SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તે.. ૩૧-૧૨-૩૯ * ગરબા ' , . પ્રબુદ્ધ જૈન , " j : ', ; , એ ખ્યાલ તે ન હસે જ !' : ': ',' 'શરીર નરમગરમ રહેતું હશે!' મ્યું હશે, મુંબઈનું પાણી છે. ' .' !!* *" ' ..!!* ગૃહદ્યોગનો ખ્યાલ જ્યારે આપણા દેશમાં પ્રચલિત થવા લાગે ત્યારે એ પાછળ બે 'મહાન તુ મુખ્યપણે દેખાતાં હતા. એક તો પોતાને જોઈતી વસ્તુ ફુરસદના વખતે ઘરમાં બનાવી લઈ પરદેશની વસ્તુની તેટલા પ્રમાણમાં આયાત ઓછી કરાવવી અને ફાલતુ સમયને આમ ઉપગ કરી ઘરમાં પ્રવૃત્તિનું વાતાવરણ દાખલ કરવું, અને બીજું ગરીબ ગૃહસ્થીમાં આવા ઉદ્યોગથી આમદાનીમાં થોડોક વધારો કરી કમાનાર મુખ્ય વ્યક્તિના બેજાને હલકે કરે. સુંદર હતુ! પડેલા દેશો આવી રીતે જ ઊંચા આવ્યા છે અને દેશમાં કારીગીરી અને કામગીરી વધવા સાથે જીવનનું ધોરણ પણ ઊંચું આવ્યું છે. મારાં ગૃહલક્ષ્મીને પણ આ ગૃહઉદ્યોગને પવન લાગે. તેણે ઉદ્યોગ શરૂ કર્યો. જ્યારે જોઉં ત્યારે કંઈ ને કંઈ કામમાં લાગેલાં જ હોય. કોઈ વખતે તે ઘરનાં આવશ્યક કામને ભોગે પણ ! મને ઊંડે ઊંડે આત્મસંતોષ થતું હતું કે હવે આખું ઘર ઉદ્યોગપરાયણ બનશે. કેટલીક વસ્તુઓ ઘરમાં બનશે, થોડોક ખર્ચ ઘટશે એટલું જ નહિ, પણ જે કઈ સારાં ઉપયોગી કામ ઉપર હાથ બેસી જશે તે બીજાને તેવી વરતુઓ પૂરી પાડી આમદાની પણ કરી શકાશે. કલ્પના કંઈ બેટી નહતી ! * એકવાર સાંજે વહેલાં ઘેર આવવાનું બન્યું. ત્યાં તે ઘરને આચાર બદલી ગયો હતો. મારી ૧૮૦ ચોરસ ફૂંટની એ આરડીને મહેલ બનાવી નાખવાની મારાં પત્નીએ શરૂઆત કરી દીધી હતી. મારાં પત્નીના ગૃહઉદ્યોગનું પ્રદર્શન ભરવામાં આવ્યું હતું. બે બારીએ સુંદર તોરણ અને વચલા દરવાજે કાચના કીડીઆનો. પડદો લટકતો હતો, ઘરમાં સિપાઈ તો નહોતી પણ એક નાનકડું ટ્રેલ હતું તેના ઉપર ગૂંથેલે રૂમાલ મૂકી મોતીના કૂંડામાં એક ફુલદાની મૂકી કપડાંનાં રંગીન ફૂલ મૂક્યાં હતાં. બારીને ગૂંથેલા પડદા લગાડયા હતા. મારા બાળકે આનંદમાં આવી નાચતાં નાચતાં ગાતાં હતાં કે “બાપાની ઓરડી બંગલો બની ! – મારી સવિતાએ કહ્યું કે બાપુજી! મારી બાએ આ બધું ગૃહઉદ્યોગનું કામ કર્યું છે. જુઓ કેવું મઝાનું છે. હું ફાટે ડાચે જોઈ રહ્યું કે શું સુંદરતા છે ! આ રાત્રે અમે બહુ જ મેડા, જમ્યા-કારણ કે રસોઈ મોડી થઈ:–ગૃહઉદ્યોગ ભૂખ શાની લાગવા દે !— - રવિવારે કપડાં બદલવાનો રીવાજ મારે ત્યાં છે. કપડાં મારાં પત્ની. જાતે જોતાં અને ઈસ્ત્રી પણ જાતે કરતાં. આ વખતે કપડાં મેં લેડીમાં લેવાયેલાં જોયાં. ખાસ ધ્યાન તો ન ગયું, પણ એટલું થયું કે કદાચ સમય નહિ મળે હોય તેથી લડીમાં કામ કરાવ્યું હશે. પત્યું મારી નાની કુસુમ અને બાબો ભણવાની શરૂઆત કરતાં હતાં, તેઓને મારાં પત્ની રોજ સવારસાંઝ શીખવતાં. છેકરાંઓ પણ ઠીકઠીક પ્રગતિ કરતાં હતાં. બાળમંદિરમાં જે પદ્ધતિથી કેળવાયેલા માસ્તર શીખવે છે તે રીતે જ તે શીખવતાં. શિક્ષણની બાબતમાં મારાં પત્ની કુશળ હતાં. બાળમંદિરને ખર્ચ બચતો અને માતૃત્વની મમતાભરી તાલીમ મળતી હતી. મારી સાધારણ સ્થિતિમાં બાળમંદિરનો ખર્ચ પરવડે તેમ હતું જ નહિ તેથી મારાં પત્નીનાં કામમાં આર્થિક અને નૈતિક લાભ મને દેખાતો હતો. - એક વખતે મારાં પનીએ કહ્યું કે આ બંને છોકરાંઓને બાળમંદિરમાં મૂકીએ તે ઠીક થશે. ઘરે વખત મળતો નથી એટલે નાહકના ભટકે છે અને બગડે છે. આ વાત સામે મારી અ૮૫ કમાણી સિવાય બીજે કંઈ વધુ વાંધો નહતો. છતાં મેં ન પૂછ્યું કે અત્યાર સુધી તમે પોતે ભણાવતા હતાં તે કેમ એકાએક અટકી ગયાં અને બાળમંદિરને આશરો લેવા નીકળ્યાં! માન્યું કે થાકી જતાં હશે. એટલું યાદ ન રહ્યું કે ગૃહઉદ્યોગનું ભૂત તેના શિર ઉપર સવાર થયું છે. મારી પુત્રી સુશીલા રાષ્ટ્રિય શાળામાં ભણે છે. તેણે આવી ડીક માગણી કરી: “ટેબલના રૂમાલ, ગાલીચો તથા ઊનનાં સ્વેટર, ગલપ અને મોજાં ગૂંથવાનું આ વર્ષ આવશે. એટલે તેના માટે દોરા, ઊન, સુતળી, સુથા, ચોગઠું અને રીંગ લાવવાનાં છે. આ વર્ષથી આ ગૃહઉદ્યોગ નિશાળમાં દાખલ કરવામાં આવ્યો છે માટે રૂપિયા સાત આપે, નહિતર મારા માર્ક જશે.' ' મેં કહ્યું કે મેજા, ગલટે અને સ્વેટર વાપરે એવું આપણે ત્યાં કાણુ છે અને ટેબલમાલ રાખવા માટે ટેબલ પણું કયાં છે કે આવું ખપ વગરનું ખર્ચ કરવું. આપણા જેવા જેવા ગરીબને એ ન પરવડે. * ‘બાપુજી, આપવું પડશે. મારી બેને બધાને કહ્યું છે. મારા માર્ક જશે અને સુખે ભણવા નહિ દે' આટલું કહેતાં તે રડી પડી! દીકરીને ભણાવવાની હતી. બીજા કોઈ હેતુસર નહિ તે મૂરતિયાનું મન પસંદ કરવા માટે પણ...તેથી જ મારાથી તેના માર્ક કેમ જવા દેવાય, કારણ કે વખતે મૂરતિ માર્ક પૂછે તે !—-મારી રાંકડી કમાણીમાંથી રૂપિયા સાત આપ્યાજાઓ બેટા ! શીખે ગૃહઉદ્યોગ અને મેળ માર્ક! નિસાસ મૂકાઈ ગયો ! - ઘરમાંનું સ્કૂલ કાંઈ થોડું ટેબલકલેથ માટે સારું લાગે? અને સ્ટ્રલ ઉપર નાખીને ટેબલ કલેથની કારીગરી બીજાને દેખાડાય પણ કેમ ? ગૃહઉદ્યોગના લોકે વખાણ કરે તો જ તે ધન્ય થયો ગણાય ! એટલે એક વખતે જરીપુરાણા પાસેથી રૂપિયા અઢી આપીને જૂની થઈ ખરીદી-પત્નીએ રંગી અને ઘરની વચમાં મૂકી...જ્યારે બહારથી આવ્યું ત્યારે બાબાએ કહ્યું કે જુઓ જુઓ કેવું સારું લાગે છે? સુંદરતા જોઈ વિચાર્યું કે હવે તે શું બાકી છે!—આ ગૃહઉદ્યોગ તો ભારે સુંદર. પણ અચાનક આરસીમાં જોતાં મારી સુંદરતા ઝાંખી પડતી કેમ લાગી હશે! * છેલ્લા બે વર્ષ થયાં મારી પ્રકૃતિ અસ્વસ્થ રહેતી. બારીક આટ ખાવાની વદની ન હતી. તેથી રોજરોજને દાણે ટીયે મારા પત્ની જ દળી નાંખતાં તે એકદમ બંધ થઈ ચાકીને અટો જયારે ઘરમાં જે ત્યારે પૂછ્યું તે જણાયું કે કામકાજના બેજાથી થાકી જવાય છે અને સમય મળતો નથી તેથી અનાજ ચકીમાં દળાવવામાં અાવે છે. કર્યું કામ ! શું કામ ! નાની મધુએ રમકડું સમજીને એક પતરાની ડાબલી ઉધાડી નાખી તે તેમાંથી સતારા, ઝીક, ટીકી અને ઝરી નીચે વેરાઈ ગયાં. મારા પત્નીની આંખ લાલ થઈ ગઈ. ગૃહઉદ્યોગ ભાંગી
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy