આવી પડતી નાની યાતના વેઠવા તમે તૈયાર નથી એ સાચું ? હજારો માણસની સભા સમક્ષ ભાષણો આપવા તમે તૈયાર હો છો; માસિકો માટે લાંબા લેખો લખવા તમે તૈયાર હો છે પણ તમારી સ્ત્રીને કે બાળકને કેળવવા માત્ર અર્ધો કલાક ખચવાની તમારી ધીરજ નથી રહેતી એ સાચું ? | વિચારજે, સાચું હોય તે કેટલું બેહૂદુ, કેટલું વિચિત્ર ? અજ્ઞાત
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy