________________
તા. ૧-૭-૩૯
પ્રબુધ્ધ જૈન
અને તીર્થ યાત્રાએ તે ઘણીવાર જાય છે. બીજી બાજુએ મૂર્તિપુજક ગણુતા વર્ગમાંથી મુતિ પુજા સંબંધી આગળ જેટલો સખ્ત આગ્રહ જોવામાં આવતો નથી. મૃતિપુજક ગણાતા. ઘણાયે ભાઈ બહેને નિયમિત પુજા કરતા નથી કે નિયમિત દેવદર્શન કરવાનો નિયમ પાળતા નથી આ રીતે મૂર્તિપુજાના કારણે બે વર્ગો વચ્ચે ઉભી કરવામાં આવેલી અભેદ્ય દિવાલ ધીમે ધીમે તુટવા લાગી છે. મંદિર અને ઉપાશ્રયના ઝગડાઓ. આજે ભૂતકાળમાં સમાઈ ગયા છે.
આ તે મૂર્તિપુજક અને અમૃતિપુજક વર્ગો વચ્ચેના માન્યતાભેદની ચર્ચા કરી. હવે મૂર્તિપુજક ગણાતા બે વર્ગ વચ્ચેના માન્યતા ભેદને વિચાર કરીએ. પહેલે ભેદ શ્વેતાંબર અને દિગંબર મૂતિ વચ્ચેનો ભેદ શ્વેતાંબર મૂર્તિના કટિ ભાગ ઉપર કચ્છનો આકાર કરવામાં આવે છે. જ્યારે દિગંબર મૂર્તિ તદ્દન નગ્ન હોય છે. ભગવાન મહાવીર નગ્ન-દિગંબર વિચરતા હતા એ બન્ને સંપ્રદાય સ્વીકારે છે. મૂર્તિનો આકાર વિચારતાં એક પક્ષે ભગવાનના મૂળ સ્વરૂપને વળગી રહેવાનો આગ્રહ ધર્યો જ્યારે બીજા પક્ષે નનવ સંબંધમાં લેકવીત ઘણાને ધ્યાનમાં લઇને ભગવાનની મૂર્તિને કરછથી આચ્છાદિત કરી. આમાં કોણ ખોટું અને કોણ સાચું ? દરેક પક્ષ એકકસ દ્રષ્ટિબિંદુથી સાચે છે એમ કોણ નહિ કહે? વિશેષમાં બેડી મૃતિ દિગંબરની છે કે વેતાંબરની હ સમાપ જેનારને સરખી જ લાગે છે. ઉભી મૂર્તિમાંજ આ ભેદ દર્શન કરનારને દ્રષ્ટિગોચર થાય છે. આ મૂર્તિઓની પુજા વિધિમાં બીજો ભેદ ધ્યાન ખેંચે તેવો છે. શ્વેતાંબર મૂર્તિ ઉપર પુષ્પ ચંદન કેસર વિગેરે પઢાવે છે અને તે એમ સમજીને કે આ રીતે અજ્ઞ જીવાત્માઓનું મોત તરફ અને તે રીતે જૈન ધર્મ તરફ વધારે આકર્ષણ થાય. દિગંબરો જેને મૂર્તિ ભગવાનના મૂળ સ્વરૂપની બરોબર સૂચક હેવી જોઈએ એ વિચારને બરોબર વળગી રહીને મૂર્તિ ઉપર સાધારણ રીતે કશું મઢાવતા નથી અને આંગી વિગેરે શણગાર કદિ પણ કરતા નથી. આ પૃથાભેદ પણ દ્રષ્ટિબિંદુઓના તફાવતનું જ પરિણામ છે. આમ હોવા છતાં પણ શ્વેતાંબર જૈન આજે દિગંબર મૂર્તિને અને દિગંબર જૈન શ્વેતાંબર મૂર્તિને કદિ નમન કરતો નથી. જાણે કે એક પક્ષને અમાન્ય મૃતિ કાઈ બીજાજ દેવની હોય. આ કેટલું સંકીર્ણ અને હસવા જેવું છે તેને ખ્યાલ આખા પ્રશ્નનો જરા પણ બુધ્ધિપુર્વક વિચાર કરતાં સહેજે આવે તેમ છે.
આજ એક બીજો ભેદ વસ્ત્રધારી અને દિગંબર સાધુઓને લગતા છે. સાધુઓને અંગીકાર કરવાના વ્રતમાં એક વ્રત પરિગ્રહ વિરમણનું છે. એ વ્રતને અમલમાં મૂકતાં એક પક્ષ એમ વિચારે છે કે સભ્યતાપાલન અર્થે તેમજ ટાઢ તડકો તેમજ વરસાદથી રક્ષણ મેળવવા પુરતાં વસ્ત્ર અને ભિક્ષામાં મૂકવા માટે ભિક્ષાપાત્ર રાખવા ઉપરાંત કશી પણ માલ મિલકત કે દ્રવ્ય સાધુઓથી રાખી ન શકાય એ પરિગ્રહ વિરમણનો અર્થ છે, જયારે બીજો પક્ષ આટલી વસ્તુઓને પણ સ્વીકાર પરિગ્રહ વિરમણ વ્રતને બાધક છે એમ આગ્રહપૂવક માને છે. વસ્ત્રધારણ પાછળ મુખ્ય આશય માલુ સભ્યતાને અનુસરવાનો હોય એમ દેખાય છે. આ દ્રષ્ટિબિંદુએ કઈ સાધુ વસ્ત્ર ધારણ કરે કે અન્ય દ્રષ્ટિબિંદુનો સ્વીકાર કરીને કોઈ સાધુ વસ્ત્રવિહીન વિયરે એમાં એક સાધુ નીચો કે બીજુ સાધુ ઉંચે એવી ગણના કેવળ અર્થ વિનાની અને
સંપ્રદાય ભેદને પોષવાને અર્થે ઉભી કરવામાં આવેલી છે. વ્યવહારમાં તે આજે નાનત્વના કાઠિયના કારણે દિગંબર સાધુઓ અદ્રષ્ય થતા જાય છે અને તેમનું સ્થાન બ્રહ્મચારીઓ લેતા જાય છે.
