SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ જૈન તા. ૧-૭-૩૯ सचस्स आणाए उन्बाओ मेहावी मारं तरई। સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. EFFFFFFFFFFFષRIEFFFFFFFFFFFE HEFFFFFF તા. ૧-૭-૧૯૩૯, શનિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની નીતિ અને કાર્યપદ્ધતિ (શ્રી મુંબઈ જૈન યુવક સંઘના બંધારણમાંથી સંઘની નીતિ અને કાર્ય પધ્ધતિ સૂચવ વિભાગ નીચે અવતરિત કરવામાં આવે છે. આ નીતિ અને કાર્યપધ્ધતિના મુખ્ય મુખ્ય મુદ્દાઓ ઉપર શ્રી પરમાનંદ કાપડીઆ વિગતવાર સમાલેપના કરવાના છે, જેને લગતા પ્રથમ લેખ “જૈન કોમની એકતાના' મથાળા નીચે આ અંકમાં પ્રગટ કરવામાં આવ્યું છે. ) શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉદ્દેશ અતિ વ્યાપક પ્રદેશને સ્પર્શતા હેઈને ધર્મસંપ્રદાય અને સમાજને લગતા ભિન્ન ભિન્ન પ્રશ્ન સંબંધી આ યુવકસંઘની નીતિ તેમજ કાર્યપધ્ધતિ નીચે મુજબ નક્કી કરવામાં આવી છે. આ યુવકસંધમાં ત્રણ વિભાગના જૈન યુવકને જોડાવાનો અને કાર્ય કરવાને સમાન અને સંપૂર્ણ અવકાશ આપવામાં આવે છે અને ત્રણે વિભાગના વ્યકિતગત તેમજ સર્વસામાન્ય પ્રશ્નોને ઉપર જણાવેલ ધ્યેય અને નિર્દિષ્ટ કાર્યપ્રદેશ અનુસાર હાથ ધરવાનો આ યુવક સંધ મને રથ સેવે છે. આ કાયું માટે જૈન સમાજના ત્રણ વિભાગ વચ્ચે રહેલા મુખ્ય માન્યતાભેદે સંબંધમાં આ યુવક સંધ નીચે મુજબના અભિપ્રાયોને અનુસરીને પિતાની સર્વ પ્રવૃત્તિઓ ચલાવશે. (ક)૧ પ્રથમ તે આ યુવક સંઘમાં જોડાનાર પિતે શ્વેતાંબર મૃતિપુજક જૈન છે, દિગંબર મૂર્તિપૂજક જૈન છે કે સ્થાનકવાસી જૈન એવી વિશિષ્ટ રીતે પોતાની જાતને ઓળખાવવામાં કશું પણ મહત્વ સમજશે નહિ. પોતે જૈન છે એટલે ભગવાન મહાવીરપ્રરૂપિત જૈન ધર્મ અને સંસ્કૃતિને વારસ છે એટલી જ ઓળખાણ આ યુવક સંધમાં જોડાનાર સભ્ય પોતાને માટે પુરતી ગણશે. (ક)ર મૂર્તિપુજા સંબંધમાં ત્રણ વિભાગની માન્યતામાં મોટો મતભેદ કેટલાય કાળથી ચાલતો આવે છે. આ યુવક સંઘમાં પણ કેટલાક સભ્ય મૂર્તિપૂજાને ધર્મોપાસનાના એક અગત્યભર્યા સાધન તરીકે સરકારે છે. જ્યારે કેટલાક સભ્ય તેવી અગત્ય સ્વીકારતા નથી; એમ છતાં 'પણ આજના જૈન સમુદાયનું મેટા ' ભાંગનું ધાર્મિક જીવન મૂર્તિપૂજા સાથે ગાઢપણે સંકળાયેલું છે અને રહેવાનું છે એ પરિસ્થિતિ આ યુવક સંઘ સ્વીકારે છે. સાથે સાથે આજે ચાલી રહેલી મૂર્તિ પૂજાની પધ્ધતિમાં જે અનેક વહેમે, દ્રવ્યને અપવ્યયું અને અતિશયતાઓ દાખલ થયેલાં છે તે પહેલી તકે દુર કરવા વિશે પણ આ યુવક સંઘના સર્વ સભ્ય એકમત ધરાવે છે અને તે સંબંધમાં નીચેના ધોરણે સુધારા કરવાની પ્રવૃત્તિ હાથ ધરવા માંગે છે. (૧) આજે ચાલી રહેલી મૂર્તિપૂજા પાછળના વહેમ અને બેટી માન્યતાઓ દુર થવી જોઈએ. (૨) મૃતિને શણગારવાની અને આંગી આભૂષણ કઢાવવાની પ્રથા જૈન મૂર્તિપૂજાની કલ્પના અને આદર્શ સાથે બંધ બેસતી નહિ હેવાથી તે પ્રથાને સર્વત્ર નિષેધ થવો જોઈએ. (૩)બીનજરૂરી નવા મંદિર બંધાવવા પાછળ તેમજ માલુ મંદિરના બીનજરૂરી શોભાશણગાર પાછળ થત દ્રવ્યને પુષ્કળ વ્યય બંધ થવો જોઈએ. (૪) મંદિરને સાદી રીતે નિભાવતાં બયતી આવકને તેમજ એકત્ર થએલી મુડીને જનકલ્યાણના માર્ગોમાં માલ ઉપયોગ થવો જોઈએ. (૫) વેતાંબર કે દિગંબર મૂર્તિ એકજ ઇટદેવને મૂત સ્વરૂપ આપવાનો પ્રયત્ન હોઈને તે બન્ને વચ્ચે આજ સુધી કેળવામાં આવેલી ભેદની દિવાલ અર્થ વિનાની અને બીનજરૂરી છે એ પ્રકારની સમ બુધિ સર્વત્ર કેળવાવી જોઈએ. (ક)૩. બીજે માન્યતાભે સાધુઓ સંબંધમાં પ્રવર્તે છે. તે વિષે આ યુવકસંધ જાહેર કરે છે કે ભિન્ન ભિન્ન સંપ્રદાયના વેશભેદને આ યુવક સંઘ જરા પણ મહત્વ આપતા નથી. જે સાધુએ પંચમહાવ્રતને જીવનમાં ઉતારવાનો એકનિષ્ઠ પ્રયત્ન સેવતા હોય તથા પવિત્ર અને સમાજને ઉપયોગી જીવન જીવતા હોય તેવા કોઈ પણ જન વિભાગની અંદરના કે બહારના સાધુને આ યુવકસંધ આદગ્ય ગણશે. (ક)જ. કેટલાક તીર્થોના ઝગડાઓ આજે શ્વેતાંબર મૂર્તિપુજક અને દિગંબર મૂર્તિપુજક જેને વચ્ચે વૈમનસ્ય નિપજાવી રહેલ છે. જૈન સમાજના પટાભેદે નષ્ટ કરીને સાચી એકતા અને સમાનતાનું માનસ ઉત્પન્ન કરવું એ વિચારભૂમિકા ઉપર આ યુવક સંધની રચના થયેલી હોવાથી આવા ઝગડાઓ પરત્વે સંભાળપૂર્વક તટસ્થતા જાળવી રાખવી અને એ ઝગડાએ શ્વાસુ રહેવાથી આખા સમાજને કેટલું ભારે નુકશાન થઈ રહ્યું છે તેને લેખો તેમજ ભાષણે દ્વારા જેન જનતાને સચોટ ખ્યાલ આપો અને જ્યાં અને જ્યારે શક્ય હે ત્યાં અને ત્યારે ચાલુ ઝગડાઓની સ્થાયી પતાવટ કરાવવાની દિશાએ પોતાની લાગવગ અને શકિતઓનો ઉપયોગ કરો--આ પ્રકારનું છેરણ આ યુવકસંઘ. સ્વીકારે છે. (ખ) જ્યારે કોઈ પણ ધાર્મિક અથવા સામાજિક રૂઢિ કે પ્રણાલિકા દેશ અથવા સમાજના સ્વાધ્ય કે ઉત્કર્ષની બાધક જણાશે ત્યારે તે રૂઢિ કે પ્રણાલિકાને સામને કરવાનું આ યુવક સંધ ચુકશે નહિ. આવી ? અનિષ્ટ : રૂઢિ કે પ્રણાલિકાનાં સમર્થનમાં રજુ થતા શાસ્ત્રના આળલે ભગવાન ની જ એ માણશે.
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy