________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૬-૩
___ सच्चस्स आणाए उवडिओ मेहावी मारं तरई। સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન મનુષ્ય મૃત્યુને તરી જાય છે. EFFFFFFFFFFFFFFFFFFFERE
શું છે એ દ્દ જે ન કાનHisiiiiiiiiFFAINTEHSINH
મુંબઈ ગુરૂવાર, તા. ૧ લી જુન ૧૯૩૯.
જિન ધે. મૂ. કરન્સ.
થી જૈન શ્વે. મૂ. કેન્ફરન્સની સંસ્થા ઉત્તરોત્તર વિકાસ પામવાને બદલે ઉતરાદર ક્ષીણતાને કેમ પ્રાપ્ત થઈ ગઈ અને આજે શા કારણે લગભગ મૃતપ્રાય દશાએ પહોંચી છે એ પ્રશ્ન જરા અટપટો છતાં ઉકેલવા ચોગ્ય છે. પ્રથમ નજરે એમ માલુમ પડશે કે આજે જે રાષ્ટ્રીયતાનો પ્રબળ વાયુ આખા દેશમાં
તરફ ફેલાઈ રહ્યો છે તેણે આવી બીજી અનેક પ્રવૃતિઓ માફક કોન્ફરન્સને પણ શિથિલ-મંદપ્રાણું બનાવી દીધેલ છે. પ્રસ્તુત કોન્ફરન્સની પ્રવૃતિને મન્દ બનાવવામાં રાષ્ટ્રીય હીલયા- * લનો થોડોઘણો ફાળે જરૂર હશે, પણ કેન્ફરસની મદતાને પ્રારંભ દેશવ્યાપી રાષ્ટ્રીય ઉત્થાનથી ઘણા સમય પહેલાંથી થયે છે અને તેથી તે મન્દતાનાં અ ય કારણો શોધવા અને વિશારવા જોઈએ. પ્રથમ તો જે વર્ગનું સ્થળ રથળના જૈન સમાજ ઉપર સ્વામિત્વ પ્રવર્તતું હતું તે વર્ગ સાધારણું રીતે કન્ફરસની કલ્પનાને અપનાવી શકો નહિ અને તે વર્ગમાં કે-ફરન્સ વિષે આત્મીય ખ્યાલ કદિ ઉત્પન્ન થયેજ નહિ. આ વર્ગ તે જૈન સમાજના સતાધારી શ્રીમાન અને સાધુઓ. કેન્ફરન્સની પ્રવૃતિ એટલે અલ્પમતિ અને દિન પ્રતિ દિન ક્ષીણુ પામતા વર્ગના હિતાહિતને સંભાળતી અને કેમની હકકો અને અધિકારોની રક્ષા કરતી સંસ્થા, આ કલ્પના કે ભાવને તેમના માનસમાં સ્થાન લઈ શકીજ નહિ. કોન્ફરન્સ એટલે તેમના સૈકાઓથી સ્થાપિત થયેલા હક ઉપર આક્રમણ કરતી અને કાળાન્તરે તેમને પદભ્રષ્ટ કરવાને સરજાયેલી સંસ્થા-વીજ કૈઈ ક૯૫ના તેમના મગજને ઘેરી વળી. સમાજ ઉપર સારી સતા ધરાવનારા કેટલાક સાધુઓએ અને સુરીએાએ કેન્ફરન્સ વિરૂધ્ધ પ્રસાર કાર્ય ર્યાજ કર્યું. મૂળ બંધારણ મુજબ કપાયેલી શ્વે. મુ. વિભાગની પ્રતિનિધિ સંસ્થા કેન્ફરન્સ કદ બની શકીજ નહિ. શરૂઆતના ઠાઠમાઠ, ધાંધલ ધમાલમાં કોન્ફરન્સના આગેવાન કાર્યકર્તાઓએ જે સતત પ્રચારકાર્ય કરવું જોઈએ તે કદિ કર્યું જ નહિ અને ભાડુતી પ્રચારકેથી જે કાંઈ થઈ શકે તેટલાથી સંતોષ માન્ય. સામાન્ય જૈન સમાજ કેન્ફરન્સ પ્રત્યે લગભગ ઉદાસીન રહો અને કોન્ફરન્સ એક્કસ ધ્યેય. ચોકકસ કાર્યક્રમ સિવાય વર્ષો વર્ષોના ગાળે નાનાં મોટાં સંમેલને ભરી ભરીને પોતાની જીવાદોરી ટકાવતી રહી. આવી કેન્ફરન્સ ઉપર એક બાજુએ સુધારક ગણાતા વર્ગનું પ્રભુત્વ વધતું તેમ બીજી બાજુએ ધર્માધ રૂઢિચુસ્ત વગની ભડક વધતી ગઈ અને ધીમે ધીમે કેન્ફરન્સની પ્રવૃતિથી તે લગભગ અલગ બનીને પોતાનાજ ખાસ સંમેલન ભરવા ' લાગે. આજ સુધીમાં કેન્ફરન્સે એક પણું ઉદ્દામ ઠરાવ કર્યો જાણ્યું નથી. તેમજ કોઈ પણ પ્રવૃતિમાં ઉદ્દામ વળણ
ગ્રહણ કર્યું નથી એમ છતાં કેન્ફરસ સુધારકની મંડળી છે, નાસ્તિકનું વિવાદ સ્થાન છે, ચાલુ ધર્મ પર પરાની વિરોધી છે, વિધવા વિવાહની સમર્થક છે, દેવદ્રવ્યનો ચાલુ પ્રથાથી અન્ય દિશાએ ઉપયોગ કરવામાં માનનારી છે ઈત્યાદિ ચિત્ર વિચિત્ર ભ્રાન્તિઓ કાંફરંસ સંબંધમાં શાસનપક્ષી સાધુઓ તેમજ પ્રચાર તરફથી ફેલાવવામાં આવી. પરિણામે કોન્ફરન્સ એવી દશાને પહોંચી છે કે કેન્ફરસ આજે ક્યાં ભરવી તે એક મુંઝવતા પ્રશ્ન બની ગયો છે.
આવી કોન્ફરંસથી અલગ રહેલા કેઈ પણ વર્ગને કેફરન્સમાં સામેલ કરવા માટે જે કાંઈ પ્રવૃત્તિ કે પ્રયત્ન કરવામાં
આવે તે જરૂર ઈટ તેમજ આવકારદાયક છે; કારણ કે કેન્ફર-સમાં ભિન્ન ભિન્ન વિચારે અને વલણો ધરાવનાર કામના સર્વ વર્ગો જોડાય તેજ આખી કેમની કોન્ફરન્સ સાચી પ્રતિનિધિ બની શકે અને તે માટે બને તેટલી દરેક વર્ગની સગવડ સાચવવાની બાબતમાં તેમજ દરેક વર્ગને પિતાને અભિપ્રાય રજુ કરવા માટે જોઈએ તેટલી સરળતા આપવાની બાબતમાં કેન્ફરન્સના આગેવાનોએ જરાપણ સંકોચ ન રાખો જોઈએ. એમ છતાં કોન્ફરંસ એક પ્રગતિશીલ પ્રવૃતિ છે, તેનો આશય સા કેઈને સમાન સ્થાને સ્થાપવાનો, આપખુદી તેડવાનો અને દેશકાળ ધ્યાનમાં લઈને આખા સમાજને આગળ દેવાનો છે અને જે વગર કેવળ પ્રગતિ વિરોધી છે, જે વર્ગ પિતાના સમીપવતી સ્વાર્થો સાધવા આડે આખી કામના અસ્તિત્વની કે જોખમી હતા અને હકકની રક્ષાની જરાપણ ચિંતા પડી નથી તે વગ કોન્ફરન્સમાં આજે કદાપિ જોડાયેલું રહે એ સંભવિતજ નથી. તેથી કોન્ફરંસ ખાતે એકતા સાધવાના આ પ્રયત્નની સફળતા મર્યાદિત જે રહેવાની એ આજના કાર્ય કર્તાઓએ ખાસ ધ્યાનમાં લેવું ઘટે છે. તે પછી કોન્ફરન્સને સજીવ અને પ્રાણવાન બનાવવા માટે સાથે સાથે બીજું શું કરવા વિચારવાની જરૂર છે તેનો વિચાર કરે જરૂરી છે, જેનો વિચાર હવે કરીએ.
વસ્તુસ્થિતિ એમ છે કે ગમે તેવી એકતા સધાય તો પણ આજે જે રીતે કેન્ફરન્સ કામ કરી રહી છે તે રીતે કોફરન્સનું કામ આગળ વધે તેમજ કે-ફરન્સ જોરદાર સંસ્થા બને એ સંભવ છેજ નહિ. પ્રથમ તે કાંફરંસની બંધારણ રચનામાં ફેરફાર થવાની ખાસ જરૂર છે, કારણ કે આજની વાસ્તવિક પરિસ્થિતિ સાથે કેફરન્સના બંધારણને જરાપણું મેળ નથી. મૂળ બંધારણ અનુસાર ગામ ગામને જૈન સંધ એ કેફન્ટાનું એકમ છે અને દરેક એકમ એટલે કે દરેક સંઘ પિત પિતાના પ્રતિનિધિઓ મળે તે પ્રતિનિધિઓનું સમુહમંડળ એકત્ર મળે અને વિચારણું કરે એજ કોન્ફરન્સ ગણુય આવી કલ્પના સ્વીકારવામાં આવી છે. એક કાળ એવો હતો કે કેટલાક ગામના સંઘે પિતપતાના પ્રતિનિધિઓ ચુંટીને કોન્ફરન્સ ઉપર મોકલી આપતા. આ રીતે કૅફરસ તે કાળમાં જેન કેમની પ્રતિનિધિ હવાને અમુક અંશે દાવે કરી શકતી. આજે લગભગ દરેક સંઘમાં ફેફરન્સ સબંધે મતભેદ હોવાથી કોઈપણ સંઘ પિતાના પ્રતિનિધિઓ વ્યવસ્થિત રીતે ચુંટીને મોકલી શકે તેમ છેજ નહિ. આને લીધે કોન્ફરન્સ સાધારણ રીતે બે ત્રણ દિવસના શંભુમેળા જેવી બની જાય છે અને એ સિવાય મુંબઈનું કન્ફરંસ મંડળ જેને સ્ટેન્ડીંગ કમીટી તરીકે ઓળખવામાં આવે છે તે અવારનવાર મળ્યા કરે છે અને થોડુ