આ મુખ્ય મુખ્ય માન્યતાભેદોની ર્યો કરી. બીજા કેટલાક નાના ભેદો છે. દાખલા તરીકે કેવળખાય કે નહિ; સ્ત્રીઓને મોક્ષ હોય કે નહિ, તીર્થકરો બ્રહ્મચારી હતા કે ગૃહસ્થ જીવનમાંથી પસાર થયેલા દેવાનંદાની કુક્ષિમાંથી ગર્ભાપહરણ થયું હતું કે નહિ ઇત્યાદિ. પણ આ નાના ભેદ બહુ મહત્વના નથી એટલું જ નહિ પણ આજના વિભાગભેદ સાથે તેમને બહુ સંબંધ નથી.
ઉપરની આખી સમાલોચનાને સાર એ છે કે ત્રણે : વિભાગ વચ્ચે માન્યતા સામ્ય કેટલું વિપુલ છે તેને વાચકોને બરોબર ખ્યાલ આવે અને જે માન્યતાભે ત્રણે વર્ગને વર્ષો અને સૈકાઓથી અલગ રાખી રહ્યા છે તે કેટલા સાધારણ અને કેટલી સહેલાઈથી સમન્વિત થઈ શકે તેવા છે એનું પણ વાયકોને સાચું ભાન થાય.
આ રીતે માન્યતાભેદનો છેદ ઉડાડીને બધ્ધિક એકતા હસ્તગત કરવી અને આપણે સૌ એકજ પિતાના સન્તાન છીએ. અને એકજ પિતાએ ઉપદેશેલા ધર્મના અનુયાયી છીએ એ પ્રકારનો બંધુભાવ જાગ્રત કરીને હાર્દિક એકતા વિકસાવવી એ મુંબઈ જૈન યુવક સંઘના બંધારણમાં સુચવાયેલ જૈન સમાજની એકતાનો ખો આશય છે. આ ઉપરથી સહેજે ફલિત થાય છે કે મેં જૈન. યુવક સંધના દરેક સભ્ય શ્વેતાંબર દિગંબર કે સ્થાનકવાસીના ભેદને પિતાનાં મનમાંથી હંમેશાને માટે તિલાજંલિ આપવી જોઈએ અને આ એકતા અભેદ બુદ્ધિને પ્રચાર કરવા માટે બને તેટલું કરવા અંદા ઉઘકત રહેવું જોઈએ. તે
(મું ૧ જૈ. યુ. સંઘના બંધારણના વિચાર વિભાગની સમાલોચના )
પરમાનંદ શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર
અમદાવાદની જાણીતી જૈન સંસ્થા શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારનું આ વર્ષે મેટ્રીકનું પરિણામ સેએ સે ટકા આવ્યું છે. આ વખતે આ સંસ્થામાં કોઈ પણ જાતના ન્યાત જાત કે ધર્મના ભેદભાવ વગર વિદ્યાથીઓ અને વિદ્યાર્થિઓને દાખલ કરવામાં આવશે. કન્યાઓ માટે અનુભવી સ્ત્રી શિક્ષિકાઓ રાખવામાં આવી છે. તેમજ સંગીત, ચિત્રકળા વગેરેની ગઠવણ છે. આ ઉપરાંત સુથારી, બુબાઈડીંગ, ઇજનેરી, નેતરકામ, દરજીકામ, બાગાયત વગેરે શિખવવામાં આવે છે. શાળાનું નવું સત્ર જુન તા. ૧૫-૬-૩૯ થી શરૂ થાય છે.
મૃત્યુ એટલે માતાનું શીજું સ્તન ધાવણું બાળકને માતા એક સ્તન ઉપરથી લઈ લે છે ત્યારે તે રડવા લાગે છે. બાળકને ખબર નથી હોતી કે માતા તેને બીજા સ્તન ઉપર લઈ જવા માટે પહેલા સ્તન ઉપરથી છોડાવે છે. કરૂણામયી કુદરતના હાથે થતી જીવન મરણની ક્રિયા પણ માતાના એક સ્તન ઉપરથી બીજા સ્તન ઉપર લઈ જવાની ક્રિયા માત્ર છે.
કવિવરે ૨વીન્દ્રનાથ ટાગોર
ધર્મના
આવશે. જો
તમને