________________
તા. ૧૫-૬-૩૯
પ્રબુધ્ધ જૈન
સામયિક ખુરણું “ફોરવર્ડ બ્લોક
કલકત્તા ખાતે મે માસમાં મળેલી મહાસભા સમિતિમાં શ્રી. સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રપતિના સ્થાનેથી નિવૃત્ત થયા બાદ તેમણે કોંગ્રેસમાં જ એક નવા પક્ષની સ્થાપના કરી છે જેને તેમણે “ફોરવર્ડ બ્લેક'નું નામ આપ્યું છે. આજની કોંગ્રેસને બંધારણવાદી મનોદશામાંથી મુકત કરીને સ્વરાજય પ્રાપ્તિ અથે સામુદાયિક લડતના માર્ગે જેમ બને તેમ જલ્દીથી લઈ જવી એ આ પલનો ઉદ્દેશ છે એમ રજુ કરવામાં આવે છે. તેનું આડકતરૂં સૂથન એ છે કે ગાંધીજી અને આજની કોંગ્રેસના અન્ય સૂત્રધારો કેવળ બંધારણવાદી મને દશાવાળા અને પ્રજાને પીછેહઠ કરાવનારા બની ગયા છે. એ લોકોની જોહુકમીમાંથી પ્રજાને મુક્ત કરવાની જરૂર છે. ગાંધીજી આજે પ્રજાને જે કાંઇ સૂએ તે કરતાં બીજું કોઈ આગળ લઈ જનારું પગલું હોઈ શકે જ નહિ એમ એકાન્તપણે કહી નજ શકાય; પણ આ ફેરવડ બ્લોક જે રીતે ઉમે થયો છે અને તેમાં આજે જે જે માણસે જોડાઈ રહ્યા છે તે જોતાં તેમજ આ કહેવાતા પક્ષ પાસે બીજે ન કશે ચોક્કસ કાર્યક્રમ નથી એ વિચારતાં આ ફોરવર્ડ બ્લોક ખરી રીતે ફેરવર્ડ પ્રગતિવાદી પક્ષ નથી પણ ગાંધી વિરોધી પક્ષ છે અને આજની કોંગ્રેસથી અસંતુષ્ટ બનેલા અને ભિન્ન ભિન્ન કારણે અપ્રતિઠિત બનેલા માણસોનું સંગમસ્થાન છે. આ પક્ષ પ્રજાને કદિ આગળ લઈ જઈ શકવાને નથી પણ રાષ્ટ્રીય મહાસભાને વધારે નિર્બળ બનાવવાનો છે અને એ રીતે દેશ આખાની પ્રગતિને રોધક બનવાનો છે. એમાં કાંઈ પણ સંદેહ નથી. પંડિત જવાહરલાલ પણ આજ અભિપ્રાયનું સમર્થન કરી રહ્યા છે. દેશનું કમનસીબ છે કે દેશની એક મોટી આશા સમાન શ્રી. સુભાષચંદ્ર બેઝ આજે કોઈ અન્ય માર્ગેજ ધસડાઈ રહ્યા છે !
દક્ષિણ આફ્રીકા, પુર્વ આફ્રીકા, સીલેન, એબીસીનીયા અને બ્રહ્મદેશમાં પણ હિંદીઓ માટે સ્વમાન સાથે રહેવાનું દિનપ્રતિદિન મુશ્કેલ થતું જાય છે. હિંદીઓએ પિતાના સાહસ અને પુરૂષાર્થથી હિંદની બહાર દૂર દૂર જઈને ત્યાંના વેપાર ઉદયોગને ખીલવવામાં કિંમતી ફાળો આપે છે. પરંતુ એ બધું હવે ભૂલાઈ જઈને તેમને ત્યાંથી હાંકી કાઢવાના સ્વાથી દાવપેચ રમાઈ રહ્યા છે, અને દિનપ્રતિદિન ત્યાંના હિંદીઓની હાલત બગડતી જાય છે. હિંદી સરકાર હિંદી હિતોની જાળવણીમાં બેદરકાર નીવડી છે. અને મહાસભા નૈતિક સહાનુભૂતિ વગર બીજું સક્રિય પગલું લેવાની સ્થિતિમાં નથી. નમાયા બાળકો જેવી હિંદીઓની સ્થિતિ થઈ પડી છે. હિંદ
જ્યાં સુધી આઝાદ ન થાય મુકત ન થાય, ત્યાં સુધી પરદેશમાં હિંદીઓના સ્વમાન અને શૈરવનું કાયમી રક્ષણ થવાનું નથી. છતાં પણ જે હિંદી સરકાર પોતાની સાવકી મા જેવી સ્વાર્થી અને તટસ્થ ઉપેક્ષા છેડીને પ્રતિવિરોધક પગલાં લ્ય તે તેની થોડી પણ ઉપયોગિતા આજે છે.
આ બધું કહ્યા પછી એક વસ્તુને સ્વીકાર આવશ્યક છે કે હવે વધુ વખત પરદેશમાં હિંદીઓ માત્ર વેપારમાંથી ધન ઉપાર્જન કરીને તે દેશ પ્રત્યેની જવાબદારીમાંથી બીસ્કુલ મુક્ત રહે તે આ જમાનામાં નહિ ચાલી શકે. શેવક તરીકે જે આપણે ન ગણાવું હોય તે જે દેશમાંથી માણસ રોટી કે રછ કમાતે હોય તેની તે દેશ પ્રત્યેની કાંઈક ફરજ પણું પ્રાપ્ત થાય છે. ત્યાંના જીવનમાં પણ તેમણે ફાળે આપવો. જોઇશે. માત્ર પરદેશીઓ તરીકે ત્યાંનું ધન લઈને બીજી જવાબદારીમાંથી મુકત રહેવું એ શેષકોની પ્રથા છે. બ્રહ્મદેશ કે આફ્રીકામાં વસતા હિંદીઓ બ્રહ્મદેશ કે આક્રીકાના પ્રશ્નોમાં રસ લઈને તેમાં ફાળો આપવાની પોતાની જવાબદારી ન
સ્વીકારે તે હેજે ત્યાંની મૂળ પ્રજા તેમને પરદેશીઓ તરીકે ગણે અને તે અનુસાર વર્તાવ તેમના પ્રત્યે કરવામાં આવે. ગુમાસ્તાઓને રાહત :
મુંબઈ સરકારને એક સુંદર ધારે બંધારણ મારફત દેશનું રચનાત્મક કાર્ય કરવાનું મહાસભાએ હાથમાં લીધા પછી મુંબઈ સરકારે કહિતોપયોગી જે ધારાઓ કર્યા છે તેમાં ગુમાસ્તાધારા એક અત્યંત જરૂરી અને ઉપયોગી ધારો છે. પ્રાણીઓ સાથે વધુ ભાર લોનારને કાયદો સજા કરી શકે છે. પશુઓ ઉપર થતું ઘાતકીપણું અટકાવવા માટે કેટલાક મંડળો છે. પણ બેરહેમ શેઠ અને જંગલી વેપાર પ્રણાલના સાણસામાં સપડાયેલ બાપડા ગુમાસ્તાની દશા ગુલામથી બદતર હોવા છતાં તેની ધા આજ સુધી કોઈએ સાંભળી નહોતી. કંગાળ પિટીયું અને ગુલામી મને દશા હેઠળ વૈતરું કરતા આ ગુમાસ્તાઓને તેમના બાળબચ્ચાં સાથે હળીમળીને વાત કરવાની પણ ફુરસદ નહોતી. અભ્યાસ, ફરવહરવાનું કે બીજી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા જીવનને વૈવિધ્યમય કે કે રસભર્યું” રાખવાના તે સ્વપ્નાં પણ ક્યાંથી હોય ? ગુમાસ્તા તરીકે વૈતરું કરી કરીને માલેક બનેલા શેઠને પિતાના ગુમાસ્તાને એજ ઘરેડ અને ઘાણીમાંથી પસાર કરવાની ટેવ પડી ગઈ હોય છે. દુકાનો સવારથી મેડી રાત સુધી ખુલ્લી રાખવાની હિંદી વેપારી પધ્ધતિથી દુકાનમાં ગુમાસ્તાઓનું શોષણ થઈ રહ્યું હતું. આ પરિસ્થિતિમાં
માતૃભૂમિને ચાહવાને ભયંકર ગુન્હો ! '
૨૧ મી મેને દિવસે રાષ્ટ્રપતિ રાજેનબાબુની અપીલ અનુસાર દેશભરમાં રાજદ્વારી કેદી દિન પાળવામાં આવ્યો હતા. મહાસભા સતા ઉપર આવ્યા પછી લગભગ ઘણું ખરા રાજદ્વારી કેદીઓને છુટકારો થઈ શકે છે, પરંતુ બંગાળ અને પંજાબમાં જયાં મહાસભાવાદી સરકાર નથી ત્યાં હજુ પણુ ધણ દેશભકત જેલમાં સબડે છે. વગર તપાસે અદાલતના કોઇ ફેંસલા વગર સેંકડે હિંદીઓ હજુ કારાવાસમાં પુરાયેલા રહ્યા છે. આ કેદીઓ કોઈ મામુલી અભણ ગુન્હેગારો નથી પણ દેશની આઝાદીથી જેમના દિમાગ તરબતર છે એવા રાષ્ટ્રપ્રેમી ઉમિલ ભાવનાશીલ અને કેળવાયેલ રાષ્ટ્રભકતો છે. જેમની રાષ્ટ્રભક્તિથી બીજે કોઇપણ દેશ મગરૂર બને, તેમને હજુ કારાવાસ એ આપણી લાપારી અને અસહાય સ્થિતિની યાદ આપે છે. અને ‘દિલ્હી હજી દૂર છે” તેને ખ્યાલ આપે છે. પરદેશ વસતા હિંદીઓ
સંકુમિત રાષ્ટ્રવાદનો ઉદય દરેક રાષ્ટ્રોમાં જેમ જેમ વધતો જાય છે. તેમ તેમ પરદેશ વસતા હિંદીઓની કડી સ્થિતિના ખબર દિનપ્રતિદિન આવ્યા કરે છે. બેજિયન કેગો,