SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૩૯ પ્રબુદ્ધ જૈન શાસ્ત્રાધ્ધારક સ્વ. મુનિશ્રી ચતૂરવિજયજી seem possession પરમાનદભાઈ ડિસેમ્બરની ચેાથી તારીખે અણધાર્યાં જ મારી કોટડીમાં આવી ઊભા રહ્યા. 'હું મિત્રા સાથે કાંઇક વિદ્યાગોષ્ઠિમાં પડેલા હતા. પ્રસ`ગ નીકળતાં મે મુનિશ્રી ચતૂરવિજયજીના સ્વર્ગવાસ વિષે આવેલ તારની તેમને વાત કહી, અને તેમણે `તુરત માગણી કરી કે તમે પ્રમુદ્દે જૈન’ વાસ્તે તેમને વિષે કાંઇક લખી આપે ! હું ઉકત મુનિશ્રીના સ્થૂલ અને સૂક્ષ્મ જીવનથી પૂર્ણ તા પરિચિત નથી જ. પણ હું અમુક લાંબા વખત લગી તેમના થોડા પરિચયમાં આવ્યા . ખાસ કરી મારી અને તેમની વચ્ચે સાહિત્યક અને શાસ્ત્રીય સબંધ વધારે હતા તેથી મારા ઉપર તેમના જીવનના જે સસ્કારો પડેલા મને યાદ તેનુ ટૂંકમાં પ્રદર્શન કરાવીને જ ભાઈ પરમાનન્દભાઇની ઈચ્છાને મૂર્તરૂપ આપી શકું. એમના પ્રવર્તક અને સર્વાધિક વયેાવૃદ્ધ તરીકે પ્રસિદ્ધ પૂજ્ય મ શ્રી કાન્તિવિજયજીના એ શિષ્ય હતા. સમભાવમાં અને જૈન સાહિત્યના ઉદ્ધારમાં પ્રસિદ્ધ મુનિશ્રી પૂણ્યવિજયજીના એ ગુરુ થાય. કાળધમ સમયે એમની ઉમર કેટલી હતી તે ચાસ નથી જાણુતા. પણ આશરે સીત્તેરેક વર્ષની તેા હશે. કાટુંબિક તેમજ શિષ્યપરિવારને લગતી હકીકત તે ક્રાઇ તજજ્ઞ જ લખશે. હું કાશીમાંથી વિદ્યાભ્યાસ કર્યાં બાદ જ્યારે ગૂજરાતમાં સર્વપ્રથમ કામની દૃષ્ટિએ ગયા ત્યારે મને થયેલ અનુભવ ઉપરથી મેં નક્કી કર્યું છે કે મારે સાધુ વને ભણાવવા કાંઇ તેમના પાસે ન જવુ અને ન રહેવું. ખાસ કરી અમુક બંધન સ્વીકારીને તે કાઇ સાધુઓને ન જ ભણાવવા. જો તે જિજ્ઞાસા દૃષ્ટિથી મારી પાસે આવે તે તેમને પુ કાળજી અને આદરથી શિખવવુ. આ વિચારને પરિણામે મેં મારું કાર્યક્ષેત્ર અદલવાને જ નિય કર્યાં. દરમિયાન અમુક પ્રામાણિક વ્યક્તિ તરફથી મને કહેવામાં આવ્યું કે મારા એ નિણૅયને અમલમાં મૂકવા પહેલાં મારે એક વારપ્રવતર્કજીના તે પરિચય કરવા. મેં એ સલાહ સ્વીકારી અને પ્રવકુળના પત્રને લીધે હું પાટણ ગયા. ત્યાં જ તેમના શિષ્ય સ્વર્ગવાસી મુનિ ચતૂરવિજયજીને પ્રથમ પરિચય થયા. તેમની નમ્રતા, જિજ્ઞાસા અને નિખાલસતાએ મને બાંધી લીધા. ત્યાં તે વખતે મારું કામ તેમના લઘુતમ શિષ્ય મુનિશ્રી પૂણ્યવિજયજીને શિખવવાનુ હતું, પણ મેં જોયું કે અહીં" તા જિજ્ઞાસા અને કાર્ય પદ્ધતિની વિશેષતાનુ રાજ્ય છે. તિલકમંજરી શિખવતા હાઉ કે કાવ્યાનુશાસન, પણ તે વખતે શિખનારાઓનું એક મંડળ જામે, તેમાં સાધુઓ સાથે અધિકારી શ્રાવકા પણ રહેતા. એટલુ જ નહિ પણુ સાથે સાથે શિખવાતા ગ્રન્થનુ સંશાધન પણ થતું. તાડપત્ર અને કાગળની જૂની તેમજ સારી સારી પ્રતિએ જુદા જુદા મુનિએ સામે રાખે અને સંશાધન સાથે પાઠ ચાલે. મારે વાસ્તે આ રીતે પુસ્તક સંશોધનને માર્ગ પ્રથમ જ હતા પણ મને એમાં વધારે રસ પડયા અને ભણવા-ભણાવવાનું સ્થિર ફળ વધારે જણાવા લાગ્યું. તે વખતે પણ મુનિશ્રી પૂણ્યવિજ્યજી છેક નાના. જો કે પાઠમાં કેન્દ્રસ્થાને એજ હતા, છતાં સંશોધન કાર્યમાં કેન્દ્રસ્થાન ઉકત સ્વર્ગવાસી મુનિનું હતું. તેમના સહવાસમાં હું આવ્યા તે અગાઉ તે તેમણે કેટલાંય સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકા પ્રસિદ્ધ કર્યાં હતાં અને અનેક ભંડારાની ધરમૂળથી સુધારણા અને વ્યવસ્થા કરી હતી. હુ જોતે કે તેઓ જેમ એક બાજુ એક સાથે અનેક પુરતા શોધતા અને છપાવતા જાય છે તેમ બીજી ખાજુ સૈકા થયાં સડતા અને અવ્યવસ્થાથી નાશ પામતાં કીંમતી લિખિત પુસ્તકાનુ નવુ લેખનકાય પણ સતત કયે જાય છે. તે જમાનામાં એટલે ઇ. સ. ૧૯૧૪-૧૫ ની આસપાસ સુધીમાં પુસ્તકપ્રકાશનમાં એ પ્રથા ખાસ ૮ હતી એકઃ તે પુસ્તક ગમે તે વિષયનું હાય છતાં જૈન પરંપરા એને પત્રાકારેજ પ્રસિધ્ધ કરતી. અને ખીજી પ્રથા એ હતી કે જો પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય તો તે સંસ્કૃતમાંજ લખવામાં મહત્તા મનાતી. એકવાર સ્વ॰ મુનિશ્રીએ પાતાની લખેલ સ’સ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઇ તે લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રરતાવના આદિ સંસ્કૃતમાં લખેા છે તેને શે હેતુ? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિધ્ધ મુનિનાં ઉદાહરણ આપી એ પ્રથાની પૂષ્ટિ કરી. મેં કહ્યું : જુઓને, અમુક અમુક પ્રસિધ્ધ વિદ્વાનોની સંસ્કૃત પ્રસ્તાવનાઃ એમાં શબ્દાડમ્બર સિવાય શું હોય છે. વળી અમુક પ્ર-તાવના જુએ ! એમાં કૈા શિષ્ય કે આશ્રિત પડિત અમુક સાધુની ભારેાભાર પ્રશંસા કરતા દેખાય છે. પછી ભલે તે એક જ જૂઠાણાથી ભરેલી હાય. લચ્છેદાર વિશેષણ સિવાય તેમાં ખીજું શું હોય છે? જો એ જ સંસ્કૃતના લેખકાને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એને અનુવાદ સંભળાવા તો કાં તે એમાંથી સાંભળનાર શુન્ય જ મેળવવાના અને સભળાવનાર પોતે શરમાવાને. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એના અર્થ આશ્રયદાતા અને અભણુ દુનિયાની દષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પેાતાનુ અજ્ઞાન પેપ્પે જવું, એ જ છે. જો, લેખકને કાંઇ સાચું અને નકકર કહેવાનું જ હાય તેમજ જો અનેક વાંચનાર સમક્ષ કાંઇ મૂકવા જેવું સાચે જ હાય તે! તે ચાલુ લેાકભાષામાં લખતા શાને સાચાય છે? અલબત્ત પાંડિત્ય પ્રકટ કરવું જ હોય તો તે સાથે સાથે લે સસ્કૃતમાં પણ લખે. પરંતુ જેએ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તે મેાટે ભાગે વાચાને અંધારામાં રાખવા સાથે પેાતાના અજ્ઞાનને છુપાવે છે. મારી આ ટીકા સાચી હતી કે નહિ તે કહેવાનુ આ સ્થાન નથી. અણુ અહીં તે એટલુ જ કહેવાનુ છે કે મારા કથનના જરા પણ અવિચારી સામનો કર્યાં સિવાય ૧૦ મુનિશ્રીએ ત્યારબાદ મોટે ભાગે પ્રસ્તાવના સંસ્કૃતમાં લખવાને શિરસ્તા બદલી નાખ્યા અને પરિણામે તેમના પ્રકાશનેામાં તથા તેમના શિષ્યના પ્રકાશનેામાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુ ગૂજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ ખની છે. આ એમની સત્યગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યાં. ત્રાકારે પુસ્તક છપાવવું એમાં જેટલી સગવડ સાધુઓની હતી તેટલી જ અગવડ વિદ્યાયી એ, પ્રેફેસા અને લાયબ્રેરીના સંચાલકાની હતી. કે પણ પત્રાકારે છપાવવુ એ જાણે ધર્મનું વાસ્તવિક અંગ જ હોય તેમ ત્યારે કડક રીતે મનાતું. જ્યારે મે અને ખીજા સમયજ્ઞ મિત્રએ સ્વ॰ મુનિનું ધ્યાન આ બાબત ખેંચ્યું ત્યારે તેએ તરત સમજી ગયા અને પછી એમણે એવેશ માર્ગ સ્વીકાર્યું કે સાધુઓની ત્રાકારની રુચિ પણ સચવાય અને દેશવિદેશના વિદ્વાનેાની
SR No.525924
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1939 Year 01 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1939
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy