________________
છે. •
તા. ૩૧-૧ર-૩૯
કયાંથી આવતા
લખાતાં, લખનારા
કરવામાં કેટલીક સંસ્થાઓ
પુસ્તકાકાર પુસ્તકની માગણી પણ સંતોષાય. એક રીતે જોતી તે આ બાબત નવી લાગે છે. પણ વિદ્વાનો અને પુસ્તકા ; લય સંચાલકોની દષ્ટિએ આ બાબત કેટલી ઉપયોગી છે ? તે સહેજે સમજાશે. આજે પણ સનાતન પ્રકૃતિના સંખ્યા- બંધ સાધુઓ ને આચાર્યો છે. જેઓ ગમે તેવી ઉપયોગિતા છતાં પુસ્તકાકાર પ્રકાશનને ધૃણા નહિ. તે ઉપેક્ષાની દૃષ્ટિથી અવય જુએ છે. પરિણામ એ આવ્યું છે કે પત્રકાર ગ્રન્થ મેજુદ છતાં એની પુસ્તકાકાર આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલીક સંસ્થાઓ અને વિદ્વાનોને શ્રમ અને ખર્ચ બને કરવાં પડે છે. આ - ' 4" મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જે સુચિ ઠીક ન હોય તો તે બનાવતા, પોથીએને નવાં અને મજબૂત બંધનથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા એટલું જ નહિ પણ જયાં ગ્રન્થ રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય, ત્યાં તે તૈયાર કરાવતા, ડાબડાઓ સુધારતા અને નવી ઢબની લાકડાની નાની નાની પેટીઓ કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસુચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે સાથે તેઓશ્રીએ નવા કે જૂના ભંડારમાંથી મળી આવતાં નાનામોટાં બધાં જ ગ્રંથની નવી લિખિત નકલ કરાવી તેને એક પૂર્ણ અને ઉપયોગી સંગ્રહ કર્યો છે, જે આજે વડોદરામાં વિદ્યમાન છે અને ગમે તે વિદાનનું મસ્તક નમાવવા માટે બસ છે. . - ' પુસ્તક છપાવવા અને જૂના ઉપરથી નવાં લખાવવાં તેમજ પોતે હોય ત્યાંના ભંડારોને સુસંસ્કૃત કરવા એ કામ જેવુંતેવું અગર ગમે તે કરી શકે તેવું સરળ નથી. વળી આજ કામને અંગ તરીકે જે બીજા કેટલાંક કામ છે. તેમાં પણ સ્વ. મુનિથી સતત રોકાયેલા રહેતા. કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ અને તે ગમે તેવી જટિલ, ઘસાયેલી કે એક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી, એ કામ સાહિત્ય દ્ધારનું પ્રથમ અંગ છે અને કોઈ પણ ખરે ઐતિહાસિક એ ન જાણે તો એનું કામ લંગડું જ રહે. એ જ રીતે નકલે કરવાનું અને સુંદરતમ અક્ષરોમાં યોગ્ય રીતે પ્રેસ કોપી કરવાનું કામ પણ વિદાન માટે તેટલું જ આવશ્યક છે. સ્વ. મુનિશ્રીએ એ બને કળાઓ અસાધારણ રીતે સાધેલી, ઈ. સ. ૧૯૨૧થી ૧૯૩૫ સુધીમાં મને અનેક ગ્રન્થના સંશોધન પ્રસંગે તેમની આ બન્ને કળાઓની કિંમત આંકવાની તક મળી. તેઓશ્રી જિજ્ઞાસુ અને ધંધાથી શિખાઉને પણ આ વસ્તુ શિખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શિખેલ કેટલાય સાધુ અને ગૃહસ્થાને હું જાણું છું કે જેઓ આજે કાં તે. સાહિત્યસેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તો નિર્વાહ અથે એ કળાને ઘેર બેડે સરસ ઉપયોગ કરી રહ્યા છે. મેં બે ચાર યોગ્ય વિદ્યાર્થીઓને એમની પાસે પ્રતિવાચન અને પ્રતિલેખનની કળા શિખવા મોકલેલ અને તેમણે ખૂબ પૈર્યપુર્વક એ આગન્તુકોને એ વસ્તુ શિખડાવેલી.
. . સ્વ. મુનિશ્રી પ્રવર્તક કાંતિવિજયજીની ભંડારસુધાર અને ભંડારરક્ષણની ભાવનાને મૂર્તરૂપ આપનાર મૂગા સેવક હતા. વિશેષમાં પોતાની બધી આવડતને યોગ્ય પાત્રમાં તેઓ અમર કરી ગયા છે એ વાત જેઓ મુનિશ્રી પૂણ્યવિજયજીને જાણે છે અને જેઓને તેમના જીવિત કાર્યોને પરિચય છે તેમને કહેવાની ભાગ્યે જ જરૂર જણાય. ' ' ' '
સ્વ. મુનિશ્રીમાં એક વિદ્વાનને છાજે અને ઐતિહાસિક શોભે એવી અનેક બાબતો પરત્વે જીવતી જાગતી માહિતી તેમજ ચેષકસાઈ હતી. અમુક પ્રકારની કૃતિઓ આજે કેટલી અને કેઈ
" કઈ ઉપલબ્ધ છે અને તે કથા ક્યાં છે, અમુક ગ્રન્થકારનો સમય છે
અને એક જ નામના અનેક પ્રકાર હોય ત્યાં તેમની વિશેક્ષતા શી, અગર ઓળખાણુ શી; કોઈ સ્ત્રી અગર સાધ્વી જૈન પરપરમાં ગ્રન્થકાર પ્રસ્થલેખિકા થઈ છે કે નહિ, અમુક રાજ્યકર્તાના સમયમાં જૈન સાધુ કે શ્રાવકની સ્થિતિ', 'હી હતી, જૂના વખતમાં તાડપત્ર કયાંથી આવતાં, કેમ સુધારાતાં નર્મ લખાતાં, લખનારાઓની સ્થિતિ શી હતી વગેરે અનેક પ્રશ્નો વિષે ઉક્ત સ્વ. મુનિશ્રી એંકા પ્રમાણભૂત ગ્રન્થ જેવા હતા
એમને સ્વર્ગવાસ ગુજરાતની અને જૈનસાહિત્યની રાજ ધાની પાટણ કે જ્યાં એમનું દીર્ઘકાળ જીવનકાર્ય ચાલી રહ્યું હતું ત્યાં ડિસેમ્બરની પહેલી તારીખે રાત્રીના થયો. પાટણના સંખ્યાબંધ ભંડારે, પ્રાચીન મંદિરો, ત્યાંનું. વિવિધ શિલ્પ, પાટણની ચડતી–પડતીના પ્રસંગે, એ બધા વિષે એમનું જે વિપુલ જ્ઞાન હતું તે તેમનાથી પરિચિત એવા કેઈથી ભાગ્યે જ અજાણ્યું છે. તેઓશ્રી એક રીતે પોતાનું જીવનકાર્ય ઠેઠ પાકી ઉમર સુધી કરી ગયા છે. અને બીજી રીતે તે પોતાની આવડતને વ્યાજ સાથે યોગ્ય પાત્રમાં મૂકી પણ ગયા છે. ઉમ્મરની દષ્ટિએ તેમને સ્વર્ગવાસ એટલે અકાળ ન ગણાય, પરંતુ તેમના અતિ વયોવૃધ્ધ ગુરુ શ્રી પ્રવર્તકના વૃદ્ધતમ જીવનની દૃષ્ટિએ જોતાં એમ જરૂર મનમાં થઈ આવે કે સ્વર્ગવાસી મુનિનું સ્થૂલ જીવન થોડુંક વધારે ચાલ્યું હોત તો સારું. તેઓશ્રીના શિષ્યો સંખ્યામાં બહુ નથી. પણ જે છે તે ગુણદષ્ટિએ ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે.
ધારું છું આટલાં પણ મધુર સ્મરણે તેમના પ્રત્યે આદર ઉત્પન્ન કરવા માટે અને તેમનું જીવનકાર્ય જાણવા માટે બસ છે. પુસ્તકનું સંશોધન અને સંપાદનકાર્ય કરવામાં મને જે અનેક પ્રેરક બળો પ્રાપ્ત થયા છે તેમાં સ્વર્ગવાસી મુનિશ્રીનું સ્થાન મહત્વ ભગવે છે, એ દષ્ટિએ હું હંમેશ તેમનો કૃતજ્ઞ રહ્યો છું. કાશી, તા. ૯-૧ર-૩૮
પંડિત સુખલાલજી
* *
*
છેલ્લા વાચનાચાર્ય : ૬ (પાંચમા પાનાથી ચાલુ) | “અમે છચસ્થ છીએ, અમારામાં ત્રુટીઓ હોવાનો સંભવ છે. એટલે અમારી અપૂર્ણ સ્મૃતિમાં રહ્યાંસહ્યાં વીરવચને પણ સંપૂર્ણપણે સચવાયાં ન હોય એ બનવાજોગ છે.
“કોઈ એમ પણ માને કે સ્મૃતિષ પછી લખાએલાં સૂત્રોમાં બહુ તથ્થાંશ નહિ હોય. વળી કઈને એમ પણ લાગે કે આ સૂત્રે નિઃસ્વાર્થ અને પરમાર્યરત અધિક બુધ્ધિશાળી મુનિઓએ સંગ્રહેલાં હોવાથી જે છે તે-જે રહ્યાં છે તે-સર્વાગ સંપૂર્ણ હોવા જોઈએ અને તેમાં કશી અપૂર્ણતા કે ઉણપ જ ન હોય. આ બંને માન્યતા એક સરખી આધારરહીન અને ભૂલભરેલી છે. - “છદ્મસ્થતા પિતે કોઈની બુદ્ધિના ઈજારાની જોખમદારી લઈ શકે નહિ, અને કોઇની સ્વતંત્ર વિચારશકિતને આવરી શકે પણ નહિ” * કાંઇક આવી જ સ્પષ્ટ નિરભિમાન, ચોખીચરુ અને નીડર ઉદ્યોષણું જાણે એ મૂગા નિવેદનમાંથી નીકળી રહી હોય, એ સર્વવંદ્ય ક્ષમાશ્રમણ આવો જ સહેતુક, અગર્વ અને પ્રામાણિક પણ શૈર્યભર્યો મૂક એકરાર કરી રહ્યો હોય અને એ રીતે ધાર્મિકતામાં પણ સાત્વિક અને સ્વતંત્ર વિચાર, અંતરાત્માને લાગતી સાચી અને સ્પષ્ટ વાણી, તેમજ સ્વતંત્ર અને શુભ-શુધ્ધવર્તનને અવકાશ છે એમ જૈન જનતાને, સારાયે ગુજરાતને, જગતને સાદ પાડીને સાંભળાવી રહ્યો હોય એમ નથી લાગતું? (સમાપ્ત) - - - -
': ' પોપટલાલ . શાહ