SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તાબડતાબ સુધારા લાવવાના મુંબઈ સરકારના પગલાંને ધન્યવાદ ધરે છે. દુકાને ઝાઝો વખત ખુલ્લી રાખવાથી વેપાર વધે છે એ માન્યતા ભ્રમજનક છે. તેથી ગુમાસ્તાના કામના ક્લાર્કા ઉપર અંકુશ મૂકવાના સરકારી પગલાંને વેપારીએ ગુમાસ્તાઓ અને આમજનતા સે વધાવી લેશે. અને સીલેકટ કમીટીમાં તે ખીલ સંપૂર્ણ બતી ગુમાસ્તાને સાચી રાહત અપાવશે તેમજ વેપાર પ્રથાને પધ્ધતિસરની બનાવશે એવી આશા છે. ભાઇસારના જૈન મદિરા અને અસ્પૃયતાઃ જૈન મઠના સ્વામીની પ્રત્યાઘાતી વલણુ એંગલેારની પાસે આવેલ શ્રવણુ એલ્ગોલાના જૈન મઢ જ્યાં ગામતેશ્વરનું પ્રાચીન જઇન મ ંદિર છે, તેના સ્વામી થારૂ પ્રીતિ પતિાષાયે` મ`દિરની અમુક હદમાં હિરજનાને આવવા દેવાના માઇસેર રાજ્યના હુકમ સામે વિરેધ દર્શાવતા તારા માઇસેટર નરેશ ઉપર અને દિવાન સર મીરઝ ઇસ્માઈલ ઉપર કરેલ છે એ જાણીને ઘણા પ્રગતિશીલ જૈનાને આશ્ચય સાથે ખેદ થરો. જૈન ધર્મીમાં અસ્પૃશ્યતાને કયાંય સ્થાન નથી. ઘણા હિરજને દીક્ષા લઈને જૈન મુનિ થઇ શક્યા છે એ જાણીતી વાત છે. જો કાંઇ અસ્પૃશ્યતા હોય તેા તે બીજા હિંદુ સમાજના સંગદોષ છે, અને હન્ને જ્યારે ખીજો હિંદુ સમાજ બીજાને નીચા રાખીને પોતે ઉંચા ગણાવાના લઘુ માનસમાંથી મુકત થતા જાય છે, ત્યારે એક જૈન મંદિરના આષા સમયના પૂરની સામે ચાલવા પાહે તે જેટલું આશ્ચર્યજનક છે તેટલુજ ખેદજનક છે. જૈન યુવા અને જૈન સુધારકાએ આવી પ્રત્યાધાતી વલણ યાં જયાં હોય ત્યાં મકકમપણે સામનો કરીને જઇન મદિરા અને ઉપાશ્રયાના કાર હકાઇ જઇન-પછી ભલે તે કહેવાતા હરિજન કે ઢેઢ હોય-માટે ખુલ્લાં મૂકીને જઇન ધર્મની વ્યાપક બિરાદરીને સાક બનાવવી તેઇએ છુટાછેડા-કજોડાં લગ્ન-પ્રેતભાજન પ્રતિબંધ ઘેાડુ ઘણું પણ સ્વરાજ હાથમાં આવે તે કૃતનિશ્ચય પ્રજા કેટલા સમાજ સુધારા અને આત્મસફાઇ કરી શકે છે. તેને દાખલા મુંબઇના મહાસભાવાદી સભ્યોએ ધારાસભાની છેલ્લી બેઠકમાં સમાજ સુધારાના ખીલેા લાવીને દર્શાવ્યે છે, તે એઠકમાં શ્રી. ભોગીલાલ લાલાએ હિંદુ સમાજને અમુક પ્રસ ંગમાં છુટાછેડાની છુટ આપનારૂં બીલ રજુ કર્યું હતું. ધણા કારણાસર લગ્ન જીવન જેમને અસહ્ય થઇ પડયું હોય તેમને છુટાછેડા એક આશીર્વાદરૂપ થઇ પડે છે, પણ છતાં છુટાછેડા કયા સંજોગામાં કાટમન્નુર કરી શકે એ પ્રશ્નધારીએ તેટલે સરળ નથી. બીલમાં છુટાછેડા માટેના કારામાં પતિ ગાંડે હાય, નપુંસક હોય, કાઢીયે કે અસાધ્ય રોગથી પીડાતા હોય, સાધુ થઇ ગયા હોય, બીજી' લગ્ન કર્યું" હોય, ત્રણ ક વધુ વથી ગુમ થઇ ગયા હોય, પત્નીને મારતો હોય વગેરે કારણા દર્શાવવામાં રાવ્યાં છે. તા. ૧૫-૬૩૯ શ્રીમતી લીલાવતી મુન્શીએ મુંબઇ લાકામાં થતાં કજોડા લગ્નને અટકાવનારૂ ખીલ રજુ કર્યું હતું. આવીજ રીતે વડી ધારાસભામાં પણ ડે॰ દેશમુખે હિંદુ સ્ત્રીઓના છુટાછેડાને લગતું બીલ રજું કર્યું છે. પ્રેતમેોજન કરનારને દંડ આવુંજ બીજી અગત્યનું ખીલ પ્રેતભોજન અટકાવવા માટેનું શ્રી પુલસિંહ ડાભીએ રજુ કર્યું હતું. પ્રેતભોજન કરનાર કરાવનારને દંડ તેમજ ન કરનારને નાતીલાઓના ત્રાસમાંથી રક્ષણ આપવાની આ ખીણમાં જોગવાઇ કરવામાં આવી છે. · અત્યારના હિંદુ કાયદો હિંદુ સ્ત્રીઓને અન્યાયકારી છે, તેમજ ઘણી ખામીભર્યાં છે તેમાં બે મત નથી. લગ્નને હિંદુ ધર્મ શાસ્રાએ ધર્મીના પરમ વિધાનનું સ્વરૂપ આપી તેનુ મહત્વ અને ગૈારવ ઘણું વધાર્યું છે, પણ છતાં તટસ્થ નિરીક્ષકને લાગ્યા વગર નહિ રહે કે આ ધાર્મિક અનુષ્યનના વ્યવહારૂ જીવનના દુ:ખમય છેજો નિષ્ફળ નારીના શિરેજ ઠોકી બેસાડવામાં આવ્યા છે. સ્વતંત્રતા, સમાનતા અને પરસ્પર આદરમાંથીજ સાચુ સહવન અને સૈાખ્યું ઉદભવી શકે. આજના હિંદુ લગ્નો પાછળ આ વસ્તુ છે એમ ક્યા હિંદુ છાતી ઠોકીને કહી શકશે ? સામાજીક સડે અને રાજકીય ગુલામી અને પરસ્પરાવલી છે. એકની શુધ્ધિ બીજાની શુધ્ધિને પોષક છે. હિંદની સામાજીક અને રાજકીય જાગ્રતિના સુષક આ ખીલેા આવકારપાત્ર છે. a શ્રી મહાવીર વિધાલયના સંચાલકાને વિનતિ વિદ્યાથીઓને ધંધો યા નાકરી મેળવી આપનાર ખાતાની આવશ્યકતા મુખદ્ર જેવા શહેરમાં કાલેજમાં અભ્યાસ કરવા માટે સાધારણ સ્થિતિના જૈન વિદ્યાથીને શ્રી મહાવીર જૈન વિદ્યાલય એક ઉપયોગી સંસ્થા પુરવાર થઇ છે. પંદર વિદ્યાર્થીઓથી શરૂ થયેલુ' આ વિદ્યાલય આજે જૈન સમાજના લગભગ એકસેસ વિદ્યાર્થીઓને પેાતાને ત્યાં રાખે છે. તેઓને કાલેજના અભ્યાસ માટે જોઇતી તમામ સગવડ અને સામગ્રી લેાન દ્વારા પુરી પાડે છે અને દરેક વર્ષે વીસ પચીસ વિદ્યાર્થીએ આ વિદ્યાલયમાંથી જુદી જુદી જાતની ડીગ્રી લઇ પસાર થાય છે. આવા વિદ્યાથીએ અભ્યાસ પશ કરી ડીગ્રી સહિત બહાર પડયા પછી તેમને ચેાગ્ય જગ્યાએ ગોઠવી દેવા માટે એક ધંધા યા ાકરી મેળવી આપનાર ખાતાની જરૂર છે. એકા, વીમા કંપનીએ અને બીજા ઉદયેગામાં લાગવગ ધરાવતા ગૃહસ્થ સાથે મહાવીર વિદયાલયના સંચાલકાએ સીધા સપર્ક સાધવા ઘટે છે. તેમના સહકાર અને લાગવગના લાભ લઇને ધીમે ધીમે આપણા વિદ્યાથી એ ઠેકાણે પડી જાય એવી જાતની વ્યવસ્થા થવાની ઘણી જરૂર છે અને એ ક્રૂરજ શ્રી મહાવીર વિદ્યાલયના સ’પાલાની છે. કારણ કે તેમાં ધણા શ્રીમંત અને નાણાંશાસ્ત્રીઓ છે. તેમાં શેરબજારમાં ધીકતો ધંધો કરનારા છે. તેમ તેના ડાયરેકટરો પણ છે; મીલે, વીમા ક ંપની સાથે લાગવગ ધરાવનારા પણ છે; સોલીસીટરે મેરીસ્ટરો પણ છે. આવા સભ્યોની લાગવગ મેળવી શકાય, તેમની પાસે વારવાર સહકાર માટેની માંગણી કરાય તે વિદ્યાલયમાંથી બહાર પડતા વિદ્યાથી ઓને તુરતમાં ઠેકાણે પાડી શકાય. બીજી કામાનો દાખલે આપણી સામે પડેલે છે. એવાં ખાતાઓ જ્યાં જ્યાં હોય તેના અનુભવ લઈ લાગવગ ધરાવતા અને તેમાં સેવાભાવે રસ લેનારા ભાઇઓના સહકારથી આવુ એક ઉપયાગી ખાતુ ખેાલવાની જરૂરીઆત પ્રત્યે . શ્રી મહાવીર વિદ્યાલયના સમાલકોનુ ધ્યાન ખેંચુ છું. અને તે આ દિશામાં કાઇ વહેવારૂ પગલું ભરી વિદ્યાર્થી ઓના આશીર્વાદ મેળવશે એવી આશા રાખું છું. મણિલાલ મા. શાહ. The
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy