________________
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
Regd. No. B 4266
વાર્ષિક લવાજમ
છુટક નકલ
પ્રબુદ્ધ જૈન:
સભ્ય માટે વાર્ષિક રૂ. ૧ એક
દોઢ આને.
તંત્રીઃ મણિલાલ આકર્મચંદ શાહ
અંક ૩ જે.
ગુરુવાર તા. ૧-૬-૩૯
વર્ષ ૧ લું.
રોટી કે ઉપદેશ? ભગવાન મૈતમ બુધ્ધ પિતાની શિષ્ય મંડળી સમક્ષ ઉપદેશ આપતા હતા, ત્યાં એકાએક એક માણસ ફીકકા ચેહરે અને ક્ષીણવદને આવી પડે. શિષ્યની પૂછ પરછમાં માલુમ પડયું કે તે માણસ તથાગત પાસે જ્ઞાન મેળવવા આવ્યા છે.
ગામમના પટ્ટશિષ્ય આનંદ તે માણસને બુદ્ધની સમીપે લઇ ગયા અને કહ્યું કે ભગવન, આ માણસ આપના ઉપદેશ માટે આવ્યો છે. ભગવાન બુદ્ધ બે ક્ષણ તે આંગતુકના ચહેરા સામું જોઈ રહ્યા અને તરતજ કહ્યું કે આને ભોજનશાળામાં લઈ જાવ, તેને જમાડીને પછી લાવજો.
તથાગતના આ વિશ્ચિત્ર લાગતા હુકમથી શિષ્યો આશ્ચર્ય પામ્યા. આનંદે પુછયું: આપના જ્ઞાનામૃત કરતાં આપે રોટીની કિંમત વધુ આંકી તે અમને સમજાતું નથી.
બુદ્ધ બેલ્યાઃ રોટી કરતાં જ્ઞાનની કિંમત વધુ છે તેમાં શંકા નથી, પણ ભૂખની વેદના એટલી ભયંકર છે કે તેની શાંતિ વિના મારે ગમે તેવા જ્ઞાનોપદેશ નિષ્ફળ જાત. આ માણસના સુધાથી વ્યગ્ર થયેલા ચિત્તમાં જ્ઞાનજળનું એક પણ ટીપું પડી શકે તેમ હતુંજ નહિ. તેથીજ પહેલાં મેં તેની ભખનું શમન કરવાનો ઉપાય લીધે છે. દેહની સ્વાભાવિક જરૂરિયાત પ્રાપ્ત કર્યા પછીની સ્વસ્થતામાંજ જ્ઞાનજળનું ફળદાયી સિંચન થઈ શકે છે. તેના ભુખ્યા દેહ ઉપર મારો ઉપદેશ કેવળ બોજારૂપ બનત.
ભગવાન બુદ્ધનો આ વાસ્તવદશી ઉપદેશ આજના હિદને કેટલે લાગુ પડે છે ? દર્શને, આગમે નિગમ, વેદ, ઉપનિષદ અને ગીતામાં સંસ્કૃતિ અને જ્ઞાનની અઢળક સંપત્તિ હોવા છતાં તેનું પરિણામ કેમ કાંઈ નથી જણાતું ? આ પ્રશ્નનો જવાબ બુદ્ધના જવાબમાં આવી જાય છે.
અજ્ઞાત,
જીવનનો ધ્રુવતારક : અહિંસા
સત્ય, અહિંસાને માગ જેટલે સીધે છે એટલે જ સાંકડો છે. ખાંડાની ધારે ચાલવા જેવું છે. બજાણિયા જે દેરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય અહિંસાની દેરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય,
તેથીજ અહિંસા જીજ્ઞાસુને જડી. મારા માર્ગમાં જે મુસીબતે આવે તેને હું સહન કરું કે તેને અંગે જે નાશ કરવા પડે તે કરતો જાઉં ને મારે માગ કાપું? આ પ્રશ્ન જીજ્ઞાસુ પાસે ખડો થયે. જે નાશ કરતે ચાલે તે તે માગ કાપતા નથી પણ હતું ત્યાં જ રહે છે, એમ તેણે જોયું. જે સંકટ સહન કરે છે. તે તે આગળ વધે છે. પહેલેજ નાશે તેણે જોયું કે જે સત્યને તે શું છે તે બહાર નથી પણ અંતરમાં છે. એટલે જેમ જેમ નાશ કરતો જાય તેમ તેમ પાછળ પડતે જાય, સત્ય વેગળું જાય.
અહિંસાને આચરતાં આપણને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન થાય છે. આમ કરતાં આપણે જગતને મિત્ર બનાવતાં શીખીએ છીએ. ઇવરને, સત્યને મહિમાં વધારે જણાય છે; સંકટ વેઠતાં છતાં શાંતિસુખ વધે છે; આપણુમાં સાહસ, હિમ્મત વધે છે. આપણે શાશ્વત અશાશ્વતનો ભેદ વધારે સમજીએ છીએ, કર્તવ્ય અકતવ્યને વિવેક આવડે છે; અભિમાન ગળે છે, નમ્રતા વધે છે, પરિગ્રહ સહેજે થાય છે; દેહની અંદર ભરેલો મેલ નિત્ય ઓછો થતું જાય છે.
આ અહિંસા આજે જે જાડી વસ્તુ જોઈએ છીએ તેજ નથી. કેઈને નજ મારવું એ તે છેજ. વિચારમાત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. ષ હિંસા છે, કેઈનું બુરું ઈચ્છવું હિંસા છે.
જે જગતને જોઈએ તેને કબજે રાખવે એ પણ હિંસા છે. પણ આપણે ખાઈએ છીએ તે જગતને જોઈએ છે. જ્યાં ઉભા છીએ ત્યાં સેંકડે સુક્ષમ જી પડયા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે, ત્યારે શું આત્મહત્યા કરીએ ? તેઓ આ નથી. વિચારના દેહનું વળગણું માત્ર છેડીએ તે છેવટે દેહ આપણને છોડશે. આ અમૃછિત સ્વરૂપ તે સત્ય નારાયણ. એ દર્શન અધિરાઈથી ન જ થાય. દેહ આપણે નથી, તે આપણને મળેલું સંપેતરું છે એમ સમજી તેને ઉપયોગ હોય તે કરી આપણે માગ કાપીએ.
અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જેમ સિકકાની બે બાજુ અથવા લીલી ચકરડીની બે બાજુ તેમાં ઉલટી કઈ ને સુલટી કઈ? છતા" અહિંસાને સાધન ગણીએ, સત્યને સાધ્ય ગણીએ. સાધન આપણા હાથની વાત છે તેથી અહિંસા પરમ ધમ થયે સત્ય પરમેશ્વર થયું. સાધનની ફિકર કયા કરશે તે સાધ્યના દર્શન કઈ દિવસ તે કરશે જ. આટલે નિશ્ચય કર્યો એટલે , જગ જીત્યા.
મહાત્મા ગાંધીજી