SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ્ધ જૈન શ્રી સુખઇ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર, વર્ષ ૧. ચ્છિાનું પીંજર. કેવળ પુસ્તક વાંચીને આપણે કે ઇજ સમજી શકતા નથી, શાસ્ત્રામાં મેં વાંચ્યું હતું કે ઇચ્છા એજ બંધન છે; એ આપણને પાતાને પણ બાંધે છે, અને પાકાને પણ બાંધે છે, પણ કેવળ શબ્દો અતિશય પાકળ લાગે છે, સાચેસાય જે દિવસે આપણે પ’ખીને પીંજરમાંથી ઠંડી મૂકીએ છીએ, તે દિવસે આપણને સમજાય છે કે પ’ખીજ આપણને મુક્ત કરતુ ગયું. જેને આપણે પીજરમાં ાંધીએ છીએ તે આપણને આપણી ઇચ્છામાં બાંધે છે. આ ઇચ્છાનું બંધન સાંકળ કરતાં વધુ સખ્ત હોય છે; પણ દુનિયામાં આ વાત કાઇ સમજતુ નથી. સૈા કાઇ એમ માને છે કે બીજે ક્યાંક સુધારો કરવાની જરૂર છે. પણ બીજે કયાંય નહિ, ફકત આપણી ઇચ્છા સિવાય, આપણા મન સિવાય બીજે કયાંય સુધારા કરવાની જરૂર નથી. જ્યાં સુધી આપણે ઇચ્છાના પીંજરમાંથી અભિનવ સુંદર આત્મસ્વરૂપને મુકત નથી કરતા ત્યાં સુધી આપણે તેને તેવાજ પામતા નથી. કવિવર ટાગાર, હા.......... આપણે હાર ખાઇએ કે માર ખાઇએ તેમાં આપણી ખરેખરી હાર નથી. આપણી સાચી દ્વાર । ત્યારે છે કે જ્યારે આપણી હરોળના છેલ્લા સૈનિક હૃદયમાં નિરાશા. સેવીને ધ્વજ અને શસ્ત્રો હૈડાં મૂકી છે. નેપોલિયન એનાપા. (આલ્પ્સ પવત ઓળગતા સૈન્યને ઉદ્દેશીને) Regd. No. B 4266 તા ૧૫-૭-૩૯ શનિવાર. તંત્રીઃ મણિલાલ મેકમચંદ શાહ, અંક ૬. ...મંગલ મંદિર ખેાલા !.... જીવન અને મરણુ ભગવાનનાં એ રૂપે છે; પરમાત્માની એ વિભૂતિએ છે, એમાં જીવન એ માણસની કહેર કંસેરી છે, મરણ એ ક્ષમાવાન અને પરમ કાણિક યા છે. મૃત્યુ સમયે માણસને જે જે વેદના થાય છે, તે મૃત્યુને લીધે નહિ. મૃત્યુમાં તે ધ જેટલી મીઠાશ છે. જે વેદના થાય છે તે જીવનને લીધે થાય છે, જીવન પોતાને કબજો છેડવા માંગતુ’ નથી, અને એ લાભની તાણાતાણીમાં વેદના પેદા થાય છે, મરૂત્યુ પાસે ધીરજ છે; એ જીવનમે પોતાનાથી બનતું કરવા દે છે. જયારે જીવન હારે છે અને પેાતાને આશ્રહ ઈંડે છે, ત્યારે મરણ પોતાની પાંખો ફેલાવીને પાતાની છત્રછાયા તળે પ્રાણીને લે છે, માસ જીવનને સુખસ્વરૂપ માને છે, અને મરણને મહાસ’કટરૂપે જુએ છે; પણ દિવસ પછી જેમ રાત્રિને સ્થાન છે, એની ઉપયોગિતા અને સાન્વય છે એટલુ જ નહિ પણ વૈભવ પણ છે; એજ રીતે .મરણમાં પણ ઉપયોગિતા, સાન્દય અને વૈભવ છે. ઉપયેાગિતા કદાય આપણે તરત ન સમજી શકતા હોઇએ, પણ મરણની ભવ્યતા અને એની ઉપકારક સુંદરતા તે રહેજે ધ્યાનમાં આવવી જોઇએ. આકળે માણસ એ કળી શકતો નથી એ કં'ઇ મરણને દોષ નથી. થાકેલા મજુર વિશ્રામ માગે, નાચીકુદીને લેથમેથ થયેલું બાળક ધની સાડમાં ભરાઇ જાય, પાકેલું ફળ જમીનમાં વવાઇને નવી યાત્રા શરૂ કરવા માટે વૃક્ષમાતાના સબંધ છોડી દે; એ પ્રમાણેજ માણસે વન પુરૂ' કરી અનાસકત ભાવે એના ત્યાગ કરતાં શીખવુ જોઇએ, અને નવી તક મેળવવાના પરવાનારૂપે મરણને વધાવી લેવુ જોઇએ. જો માણસ પાસે પ્રસન્નતા હોય તેા એને જીવતા પણ આવડે છે, શાન્તિ અને શાભા સાથે જીવન પુરૂ પણ કરતાં આવડે છે; અને જેમ બહાદુરીને 'તે માણસને બહુમાનને કાળ કે શ્રંદ્રક મળે છે, એવીજ રીતે મરણની કૃતાતા મેળવવા એ તૈયાર રહે છે. ‘મ’ગલ મદિર ખેલા ' આ નરસિંહરાવ દિવેટિયાનુ ભજન મૃત્યુને ઉદ્દેશીને લખેલુ છે, એ ન જાણવાથી કેટલાક ગાયક. મ ગલ અને મંદિર શબ્દને લીધે વિવાહ જેવા મ`ગલ ગણાતા પ્રસંગે ગાય છે. વિવાહુને માંગલ અને મૃત્યુને અશુભ કે અમ`ગલમાનનારા સમાજને માટે આમાં આષિત્યના ભગ છે એ દેખીતી વાત છે. જે લોકો માને છે કે જીવ જીવ વચ્ચે ખરૂં આકર્ આત્મપમ્યનું, આમૈકયનુંજ હોવુ જોઇએ. એ આકર્ષણ આધ્યાત્મિક હોઇ તેમાં વિકારી પાચિવ તત્વને અવકાશજ નથી, તેઓ વિવાહને એક લામારીનુ પગલું ગણે છે. ઇન્દ્રિયાએ પેાતાનુ જોર બતાવ્યું; વાસના પ્રબળ નીવડી એટલે એને ભ્રમ માર્ગે વાળવા સાટુ નિામૂલક વિવાહ ધન સ્વીકાર્યું. લાપારીથી જે પગલુ ભરવું પડયું' તેમાંથીજ શુભ પરિણામ ઉપજાવવાના જે પ્રયત્ન તેનું નામ વિવાહ. વિવાદ્ધ ખરૂ શ્વેતાં એક બંધન છે. એને આપણે સંસ્કૃતિની મદદથી સાધનારૂપ બનાવી શકીએ છીએ. જ્યારે મરણ એ ખરેખર મુકિતરૂપ છે. વાસના વડે એને કલેશમય અને કલુષિત ન કરીએ તો મરણ એ પરમ મિત્ર છે એ સ્હેજે સમજાશે. મિત્ર હ કે મુરખ્ખી હા–એ દયામય છેજ. એના મદિરના દ્વાર મંગલમય છેજ. લોકો મરણને ગહન અધારા સાથે સરખાવે છે અને જીવનને પ્રકાશરૂપ માને છે. દિવસના ધોળા અધારા વિષે અને રાતના કાળા પ્રકાશ વિષે મે જે લખ્યું છે તે અહીં પણું સાચુ છે. જંગલમાંથી નીકળી જ્યારે ખુલ્લામાં આવીએ છીએ ત્યારે જેમ હાંશ આનંદ થાય છે, તેમજ જીવનવન વટાવ્યા પછી અને તિનિરમાગ આળગવા પછી જે જ્યેાતિલેક આપણને મળે છે, તેના પ્રકાશમાં વાજતે ગાજતે આપણે ભગવાન મૃત્યુના હૃદયમાં સ્થાન મેળવવું જોઇએ. પરદેશમાં પુરૂષાથ કરતા યાત્રીને જેમ સ્વદેશનું અખંડ સ્મરણ હોય છે, અને સ્વદેશના નામનું એ અખંડ રટણ કર્યાં કરે છે; તેજ પ્રમાણે માણસ જો મરણવિહમાંજ જીવન પુરૂ કરે તો તે તેની તરસ છીપવાનીજ, અને ભગવાન્ મરણ પાસેથી મળતા અમૃતરસથી એ તરાળ થવાનાજ. કેમકે મૃત્યુ એ જીવનનુ પૂર્ણવિરામ નથી, કિંતુ અમરલેાકમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જે મરણુનુ સ્મરણ રાખી અલિપ્તપણે જીવી શક એનેજ એ અમરલાંકને અધિકાર પ્રાપ્ત થાય છે. આકી બધા જે કાષવાતે મને મરણને ત્યાં આવે છે, તેમને પામર જાણી મરણફરી ફરી જીવનક્ષેત્રમાં પાછા કાઢે છે—ધકેલી દે છે. જે મરણને એળખે છે અને જીગરથી માહે છે, એનેજ જીવવાને સાચા રસ્તા અને સાથે આનદ જડે છે, કાકા કાલેલકર,
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy