________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૭–૩૯
જૈન સમાજની એકતા
આ વિભાગને પ્રથમ મુદો જૈન સમાજની એકતાને લગત છે. આ સંબંધમાં પ્રસ્તુત બંધારણ નીચે મુજબને
અભિપ્રાય રજુ કરે છે. : “પ્રથમ તે આ યુવકસંધમાં જોડાનાર પતે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે કે સ્થાનકવાસી જૈન છે એવી વિશિષ્ટ
' રીતે પોતાને ઓળખાવવામાં કશું પણ મહત્વ સમજશે નહિ. પોતે જૈન છે એટલે ભગવાન મહાવીર પ્રરૂપિત જૈન ધર્મ અને સંસ્કૃતિને વારસ છે એટલી જ ઓળખાણ આ યુવકસંઘમાં જોડાનાર સભ્ય પિતાને માટે પુરતી ગણશે.”
આ એકતાના પ્રશ્નને આપણે વિગતથી વિચારીએ.
જૈન સમાજની એકતાની વાતે કેટલાય વખતથી ચાલ્યા કરે છે. એમ છતાં પણ એકતા સમીપ આપણે કેટલી ગતિ કરી શક્યા છીએ એ એક પ્રશ્ન છે. આજ સુધી એકતાની વાત પાછળ માત્ર એક જ બુદ્ધિ હતી. આપણે સંખ્યામાં દિનપ્રતિદિન કમી થતા જઈએ તેથી આપણે એકત્ર બનીને આ કમનસીબ પરિસ્થિતિ અટકાવવી જોઈએ આવે ઉપરક્લે વિચાર આપણી એકતાની વાત પાછળ હતા. આવી એકતાની વાતો કરનાર પિતાના વિભાગના પ્રભુત્વને જ પિતાની નજર આગળ રાખતા, પોતાના વિભાગની અન્ય વિભાગથી જુદી પડતી માન્યતાઓ ઉપર ખૂબ ભાર મુકીને ચાલો અને પોતાના વિભાગના કેઈપણ હક્કની અન્ય વિભાગના કોઈપણ હક્ક સાથે અથડામણ થતાં પોતાના હકકને સિધ્ધ કરવા માટે અન્ય વિભાગ સાથે ગમે તેટલું લડવામાં તે કદિ પાછી પાની કરતે નહિ. આવું માનસ એકતાની વાત કરે એ વદવ્યાઘાત જેવું જ લાગે.
સંપ્રદાય ભેદના સતત પિષણથી આપણી બુદ્ધિ અને હૃદય-ઉભય ઉપર ચક્કસ પ્રકારનાં પડળ બંધાયા છે એ પડળ દૂર ન થાય ત્યાં સુધી સાચી એકતાની વાતે અર્થ વિનાની છે. બુદિધ ઉપર લાગેલાં આવરણને લીધે આપણે જે વિભાગના હોઈએ તે વિભાગની માન્યતાઓ એકાન્ત સત્ય જેવી લાગે છે. પરસ્પરની માન્યતાઓમાં જે ભવ્ય સામ્ય રહેલું છે તેની આપણે ઉપેક્ષા કરીએ છીએ અને નાના સરખા માન્યતા ભેદમાંજ આખા ધર્મને સાર આવી રહેલ છે એવી ભ્રાન્તિ આપણે સતત સેવ્યા કરીએ છીએ. હૃદય ઉપર લાગેલાં આવરણને લીધે આપણી જાતને અન્ય વિભાગના અનુયાયીથી એટલે સુધી ચઢિયાતી માનવા પ્રેરાઈએ છીએ કે તે અહંકાર આડે સામેની વ્યકિતનું જૈનત્વ પણ આપણે સ્વીકારવાની ના કહીએ છીએ. આપણે એકજ ઈટદેવ, એકજ ધર્મ-એકજ જીવન સિધ્ધાન્તના અનુયાયી હોવા છતાં એકમેકને અપાર ભિન્ન માનીએ છીએ.
તો સાચી એકતા ત્યારેજ જન્મે કે જ્યારે આપણી બુધિ નિર્મળ બને અને આપણું હૃદય ખોટી સંકુચિતતાનો સદાને માટે ત્યાગ કરે. બુદ્ધિ નિર્મળ ત્યારે બની કહેવાય કે જ્યારે પરસ્પરની ધાર્મિક માન્યતાઓ વચ્ચે રહેલું અપાર સામ્ય યથાસ્વરૂપે આપણું માનસ ઉપર ઉગી નીકળે એટલુંજ નહિ પણ પરસ્પરના નાના સરખા માન્યતા ભેદને છેદ પણ સ્યાદવાદ અથવા તો અનેકાન્તવાદના પ્રયોગથી ઉડાડી દેવામાં આવે. હૃદયની સંકુચિતતાનો ઉછેદ ત્યારે થાય કે જ્યારે
દરેક જૈન વિષે આ શ્વેતાંબર મૂર્તિપુજક છે, દિગંબર મુતિપુજક છે કે સ્થાનકવાસી છે એ રીતે વિચારવાની અને એ રીતે વ્યવહાર કરવાની વૃત્તિ નષ્ટ પામે અને એવી ભેદબુધ્ધિ વિના દરેક જૈનને જૈન તરીકે ઓળખવાની અને એજ રીતે તેના વિષે સ્નેહ, સદ્ભાવ અને આત્મીયતા અનુભવવાની વૃતિ અને વલણ ઉભાં થાય.
'આપણી વચ્ચે માન્યતા સામ્ય કેટલું છે તે પ્રથમ વિચારીએ દરેક જૈન–પછી તે ગમે તે વિભાગને હોય તે
વીશ તીર્થકરના ક્રમને એક સરખી રીતે માને છે અને પિતાની જાતને ભગવાન મહાવીરના શાસનના અનુયાયી તરીકે ઓળખાવે છે. આત્માનું અસ્તિત્વ, કમનું બંધન, પૂર્વજન્મ અને પુનર્જન્મ, મેક્ષ આદર્શ, દાન, જ્ઞાન, ચારિત્ર અને તપમ્પી સાધન ચતુષ્ટય; અનેકાન્ત અને સ્યાદવાદ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ એ પાંચ મહાવ્રત, નવકાર મંત્ર, વેદવિરોધ, ઇત્યાદિ અનેક સરખાં તો ઉપર દરેક જૈનની ધામિંક માન્યતા રચાયેલી છે અને ધાર્મિક જીવન ઘડાયેલું છે.
હવે માન્યતા ભેદ કેટલે અને કઈ કઈ બાબતમાં છે અને તેનો અપેક્ષાવાદથી શી રીતે સમન્વય થઈ શકે તેમ છે તેનો વિચાર કરીએ. પ્રથમ ભેદ મુર્તિપુજાને લગત. તાંબર તેમજ દિગંબર જેને મૂર્તિપુજાને પરમાર્થ પ્રાપ્તિના એક સાધન તરીકે સ્વીકારે છે જ્યારે સ્થાનકવાસીઓ મૂર્તિપુજાની ઉપયોગિતા સ્વીકારતા નથી. પરમાર્થ પ્રાપ્તિનાં અનેક સાધન સૂચવવામાં આવ્યા છે. દાખલા તરીકે શ્રધ્ધા, ભકિત, તપ, જપ, ધ્યાન, સંયમ, સેવા જ્ઞાનોપાર્જન, ત્યાગ, વૈરાગ્ય અને આ બધું સારા પ્રમાણમાં અને સરળતાથી થઈ શકે તે માટે શ્રમણ જીવનનો અંગીકાર. આ બધાં સાધનો સંબંધમાં કોઈને કોઈ સાથે મતભેદ નથી. માત્ર ભકિત અને ધ્યાનની સાધના માટે કેટલાક મૂર્તિપૂજાને અતિ આવશ્યક ગણે છે. જ્યારે બીજાઓને તેવી અગત્ય ભાસતી નથી. ભગવાનની ભકિત કે ધ્યાન કૃતિના અવલંબન વિના થઈ જ શકે એ ખ્યાલ ભ્રમણા મુલક છે. કારણ કે ભગવાનની ખરી ભકિત અને ધ્યાન તેમના નામસ્મરણમાં તેમના ચરિત્ર ચિત્તનમાં અને તેમણે પ્રતિપાદેલા ધર્મના બને તેટલા અનુસરણમાં રહેલ છે અને સ્મૃતિ પુજાનો આખરી આશય પણ ભગવરૂપ સાથે ત્રિ-તનું અનુસંધાન કરવાનું જ છે. કેઈ આ અનુસંધાન મૂર્તિના અવલંબન વિના કરી શકે તો કેઈને એ અવલંબનની આવશ્યકતા લાગે. ખાડા ખડીઆ અને ટેકરા ટેકરીવાળા રસ્તે ચાલતાં કોઇને લાકડીની જરૂર લાગે અને કોઈ લાકડી વિના પિતાને પંથ કાપવાની હિંમત કરે. આમાં લાકડીના ટેકાથી ચાલનાર લાકડી વિના પગલાં માંડનાર સાથે શા માટે લડે, ઝગડે કે તેને પિતાથી ઉતરતે ગણે ? આ રીતે વિચારતાં મૂર્તિપુજા વિના માન્યતા ભેદમાં એવું કાંઈ પણ મહત્વનું તત્વ નજરે પડતું નથી. કે જેથી એક વગરને બીજા વગથી જુદા રહેવાને કે પોતાને ચઢિયાતા કે ઉતરતા ક૯૫વાને કિંધિત પણ કારણ હોય.
'આ તે મૂર્તિપુજાની તાત્વિક દૃષ્ટિએ ચર્ચા કરી. પણ વ્યવહારમાં આજે આ ભેદ દિનપ્રતિદિન લુપ્ત થતે જોવામાં આવે છે. આજના સ્થાનકવાસીઓ મૃતિપુંજાના કટ્ટર વિરોધીએ રહ્યા જ નથી. તેઓ હંમેશા પુજા કરતા થયા નથી, પણ જિન મંદિરે અવારનવાર જતાં આવતાં સંભળાય છે