________________
તા. ૧૫-૬-૩૯
પ્રબુધ્ધ જૈન
અમરનાથની યાત્રા અમે સવારના અમરનાથ જવાના હતા પણ કોણ જાણે ક્યાંથી વાદળ ઘેરાયું અને મેઘરાજે પોતાનું વરસવું શરૂ કરી દીધું. પણ અમારે વિષાર ચેકસ હોવાથી મેઘરાજે અમારી ભાવના જાણી લીધી હોય તેમ અગિયાર વાગે વરસાદ બંધ રહેશે અને અમે પાંગ્ય જણે અમરનાથની યાત્રાને માર્ગ લીધે. અમારી સાથે બે ડોળીઓ, ત્રણ પૈડા હતા અને બાકીના સામાન માટે આ લીધા હતા.
પેલગામથી પહેલું સ્ટેશન ચંદનવાડી આવે છે અને તે ત્રણ માઈલ દૂર છે. રસ્તા ઘણો મનોરંજક લાગતા હતા. ખાસ કરીને ચંદનવાડી પહોંચ્યા ત્યારે તે ચારે બાજુએ શુરૂ અને બીજાં જાતજાતનાં ઝાડનાં જુથના જુથ આવવાં લાગ્યાં અને પુરજોસમાં નદી પ્રવાહ સામે આવીને ઉભો રહયો. ઘડીમાં નદી પ્રવાહ ઉપર આંખ ઠેરવીએ અને ઘડીમાં આસપાસનું ઝાડપાનથી ભરપુર દધ્ય જોઈએ. આમ આખા રસ્તે જોતાં જોતાં આનંદ મહાલતા આવ્યાં, પણ ખરું જોવાનું તે હવે જ આવ્યું અને કદીએ ક૯૫નામાં ન આવી શકે તે બરફનો પહાડ જોતાં અમે એટલા તે ઘેલા બની ગયા કે અમે એક " બીજા ઉપર બરફના ગેળા કરીને રમવા લાગ્યા અને સાંજના પણ અમે ત્યાંજ પડાવ નાખ્યું. અને તંબુઓ તણાવ્યા.
પ્રભાત થયું અને અમે આગળની કૂચ માટેની તૈયારી કરવી શરૂ કરી દીધી. લગભગ આઠ વાગે અમે નીકળ્યા. રસ્તામાં જેમ જેમ આગળ જતાં ગયાં તેમ તેમ થશરફના પહાડનાં દર્શન થવા લાગ્યાં. છેવટે એક મોટો ઘાટ ચઢવાને આવ્યું. આનું નામ પશુવાટ હતું. તેની થાઈ ઘણીજ જબરી હતી. ચઢતાં પઢતા માણસને જીવ નીકળી જાય. ઘડાઓ પણ બિચારા ઘણાજ થાકી ગયા હતા. અમે ધીરે ધીરે ઉપર ચઢીને આવ્યા અને એક ઝાડ નીચે વિસામો કરવા બધા બેઠા અને પછી પાછી ચાલવાની શરૂઆત કરી. રસ્તામાં જેજપાલ કરીને એક સ્થળ આવે છે તેનું પણ દ્રષ્ય સારૂં છે. પછી વાયુજન કરીને આવે છે. આ બધું જોતાં જોતાં છેવટે અમે શેષનાગ આવી પહોંચ્યા.
શેષનાગ નામનું મોટું સરોવર છે. તે સાપના માથાની ફેણ જેવા આકારના સાત પહાડોની વચ્ચે આવેલ હોવાથી તેનું નામ શેષનાગ પડયું છે. તે સરોવરમાં બરફનું અને ઝરણુઓનું પાણી એકઠું થાય છે. તેના પાણીને રંગ ઘણે સુંદર જણાય છે. અને તેમાં પહાડોના પ્રતિબિંબ એવાં તે સુંદર પડે છે કે તે આપણે કલાકોના કલાકો સુધી જોયા કરીએ તો પણ ચાકીએ નહિ. અમને બધાને આખા કાશ્મીરમાં શેષનાગની સુંદરતા સઉથી વધારે મેહક લાગી. જોજપાલ મુકયા પછી તે ઝાડીનું જરાએ નામ નિશાન નહોતું રહ્યું એમ છતાં મોટા મોટા પત્થરોના પહાડે અને વચમાં બરફ પથરાએલે બહુ આકર્ષક લાગતો હતો. જ્યાં
જ્યાં નજર પડે ત્યાં ત્યાં કંઇને કંઈ અવનવું નિહાળવા મળે. શેષનાગ તે બહુજ સુંદર, કારે બાજુએ હેટા મોટા પહાડે અને વચમાં રંગબેરંગી દેખાતા પાણીનું રમ્ય સરોવર આ બધું જોતાં જોતાં કયે માનવી કુદરત પર મુગ્ધ ન બને ?
શેષનાગમાં એક યુરોપીઅને અમારી સારી મહેમાનગીરી કરી. અમે પણ થાકેલાં હતાં, અને રહાને ટાઈમ પણ થયો
હતે એટલે તેની સાથે સ્કા પીવાની મજા આવી. તે બિચારો એકલે હતો. તેની સાથે જે કંપની હતી તે બધી અમરનાથ ચાલી ગઈ અને તેને કુતરૂં કરવાથી બિચારો ત્યાં એક રહી ગયા હતા. તેની સાથે થોડી વાત કરી થાક ખાધા પછી ત્યાંથી પંકતરણી જવાનો માર્ગ લીધે. એટલે અમે બે વાગે શેષનાગ છેડયું અને પંથતરણી તરફ જવા લાગ્યા.
જેમ જેમ ઉંચે જવા લાગ્યા, તેમ તેમ ધારે બાજુએ બરફના પહાડોથી જ અમે ઘેરાતા ગયા. અમારે બધાને બરફમાંજ ચાલવાનું આવતું હતું. બરફમાં ચાલવાની કોઈક જુદી મજા આવે છે. એક તે રસ્તો લીસ્સો એટલે ઘણીવાર પડી જવાય, અને બીજું બરફમાં તોફાન કરવાનું મન થયા વિના રહેજ નહિ, એટલે થાક પણ સારી રીતે લાગે. આવા સ્થળની અદભુતાના હું શું વખાણ કરૂં ? રસ્તામાં જેમ જેમ આગળ વધતા જતા હતા તેમ તેમ કૈલાસમાં જાણે ન ફરતા હોઈએ તેમજ લાગતું હતું. દુનિયાથી પર હોઈએ અને જે શાન્તિ મનને લાગે તેજ શાન્તિ મને તો અનુભવાતી હતી.
અમે લગભગ છ સાતના સુમારે પંચતરણી નદીના કિનારે આવી પહોંચ્યાં. અહીંઆ ઠંડીનો ચમકાર જણાયો. એક તે તરફ પહાડે અને બીજુ નદીને કિનારે એટલે ઠંડી સારી રીતે લાગવા માંડી. અમારે તંબુ નદી કીનારેજ નંખાવ્યો અને રસોઈની શરૂઆત કરી. અહીં અમે ખીચડી જગ્યા, બહુજ ઉંઘાઈમાં આવ્યા હોવાથી અમે થાકી બહુ ગયા હતા તેથી રાતના તે અમે ઠંડીમાં નિરાંતે આરામ કરી સુઈ ગયા.
હવે પ્રભાત થયું, અને જેને માટે આટલી મુશ્કેલીઓ વેડી આવ્યા હતા. તે અમરનાથનાં દર્શન કરવા સઉ જલદી જેદી તઈયાર થઈ ગયાં. અમરનાથને ચઢવાને રસ્તો મને તે ડેન્જર પાથ જેવો લાગ્યો. બહુજ સાંકડે અને ચડાઈ પણ ખરી. જે જરા તક ચુકે તે ખલાસ ! થડતાં ચડતાં છેવટે અમે અમરનાથની ગુફા નજીક પહોંચી ગયાં.
(જુઓ પાનું ૭મું )
(બીજા પાનાનું ચાલુ) જુએ તે હિન્દષ્ટિ થાય અને પછી માનસિક અને આધ્યાત્મિક ગુણ તપાસતા બહારથી ચહ્ન દુર થd અન્તર તરફ ઢળે તે અન્તર દ્રષ્ટ થાય છે. મનુષ્ય જીવનમાં સદાકાળ બને દ્રષ્ટિ માલી આવે છે અને બેમાંથી કઈ શૈણ રહે અને કઈ પ્રધાન રહેતે વ્યવસ્થિત કરવાનું કાર્ય ધર્મનું કાર્ય બને છે. બ્રાહ્મણ ધર્મમાં બહિદ્રષ્ટિ વધી ગઈ હતી તેવા સમયમાં મહાવીર સ્વામીએ જનતાની નજર અન્તર દ્રષ્ટિ કેળવવા તરફ અને તે માટેના સન્માગ તરફ દોરી. મનુષ્ય સ્વભાવમાં આ કટિઓ કાયમ હોવાથી કાળાનરે પણ અન્તર દ્રષ્ટિનું પ્રધાનપણું જ્યારે જ્યારે આવશ્યક થાય ત્યારે ત્યારે મહાવીર ચરિત્ર અને મહાવીરને ધર્મ તે માટે જનતાને મદદકારક તથા ઉપકાર કરનાર રહેવાનો છે. મહાવીર જીવનને સમગ્રપણે ખ્યાલ કરવાથી જૈન ધર્મની રચનાને ઘડતરને ખ્યાલ આવે છે કારણ કે તે માનસિક તથા આયામક ગુણોનું અવલંબન લે છે. (સંપુર્ણ)
હીરાલાલ,