SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા. ૧-૬-૩૯ ભગવાન મહાવીર.” (મુંબઈ રેડી સ્ટેશન પર મહાવીર જ્યનીના દિને તા. ૨-૪-૩૯ ના રોજ શ્રી હીરાલાલ અમૃતલાલ શાહે “ભગવાન મહાવીરના જીવન વિષે આપેલ વ્યાખ્યાન.) ' સમસ્ત હિન્દમાં જૈન ધર્મ ને અને જાણીતા છે. બંગાળ તરફ બિહારમાં, મધ્ય પ્રાન્તમાં, મારવાડમાં ગુજરાતમાં, પંજાબમાં દક્ષિણમાં તથા માઇસેર પ્રાન્તમાં અને હિન્દમાં બીજા ઘણાં સ્થળે જનધર્મના અનુયાયી વર્ગો વસે છે. દરેક પ્રાન્તમાં સુંદર શિલ્પવાળા જેન દેવસ્થાને આજે પણ મોજુદ છે. વિવિધ પ્રાન્તની ભાષામાં સાહિત્યસેવાને અને પ્રાકૃત તેમજ સંસ્કૃત ભાષામાં તથા અનેક શાસ્ત્રીય અને લોકોપયોગી વિષયમાં જ સાહિત્યકારોનો ફાળે અપૂર્વ છે. જૈન સમાજનું ઉપરની રીતે તેમજ બીજી ઘણી રીતે - દર્શન થાય છે, આવા જૈન સમાજના જીવન પ્રવાહના પ્રેરક અને વિધાયક જેનધર્મના છેલ્લા અને વશમાં તીર્થકર શ્રી વર્ધમાન સ્વામી અથવા શ્રી મહાવીર સ્વામી છે. આજે ઐ–શુ-૧૩ ના દિને તેમનો જન્મદિન છે. તેમનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું એટલે મહાવીર સ્વામીને નિર્વાણ પામ્યાને આજે લગભગ ૨૪૬૬ વર્ષ થયાં છે એટલે બિહાર તરફના પ્રદેશમાં આ મંગયમય જીવનનો આરંભ આજથી ૨૫૩૮ વર્ષ પહેલાં થશે. આજે તે જીવનની કૃતાર્થતા આપણે વિચારીએ. મહાવીર સ્વામીનું ચરિત્ર બે ભાગમાં વહેંચાય છે. એકમાં તેમના પિતાને લગતી બાબત સમજવાની છે. બીજામાં તેમનું જીવન અનેક પ્રકારની વ્યકિતઓ તથા સમાજની સાથે ગુંથાયેલું નજરે પડે છે. પ્રથમ ભાગમાં પિતાના આત્મગુણોનો ઉત્કર્ષ કેમ થયે તે હકીકતે આવે છે. પછીનાં ભાગમાં તે ગુગોને અનુસરત” સમાજને જે લાભ મળે છે તે પ્રતીત થાય છે. આત્મગુણોનો વિકાસ એકજ જન્મમાં નહિ પણ અનેક જમોમાં અને હજારો વર્ષોમાં જુદી જુદી રીતે થતો આવ્યો છે. તેને પરિણામે મહાવીર સ્વામીને છેલ્લા ભાગમાં દર વર્ષે કેવળજ્ઞાન થાય છે. જન્મો જન્મથી થયેલી પાટલી તૈયારી અને વિશુદ્ધિ પછી તેમનું જાહેર જીવન પ્રકટ થાય છે. આ બીજો ભાગ ત્રીશ વર્ષનાજ છે જેમાં ઉપદેશે–ચર્યા–ખુલાસા-માર્ગ દર્શન-ધ્યાન છે. પ્રકૃતિનું દર્શન થાય છે જે પ્રવૃત્તિઓ જનતાની કલ્યાણ કરનારી થઈ છે, છેલ્લા ભવનું મહાવીર જીવન જાણીતું છે. પ્રથમ તે ટુંકમાં વિચારીએ. બાલ્ય કાળ આઠ વર્ષને જતાં કિશોર અવસ્થા આવે છે. તેમાં ઘણી તૈયારી થઈ ગયેલી માલુમ પડે છે. બ્રહ્મચર્યના સ્વીકાર પૂર્વક અનેક વિદ્યા તથા કળામાં તે સહેલાઈથી પારંગત થાય છે. પછી માતાપિતાના આગ્રહથી અને પિતાની ખાસ ઈચ્છા નથી છતાં ગૃહજીવન અંગીકાર કરે છે. આ બધે સમય નિર્મળ શાન્ત અખલિત પ્રવાહની જેમ ચાલ્યો જાય છે અને તેમાં વિનય અને વડીલ વને સંતોષ પ્રકટપણે દેખાઈ આવે છે. સંન્યસ્તમાગે વળવાની મનોવૃત્તિ લાંબા વખતથી પ્રાપ્ત થયેલી હતી છતાં (શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દોમાં ) મારા માતાપિતા જીવતા તેમને મારા વિયોગનું દુ:ખ ન થાઓ એવા હેતુથી દીક્ષા લેવા ઉત્સુક છતાં પણ માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લીધી, અને કશા પણ અભિનિવેશ વિના ગૃહસ્થાશ્રમ પસાર કર્યો. તેમના પૂર્વ ભવમાં નયસાર ગામેતી કઠીયારા તરીકે જે પોતે જે કરૂણા અને સ્વાર્પણ બુધ્ધિ દેખાડી હતી તેજ બુધિ આ પ્રસંગોમાં તરી આવે છે. માતાપિતાને અભાવ ૨૮ વર્ષે થયો પછી રાજગાદી ન લીધી. પિતાના વડીલ બધુના આગ્રહથી અને તેમના સંતેષ અર્થ બીજાં બે વર્ષ વીતાવ્યાં ત્રીશમે વર્ષે મુનિજનને યોગ્ય ચારિત્રમાર્ગ સ્વીકાર્યો. દીક્ષા પછી ૧૨ વર્ષનો સમય ગયો તેમાં અનેક વિટંબણાઓ આવી તે સમભાવથી સહન કરી અને તે રીતે પૂર્વ જન્મમાં જે ગલતીઓ કરેલી તેનાં પરિણામ સહન કરી તેમાંથી પાર ઉતર્યા. તે દરમ્યાન દેશપરદેશમાં પરિભ્રમણ સાથે તપ, ધ્યાન, નાનની વિશુદ્ધ ઉપાસના સાથે પોતે જે જે નિર્મળ સંકલ્પ કર્યા તેનાં વણુ બધદાયક થાય છે. આ સમયને. અંતે ૪૨ મા વર્ષમાં મુમુક્ષુ જીવનની ધન્ય પળ આવી. જ્ઞાનની પરમ સુખદ અવસ્થા “કેવળ જ્ઞાન” તરીકે જાણીતી છે. અનેક ભવની તપશ્ચર્યાનું પરિણામ આવ્યા પછી મહાવીરસ્વામીનું જાહેર જીવન શરૂ થાય છે. તે જીવન ત્રીસ વર્ષ ચાલે છે. આ ત્રીશ વર્ષે રાગદ્વેષ રીત જનતાના સંપક વચ્ચે વ્યતીત થાય છે તેમાં અનેક શિ, મુનિજનો રાજપુર, ગૃહસ્થ ઇનો સમાગમ છે જેનાં વર્ણન અત્રે ટુંક વખતમાં કરી શકાય તેમ નથી. શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દમાંજ નય રિનું ચરિત્ર આપું કારણ કે તેમાં સરળ ને શાન્ત ગૃહસ્થાશ્રમની છાયા છે જે અખંડિત રહી છે તેમજ તે જીવનમાં નયસારની કરૂણા, સ્વાર્પણ બુદ્ધિ તથા સેવા માટેની તત્પરતા છે અને એ ભૂમિકા પર ધર્મના બીજ પડે છે અને ત્યાંથી ભાવિ કલ્યાણની રયનાની શરૂઆત થાય છે. પ્રત્યેક વ્યકિતના ઘડતરમાં આવી કોઈ નિર્મળ ભમિકા પર ધર્મને પ્રવેશ થાય તે ધર્મ તથા સમાજનું અને તે રીતે વ્યક્તિઓનું કેવું ઉતમ સ્વરૂપ નજરે પડે તે સહેજે સમજી શકાય તેમ છે. પ્રતિકાન નામના નગરમાં નયસાર નામે એક સ્વામી ભકત ગામેતી હતા તે સાધુ જનના સંબંધ વિનાને હતો તથાપિ અપકૃત્યથી પરાડ.મુખ, બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણ ગ્રહણમાં તત્પર હતો. એક વખતે રાજાની આજ્ઞાથી તે મોટા કાટો લેવા માટે ભાતું લઈ કેટલાક ગાડાં સાથે એક ઘેર જંગલમાં ગયા. ત્યાં વસે છેદતાં મધ્યાહા સમય થયો એટલે ઉદરમાં જઠરાગ્નિની જેમ સૂર્ય આકાશમાં અધિક પ્રકાશવા લાગ્યું. તે વખતે નયસારના સેવકે વૃક્ષની નીચે ઉતમ રઇ લાવ્યા. પિોતે સુધા તૃષાથી અતુર હતા છતાં પણ કઈ અતિથિ આવે તે હું તેને ભેજન કરાવીને પછી જમું એમ ધારી નયસાર આમ તેમ જોવા લાગ્યો. તેવામાં ક્ષુધાતુર, તૃષાતુર, શાંત, અને પોતાના સાર્થ (સથવારા) ને શોધવામાં તત્પર અને પસીનાંથી જેમના સર્વ અંગ વ્યાપ્ત થઈ ગયાં છે એવા કેટલાક મુનિઓ તે તરફ આવી પડયા. આ સાધુઓ માસ અતિથિ થયા તે બહુ સારૂ થયું એમ ચિંતવતા નવસારે તેમને નમસ્કાર કરી પૂછયું કે, હું ભગવતી આવી મેટી અટવીમાં તમે ક્યાંથી આવી ચડયા ? કેમકે શસ્ત્રધારી પણ એકાકીપણે આ અટવીમાં કરી શકે તેમ નથી. તેઓ બેલ્યા-અમે પૂવે અમારા સ્થાનથી સાથેની સાથે ચાલ્યા હતા પણ માર્ગમાં કઈ ગામમાં ભિક્ષા લેવાને પા
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy